________________
૬૩૮
ત્રણ મંત્રની માળા “શ્રી મોક્ષમાળા' ના શિક્ષાપાઠ -૧૩ માં મૂક્યું છે કે કોઈ બ્રહ્માને, કોઈ વિષ્ણુને, કોઈ શંકરને, કોઈ પયગંબરને, કોઈ ભવાનીને, કોઈ દેવીને માને છે તો એમને માનીએ તો મોક્ષ મળે? તો શ્રીમદ્ કહ્યું કે, તેઓ જ મોક્ષ નથી પામ્યા તો બીજાને ક્યાંથી પમાડી શકવાના છે! ઘણા લોકો તો બધાય ભગવાન સરખા, બધાય ગુરુ સરખા, બધાય ધર્મ સરખા માને છે. આ દેવમૂઢતા, ગુરુમૂઢતા અને ધર્મમૂઢતા છે. પંચમકાળમાં આવી ગરબડો બહુ થશે. ચાલુ છે અને હજી ઘણી થશે. આપણે ઓથેન્ટિક વસ્તુ પકડી રાખવી. બજારમાં કોઈ વસ્તુ તમે ખરીદી કરવા જાવ તો બ્રાન્ડવાળી વસ્તુ લો છો, ભલે થોડા પૈસા વધારે આપવા પડે પણ એમાં છેતરાવાનો ભય છે નહીં.
હું એક વખત નેપકીન લેવા નીકળ્યો. મેં નક્કી કર્યું કે બોમ્બે ડાઈંગના જ લેવા છે. હું નીકળ્યો. તો, ત્રણ દરવાજા આગળ બધી નેપકીનની ત્રણ-ચાર લારીઓ હતી અને હંમેશાં નકલ અસલ કરતાં પણ વધારે સારું દેખાય એવું હોય. એટલે આમના નેપકીન એટલા બધા કલરમાં ને એટલા બધા સરસ આકર્ષણવાળા. મેં કહ્યું કે “ભાઈ ! આની શું કિંમત છે?” તો કહે, “સાહેબ! પંદર-પંદર રૂપિયા.' તો મેં કહ્યું, ‘ત્યાં ત્રીસ-ત્રીસ રૂપિયા લે છે, ને તારા પંદર રૂપિયા !' મને કહે, “સાહેબ! તમે કોઈ દિવસ ખરીદી કરવા નીકળ્યા લાગતા નથી. જુઓ! અમારે દુકાનનું ભાડું નહીં, નોકરનો પગાર નહીં અને ઈન્કમટેક્ષ – સેલટેક્સ ભરવાના નહીં. બીજા પંદર રૂપિયા આના છે, બાકી માલ તો આટલો પંદર રૂપિયાનો જ છે. એટલે મને વાત બેસી ગઈ અને મેં થોડા નેપકીન ખરીદી લીધા ને ઘરે ગયો. નવા નેપકીને ધોયા વગર તો વાપરીએ નહીં, એટલે મેં એ બધા નેપકીનોને ધોવા નાખ્યા. મારા કપડાં પલાળ્યા હતા, એની જોડે એનેય પલાળ્યા. પછી કપડાં ધોવાવાળો આવ્યો, તો મને કહે કે “સાહેબ! આ તમે શું કર્યું ? આ નવા નેપકીન આમાં ના નંખાય, આ તો કલરવાળા છે, હવે આના કલરના ડાઘા તે તમારા ઝભ્ભા-લેંઘા ઉપર ચોંટ્યા છે. આ રંગના ડાઘા નહીં નીકળે.” હવે એ પંદર રૂપિયાના નેપકીન પાછળ મેં આ પાંચસો રૂપિયાની ઝભ્ભાની – લેંઘાની જોડી ખલાસ કરી નાખી. ધોવે ને રોવે, આ સસ્તો માલ એટલે હંમેશાં મોક્ષમાર્ગમાં “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ' સર્વજ્ઞ, વીતરાગ સિવાય કોઈ સદેવ નહીં અને “આત્મજ્ઞાન સમદર્શિતા' તેમાં જે ગુણો ને લક્ષણ બતાવ્યા છે તે સદ્દગુરુ અને તેમના દ્વારા પ્રરૂપાયેલો રત્નત્રયધર્મ અથવા અહિંસામય ધર્મ અથવા વસ્તુસ્વભાવમય ધર્મ અથવા દસલક્ષણમય ધર્મ તે સાચો ધર્મ, સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મની શ્રદ્ધા તમારી મજબૂત હશે તો તમે વહેલા-મોડા પણ ઘરભેગા થઈ જશો. આમાં