________________
૫૩૪
છ પદનો પત્ર
ત્રણ લોકમાં બીજો કોઈ મોક્ષનો માર્ગ છે જ નહીં. જીવ પોતે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રયુક્ત પરિણામથી પરિણમન કરે, એવા ભાવ પ્રગટ કરે તો એ મોક્ષના ઉપાયમાં પ્રવર્તે છે, બાકી આપણા બદલે આપણા માટે કોઈ મોક્ષનો ઉપાય કરી દે અને આપણે પામી જઈએ એવો આ માર્ગ નથી. દરેક જીવે પોતે પુરુષાર્થ કરવાનો હોય છે.
મોક્ષ ના હોય તો એનો ઉપાય ના હોય, પણ મોક્ષ છે તો મોક્ષનો ઉપાય પણ છે. શું ઉપાય છે ? જો જીવ કર્મ ભોગવતી વખતે નવા કર્મ બાંધ્યા જ કરે અને છૂટે જ નહીં તો તો કોઈનો મોક્ષ થઈ શકે નહીં. એવું તો બનતું નથી કે જીવ માત્ર કર્મ બાંધ્યા જ કરે, કર્મની નિર્જરા ના કરી શકે. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં જીવ છે ત્યાં સુધી તો બંધાવાનો. બીજો અનંતકાળ જશે તો'ય અને સાચો જ્ઞાનભાવ એને પ્રગટ થાય તો પછી વિશેષ કાળ એને કર્મબંધ કે પરિભ્રમણ થતું નથી.
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. · શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર – ગાથા - ૯૮
――――――
પરિભ્રમણનું કારણ અજ્ઞાન છે અને તેની સમાપ્તિનું કારણ જ્ઞાન છે. સમ્યજ્ઞાન ક્યારે થાય ? સાચું જ્ઞાન થાય ત્યારે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન સમ્યક્ થતું નથી. એ સિવાયના જે કંઈ જ્ઞાન છે એ બધાય જ્ઞાન મોક્ષના હેતુભૂત થતા નથી. સમ્યગ્દર્શન થયા પછીનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને એ સમ્યજ્ઞાન મોક્ષના હેતુભૂત થાય છે. માટે, વંસ મૂલો થમ્યો । સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. એ વગર તમે ગમે તે કરો – ગમે તેટલા શાસ્ત્રો વાંચો, ગમે તેટલી ભક્તિ કરો, જપ કરો, તપ કરો, ને ત્યાગ કરો ને જે કરવું હોય તે કરો. સમ્યગ્દર્શન વગર આ બધુંય પરિભ્રમણના હેતુભૂત થાય છે. સમ્યગ્દર્શન સહિત જ સંવર - નિર્જરા થાય. સંવરપૂર્વકની નિર્જરાને સાચી નિર્જરા કહેવામાં આવે છે અને કર્મનો ભોગવટો કરીને જે નિર્જરા થાય છે, એ નિર્જરા કરતી વખતે પાછો નવો કર્મબંધ થાય છે. માટે સકામ અને અકામ એ બે ભેદ પાડ્યા છે.
હવે જે કર્મબંધ થવાના સાધન છે, એનાથી વિપરીત સાધન કયા ? અજ્ઞાનથી બંધાય છે તો જ્ઞાન, મિથ્યાત્વથી બંધાય છે તો દર્શન અને અવિરતિ દ્વારા બંધાય છે તો ચારિત્ર. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર અને તપ એ સમ્યક્ચારિત્રમાં સમાવેશ પામી જાય છે. એટલે મોક્ષ માટે ચાર કારણોનું સેવન વ્યવહારથી કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ = મોક્ષ. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને તે ત્રણેનું એક