________________
૫૪૦
છ પદનો પત્ર પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા. ગુરુ શિષ્યને વાચના આપે એ વાચના છે. આપણે ચોપડી હાથમાં લઈને વાંચી ગયા એ ઠીક છે, પણ ગુરુ આજ્ઞાપૂર્વક વાચના આપે અને સમજાવે તે વાચના છે. વાચનાની અંદરમાં જે વાત આવી એમાં આપણને કે બીજાને સમજણ ના પડી હોય તેને વિનયસહિત, વિવેકસહિત, યથાયોગ્ય સમયે સ્વ-પરના લાભ અર્થે શંકાના સમાધાન અર્થે, પૂછવું એનું નામ પૃચ્છના છે. પરાવર્તના એટલે એકની એક વાત સાંભળી છે, વાંચી છે તેને વારંવાર ફેરવવી. એકના એક શ્લોકને ઉપયોગમાં પાંચસો વાર ફેરવવો એ પરાવર્તના છે, જે ભવાંતરની અંદરમાં ઊંડા સંસ્કાર નાંખે છે. પરમકૃપાળુદેવ ઈડરના પહાડોમાં
શ્રી દ્રવ્યસંગ્રહની અમુક ગાથાઓ એક એક કલાક, બુબ્બે કલાક સુધી બોલતા. જ્યારે આપણે આખી આત્મસિદ્ધિ ૨૦મિનિટમાં બોલી જઈએ છીએ! પરાવર્તના એટલે અંદરમાં ઉપયોગપૂર્વક એકની એક વાતને વારંવાર ફેરવવી, જેનાથી અંદરમાં સંસ્કાર દેઢ થાય કે ઊંઘમાં પણ ના ભૂલે. જ્ઞાન તો તેને કહીએ કે જે દરેક સમયે હાજર રહે. હર્ષમાં, શોકમાં, રાગમાં, દ્વેષમાં ગમે તે કામ કરતાં અંદરમાંથી છૂટું ના પડી જાય એવા સંસ્કાર અંદરમાં નાંખવા એનું નામ પરાવર્તના.
અનુપ્રેક્ષા એટલે જ્ઞાનીના બોધવચનોને ભાવ સહિત, અર્થ સહિત ચિંતવવા. ધર્મકથા એટલે જે અંદરમાં ધારણ થયું છે તે સ્વ અને પરના હિતનો લક્ષ રાખી એને મોટેથી વચન દ્વારા રજૂ કરવાં. જ્ઞાનની પ્રાપ્તિમાં અને જ્ઞાનની વૃદ્ધિમાં કારણભૂત આ સ્વાધ્યાયને તપમાં મૂક્યું છે અને “સ્વ” નું અધ્યયન થવું, અવલોકન થવું તે નિશ્ચય સ્વાધ્યાય છે. બેય દૃષ્ટિને સાપેક્ષપણે સમજીએ તો સમ્યકજ્ઞાન વધે. કહ્યું ને કે એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. સમ્યફ પ્રમાણપૂર્વક એટલે કોઈ નય દુભાય નહીં એ પ્રમાણે. નય, નિક્ષેપ અને પ્રમાણની સપ્રમાણતાથી. સમ્યફપ્રમાણ પૂર્વક એટલે યથાર્થ બોધ. અંદરમાં મૌલિક જ્ઞાનની અંદરમાં પકડાય, ભાસે. અંદરમાં પકડાવો જોઈએ કે, તત્ત્વ આમ જ છે. આવું અંદરમાં ભાન થવું એ ભાસવું છે. “મૂળ મારગમાં પરમકૃપાળુદેવસમ્યકજ્ઞાન, સમ્યગદર્શન તથા સમ્યક્યારિત્ર વિષે જણાવે છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ. ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ. ૭