________________
૨૫૨
શું સાધન બાકી રહ્યું ? જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૨૫ સમવસરણાદિ ભગવાનનું વર્ણન નથી. એ તો ભગવાનના પુણ્યનું વર્ણન છે. આત્માનો ઉપયોગ બહાર છે તેને પોતામાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવાનો છે અને અંતર્મુખ થવાની સાધના કરવાની છે. એના માટે એકાંત સ્થાનોમાં રહી ધ્યાનની વૃદ્ધિ કરવી અને જે જે સંગ તેમાં બાધક છે તેનો ત્યાગ કરવો. તીર્થકર ભગવાનનું વચન છે કે,
| સર્વસંગ મહાગ્નવરૂપ છે. સંગ અપ્રશસ્ત હોય કે પ્રશસ્ત, તેમાં તમારો ઉપયોગ ગયો એટલે આસ્રવ ચાલુ. અશુભમાં ગયો તો અશુભ આસ્રવ અને શુભમાં ગયો તો શુભાગ્નવ. નિરાગ્નવતા નથી તથા આસ્રવ અને આત્મા વચ્ચે જ્યાં સુધી ભેદ સમજાયો નથી ત્યાં સુધી જીવ આસવમાં પ્રવર્તવાનો. અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે,
આત્મા અને આસ્રવતણો, જ્યાં ભેદ જીવ જાણે નહીં; ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતાં ક્રોધાદિમાં, સંચય કર્મનો થાય છે; સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને.
– શ્રી સમયસાર આપણે લોકોનો પરિચય વધારવામાં આનંદ માનીએ છીએ અને જ્ઞાનીઓ પરિચય ઘટાડવામાં આનંદ માને છે. આપણે પાંચ-પચાસને મળીએ તો આનંદ થાય છે અને જ્ઞાનીઓ કોઈને ના મળવાનું થાય એવું આયોજન કરીને અંદરમાં આનંદ લે છે. પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૫00 એનાથી કોઈ લાભ નથી, કોઈ શાંતિ નથી. પૈસો વધવાથી તમને શાંતિ મળી કે અશાંતિ મળી એ તો જુઓ! પુણ્ય વધ્યું કે પાપ વધ્યું? પુણ્ય તો ખર્ચી નાખ્યું અને પાપ બાંધી લીધું. જેવું માહાભ્ય આપણને પૈસાવાળાનું આવે છે તેવું ભગવાનનું આવતું નથી. એવું ધર્મનું આવતું નથી. એ બતાવે છે કે જીવની તત્ત્વદેષ્ટિ હજી યથાર્થ થઈ નથી.