________________
પ૯૬
છ પદનો પત્ર છે કે પુણ્યનો ઉદય હશે તો કોઈ આકાશમાંથી આવીને પણ સેવા કરી જશે અને નહીં હોય તો હજારો સેવકો હશે એ પણ આઘાપાછાં થઈ જશે. શ્રીકૃષ્ણ મહારાજાની સોળ હજાર રાણીઓ હતી, પણ જયારે બાણ વાગ્યું ત્યારે કોઈ પાણી પીવડાવવા પણ ના આવ્યું. ઉદય ફરી ગયો.
| તીર્થકરોના તથા બીજા મહાપુરુષોનાં જીવનચરિત્ર વાંચો. પાંચ કલ્યાણકોમાં દેવો, ઈન્દ્રો અને મનુષ્યો આવીને કેવી ભવ્ય ઉજવણી કરે છે ! પણ ઋષભદેવ ભગવાનને ૧૨ મહિના સુધી આહાર ન મળ્યો. આહારની વાત તો જવા દો. કૂવામાંથી લાવીને, સંખારો નાંખીનો અચિત્ત કરીને ઉકાળેલું પાણી પણ ના મળ્યું ! તો ભક્તોનો વાંક કે ભગવાનના કર્મોનો વાંક? કર્મોનો વાંક. કોઈપણ પ્રકારની ઇચ્છા રાખીને શિષ્ય પ્રત્યે અનુરાગી થાય એ સરનું લક્ષણ નથી. સપુરુષોને દરેક જીવ માટે એવી અનુકંપા થતી હોય છે કે મનુષ્યભવમાં આવેલો જીવ છે. હવે ક્યારે આને મનુષ્યભવ મળશે? જો આ કામ કાઢીને જાય તો સારું છે, નહીં તો અનંતકાળ સુધી રખડશે. પછી આ સામગ્રી અને આવો સંયોગ તેને નહીં મળે.
એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી. ખોટા ગુરુઓ તો બિલ્લા પહેરાવે કે મારો શિષ્ય આઘો ન જતો રહે કે પાછો બીજે ક્યાંય ના જતો રહે. અમુક રંગના કપડાં પહેરાવે. ગ્રુપના નામ આપે.
જ્યારે સાચા ગુરુને કોઈ શિષ્ય પ્રત્યે ભાવ નથી. મારો શિષ્ય હું પોતે જ છું. મારો ગુરુ પણ હું પોતે જ છું. આ મારી ભક્તિ કરે છે, સેવા કરે છે, વૈયાવૃત્ત કરે છે, મારી દરેક બાબતોનો ખ્યાલ રાખે છે, મારી પૂંઠે પૂંઠે મારો પડછાયો થઈને ફરે છે, આ મારો રાઈટ હેન્ડ છે એવું બધું સાચા ગુરુને હોતું નથી. તદ્દન નિઃસ્પૃહ હોય છે. તીર્થકર ભગવાનને અનેક ગણધર હોય છે, પણ તેમના ઉપર તેમને અંશમાત્ર પણ રાગ હોતો નથી. વીતરાગી ગુરુ, નિગ્રંથ ગુરુ, રત્નત્રયધારી ગુરુની આ વાત છે કે જેઓને અંદરમાં ત્રણ કષાયનો અભાવ થયો છે, યથાજાતરૂપધર મુનિ છે. પાંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું પાલન કરે છે, અઠ્યાવીસ મૂળગુણોનું પાલન કરે છે અને અલ્પ સમયમાં સંજ્વલન કષાય તોડીને કેવળજ્ઞાન પ્રગટ કરવાના છે. બીજાં તો પાછા આડાઅવળા ફંડફાળા પણ ભેગા કરી લે, જ્યારે અહીં એવું હોતું નથી.
એવા જે સપુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! આવા સપુરુષોને જ્ઞાનીઓ પણ અત્યંત ભક્તિપૂર્વક વારંવાર નમસ્કાર કરે છે. એવા મહાપુરુષોને નમસ્કાર કરવાથી પણ આ જીવ એવું મહાન પુણ્ય બાંધે છે કે જે પુણ્યના પ્રતાપે તેને સાચા દેવ, ગુરુ, શાસ્ત્રનો યોગ બને છે. આમ, સપુરુષને નમસ્કાર કરવામાં પણ મહાન લાભ છે.