________________
ક્ષમાપના
૩૦૯
અંદરના પરિણામો મહાવિચિત્ર હોય છે. હિંસક પરિણામ હોય છે. અહીં શાંત રહેવું એટલે બોલવું નહીં એમ નહીં, અંદરમાં પણ ઊંચું-નીચું ના થવું જોઈએ. ઘણીવાર ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ કરતો હોય, પણ અંદરમાં કષાયના ચરુ ઊકળતા હોય. બહારમાં શાંત હોય તેને જ્ઞાનીઓ શાંતિ કહેતા નથી. સર્વ પ્રકારના વિભાવથી થાકવું, પાછા ફરવું એનું નામ શાંતિ છે. વિભાવ એ જ અશાંતિ છે અને સ્વભાવભાવ એ જ શાંતિ છે. આમ, તત્ત્વની વાત જ અલગ છે.
આનંદ કહે પરમાનંદને, વાતે વાતે ફેર;
એક તેર રૂપિયે તોલો અને એક તાંબિયાના તેર. અજ્ઞાનીના છે તે તાંબિયાના તેર છે અને જ્ઞાનીના છે તે તેર રૂપિયે તોલો છે. ભગવાને પ્રથમ સમકિત કરવાનું કહ્યું છે. સમ્યગુદર્શન થશે તો તમારી બધી સાધના સાચી થશે. સમ્યગુદર્શન વગરની અત્યાર સુધીની બધી સાધના નિષ્ફળ ગઈ. અનંતવારનું મુનિપણું નિષ્ફળ ગયું, અનંતવારના તપ-ત્યાગ નિષ્ફળ ગયા, અનંતવારનું શાસ્ત્રજ્ઞાન નિષ્ફળ ગયું, અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ સમ્યગદર્શન વગર નિષ્ફળ ગઈ. શ્રીમાન દેવચંદ્રજી મહારાજ કહે છે,
બાહ્યક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ધર લીનો; દેવચંદ્ર કહે યા વિધિ તો હમને બહુત બાર કર લીનો.
સમકિત નવિ લહ્યું રે, એ તો રુલ્યો ચતુર્ગતિ માંહિ ! સમકિત વગરના કોઈપણ ધર્મના સાધનો મોક્ષમાર્ગમાં નિષ્ફળ છે. તમે સારામાં સારા સાબુથી હાવ, વાળ સરસ ઓળો, સારામાં સારા દાગીના પહેરો, સારામાં સારા ચંપલ-બૂટ પહેરો, પણ લંગોટ પહેરીને નીકળો તો? શોભતું નથી, લંગોટવાળાને આ શોભે નહીં, એને અનુરૂપ કપડાં પણ જોઈએ. તેવી જ રીતે સમકિત વગર કોઈ ગુણ કે કોઈ સાધના મોક્ષમાર્ગમાં શોભતી નથી. સમકિત નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા, દેવ-ગુરુની યથાર્થ શ્રદ્ધા વગર આવતું નથી અને શ્રદ્ધા પ્રાયે આ કાળમાં અઘરી છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ.