SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાપના ૨૭૫ ઉંદરડો બેઠેલો અને બિલાડીએ એને ઝાપટ મારી તો તિજોરીનું બારણું ઓટોમેટિક બંધ થઈ ગયું! ચાવીનો ઝૂડો અંદર અને શેઠ પણ અંદર. હવે શેઠ ઘણી બૂમો પાડે પણ સાંભળે કોણ? રૂમ પણ બંધ કરેલો. આમ ને આમ એક દિવસ થયો, બે દિવસ થયા. ઘરવાળાને થયું કે આ ગયા ક્યાં? કોઈને કીધા વગર જાય નહીં. ચારે બાજુ શોધખોળ કરી, પણ ક્યાય મળ્યા નહીં. પછી ઘરની રૂમનું, એમની તિજોરીનું બારણું જોયું તો બંધ હતું. એટલે એમણે ખખડાવ્યું. પણ બોલ્યા નહીં એટલે બારણું તોડ્યું. પછી અંદરમાં પણ દેખાણા નહીં. તિજોરીને ખોલી તો તિજોરી ખૂલે નહીં. લુહારને બોલાવીને તિજોરી તોડાવી તો તિજોરીમાં શેઠ લક્ષ્મીનંદન સૂતેલા. પરમકૃપાળુદેવ (લક્ષ્મીનંદન) રાજચંદ્ર થઈ ગયા અને આ લક્ષ્મીનંદન તે નરકેશ્વરી. રાજેશ્વરી તે નરકેશ્વરી. લક્ષ્મીમાં સુખની કલ્પના કરી એ અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી. ભરત મહારાજ ચિંતવન કરે છે કે હવે ક્યાંય મમત્વ કરવા જેવું નથી, મમત્વ એ જ દુઃખ છે અને સમત્વ એ જ સુખ છે. મમતા એ દુઃખ છે અને સમતા એ સુખ છે. અહો! હું બહુ ભૂલી ગયો. જુઓ, હવે સમજણમાં આવ્યું કે આખી જિંદગી મેં સ્ત્રી, પુત્ર, પૈસા, ધંધા અને દુનિયાના લૌકિક સુખ, પદાર્થો અને કાર્યોની પાછળ વેડફી નાંખી! હું બહુ ભૂલી ગયો, એટલું કહેતા તો ભરતેશ્વરના અંતરમાંથી તિમિરપટ ટળી ગયું. આટલું બોલતાં અંદરમાંથી અજ્ઞાનનો પડદો હટી ગયો. દિગંબર મુનિ તો થઈ જ ગયા હતા. બધા વસ્ત્રો અને આભૂષણો બધુંય ઉતારી નાંખ્યું હતું. દિગંબર મુનિ હતા અને અંદરમાં બધાનો હવે ત્યાગ થઈ ગયો. પરમાંથી અહમ્-મમત્વપણું નીકળી ગયું. મુનિ થઈ ગયા. અંતર્મુહૂર્તમાં બધી પ્રક્રિયા બની - અડતાલીસ મિનિટમાં જ એમને શુક્લધ્યાન પ્રાપ્ત થયું, તેથી અવશેષ ઘનઘાતી કર્મ બળીને ભસ્મ થયા, તેથી કેવળજ્ઞાન પ્રગટ થયું. જુઓ! અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન! આ ભાવોની રમત છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ઉદાહરણ જુઓ! બહારમાં સાધુ થયા છે અને એમના રાજ્ય ઉપર કોઈ ચઢાઈ કરે છે. કોઈ બોલ્યું કે આ તો અહીં સાધુ થઈને ઊભા છે અને પડોશી રાજા એમના છોકરાને મારીને હમણાં રાજપડાવી લેશે. પ્રસન્નચંદ્રજીએ સાંભળ્યું અને તરત એમનો ઉપયોગ ફરી ગયો કે મારા જીવતા મારા રાજ ઉપર કોઈ હાથ મૂકે અને દીકરાને કોઈ મારે એને હું જીવતો ન જવા દઉં! એ વખતે શ્રેણિક મહારાજા પ્રભુ મહાવીરને પૂછે છે કે આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભા છે, તો અત્યારે એમનો દેહ છૂટે તો ક્યાં જાય? તો કહે કે સાતમી નરકમાં જાય. શ્રેણિક મહારાજ કહે કે, “અરે ! પણ આ તો મુનિ છે ને!” “મુનિ છે પણ અત્યારે રૌદ્રધ્યાનના પરિણામમાં છે. આપાયન મુનિ હતા ને! દ્વારકા નગરી બાળી અને અધોગતિમાં
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy