SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ છ પદનો પત્ર ૫૭૫ કૃતાર્થપણું ક્યારે છે? કે જ્યારે નિજસ્વરૂપ વેદનમાં આવે ત્યારે. આ તો જે મળે એને કહે, “મજા છે, લહેર છે.” “ભાઈ, શું લહેર છે? મરી જઈશ. ચોર્યાશીમાં હજી ઊભો જ છું. અહીંથી ક્યાંય ત્રસ નાડીની બહાર ફેંકાઈ જઈશ, તો ખબરેય નહીં પડે. ત્રસ નાડીની બહાર એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો તો ત્રસ નાડીમાં પાછું આવવું અઘરું છે. બેઈન્દ્રિયપણું પામવું અઘરું છે.' જ્ઞાની કહે છે કે થોડું કરો, પણ પ્રયોજનભૂત કરો. બહારમાં ધરમ ઘણો કરીએ છીએ. ટર્ન ઓવર પાંચ કરોડનું કરે ને પાંચ લાખનું નુક્સાન કાઢે, તો એ ધંધો શું કામનો ? એના કરતા એક લાખનું વેંચી ૧૦,૦૦૦ કમાવાળો ડાહ્યો. જ્ઞાની પુરુષો કહે છે કે જેનાથી આત્મતત્ત્વનું વેદન આવે, ઉપયોગ અંતર્મુખ થાય, સ્વભાવ સન્મુખ થાય ને સ્વરૂપનું અસ્તિત્વ ઉપયોગમાં નજરાય એવો અંતરંગ પુરુષાર્થ, વૈરાગ્ય અને ઉપશમના બળસહિત કરો. જ્ઞાન મિસાઈલને ઉપશમ અને વૈરાગ્યરૂપી લોન્ચરો દ્વારા ફેંકવામાં આવે તો એ કર્મનો ભૂક્કો કાઢીને નિર્વિકલ્પ આનંદ પ્રાપ્ત કરી કૃતાર્થ થાય છે. વિચાર કરો, આ કાળમાં આવું એકાવતારીપણું પ્રગટ કર્યું છે તો કેવી કૃતાર્થતા એમને પ્રગટ થઈ હશે. શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી આનંદઘનજી આ બધા જ મહાત્મા પુરુષોએ, પોતાના આત્માની મસ્તી માણી, એમને બહાર આવવાનો ભાવ નથી થયો કે બહારમાં શું ચાલે છે? “સબ સબકી સંભાલો, મેં મેરી ફોડતા હું.” કેમ કે, બીજાના સંભાળવામાં આપણું રહી જાય છે અને બાજી આપણા હાથમાંથી જતી રહે છે. આનું આમ થાય તો સારું, ને આનું આમ ન થાય તો સારું. બીજા પદાર્થોના વિકલ્પોમાં આખો મનુષ્યભવ પતી જાય છે અને આત્માની કમાણી વગર જીવ અહીંથી ચાલ્યો જાય છે. માટે જિનદત્તસૂરી દાદાનું આ વચન છે, “તું તેરા સંભાલ.”તું તારા આત્માના પરિણામ નિર્મળ થાય એવો પુરુષાર્થ કર. બીજાના પરિણામથી કે પરિણમનથી તને કોઈ લાભ કે નુક્સાન નથી. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વસ્વરૂપને પામ્યા છે; છ પદ એકલા નહીં. સપ્રમાણ એટલે નય, નિક્ષેપ અને પ્રમાણ સહિત. હેય, જોય અને ઉપાદેયના વિવેક સહિત, વ્યવહાર અને નિશ્ચયના પડખા સહિત; તેનું નામ સપ્રમાણપણું છે. વચન દ્વારા પણ જેને આત્માનો નિશ્ચય થયો છે. પરમપુરુષના એટલે તીર્થકર કોટીના પુરુષ અથવા આવી ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનની દશાયુક્ત પુરુષના વચન દ્વારા સપ્રમાણતાથી છ પદનો એટલે નવતત્ત્વનો એમાં પણ આત્મતત્ત્વનો નિશ્ચય થયો છે. નવ તત્ત્વમાં પણ નિશ્ચય કોનો
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy