________________
૩૨૪
ક્ષમાપના
સમકિત થાય ત્યારથી નિર્જરા થવા માંડે છે. આત્માની કર્મમળ રહિત દશા થવી તે મોક્ષ છે. આત્મા ભાવકર્મ એટલે વિભાવો અને દ્રવ્યકર્મો એટલે આઠેય કર્મોથી રહિત થાય તેનું નામ મોક્ષ છે. એટલે -
દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૧
—
જ્યાં ત્યાંથી કર્મમળરહિત થવું એ જ મારો ધર્મ છે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષથી રહિત થવું, કર્મમળથી રહિત થવું એ જ મારી ઇચ્છા છે, જ્ઞાનીને હવે બીજી કોઈ ઇચ્છા નથી. એમને ભગવાન સંતુષ્ટ થઈને બીજું શું આપવાના છે? પરમકૃપાળુદેવે કહ્યું છે કે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. કેટલી દશામાંથી આ બોધ નીકળ્યો છે ! વિચાર કરો. તો આત્માની કર્મમળરહિત દશા થવી તે મોક્ષ છે. દયા, શાંતિ આ બધા ગુણો દ્વારા શુદ્ધ ભાવનું, વીતરાગભાવનું, સ્વભાવભાવનું ઓળખાણ કરવાનું છે, બસ ! તમે તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વભાવને ઓળખો. સ્વભાવને ઓળખશો તો તમને બીજી કોઈ વસ્તુ ગમશે નહીં. પૂ. બહેન શ્રી ચંપાબેન કહેતા કે તને ક્યાંય નહીં ગમે તો આત્મામાં તો જરૂર ગમશે. આત્મા સિવાય તને કંઈ ગમ્યું એ તારા માટે દુઃખદાયક છે પ્રભુ! કંઈ ગમવું ના જોઈએ.
જેમ ગમ પડ્યા વિના આગમ અનર્થકારક છે તેમ ગમ પડ્યા વિના આત્મા પણ અનર્થકારક છે, ગમ પડ્યા વિના કોઈપણ સાધના અનર્થકારક છે. તો દયા, શાંતિ વગેરે કરીને પણ શુદ્ધભાવની ઓળખાણ કરવાની છે. આ બધી સાધના સ્વભાવની સિદ્ધિ માટે છે. પોતાના માટે કરવાનું છે, બીજાને બતાવવા થોડું કરવાનું છે ? બાજુવાળો જાણવો પણ ના જોઈએ કે આમનામાં આટલા ગુણ છે, આવી દશા છે અને આવી સ્થિતિ છે. જ્યારે અત્યારે તો એક સહેજ કાંઈ થયું કે તરત પેપરમાં આપશે ને ફોટાઓ છપાવશે. શું છે આ બધું ? પરમકૃપાળુદેવનું એક વાક્ય ‘વચનસપ્તશતી' માં આવે છે કે ‘છબી પડાવું નહીં.’
આચાર્યશ્રી શાંતિસાગર મહારાજ તો છબી પડાવતા જ નહીં. પણ બધા ભક્તો પાછળ પડીને કહે કે સાહેબ ! તમે ના હોવ તો અમારે તમારું અવલંબન રહે. તેઓ બહુ ઊંચી દશાવાળા હતા અને આચાર્ય હતા. જેમ તેમ કરીને બધાએ હા પડાવી. એક ફોટો પાડવાની રજા આપી. તે વખતે શહેરમાંથી ફોટો પાડવાવાળા આવે, ગામમાં તો કોઈ હોય નહીં. આ તો સિત્તેરએંસી વર્ષ પહેલાંની વાત છે. તે વખતે કાળા કપડામાં હાથ નાખીને મોટું ડોગલા જેવું રાખી