________________
ભક્તિના વીસ દોહરા.
cu
ગાથા - ૧૬ સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક;
પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. આત્મજ્ઞાની સંતપુરુષનો આશ્રય કર્યા વગર તથા તેમની આજ્ઞા વગર, જીવે પોતાની કલ્પના અનુસાર અથવા કુગુરુના અવલંબન દ્વારા અનેક પ્રકારના જપ, તપ, ત્યાગ, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન, સામાયિક, પ્રતિક્રમણ આદિ અનેક સાધનો કર્યા છે, વર્તમાનમાં પણ કરે છે, ભૂતકાળમાં પણ કરેલા છે. એ બધી ક્રિયાઓ અજ્ઞાનતાપૂર્વક થઈ એટલે જીવને તે સંસારપરિભ્રમણનું જ કારણ થઈ. સંસારનો પાર એ ક્રિયાઓ દ્વારા પણ આવ્યો નહીં. જે સાધનો સગુરુની આજ્ઞાથી થાય તો મોક્ષનું નિમિત્ત થાય, મોક્ષના કારણભૂત થાય. તે જ સાધનો જ્ઞાનીઓની આજ્ઞા વગર કર્યા, ગુરુઓની આજ્ઞા વગર કર્યા, તો તે જીવને સંસારનું કારણ થાય. કેમ કે, જે સાચો વિવેક આવવો જોઈએ, સ્વ અને પરનો ભેદ પડવો જોઈએ તેનો અંશ પણ આવ્યો નહીં. સાચો વિવેક, ભેદજ્ઞાન, સ્વપરનું જ્ઞાન જો સમજણમાં આવે તો એને ખ્યાલ આવે કે સાચું આત્મહિત શેમાં છે અને તે કેવી રીતે થાય ? જીવ પોતાની કલ્પના અનુસાર તો ઘણી સાધના ઘણા પ્રકારે કરે જ છે, પણ સાચું આત્મહિત શેમાં છે? તે કેવી રીતે થાય? એની સમજણ પડ્યા વગર જે સાધનો કરે છે એમાં સાચી શ્રદ્ધા નહીં હોવાના કારણે જે સાધનો મોક્ષનું કારણ થાય તે જ સાધનો અજ્ઞાનીને બંધનું કારણ થાય છે.
હેય શું? શેય શું? ઉપાદેય શું? સત્ય શું? અસત્ય શું? હિત શું? અહિત શું? કર્તવ્ય શું? અકર્તવ્ય શું? એનો જો સાચો વિવેક ન આવે તો તે સાધનો પણ બંધનનું કારણ થાય છે. માટે કોઈ પણ ભવમાં સંતપુરુષનો એટલે જ્ઞાનીનો આશ્રય જરૂરી છે, જેને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે. એ દેશનાલબ્ધિ મળ્યા પછી જીવ પ્રાયોગ્ય લબ્ધિ અને કરણલબ્ધિનો પુરુષાર્થ કરી વિવેક એટલે કે ભેદજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન એટલે કે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લે છે. માટે સ્વછંદથી કરેલી સાધના, પોતાની કલ્પના અનુસાર કરેલી સાધના, ભલે પુણ્ય બાંધે છે, પણ તે જીવને મોક્ષના હેતુભૂત થતી નથી. અનંતકાળમાં આપણે અનંતવાર અનેક પ્રકારની સાધના મુનિ અવસ્થામાં પણ કરી, પણ એ અવસ્થામાં પણ આત્મજ્ઞાનીઓના આશ્રય વગર કરી, એમની આજ્ઞા વગર કરી એટલે જીવ છેક નવ-નવ ગ્રેવયક સુધી અનંતવાર જઈને પાછો આવ્યો. અજ્ઞાનીનો આશ્રય પણ કામ આવતો નથી અને પોતાની કલ્પના અનુસાર સાધના કરે