SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ શું સાધન બાકી રહ્યું ? બનાવ બને છે. એમાં જ્ઞાતા-દાપણે રહેવું. જ્ઞાનનું કામ તો એક જ છે કે જે સારા કે નરસા બનાવો બનતા હોય તેના ઉદયમાં મારે જ્ઞાતા-દષ્ટાપણે રહેવું, આ જ્ઞાનનું કાર્ય છે. How to apply in our life ? બસ પ્રયોગ કરો. ધર્મ પ્રયોગની ચીજ છે. હજારો શાસ્ત્રો છે, તો કેટલા શાસ્ત્રો વાંચો તો તમારા આત્માનું કલ્યાણ થાય? માટે જ્ઞાની પુરુષો અનુભવથી જે કહે તે પ્રમાણે કરવું. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મનમોહન મેરે. શિષ્ટ કહે તે પ્રમાણ; મનમોહન મેરે. – શ્રી આઠ દૃષ્ટિની સઝાય - બીજી તારા દૃષ્ટિ એક પંડિતજી વીસ વર્ષ સુધી કાશીમાં જઈને શાસ્ત્રો ભણ્યા અને ગામડામાં રહેતા હતા. વીસ વર્ષ પછી શાસ્ત્રોના ઢગલાઓ લઈ, ગાડાં ભરીને ગામમાં ગયા. ગામ લોકોએ સ્વાગત કર્યું કે અહો ! આપણા પંડિતજી તો વિશ્વમાં નામાંકિત થઈ ગયા છે ! ને વીસ વર્ષ સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે કે, આ પાંચ ગાડાં ભરીને તો શાસ્ત્રો લઈ આવ્યા છે. ઘરે જઈને કબાટોમાં બધા ગોઠવી દીધા. જે થોડા ઘણા ભણવાના બાકી હતા એ પણ લઈને આવ્યા હતા. એ જુદા કબાટમાં રાખ્યા છે કે હજી આ અહીં બેઠા બેઠા મારે ભણવાના બાકી છે. દરરોજ સવારે પંડિતજી લોટો લઈને જાય ને પછી નાહી ધોઈને પાછા શાસ્ત્રમાં લાગી જાય. એમાં એક વખત સવારમાં લોટો લઈને જતા હશે. ત્યાં એક ગણિકાનું ઘર આવ્યું. તેણે પંડિતજીને કહ્યું કે પંડિતજી ! તમે તો ખૂબ ભણીને આવ્યા છો તો મારા એક સવાલનો જવાબ તમે શાસ્ત્રના આધારે મને કહો તો મને શાંતિ મળે. મારો પ્રશ્ન છે – “પાપનો બાપ કોણ?' પંડિતજીને મનમાં થયું કે આટલા બધા શાસ્ત્રો ભણ્યો, પણ આ તો વાંચવામાં આવ્યું નથી. એમ વિચારી તેમણે ગણિકાને કહ્યું, હું બાકીના શાસ્ત્રો જોઈને કહીશ, કાં તો કાશી જઈને આવું પછી કહીશ, પણ આ જવાબ અત્યારે મારી પાસે નથી. એટલે ગણિકાએ કહ્યું કે મારી પાસે એનો જવાબ છે. પણ, આપ મારા ઘરે ભોજન કરો, તો હું કહું. પંડિતજીએ વિચાર્યું કે આ ગણિકા અને હું બ્રાહ્મણ, એના ઘરનું પાણી પણ પીવાય નહીં. એના ઘરના પડછાયામાં પણ ન જવાય. એટલે પંડિતજીએ ના પાડી. ત્યારે ગરિકાએ કહ્યું કે ભલે તમે મારા હાથનું બનાવેલું ના જમો. તમે તમારા હાથે બનાવજો. હું તમને શુદ્ધ સામગ્રી લાવી આપીશ, પણ મારા ઘરે જમશો તો સોનાની દસ લગડી તમને ઈનામ આપીશ. એટલે મહારાજને થયું કે જમવાનું તો ઠીક છે પણ દસ લગડી જવા દેવાય નહીં. એટલે તેમણે
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy