Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan
Catalog link: https://jainqq.org/explore/005634/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા પાઠશાળા પ્રકાશનો ર Jain Educaite email or Personal & Povate Use Only wwwaitrary arg Page #2 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા प्रर्द्धमरि પાઠશાળા પ્રકાશન સુરત For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ‘પાઠશાળા' દ્વિમાસિકના ૧ થી ૬૦ સુધીના અંકોમાં પ્રકાશીત સમગ્ર વાર્તાઓનો સંચય લેખક : આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ દ્વિતીય આવૃત્તિ : કાર્તકી પૂર્ણિમા, વીર સંવત ૨૫૩૯, વિક્રમ સંવત ૨૦૬૯, નેમી સંવત ૬૪, ઈ.સ.નવેમ્બર ૨૦૧૨ મૂલ્ય ઃ રૂપિયા ૧૦૦/ સંપાદન : સંયોજન - રમેશ શાહ (સંપર્ક : ૦૯૪૨૭૧ ૫૨૨૦૩) પ્રકાશક : પાઠશાળા પ્રકાશન : બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ, ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત - ૩૯૫૦૦૧ અન્ય પ્રાપ્તિસ્થાન : સંદીપભાઈ શાહ, ૪૦૨-જય એપાર્ટમેન્ટ;૨૯-વસંતકુંજ સોસાયટી;શારદા મંદિર રોડ; પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭ જિતુભાઈ કાપડિયા, અજંતા પ્રિન્ટર્સ, સત્તર તાલુકા સો.,૧૨,લાભ કૉમ્પ્લેક્ષ, પોસ્ટ : નવજીવન, અમદાવાદ-૩૮૦૦૧૪ ચિમનભાઈ દોશી, કાનમુર હાઉસ, ૨૮૧/૮૭,નરશી નાથા સ્ટ્રીટ, ભાત બજાર, મુંબઈ વિજય દોશી, સી-૬૦૨, દત્તાણી નગર, બિલ્ડીંગ નં.૩, વિવેકાનંદ માર્ગ, બોરીવલી(પશ્ચિમ),મુંબઈ-૪૦૦૦૯૨ શરદભાઈ શાહ, વી.ટી. ઍપાર્ટમેંટ, કાળા નાળા, ભાવનગર-૩૬૪ ૦૦૧ 25 આભના ટેકા પુસ્તક અર્થપૂર્ણ અને રમ્ય ચિત્રો-શિલ્પો-તસવીરોથી વિભૂષિત થઈ શક્યું છે, તેમાં અહીં ઉલ્લેખાયેલા તેમજ અનેક અન્ય નામી-અનામી કળાકારોનો લાભ અમને મળ્યો છે. આ સહુના અમે ઋણી છીએ : નંદલાલ બોઝ | કનુ દેસાઈ | ગોપેન રાય/દશરથ પટેલ / સી. નરેન/હિર સોમપુરા રામપ્રસાદ / અમૃતલાલ વેગડ/ ચેતન/ પ્રીતિ ઘોષ / મધુકાંત મહેતા / સવજી છાયા / For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩: આભના ટેકા * શ્રુતના લાભાર્થી : સ્વ. પ્રતાપરાય મોહનલાલ શાહ | (દાઠા -હાલ અંધેરી, મુંબઈ) હ. લીલાબહેન, અજય-હર્ષા, કેતન-શૈલા, નિતેશ-ફાલ્યુની, હર્ષા-બિપિનભાઈ, ભાવિકા-દીપકકુમાર ROSE કથાની આગળ-પાછળ વાર્તાનું આકર્ષણ અનાદિનું છે. બાળકો અને વૃદ્ધોને તો છે જ, જો ઝીણવટથી જોઈએ તો બધાને જ છે. અહીં જે વાર્તા અને કથાનકો આપ્યાં છે તે બધા પ્રાયઃ પ્રસિદ્ધ જ છે, જૈન સંઘમાં ખૂબ જાણીતી વાર્તાઓ છે. કથાના રસથી વાંચવા પ્રેરિત થાય એવો પણ એક વર્ગ છે. તેની રસ-પિપાસા પૂર્ણ થાય એવી આ કથાઓ છે. આખર આ બધી કથા કહેવાય. તેમાં ઝીણું નકશીકામ કરેલું જણાય છે તે મહાન વ્યક્તિત્વના અંશો જ છે. તેમના સત્ત્વને જોઈ તપાસીને હૃદયથી પ્રશંસા કરવામાં આવે કે આવા સત્ત્વનો અંશ અમને મળો, તો ભલે સંપૂર્ણ રૂપે એ કદાચ ન મળે, કારણ કે એ સત્ત્વને જીરવવાની શક્તિ પણ જોઈએ. તેથી સત્ત્વ જેટલું જીરવી શકાય તેટલું તો જરૂર મળે. જેમકે, સતી મદનરેખાનું સત્ત્વ અસમાન જણાય છે. પોતાના પતિના મસ્તકને ખોળામાં રાખીને શરણાગમન કરાવવું, પતિના મોટાભાઈ મણિરથ પ્રત્યે તેમના દિલના ખૂણામાં પણ દુર્ભાવ, વૈષ કે વૈર ન જમા થાય તેની તકેદારી રાખીને સમજૂતી આપવી. આમાં પોતાની અસલામત પરિસ્થિતિનો તો વિચાર સુદ્ધાં ન કર્યો. કયું બળ તેમને સ્થિર રાખી શકે તે તો આપણે કલ્પના જ કરવી રહી. સતી મદનરેખાના આ કથા પ્રસંગને ચારેબાજુથી કાર્ય-કરણની દૃષ્ટિથી વિચારવામાં આવે તો થોડું નૈવેદ્ય જરૂર લાધે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકાઃ ૪ અન્ય એક કથા-પ્રસંગ જોઈએ. મંત્રીશ્વર ઝાંઝણ જે રીતે રાજા તરફથી આવતાં પડકારને ઝીલે છે અને તેને સવાયો કરીને પરિપૂર્ણ કરી શોભાવે છે તે પ્રસંગનું પૃથ્થકરણ કરીએ ત્યારે આપણે હિસ્સે ઘણું હાથવગું કરી શકાય. આમ તો પ્રત્યેક કથા અને કથા-પ્રસંગોમાં આ કૌવત છે જ. માત્ર તેને વિચારણાની એરણ ઉપર ચડાવવાથી તે સ્પષ્ટ થાય છે. મને આવી ટેવ છે. માત્ર વાર્તા જાણી હું રાજી ન થાઉં, એના કથા-રસમાં પણ ન તણાઉં. એ ઘટના પાછળના પરિબળોને જોવામાં ટટોળવામાં મારી બુદ્ધિને પરોવી દઉં. પછી મને જે નવનીત પ્રાપ્ત થાય, સત્ત્વ તરફનો ઝોક જાણવા સમજવા મળે તેથી જિજ્ઞાસા ખીલી ઉઠે. “આભના ટેકાનાં પાનાંઓમાંથી પસાર થતાં કથાઓને આ દૃષ્ટિએ જોવાની છે, મૂલવવાની છે. કેવું અચરજ છે ! આપણી ઉપરનું વિશાળ અને અમાપ આભ-આકાશ વગર ટેકાએ ટકેલું દેખાય છે. આ કલ્પનાથી યે આગળ એવી એક કલ્પના છે કે આવી કથાઓના એ મહાન વ્યક્તિત્વના સથી આ આકાશી માંડવો ટકી રહેલો છે. આટલી ઉંચાઈએ પહોંચેલી પ્રતિભાઓ એ જ તો આભના ટેકા છે ! શત્રુંજય રક્ષક કપર્દી યક્ષની વાત હોય કેદાદા આદીશ્વરની છડી પોકારતા કરસન ચોપદારની હોય; દરિયાવ દિલના મનસુખભાઈ હોય કે વશરામ-રૂડી જેવા સરળ દિલનાં ભોળા ગ્રામજન હોય --આવી આવી વાતોના આ સંગ્રહને સહસા નામ અપાઈ ગયું: બાભના ટેકા. ઉત્તમ વ્યક્તિ અને ઉત્તમ ગ્રન્થો જ સાર છે, બાકી બધો ભાર છે. જેઠ સુદિ પાંચમ વિ.સં. ૨૦૬૩ દોલત નગર બોરીવલી (પૂર્વ) મુંબઈ - ૬૬ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ કથાની આગળ પાછળ – ૪ ઋષભ ચરણ અંગુઠ...- ૭ આનંદના આંસુ - ૯ આનું નામ ઉદારતા... - ૧૨ વેણ કાઢ્યું તે, ના લટવું. ના લટવું... - ૧૪ અહિતની નિવૃત્તિ આપણો મનોરથ હો - ૧૬ પ્રવજ્યાયાઃ પ્રથમ દિવસે...- ૨૦ દેવે બનાવેલું દેરાસ૨ - ૨૫ આન્તર ગાંઠ છૂટ્યાની વેળા - ૨૮ અનાસક્ત યોગી શાલીભદ્ર મહારાજ – ૩૧ સકલ મુનિસર કાઉસગ્ગ ધ્યાને – ૪૦ આવી ઊંડી શાંત વૈરાગ્યદશાને પ્રણામ ! – ૪૨ આંસુનાં પ્રતિબિંબ – ૪૪ ઊઘાડા દરવાજાથી ઉદ્ધાર – ૪૮ દર્શન કરવા ન ગયા છતાં – ૫૦ વરસતી આગમાં મલ્હાર - ૫૨ વિપત્તિની વણઝાર - ૫૬ હરખનાં આંસુ - ૬૪ ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ – ૬૮ સાધર્મિકવાત્સલ્ય આભૂશેઠનું – ૭૧ અંદરના અવાજને આવકારીએ – ૭૯ વિચાર કરવાની કળા - ૮૨ વિતેલી ઘટનાને કઈ રીતે વિચારીશું ? - ૮૬ ધર્મનું સાધન : અન્તઃકરણ - ૯૦ આજ રોટી રામ નહીં બોલતી હૈ ! – ૯૨ સુખની ચાવી : આપણા જ હાથમાં - ૯૩ હું એ જ ખુમારી માંગું છું - ૯૮ સલામ કરસન ભગતને ! – ૧૦૦ એમાં શું ? - ૧૦૧ સંગ્રામસિંહ સોનીની અ-મારી ભાવના - ૧૦૨ ચોરી અને તે પુસ્તકની ! ભલે થાય - ૧૦૪ વાણી વ્યક્તિનું માપ છે – ૧૦૫ શેઢાનો આંબો – ઊંડી શોધ કરીએ અને મૂળ સુધી પહોંચીએ - ૧૧૦ ભ્રાતૃ દેવો ભવઃ ભાઈ હો તો આવા હજો -૧૧૨ = - ૧૦૮ ૧૧૪ – સજ્જનો રમતાં બોલે... ૧૧૬ – ભરોસો – દવાનો કે દુવાનો ? ૧૧૮- ધર્મની દૃઢતાને ધન્યવાદ ૧૧૯ - મને સન્મિત્રનો સમાગમ હો ! ૧૨૧ - આવી ‘ના’ આપણને પણ મળે ! ૧૨૨ - જ્ઞાનનું ફળ : સમજણના સીમાડા.. ૧૨૬ – કો’ મીઠા હૈયાની ‘ના’ ૧૨૮ – આ કથાનું મથાળું શું હોઈ શકે ? ૧૩૭ - – બે – -‘નારા’ માં કયો ચડે ? ૧૩૮ - નવા વરસમાં ‘ના’ નથી કહેવી ને ! ૧૪૨ - શેરડીનો સાંઠો ૧૪૬ - ઘડો ૧૪૭ – સૂપડું ૧૪૮ - હવે મારે જવાનું પ્રયોજન શુ ? ૧૪૯ - મારા પ્રભુજી પહેલા, પછી હું ૧૫૨ - આગમ લેખન : એક બપોરે... ૧૫૩ – ગ્રીષ્મની એક બપોરે... ૧૫૪ - ઘરડા વાંદરાની શીખામણ ૧૫૬ – અધિકાર વિનાનાં કામથી ડફણાં... ૧૫૭ – ઠંડુ પાણી ૧૫૯ - સાંબેલુ ૧૬૩- એક અદ્ભુત વાત ૧૬૪ – જૂઓ દૂત આવ્યો ! ૧૬૫ – હેમાચાર્યને હો પ્રણામ ૧૬ ૬ – પ્રભુ દરિશન સુખ સંપદા ૧૬૮ – નવું ફ્રોક ૧૭૦ – એક સ્ત્રીના વેણે તાંબુ બને છે સોનું ૧૭૪ – સોનું ઊંચામાં ઊંચું – રણકાર સાદો ૧૭૬ - કરુણાનજનનીના જાયાને સલામ ૧૭૭ – હઠીભાઈનો રોટલો ૧૭૮ - સંવેદનહીનતાની સજા ૧૭૯ - બન્ને સ્થિતિમાં મજા જ મજા ૧૮૦- ‘દિવસ’ -આ શબ્દનો અર્થ... ૧૮૧ - બંધ સમય ચિત્ત ચેતીયે રે ૧૮૨ - પ્રભાવના For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Sી વારા EE EED ISો કીડી ચોપડી વાંચતાં પહેલાં... વારતા સાંભળવાનો રસ બધાને જ હોય છે. જુગ જૂનો આ ચાલ છે. અહીં જે વારતા વાંચવા મળશે તે વારતામાંથી કાંઈ ને કાંઈ મેસેજ મળે છે, એને વાગોળવાનો છે, આત્મસાત્ કરવાનો છે. જૈન સંઘમાં થયેલા આવા ઉત્તમ પુરુષો છે. કાળનો કાટ ન લાગે તેવું જીવન જીવી ગયા છે. એ જ એમનો સંદેશો છે. આપણે એમના જેવી જ ઉત્તમતા ખીલવવાની છે. આપણા રૉલ મૉડેલ એ બધા સ્ત્રી-પુરુષો છે. તેથી આ પુસ્તકને એક વાર વાંચી મૂકી દેવાનું નહીં. કરતાં; પણ સહેજ ઝીણી નજર કરી બીજી વાર, ત્રીજી વાર વાંચજો. આ વારતાઓમાંથી પસાર થજો. જેથી તમારા મનમાં આદર્શરૂપે એ ચરિત્ર નાયકની પ્રતિમા કંડારાય. આ બધા સતુ પુરુષો અને સતી સ્ત્રીઓના સતુ બળથી જ આ આકાશ આપણા ઉપર છત્રરૂપે ટક્યું છે તે આ બધાના સત્ના પ્રભાવે. | આપણે આ બધી ધર્મકથાનો આપણા જીવન સાથે અનુયોગ (જોડાણ) કરીએ જેથી આ ધર્મકથાનો યોગ બને. એ જ શુભ કામના સાથે.. માછલી અને હંસ, સ્વભાવ અને સમજ ! માછલી જેવો તરલ સ્વભાવ બદલાતો બદલાતો, સુધરતો છેવટે હંસ જેવો શુભઅમલિન થઈ, નીર-ક્ષીરના ભેદ પારખી શકે એવી સમજ કેળવી, છેક પાતાળમાંથી ઊર્ધ્વ દિશાએ આકાશગામી થઈ મુક્તિની ઉડાન હાંસલ કરશે. આ પરિવર્તન આમ ક્રમે ક્રમે અને અનાયાસે સહજપણે થતું, જગખ્યાત કલાકાર ઍચરે, કુનેહભરી કળાથી દશ્યમાન કર્યું છે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૭ ઋષભ ચરણ અંગૂઠડે... ... આજે ઋષભકુમાર રાજા બનવાના છે. ઋષભકુમારનો રાજ્યાભિષેક છે. અયોધ્યાનગરીના બહિર ભાગમાં તડામાર તૈયારીઓ ચાલે છે. મંડપને સજીધજીને શણગાર્યો છે. સોનાનું સિંહાસન રચાઈ ગયું છે. પિતા નાભિના મોં પર પણ ઉલ્લાસ છલકાય છે. પ્રજારૂપ યુગલીયાઓ, પોતાને ત્યાં રાજાનો અભિષેક છે એ એક અવસર છે માટે આપણાથી થઈ શકે તે કરવા થનગનવા લાગ્યા છે. પહેલીવારનો જ આવો પ્રસંગ છે. હાજર રહેલા દેવોને યુગલીયાઓ પૂછે છે : શું શું કરવાનું હોય ! શું શું જોઈએ ? ખબર પડી કે આજે અભિષેક થશે એટલે સહુ સાથે મળીને અભિષેકનું જળ લેવા ઉપડ્યા. અંભોજિની (કમલિની)ના મોટા પાંદડાંઓના પડીયા બનાવી, નિર્મળ જળથી ભરેલા તળાવના પાણીથી એ પડીયા ભર્યા અને ઉછળતા ઉત્સાહથી મંડપ ભણી ચાલ્યા... જલ્દી જલ્દી ઉતાવળે ચાલ્યા પણ... મંડપમાં આવી જુએ છે તો ઋષભકુમારને તો સ્નાન-વિલેપન કરાવીને, ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવીને સિંહાસન પર વિરાજમાન કરી દીધાં હતા! યુગલીયાઓ જેવા અભિષેક For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮: આભના ટેકા જળ લેવા ગયા કે સહસા ઈન્દ્રાસન કંપ્યું અને ઈદ્રમહારાજા અને દેવોએ મળી તીર્થજળથી અભિષેક કરી, દિવ્ય વસ્ત્રો ધારણ કરાવી મુગટ અને રત્નાલંકારો ધારણ કરાવ્યા. દેવોને આ બધું કરતાં શી વાર ! યુગલીયાઓને મનમાં ઘણી હોંશ હતી : આજે આપણે આપણા લાવેલા જળથી અભિષેક કરીશું પછી તેને વસ્ત્ર અલંકારથી સજ્જ કરીશું. પણ અહીંનું દશ્ય તો જુદુ હતું. હવે? બધા યુગલીયાઓ અખિન્ન હૃદયે ત્યાં જ ઊભા રહ્યા. ઈન્દ્રો અને દેવોનું આવાગમન ચાલુ જ હતું. સહેજ પણ છોભીલા પડ્યા વિના, ઋષભકુમારના પગનો એક અંગૂઠો દેખાતો હતો ત્યાં પોતાના પડીયાના જળ વડે, આચાર સાચવવા અભિષેક કર્યો ! સંતોષ માન્યો. અભિનવ ઋષભકુમાર પ્રસન્ન પ્રસન્ન થેઈ ગયા. મુખમાંથી સહસા ઉદ્ગારો સરી પડ્યા : સહો વિનીતા પત્તા (અહો ! આ બધા કેટલા વિનયવંત છે !) ઈન્દ્રમહારાજા પણ આ ઘટનાથી ખૂબ પ્રભાવિત થયા. નૂતન રાજાના મુખમાંથી નીકળેલા શબ્દોને કાયમી બનાવવા માટે જાહેર ઉદ્ઘોષણા કરી કે, “આ ઘટનાની સ્મૃતિને ચિરંજીવિની બનાવવા અહીં આ સ્થળે એક નગરી વસાવવામાં આવશે અને તેનું નામાભિધાન વિનીતા રાખવામાં આવશે. યુગલીયાઓ રાજી રાજી થઈ ગયા.9 A RE કરો NOON For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા:૯ આનંદના આંસુએ મહાઆનંદની ભેટ આપી પરમ સૌભાગ્યભંડાર શ્રી ઋષભદેવ ભગવાન અને તેમનો પરિવાર સકળ ઉત્તમતાને હાંસલ કરવામાં પહેલો રહ્યો છે. એ ઋષભદેવ ભગવાનનના માતા માદેવા માતા પ્રકૃતિથી સહજ ભદ્રમૂર્તિ. તેમનું મન સ્ફટિક જેવું નિર્મળ અને પારદર્શી. તેમનો પરિવાર ખાસ્સો બહોળો મોટો. ઋષભદેવ એમના સુપુત્ર અને તેમના સો પુત્રો અને બે પુત્રીઓ. પુરો પરિવાર એવો હળુકર્મી કે બધા એ જે ભવમાં અનાદિ કાળના સકળ કર્મોને ખેરવી વિખેરીને આત્માના સ્વાધીન સુખને મેળવનારા થયાં. | મારુદેવા માતાને, પુત્ર ઋષભદેવ પ્રત્યે, માતાને હોય તેવો અનર્ગળ અસીમ પ્રેમ એટલે કે વાત્સલ્ય હતા. પુત્રને દીક્ષા લેવામાં ના ન કહી, પરંતુ સંસાર ત્યાગીને દીક્ષા લઈ જંગલની વાટે એ ચાલી નીકળ્યા પછી રોજ રોજ ' ચિંતા કરે : મારો રિખવો આજે ક્યાં હશે ? શિયાળો ચાલે છે, ટાઢ પડે છે. એને ઠંડી લાગતી હશે. તેનું શરીર તો કેવું કોમળ છે ! કોમળ એની કાયા છે, અંગો છે સુકોમળ; સુખમાં દુખમાં એહની, કોણ કરે સંભાળ? એ મુજ નાનો બાળુડો, એક જ મુજ સંતાન; વિકટ પંથ એણે ગ્રહ્યો, ત્યજી મમતા ને માન. શિયાળે ઠંડી ઘણી, ઉનાળે લૂ વાય; ચોમાસુ અતિ દોહિલું, દુઃખમાં દિવસો જાય. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦: આભના ટેકા તેમના પૌત્ર ભરત ચક્રવર્તી રોજ સવારે માતાને પ્રણામ કરવા આવે ત્યારે માતા એને પહેલો પ્રશ્ન પૂછે કે : રિખવાના શું સમાચાર છે? માનું હૈયું છે, ક્યારેક તો તેને બાળુડાની યાદ આવતા હૈયું ભરાઈ જાય અને આંખમાંથી અનરાધાર આંસુ વહેવા માંડે. સમય વિતવા લાગ્યો. આમ એક હજાર વર્ષ વીત્યાં. પૌત્રનો રોજ વંદન કરવાનો ક્રમ અને માતાનો પુત્રના કુશળ પૂછવાનો પણ રોજનો ક્રમ ! માતા મરુદેવાનો રોજનો એક જ પ્રશ્ન હતો અને ભરત ચક્રવર્તીનો એક જ ઉત્તર હતો. આજે તો સંતોષકારક ઉત્તર આપી શકાય તેવો દિવસ ઊગ્યો છે! ભરત : ચક્રવર્તી માતાને પ્રણામ કરવા ગયા ત્યારે પ્રશ્ન પૂછાયો: ‘રિખવો ક્યાં છે?' પુત્ર પ્રેમને કારણે હૃદય વારંવાર ભરાઈ આવે, આંખમાંથી આંસુ તો વહ્યા જ કરે. સતત રડવાના કારણે આંસુ પણ થીજીને પડળ બની ગયા હતા. કાંઈ દેખાય પણ નહીં, પણ ભરત ચરણ-સ્પર્શ કરે એટલે ઓળખી જાય અને પૂછે : “રિખવાના શું સમાચાર છે ?' ભરતે કહ્યું : “મા ! આપણા નગરના પાદરમાં પધાર્યા છે. ચાલો જઈએ પ્રભુજીને વાંદવા.” જો કે ભરતને આજે એક સાથે બે સમાચાર મળ્યા હતા આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પતિ અને શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્તિ ! ક્ષણભર તો મૂંઝવણ થઈ હતી કે તાતં પૂગયામિ ત વ પૂગયામિ? પરંતુ મનમંદિરમાં દીપક જેવો વિવેક અજવાળાં પાથરતો હતો. પ્રભુની પૂજામાં ચકરત્નની પૂજા આવી જાય” એમ મનમાં સમાધાન કરીને પ્રભુજીના કેવળજ્ઞાન મહોત્સવમાં જવાનું ઠરાવ્યું. મરુદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડ્યા અને વાજતે ગાજતે, આ અવસર્પણી કાળના પ્રથમ સમવસરણ અને તેમાં વીરાજેલા અહધર્મચક્રવર્તીના દર્શન વંદન કરવા નીકળ્યા. સમવસરણ પણ ઊંચું, ત્રણ વિશાળ ગઢ ઝાકમઝાળ. તેના પર ત્રણ ભુવનના બાદશાહ અહંતુ ઋષભદેવ વિરાજેલા હતા. ઇન્દ્રો ચામર વિંઝતા હતા. ગગનભેદી દુંદુભિના મધુર સ્વરો ચોમેર, ધર્મજનોને આમંત્રણ આપતાં ગાજતા હતા. અશોક વૃક્ષ આનંદથી નાચતો હોય તેમ લાલ સુકુમાર પાંદડાંથી ડોલતો શોભતો હતો. વાંસળીના સુમધુર સ્વરોથી ભરાયેલું આકાશ ગૂંજતું હતું. પાંચે વર્ણનાં ઝીણાં પુષ્પો સુગંધ રેલાવતા હતા. આવા વાતાવરણ વચ્ચે પોતાના દીકરાને બેઠેલો જોઈને માતા મરુદેવાની આંખમાં હર્ષના આંસુ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૧ ધસી આવ્યા. આંસુનું પૂર આવ્યું. “મારા દીકરાની આવી સિદ્ધિ ! આવી સમૃદ્ધિ ! આવું ઐશ્વર્ય ! શું ઠાઠ છે ! શું વૈભવ છે !' આમ વિચારતા વિચારતા અશ્રુની નદી વહેતી રહી. આંખમાં પેલા પાળ બાઝયા હતા તે ધોવાઈ ગયા. ચક્ષુ ચોખા થયા, નિર્મળ થયા ! સામેનું અદ્ભુત દશ્ય બરાબર દેખાયું. આવા પાવન દર્શનથી મરુદેવા માતાના અંતરમાં આનંદ ઉભરાયો. પ્રભુની સાથે તાદામ્ય સધાયું. દશ્ય, દષ્ટા અને દર્શન એકાકાર થયા. કલિકાલ સર્વજ્ઞ જેને ‘ભગવદર્શનાનદયોગ” કહે છે તે આનંદયોગ સિદ્ધ થયો. તેમાં સ્થિરતા આવતાવેંત મોહનીય આદિ ચારેય ઘાતિકર્મનો ક્ષય થયો અને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ. મરુદેવા આ અવસર્પિણીમાં સર્વપ્રથમ સ્ત્રીકેવળી થયા. એમની આંખોમાં આવેલા અનર્ગળ આંસુ આનંદના હતા અને તે મહાનંદના કારણ બન્યા ! સાવ ભદ્રિક જીવને ક્યારેય ન જોયું હોય તેવું અદ્ભુત દશ્ય જોઈને આનંદ થાય જ. તેમાં ય પોતાના દીકરાને આવા ઐશ્વર્યની વચ્ચે જોઈને હૃદયમાં હર્ષની છોળ ઊછળે. આને વિસ્મય કહેવાય. પ્રભુને જોઈ આપણે પણ આવા ભાવવિભોર બનીએ તો વાણી ગદ્ગદ્ બને, દેહ રોમાંચિત બને અને આંખે આંસુ ઉભરાય તો આપણને થયેલા અપૂર્વ દર્શનથી જે આનંદ થાય તે પરંપરાએ મહાઆનંદનું બીજ બની જાય. મરુદેવા માતાની જેમ -કર્મના પડળને કાઢવાની તાકાત પાણી જેવા આ આંસુઓમાં છે. આવા આંસુઓને આવકાર આપીએ. ] For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : આભના ટેકા આનું નામ ઉદારતા... વિક્રમ સંવત ૨૦૫૫, વૈશાખ સુદી ત્રીજનો શુભ દિવસ છે. શ્રી સિદ્ધગિરિની ટોચે, દાદાનો દરબાર છે. આદિપ્રભુ શ્રી ઋષભદેવ ભગવાનને શેરડીના રસથી અભિષેક થવાનો છે. વર્ષમાં માત્ર એક વાર આ લહાવો લેવાય છે. વર્ષીતપના આરાધકોમાં આનો ખૂબ મહિમા છે. પહેલો અભિષેક કોણ કરે એની ઉત્કંઠા હોય છે. ભક્તોની ભારે ભીડ જામી છે. ચોતરફ વર્ષીતપના આરાધકો દેખાય છે. કોઈને ચાર ઉપવાસ થયા છે. કોઈને બે ઉપવાસ થયા છે. શ્રદ્ધાને સહારે આ બધા ભાવિકો, ગિરિરાજ ચડીને આવ્યા છે. સહુના મોં પર આ શ્રદ્ધાનું તેજ વિલસે છે. શેરડીના રસના અભિષેક માટેની બોલી શરૂ થઈ. આજનો અનેરો માહોલ કાંઈ અજબ-ગજબનો છે. શરૂઆત જ ઊંચી થઈ. જોતજોતામાં તો લાખો મણ સુઘી પહોંચી. એક એક પાણ એક લાખની, એવું વાતાવરણ સર્જાયું... ...પૂજા કરનારની વાટકી હાથમાં અદ્ધર રહી ! ચૈત્યવંદન કરનારની જીભ અટકી ! બધી જ શક્તિ આંખ અને કાનમાં કેન્દ્રિત થઈ ! કાન સરવા થયા, આંખો પહોળી થઈ ગઈ. આશ્ચર્ય અને કૌતુકથી મિશ્ર ભાવોમાં બધા તરવા લાગ્યા ! બોલી આગળ આગળ વધતાં, બે મહાનુભાવો વચ્ચે દોર ચાલતો રહ્યો. ચાર લાખ મણ... ચાડા ચાર... પાંચ લાખ મણ... આ જ રીતે હરણફાળે કૂદકા ભરવા લાગ્યા. (પાંચ રૂપિયે એક મણ પ્રમાણેનો શિરસ્તો શેઠ આ. ક. પેઢીમાં છે) પાંચલાખ પચાસ હજાર મણ ઘી બોલાયું. સાંભળનારા લોકો આટલી મોટી બોલીના રૂપિયા કેટલા થયા તે ગણવા લાગ્યા ! જે ખરચે છે તે ગણતા નથી અને જે ગણે છે તે નથી ખરચી શકતા ! છેવટે છ લાખ મણ ઘી બોલાયું ! પેઢીના ચોપડા લખાય છે ત્યારથી કોઈ હોલ્ડરથી આ આંકડો ચોપડે લખાયો નથી. પહેલી જ વાર આ આંકડો ચોપડાને શોભાવાનો હતો. બોલી અટકી. એક વાર... બે વાર... ત્રણ વાર...કહીને For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૩ આદેશ્વર ભગવાનની જે બોલાઈ. આદેશ અપાયો. * લાભ લેનારના ઘેર ત્રણ બહેનોને વર્ષીતપના પારણા હતા. કુટુંબ મોટું હતું અને પરિવાર પણ બહોળો હતો. આદેશ મળતાવેત બધા નાચવા લાગ્યા. નાના બાળકથી લઈ મોટા બધા હર્ષવિભોર બની ગયા. આદેશ લેનારને પેઢી તરફથી, પ્રભુજીના પ્રક્ષાલ માટે અગિયાર પાસ આપવામાં આવ્યા. અગિયાર જણા સર્વ પ્રથમ દાદાને અભિષેક કરી શકશે. પાસ જેવા હાથમાં આવ્યા તેવા તરત જ એમાંથી ચાર પાસ, જે ભાઈ પાંચ લાખ પચાસ હજાર મણની બોલી બોલ્યા હતા તેમના હાથમાં આપ્યાં. પેલા ભાઈ તો આભા જ બની ગયા ! માન્યામાં ન આવે એવી વાત છે, બોલ્યા : ભાઈ આ શું કરો છે? આદેશ તમે લીધો છે, વિશાળ પરિવાર છે. આટલા બધા પાસ ન હોય, એક આપો, ઘણું કહેવાય. જવાબ મળ્યો : ના રે ના, તમે તો મારા ઉપકારી છો. આટલો મોટો લાભ અમને તમારા કારણે મળ્યો. ના ના પાડતા રહ્યા અને ચાર પાસ આપી દીધા. સ્વજનો પણ વિમાસતા રહ્યા. આને ઉદારતા કહેવાય. ' પૈસાની ઉદારતા એ જ ઉદારતા નથી પણ મનની ઉદારતા તે ઉદારતા. કરેલો ધર્મ પરિણત થાય ત્યારે આવા ગુણોની ખીલવણી થાય છે. આ દશ્ય જોનારા ભાવિકોના હૈયા આ બન્નેને વંદી રહ્યા. દાદાના દરબારમાં. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪: આભના ટેકા પાંડવોની જીવનકથાનું એક પાનું વેણ કાઢ્યું તે, ના લટવું. ના લટવું... आश्विनमासराकायां, कोटिविंशतिसंयुताः । पाण्डवाः पञ्च सम्प्राप्ता, यत्र निर्वाणसम्पदम् ॥ વાત જૂની થયેલી લાગશે, પણ એ ઘટનાનાં પાત્રો તો નિત્ય નૂતન છે. પાંડવ શબ્દ ભારતમાં આબાલ-ગોપાલ સુપ્રસિદ્ધ છે -- એ પાંડવોની આ વાત છે. પાંચેય પાંડવોએ દીક્ષા લીધી એ પછીનો પ્રસંગ છે. એ કાળે તપનું મહત્ત્વ સામાન્યજનથી વિશિષ્ટજન સુધી સહજ જ હતું. તેમાંયે, દીક્ષા ગ્રહણ કરે, સાધુ બને એટલે તો તપોમય જીવન જીવે. તપોધન એ તો સાધુ-જીવનનો પર્યાય છે. આ પાંડવ-મુનિઓએ માસક્ષમણ તપ એટલે કે એક મહિનાના ઉપવાસ આદર્યા. જેઠ સુદિ સાતમથી આ તપ આરંભ્ય. ગણત્રીએ, અષાઢ સુદ સાતમના દિવસે પારણું આવે, વ્રત સમાપ્તિ થાય. વિહાર કરતાં તેઓ આ દિવસ સુધીમાં જૂનાગઢ પહોંચ્યા. બપોરની વેળા હતી. પારણાં માટે ગૌચરી માટે જવાની વાત આવી ત્યારે જાણ થઈ કે શ્રી નેમિનાથ પરમાત્મા ગિરનાર પર વિરાજમાન છે. બધાને એક સાથે શુભ વિચાર આવ્યોઃ “અહીંજ પ્રભુ વિરાજે છે તો આવતી કાલે પરમાત્માને વંદન કરીને પછી પારણું કરીશું.’ એટલે એ દિવસે પારણા કરી અન્ન વાપરવાનું માંડી વાળ્યું. બીજે દિવસે ગિરનાર પહાડ ચડવો શરૂ કરે છે ત્યાં જ સમાચાર મળ્યા કે શ્રી નેમિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા! હવે તો પારણાનો પ્રશ્ન જ ન રહ્યો! સંકલ્પ એમ કર્યો હતો કે શ્રી નેમિનાથ પ્રભુને વંદના કરીને પારણું કરીશું. તેઓ નિર્વાણ પામ્યા. હવે તો પ્રતિજ્ઞા નિભાવવી જોઈએ. સંકલ્પની નિશ્ચલતા એ સફળતાની પૂર્વ શરત છે. એક વાર મનમાં જે શુભ વિચાર પ્રગટ થયો અને તે સંકલ્પ સ્વરૂપે નિશ્ચલ બન્યો ત્યારે તેને હવે કોઈ ચલિત ન કરી શકે ! For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૧૫ ન લાલચ કે ન ભય કે ન ભૂખ કે ન દુઃખ! આ બધાથી ચલિત ન થાય એવું પણ મન હોય છે. દ્દઢ સંકલ્પથી વિભૂષિત બનેલું નિશ્ચલ મન એવી સપાટી સર કરે છે કે ત્યાં આવા કોઈ પણ પ્રલોભનની લહેર પણ સ્પર્શ કરી શકતી નથી. પાંવ મુનિઓએ અણસણ કરવાનો નિર્ધાર કર્યો ! શત્રુંજય મહાતીર્થનો બારમો ઉદ્ધાર પાંડવોએ કરાવ્યો હતો એટલે એ તીર્થભૂમિનું આકર્ષણ હતું. સૌ ચાલ્યા સિદ્ધાચલની વાટે ! અનંત સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં રાત-દિવસ વીતવા લાગ્યા. કર્મનાં બંધન ઢીલાં થવા લાગ્યાં, છૂટતાં ગયાં. સિદ્ધશિલાનું આકર્ષણ વધતું ગયું. સંસારનો અને પુદ્ગલનો સંગ છૂટતો ગયો. ક્રમે ક્રમે કર્મ ખરતાં ગયાં. આસો સુદિ પૂનમ - શરદની પૂર્ણિમાની ચાંદની સોળે કળાએ ખીલી રહી હતી ત્યારે વીસ કરોડ મુનિવરો સાથે પાંડવો સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા. આત્માની સંપત્તિના અમર સ્વામી બન્યા. પ્રતિજ્ઞાના પૂર્ણફળને પામ્યા.] નવટૂંકમાં ચૌમુખજીના દેરાસરની પશ્ચિમ બારી બહારના મંદિરમાં કાઉસગ્ગ ધ્યાને પાંચ પાંડવ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : આભના ટેકા અહિતની નિવૃત્તિ આપણો મનોરથ હો વાત બહુ જાણીતી છે. ‘ચંડકૌશિક’ શબ્દ સાંભળતાં વેંત -હા, અમને ખબર છે - એમ ઘણા બધા કહી ઊઠે ! બરાબર છે. એ જાણીતી વાત જ માંડવી છે અને એમાંથી નીપજતા બોધ સાથે કામ પાડવું છે. એમાંથી કશુંક નક્કર તારવવું છે, ગાંઠે બાંધવું છે. આપણી મૂળભૂત સમજણની મૂડીમાં ઉમેરો કરવો છે. જન્મથી બ્રાહ્મણ. વૈરાગ્યના જુગ જૂના, ભવ જૂના સંસ્કારવાળો જીવ. પરોપકાર તો શ્વાસ અને પ્રાણમાં ભળી ગયેલો ગુણ. કોઈનું દુઃખ દીઠું નથી અને તે દૂર કરવા દોડ્યો નથી ! પરોપકારની આવી લાહ્યમાં તો એણે કુટુંબ ગુમાવ્યું. પત્ની બાળકોને થયું ‘ઘરના ઘંટી ચાટે છે ને ઉપાધ્યાયને આટો મળે છે' આમ તે કેમ ચાલે ? એટલે ઘરને સાંકળ ચડાવીને પત્નીએ બાળકોને લઈને પીયરની વાટ પકડી. બ્રાહ્મણને થયું : ‘ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ’ કોઈ સાધુ મહારાજનો સમાગમ થયો. હૃદયમાં તો સાધુતા જન્મી ચૂકી હતી જ. તેને ટકાવવા બહારની સાધુતા સ્વીકારી લીધી. સાધુનું ભૂષણ તપ. અરે ! સાધુનું જીવન જ તપ. માટે તો કહેવત પડી છે : For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૭ तपोधना हि साधवः। દિક્ષાના દિવસથી જ તપનો યજ્ઞ મંડાયો. સંચિત કર્મને ખપાવવાનું અમોઘ સાધન તપ. આવતાં કમોને રોકવાનું સાધન તપ. માસક્ષમણને પારણે માસક્ષમણ(ત્રીસ ઉપાવસ) ! સંસારનો મોહ તો ઘટ્યો છે જ, સાથે શરીરનો મોહ પણ ઘટ્યો છે. શરીરનો મોહ જાય પછી જ અંદરનું સાધુપણું પ્રગટે છે. ગૃહસ્થને ધનનો મોહ અને સાધુને શરીરનો મોહ ઉતારવો મુશ્કેલ હોય છે. પરંતુ અહીંયા તો એ મોહ રમત રમતમાં ઉતર્યો છે ! શરીર ભલે સૂકાય, કાન-આંખ ભલે રીસાય; મનમાં તો પ્રસન્નતાનો મહાસાગર પારાવાર ઘૂઘવે છે. તપ ચાલુ છે. તપમાં જ આત્માનું હિત છે --એ જ લગનથી તપ ચાલે છે. વૈરાગ્ય તો મૂળથી હતો જ. ઉદયરત્ન મહારાજે ગાયું છે : સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ વૈરાગ્ય વાસિત અન્તઃકરણ અને તપથી પ્રભાવિત શરીર વડે સાધના બરાબર ચાલુ છે ત્યાં જ અહિતે આવીને હિતને ડહોળી નાખ્યું. અહિતનું આચરણ ભેંસ જેવું છે ! ભેંસ પાણીને ભાળે ત્યાં એનું મન ઉછળવા લાગે ! કહે છે ને : ભેંસ, ભામણ ને ભાજી, ત્રણે પાણીથી રાજી. ભેસ પાણી પીવા જાય તો કિનારે ઊભા રહીને તે પાણી નહીં પીએ. પહેલાં તો તે સીધી જ મોટાં ડગલા ભરતી પાણીની અંદર જશે, ધૂમ્બાક દઈને બધું પાણી ડહોળશે. તળિયે જામેલા કાદવને ઉપર લાવશે. પછી પાણી પીશે ! અહિતનું કામ પણ આવું જ છે. હિતની પ્રવૃત્તિ કરતાં સાવધ ન રહ્યા તો અહિતનો ઉછાળો આવી મનને ડહોળી નાખે. હિતના પરિણામને ઠેસ તો પહોંચાડે જ, વધારામાં પરિણિતીને પણ કાબરચીતરી કરી મૂકે છે. વર્ધમાન ભાવે નિરંતર ચાલતા તપ-સંયમની સાધનામાં એક વાર વિઘ્ન આવ્યું. માસક્ષમણનું પારણું હતું. ચોમાસાના દિવસો હતા. શરીર દુર્બળ, આંખમાં ઝાંખપ, ચાલ ધીમી. ગૌચરી વહોરીને પાછા ફરી રહ્યા હતા. સાધુ-જીવનનો આચાર એવો હોય કે ગૌચરી વહોરવા બે સાધુઓએ સાથે જવાનું હોય. સંઘાટક(સાથી) તરીકે, બાળ સાધુ હતા. વરસાદને વિરમ્યા For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : આભના ટેકા સમય તો થયો હતો, પણ ગામડાં ગામના ગારાવાળા રસ્તા કેવા હોય ? એક નાની દેડકી કૂદતી કૂદતી રસ્તાની એક બાજુથી બીજી બાજુએ જતી હતી. વયોવૃદ્ધ તપસ્વી મુનિના કોમળ ચરણ નીચે તે આવી ગઈ. તપસ્વીના ચરણ કરતાં પણ એ દેડકીની કાયા વધુ કોમળ હતી. તે ચગદાઈ. કમજોર આંખને કારણે પહેલાં તો તે નજરે ન ચડી. સાથેના બાળમુનિએ તરત ધ્યાન દોર્યું કે દેડકી ચગદાઈ ગઈ. તપસ્વી મુનિએ જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ કહ્યું : ક્યાં છે ! કાંઈ નથી ! મન અવળા વિચારે ચડ્યું હતું. આવા નાના સાધુ મને કહી જાય ?'માન ખંડિત થયું. મનમાં ભલે સકળ જીવ પ્રત્યે દયાનો ભાવ સતત રમતો હતો. જુદાં જુદાં ઘરમાંથી ગૌચરી વહોરીને ઉપાશ્રયે આવ્યા. સાધુની સામાચારી મુજબ, ગુરુ મહારાજ પાસે ગૌચરીની આલોચના કરવા લાગ્યા. જે જે ઘરમાંથી ગૌચરી વહોરી હોય, જે જે શેરીમાં ગયા હોય તે બધું ક્રમથી બોલવા લાગ્યા. સાથી બાળમુનિ પણ આ બધું ધ્યાનથી સાંભળતા હતા. સાંભળવાનું તો ગુરુને જ હતું. છતાં બાલ્યાવસ્થા સહજ જે કુતૂહલ છે તે ધ્યાનથી સાંભળે છે. તેમાં પેલી દેડકી ચગદાઈ ગઈ હતી તે વાત ન આવી ! બાળમુનિએ તરત યાદ કરાવ્યું કે પેલી દેડકીની વાત રહી ગઈ. આ સાંભળતાં જ વૃદ્ઘ તપસ્વીના મનનો માન કષાય ખળભળી ઊઠ્યો. ક્રોધ મદદે આવ્યો. વિવેક પલાયન થઈ ગયો. ધુત્કારીને બાળમુનિને કહ્યું : એવું ક્યાં થયું છે ? પછી ગૌચરી વાપરવા બેઠાં. ગૌચરી વાપર્યા પછી બપોરે સ્વાધ્યાય પણ કર્યો. સાંજે દેવસી પ્રતિક્રમણની વેળા થઈ. ગુરુ સમક્ષ ‘ફૈાજારેળ સંસિહ ભાવન્ ! તેવસીય આલોક ?' એ આદેશ માંગીને દિવસભરમાં થયેલા અને સેવાયેલા અતિચારો પ્રગટ કરી રહ્યા હતા. ઉપાશ્રયમાં આછું અંધારું ફેલાવા લાગ્યું હતું. ઉપાશ્રયના જુના મકાનમાં ઘણા બધા થાંભલા હતા. તપસ્વી મહારાજ દિવસના અતિચારો બોલતા હતા ત્યારે બાળમુનિ નજીક રહીને સાંભળતા હતા. દેવસિય અતિચારો બોલાઈ રહ્યા અને તેમાં પેલી દેડકીવાળી વાત ન આવી. તરત બાળમુનિ બોલ્યાઃ ‘પેલી દેડકી ચગદાઈ હતી તે તો ન બોલ્યાં ! ’ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા ઃ ૧૯ આટલું સાભળતાં વેંત, એક જ દિવસમાં આમ ત્રીજીવાર આ સ્વરૂપે માનભંગ થવાથી, તપસ્વી મુનિના મન પર ક્રોધ સવાર થઈ ગયો. બાળમુનિ પર દ્વેષ ભભૂકી ઊઠ્યો. તેઓ બાળમુનિને મારવા દોડ્યા. અહિતની પ્રેરણા ઝિલાઈ. તપ હિત છે. ક્રોધ અહિત છે. ક્રોધનો વિજય થયો. પેલા તો બાળસાધુ. ચંચળ અને ચપળ નાનું શરીર. ઝડપથી દોડી ગયા., પાછળ આ વયોવૃદ્ધ મુનિ દોડ્યા. પકડદાવ રમતા હોય તેમ બાળમુનિને પકડવા જતાં વચમાં થાંભલા જોડે જોરથી માથું ભટકાયું. મર્મ સ્થાને વાગ્યું. ક્રોધને કારણે તેમનું અંગ અંગ કાંપતું હતું. ક્રોધ તીવ્રતાને કારણે ઊંડો ઊતરી ગયો હતો. કોઈ પણ વૃત્તિ પહેલાં સંસ્કાર બને છે, પછી સ્વભાવ બને છે અને સ્વભાવ ગાઢ બનતાં તે સંજ્ઞા બને છે. તપસ્વી મુનિનો ક્રોધ હવે સંજ્ઞા બની એમના તન-મન-શ્વાસ-પ્રાણ સાથે વણાઈ ગયો. પકડદાવમાં બાળમુનિ તો છટકી ગયા પણ તપસ્વી મુનિના પ્રાણ તીવ્ર ક્રોધની સાથે પરલોકે પ્રયાણ કરી ગયા. આ થયો ચંડકૌશિક સર્પના પૂર્વભવના પૂર્વભવનો પણ પૂર્વભવ. ચંડકૌશિકના ભવમાં જે ક્રોધ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની દૃષ્ટિએ કબીરવડની જેમ વિસ્તાર સાધનારો બન્યો એ ક્રોધનું વાવેતર એના તપસ્વી મુનિના આ ભવમાં થયેલું હતું. I For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦: આભના ટેકા प्रवज्यायाः प्रथम दिवसे... મેઘને વંદના હો! વાત અત્યંત જાણીતી છે. કોઈને કહેવાની શરુઆત કરીએ અને જેનું નામ બોલીએ - ‘મેઘકુમાર...' તરત સાંભળનાર બોલી ઉઠશે કે, ખબર છે ! આવું “ખબર છે' એમ બોલનારની જીભને મ્યાન કરે તેવી વાત છે; ખૂબ રસાળ વાત છે. આપણે એ પ્રસંગમાંથી નિપજી આવતા બોધક સ્ફલિંગોને જોવા છે. સ્થળ છે મગધ દેશ. એ દેશની રાજગૃહી નગરી. શ્રેણિક રાજા. ધારિણી દેવી. સુપુત્ર મેઘ. ગર્ભના પ્રતાપે માતા ધારિણી દેવીને જે સ્વપ્ન આવ્યું હતું તે મુજબ મેઘ નામ પાડવામાં આવ્યું હતું. સામે ચાલીને કરેલા નાના સુકૃતની તાકાત કેટલી? ક્યાં એ તિર્યંચનો ભવ અને ક્યાં આ, પ્રભુ મહાવીરનો સહજ સંપર્ક જ્યાં સુલભ છે તેવો રાજપુત્ર મેઘકુમારનો ભવ! ખરે ! સુકૃત તો ઊર્ધ્વગામી મંત્ર છે. યુવાન રાજપુત્ર મેઘને આઠ પત્નીઓ હતી. સુખ-સમૃદ્ધિ ભર્યા રાજમહેલમાં જીવન સરિતા સરળ વહેતી હતી. પરિસરમાં વિશાળ બગીચાઓ હતા. એના સુશોભિત લતા મંડપોમાં નાચગાન અને વાજિંત્રનાદ તો સતત ચાલતા રહેતા. મનને તરબતર રાખે તેવા સાધનોની ભરમાર હતી. આવા માહોલમાં બીજું કશું શું યાદ આવે ! પણ કહેવતમાં કહેનારાએ કહ્યું જ છે ને કે : ભાગ્ય છૂપે નહીં ભભૂત લગાયે! એ મુજબ, જે નસીબ હતું તેના કારણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના દર્શન-વંદનનો યોગ મળ્યો. વીરની વાણી શ્રવણનો સંયોગ થયો. રોજ-રોજ એ વાણીનું સેવન કરવું ખૂબ ગમ્યું. એ વાણીની વિશેષતાઓને એમના વિશાળ મુનિવૃન્દોમાં ઘણા-ઘણાં મુનિવરો સાથે મળીને મેઘકુમાર વાગોળતા હતા. પ્રભુએ વર્ણવેલી સંસારની નિર્ગુણતાનું, નિઃસારતાનું વર્ણન મનમાં પડઘાતું હતું : For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૨૧ સંસારમાં ચારે ગતિમાં, ચોવીસે દંડકમાં ચોર્યાસી લાખ જીવાયોનીમાં અને ચૌદરાજલોકમાં જીવો કેવા-કેવા પ્રકારે સંકલેશવાળા પરિણામથી કર્મ બાંધે છે; ભોગવે છે અને ધર્મના પ્રભાવે કેવી રીતે તે કર્મથી મુક્ત થાય છે... --આ બધું કાનમારગ થઈને હૈયા સોસરવું ઊતરી ગયું. રંગરાગની દુનિયા હવે અકારી લાગી. માતાને વાત કરી. માતાનું મન બાળકને પટાવે તેવા શબ્દો કહે છે : સંસાર તો સુખથી ભરેલો છે. સંયમ તો દુઃખની ખાણ છે. વળી તારા અને તારા સ્વજનોના સંબંધો તો મીઠાં મધુરાં છે તારી એક-એક પત્ની તારા માટે પોતાનો જાન કુરબાન કરવા તત્પર છે. આવી સુખભરી છોળ છોડીને -તરછોડીને જવાનું શાને વિચારો છો? કુમાર મેઘે પ્રભુવાણીનું અંજન કર્યું હતું તેથી તેમની નજરને હવે સમગ્ર સંસાર તેના વાસ્તવિક રૂપમાં દેખાવા લાગ્યો હતો. માતાને એક-એક મુદાના સચોટ ઉત્તર આપ્યા : સંસાર સોહામણો લાગે છે તે તો કોલસા ઉપરનો વરખ છે ત્યાં સુધી જ. જેવો વરખે ખસ્યો પછી તેનું સ્વરૂપ કેવું વરવું લાગે છે ! સંયમ દુઃખ ભર્યો છે તે એક પૂર્વગ્રહ ભરેલી માન્યતા છે. સુખ અને દુઃખ સાપેક્ષ જ હોય છે. ઉપરથી દેખાતાં દુઃખની નીચે કેવું છલોછલ સુખ ભર્યું છે તે તો નજરનું દાન મળે પછી જ સમજાય. હે માતા ! તમે કહો છો કે સ્વજનોનો સ્નેહ છે. મને એ તો કહો કે આયુની દષ્ટિએ તમે પહેલા જશો કે મારે પહેલાં જવાનું થશે એ જ્ઞાન કોની પાસે છે? એટલે એ સ્નેહ પણ કેટલો બટકણો પાંગળો અને પોકળ છે તે અનુભવવાનો વિષય નથી પણ બધી રીતે સમજાઈ ચૂકેલી બાબત છે. મનુષ્યભવના આ દેહની સાર્થકતા, સકળજીવોને અભયદાન આપવામાં છે એટલે મેં સંયમનો નિર્ધાર કર્યો છે. માતાને ખાત્રી થઈ કે વૈરાગ્ય છે અને તે જ્ઞાનગર્ભિત છે. ઠાલો ઊભરો નથી. માતાએ સંમતિ આપી. આમેય રાજપુત્રની દીક્ષા અનેકને બોધિની પ્રાપ્તિ કરાવનાર બને. આ તો, મગધસમ્રાટ શ્રેણિક રાજા, જેઓ નિશ્ચલ સમકિતી છે, તેના પુત્ર. વળી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસે પ્રવજ્યા -દીક્ષા ગ્રહણ કરે તે પ્રસંગ તો અનેકના હૈયામાં સંવેગના દીપકને પ્રગટાવનારો બની રહ્યો. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨: આભના ટેકા પ્રભુજીનો વરદ ક૨ જેમ-જેમ મસ્તક ઉપર ફરી રહ્યો હતો તેમ-તેમ મેઘના હૃદય-વીણાના તાર રણઝણવા લાગ્યા. અમૃતનો સંચાર અનુભવવા લાગ્યા. મેઘ નવો અવતાર પામ્યા. જીવનની ધન્યતાનો અહેસાસ થયો. શ્રુતસ્થવિર મુનિવરને મેઘમુનિ પ્રથમ દિવસથી જ સોંપાયા. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાની તાલીમ શરુ કરવામાં આવી. મેઘમુનિની ગ્રહણશક્તિ અતિતીવ્ર હતી. ખૂબ જ જલદીથી તેઓ શિક્ષણ ગ્રહણ કરે છે તેવું સ્થવિર મુનિવરોને લાગ્યું. દિવસ તો ક્યાંય પૂરો થયો તેની ખબર ન રહી. રાત પડી. પ્રતિક્રમણ થયું. સંથારાપોરિસી ભણાવાઈ. સાધુગણના વ્યવસ્થાપક વૃષભ મુનિવરે બધી વ્યવસ્થા કરી, તેમાં મેઘનું સંથારાનું સ્થાન, નૂતન મુનિ હોઈ ઠેઠ બારણા પાસે આવ્યું. આજનો આ અનુભવ પહેલીવારનો જ હતો. સંથારો થયો. સૂતાં, પણ નિદ્રા ? નિદ્રા ન આવી ! ક્યાંકથી અવાજ આવતો હતો. અલગઅલગ જૂથમાં બેસી મુનિઓ સૂત્રવાચના, અર્થવાચના, પૃચ્છના, પરાવર્તનારૂપ સ્વાધ્યાય કરતા હતા. ભલે બધા ધીમેથી જ બોલતા હતા પણ જેમ રાત ઠરે તેમ અવાજ મોટો લાગતો. આ અવાજથી નિદ્રા વેરણ બની. અધુરામાં પૂરું જે મુનિઓ લઘુશંકાએ જાવ-આવ કરે તે બધાના પગ, કાં તો કોણીએ અડે, કાં પીઠને અડે, કાં પગ પર પડે. વારંવાર બેઠાં થઈ જવાતું. મન વિચારે તો ચડ્યું પણ પછી આહટ્ટ દોટ્ટ ચિંતવવા લાગ્યું; નબળા વિચારે ચડ્યું. અરે ! આ એ જ મુનિવરો છે જે મને પહેલાં બોલાવતા હતા, ધર્મચર્ચા કરતા હતા ! આજે જાણે ઓળખતાં જ ન હોય તેમ, પગથી કોણીએ, પીઠમાં અને પગમાં તેઓ ઠેસ પહોંચાડે છે. મનમાં પણ એની ઠેસ લાગી. હું તો હવે સવાર પડે કે તરત પ્રભુ મહાવીરને પૂછી ઘેર ચાલ્યો જઈશ. રાત ક્યારે પૂરી થાય ને સવાર ક્યારે પડે ! ઉપવાસ લાગ્યો હોય અને જેમ સવારની રાહ જુએ તેમ મેઘે જેમતેમ રાત પૂરી કરી. વહેલી સવારે પ્રભુ પાસે હાજર થયા. પ્રભુ કેટલા કરુણાવંત છે ! કહોને કે પ્રભુની કરુણાના કોઈ કિનારા જ નથી. પ્રભુએ મેઘને તો નબળી વાત કહેવાનો મોકો જ ન આવવા દીધો ! મધુર અવાજે પ્રભુ વદ્યા : મેઘ ! શું રાત્રે ઊંઘ ન આવી ? સાધુઓના પગની For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકાઃ ૨૩ ઠેસ વાગી? ધૂળ અને રજથી શરીર અને સંથારો ભરાઈ ગયો ? વત્સ ! તમે તો ઉત્તમ કુળના છો. આટલું સહન કરવામાં કંટાળી ગયા ! ગયા ભવમાં તો તમે કેટ-કેટલું સહન કર્યું હતું ! આ તમારો મનુષ્યભવ છે. ત્યારે તો તમે હાથી હતા. વનમાં વારંવાર લાગતાં દાવાનળથી તમને ખૂબ જ ડર લાગતો. એથી બચવા માટે તમે જાત મહેનતથી એક વિશાળ માંડલું બનાવ્યું. એમાં એક પણ તણખલું ન રહે તે માટે ત્રણ-ત્રણ મહિને તમે સ્વચ્છ કરતાં. કાળને કરવું ને દવ લાગ્યો. ભયભીત થયેલાં વનનાં બધાં જ પશુ-પ્રાણીઓ ત્યાં તમારે આશરે આવી ગયા. સંકડાશ તો ખૂબ પડી પરંતુ તમારી ઉદારતાએ સહુનો સુખ-દુ:ખે માંડલામાં સમાવેશ થઈ ગયો. કોઈ હલી-ચલી શકે તેટલી પણ જગ્યા ન રહી. તેમાં તમારા એક પગને સહેજ ખજવાળવા એક પગ ઊંચો કર્યો. ખજવાળીને જેવો પગ પાછો જમીન પર મૂકવા ગયા ત્યાં પગ તળે પોચો-પોચો સ્પર્શ થયો. વળીને જોયું તો પગ મૂકવાની જગ્યાએ સસલું હતું ! તમારા મનમાં શુભ વિચાર આવ્યો : ભલે રહ્યું ! હમણાં દવ શમી જશે પછી તો પગ નીચે મૂકી દઇશ. અત્યારે તમે શું સહન કર્યું છે ! ગયા ભવમાં તે જે સહન કર્યું તે જાણો ! અઢી દિવસ પછી દવ શમ્યો. બધા પશુઓ વનમાં દોડી ગયા. ઊંચો રાખેલો પગ નીચે મૂકવા ગયો પણ જકડાયેલો પગ નીચે ન મૂકી શકાયો. ભારેખમ શરીર નીચે પટકાયું. ભૂખ્યો-તરસ્યો ત્યાં પડ્યો છતાં તારું મન ન દુઃખાયું. અહીં માત્ર એક રાતમાં તારા શરીરને આવા પરમ તપસ્વી મુનિવરોના ચરણ અડ્યા ને મન દુઃખાયું ? For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪: આભના ટેકા C]y[SWT] UKWYwNDHYPTS Warranhahta ha પ્રભુજીની પ્રશાંત વાણી સાંભળી; જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ સમક્ષ દેખાયો ! એ વાણી પર વિશ્વાસ વધ્યો. મન લજ્જિત થયું. બે હાથ જોડી, લલાટે લઇ જઇને કહેવા લાગ્યા : પ્રભો ! આપે મહાઉપકાર કર્યો. મારા જીવનરથને ઉન્માર્ગે જતાં અટકાવીને સાચે રસ્તે વાળ્યો. રાતભરનો ઉદ્વેગ લઈને હું આપની પાસે સંયમનો ત્યાગ કરવાનો વિચાર લઈ આવ્યો હતો. આપની કરુણાએ કમાલ કરી. સંયમત્યાગની વાત તો વિલાઈ ગઈ, સાથેસાથે દેહની મૂછ ત્યાગવા માટે મન તૈયાર થઈ ગયું. આવા પવિત્ર મુનિવરોના ચરણ વડે, કે કોઈના પણ વડે મારા શરીરને સ્પર્શ થાય કે ઠેબે ચડે, ચગદે તો પણ મનમાં દુર્થાન નહીં કરું; કશી દરકાર નહીં કરું. આવો અભિગ્રહ આપો ! આજે આટલી કૃપા કરો ! પ્રભુએ પ્રસન્નવદને પચખાણ આપ્યા. પ્રભુના ઉપકારને વાગોળતા વાગોળતા મેઘમુનિ સ્થાને આવ્યા. ચિત્તવૃત્તિઓનું ગંગાસ્નાન થયું હતું ! દીક્ષાની પહેલી જ રાત્રે થયેલા અનુભવથી મનમાં તુમુલ યુદ્ધ થયું, મન સંયમ ત્યજી દેવા સુધી પહોંચ્યું. આ કુવિકલ્પ આવ્યો એ સાચું પણ એ કાળા વાદળમાં રૂપેરી કોર એ હતી કે પ્રભુમાપૃચ્છસ્ય ગુમાસ્વામિ (પ્રભુને પૂછીને ઘરે જઈશ) આવા કામમાં પણ પ્રભુને વચ્ચે રાખ્યા તે તેઓની ઉત્તમતા. તેથી તે બચ્યા. જીવનની બાજી હારવાના કિનારે પહોંચ્યાં હતા તેમાંથી આખી બાજી જીતી ગયા ! જે દેહને કારણે સંયમમાં અપ્રીતિ થઈ હતી તે દેહને જ વોસિરાવ્યો. દેહની મમતાનું વિસર્જન કર્યું. શરીરને વિવિધ તપશ્ચર્યામાં ગાળી દીધું. પાપવૃત્તિઓ વિખરાઈ ગઈ. માત્ર બાર વર્ષનો સંયમ પર્યાય પાળી અનુત્તરમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં જઈ સકલકર્મનો ક્ષય કરી મોક્ષમાં વિરાજમાન થશે. . For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૨૫ દેવે બનાવેલું દેરાસર : શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરું વાત માંડીને કહેવી ગમશે. વાત લાંબી છે. શ્રી શાન્તિનાથ ભગવાનના વારા પહેલા આ વાતનું મૂળ છે. ભાઈ બ્રાહ્મણ હતા. સ્વાભાવિક જ યજ્ઞયાગાદિમાં ડૂબેલા રહેતા હતા. એક જૈન સાધુ મળ્યા. તેમણે કરુણા છલકતી વાણીમાં પૂછ્યું આ હિંસા કરીને તમને શું મળે છે ? આવો પ્રશ્ન સાંભળતાં જ અહં ઘવાયો અને ક્રોધિત થઈ મુનિ મહારાજને મારવા દોડ્યો ! કુદરતને એમ મંજૂર ન હતું. આવા પવિત્ર મહાવ્રતધારી મુનિની હિંસાના કૃષ્ણ પરિણામથી એનું જ મૃત્યુ થયું! દ્વેષભાવની પ્રબળતાને કારણે તે તિર્યંચગતિ પામ્યો અને સિંહ રૂપે અવતાર થયો. હવે જુઓ ! રાગ અને દ્વેષની વૃત્તિ કેવી જન્મ-જન્માંતરાનુયાયી હોય છે તે જાણવું રસપ્રદ બનશે. સિંહના ભવમાં શ્રી શાન્તિનાથ ભગવાન મળ્યા. જોતાવેત, મનમાં રહેલો મુનિ મહારાજ પ્રત્યેનો દ્વેષ જાગ્યો. મારવા દોડ્યો. વચમાં કશુંક આડું આવે ને માણસ પાછો પડે તેમ સિંહ પાછો પડ્યો ! દ્વેષની સાથે ક્રોધ ભળ્યો. પાછો બમણા વેગથી ધસ્યો. વળી પાછો પડ્યો ! હવે મનમાં થયું કે સામે કોઈ જબ્બર પ્રભાવશાળી વ્યક્તિ લાગે છે. એટલે જ પાછો હું પડું છું. ટીકીટીકીને જોયા કર્યું. પેલા મુનિ મહારાજની દેહ-મુદ્રા આમની સાથે મળતી હોવાથી સ્મરણ થવા લાગ્યું : આવી દેહમુદ્રા પહેલા ક્યાંક જોઈ છે ! મનમાં ઊહાપોહ થતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પોતાનો બ્રાહ્મણનો ભવ દેખાયો. મુનિવરની | હ | I/A AT For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : આભના ટેકા હિંસા કરવા ગયો અને તેના ક્રૂર પરિણામના કારણે તો સિંહ થયો છું! આ સ્મરણ થતાં મનમાં શરમિંદો બન્યો. પ્રભુએ આ જોયું. એનો જીવ જરા શાન્ત થયો જાણી તેને હિતકારી વચનો કહ્યા : હે બ્રાહ્મણ ! હવે શાન્ત થા. ગયા ભવમાં તું મુનિ મહારાજને હણવા દોડ્યો હતો. આ ભવમાં પણ હમણાં તું તીર્થંકરને હણવા આવ્યો. તને આ શોભે છે? સિંહના મનમાં જાણે ચંદનનો શીતળ લેપ થયો ! સારું લાગવા માંડ્યું. વચનની સવળી અસર થતી જોઈ પ્રભુએ આગળ વાત ચલાવી : જીવોની હિંસા છોડી દે; દયાથી હૃદયને ભરી દે; ધર્મથી મનને રંગી દે; મનમાં ખેદ પામ્યા વિના તીર્થની આરાધના કર. --આ બધા વચનોથી તેના મનનું અંધારું ગયું. અજવાળું પથરાયું.અંતરંગ પરિવર્તન માટે આવા થોડા શબ્દો પણ ઘણીવાર કામ કરી જાય છે. મર્મવેધ થવો જોઈએ. પ્રભુ ત્યાંથી સ્વર્ગગિરિ ગિરિરાજ પર આરૂઢ થયા. સિંહ તો હવે પ્રભુનો સેવક બની ગયો. પ્રભુ જાય ત્યાં જવું. પ્રભુ રહે ત્યાં રહેવું. પાછળ-પાછળ ચાલતો રહ્યો. પ્રભુએ પાછળ આવતા સિંહને જોઈને તે જીવ પર અનુગ્રહ કરીને કહ્યું ઃ સર્વ પ્રાણી ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંથી જ તને સ્વર્ગગતિ મળશે. પછી એકાવતારી દેવ થઈને તું મોક્ષે જઈશ. આ સાંભળી તેને ભીતરમાં ઘણી શાંતિ થઈ. તેના પર પ્રભુની કરુણાનો અભિષેક થયો. પ્રભુની આજ્ઞાને હૃદયમાં અને મસ્તક ઉપર વહન કરતો અને પ્રભુનું ધ્યાન ધરતો સિંહ ત્યાં જ રહ્યો. મનને દયાથી ભીનું-ભીનું બનાવીને શાન્ત મનવાળો થઈને રહ્યો. શુભ ધ્યાનથી આયુષ્યને અંતે તે સ્વર્ગલોકને પામ્યો; દેવ થયો. તીર્થની સેવા કદી For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૨૭ નિષ્ફળ જતી નથી. દેવ તરીકે ઉપજેલા જીવે પહેલો વિચાર કર્યો કે હું વળી દેવ કેમ થયો ! અને એમ વિચાર કરતાં શાંતિનાથ પ્રભુનો ઉપકાર યાદ આવ્યો. - શ્રી શાંતિનાથ પ્રભુએ મરૂદેવા ટુંક ઉપર ચાર મહિના નિર્ગમન કર્યા, ત્યાં ગંધર્વ વિદ્યાધર, દેવતા, નાગકુમાર અને અનેક મનુષ્યો આવી પ્રભુની પૂજા કરતાં ભક્તિનો પરિમલ ફેલાવતા. ચાતુર્માસ પૂર્ણ થયે પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. પ્રભુ જ્યાં ચારમાસ વિરાજ્યા ત્યાં મરુદેવા શૃંગ (ટૂંક) પર પેલા સિંહદેવે શ્રી શાંતિનાથ પ્રભુનું વિશાળ ચૈત્ય બનાવરાવ્યું. પ્રતિમાજી સ્થાપન કર્યા. ઘણાં દેવોએ પણ ત્યાં આજુબાજુ ચૈત્ય બનાવરાવ્યા. ગિરિરાજની તળેટી વલભીપુર હતી તે સમયની આ વાત છે. (સંદર્ભ : શત્રુંજય માહાભ્ય : સર્ગ આઠમો.) કાળક્રમે ભૌગોલિક ફેરફાર થતાં એ ભાગ છૂટો પડ્યો, વચ્ચે પુષ્કળ અંતર પડ્યું. એ કાળ પણ કેટલો બધો પસાર થયો ! વધેલા આ અંતરને ધ્યાનમાં રાખીને પછી એ જ શાંતિનાથ પ્રભુનું પ્રતીક ચૈત્ય આ વાઘણપોળમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ નિર્માણ પામ્યું. સમયે-સમયે તેના સંખ્યાબંધ જીર્ણોદ્ધાર પણ થયા, પણ સિહદેવે કરેલું એ ચૈત્ય આજે પણ પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાને કરેલા ઉપકારની છડી પોકારતું અડીખમ ઊભું છે. આ દષ્ટિએ આ દેરું અદકેરું છે; રળિયામણું છે, સોહામણું છે. શાન્તિના ઉજાસને પ્રસરાવનારું છે. પ્રત્યેક યાત્રિક સલુણા શાંતિનાથ ભગવાનને મુજરો અર્પ યાત્રા-દર્શન-વંદન-પૂજન કરીને પછી જ દાદા આદીશ્વરને ભેટવા આગળ વધે છે.આ હેતુથી સિંહદેવે સર્જેલું શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. ] For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : આભના ટેકા આન્તર ગાંઠ છૂટ્યાની વેળા ... વર્તમાનમાં અવગુણના ઓરડા જેવા જણાતા જીવો પણ એકાદ ગુણનું પુષ્ટ આલંબન લઈને, દઢપણે તેને વળગી રહીને, દેહની મમતાના વળગાડને ઓળંગી જઈને, ક્ષણિક લાભના વળગણને તરછોડીને, સડસડાટ ઊંચે ને ઊંચે ચડતા હોય છે. આવું જોવા મળે ત્યારે, એવું લાગે છે કે કોઈ પણ જીવની વર્તમાન વિષમ સ્થિતિ જોઈને તેની નિંદા ન કરવી, પણ તેનામાં રહેલી શ્રેષ્ઠ સંભાવનાની કલ્પનાને જીવતી રાખવી. જુઓ તો ખરા ! વણકરની જાત ! એને દિવસ-રાત શું કરવાનું ? ગામના છેવાડે નાનું સરખું એક ઘર. ઘરને ઓટલે બેસી તાણો અને વાણો વણવાના. રોજ રોજ નાના-મોટા વસ્ત્ર માટે કાપડ વણવાનું ચાલે. રસ્તે જતાં-આવતાં લોકોને ‘કેમ છો ? ભલા છો !' એમ દિવસ આખો પૂછપરછ ચાલે. ગામની ભાગોળેથી જ સાધુમહારાજ ખેતર ભણી રોજ વડીશંકા નિવારવા જતાં-આવતાં હોય તે બધાને આ વણકર જુએ, મનમાં હરખાય. બોલવાની For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૨૯ ઇચ્છા થાય પણ કેમ કરી બોલાવું ? એવી અવઢવમાં રહે. મલકીને અટકી જાય ! એકવાર શુભ સંયોગ રચાઈ ગયો. બગાસુ ખાતાં પતાસુ મોંમાં પડે એવું બન્યું ! મહાપ્રભાવક આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજ વડના ઝાડ નીચે ઊભા હતા, વણકરના ઓટલાથી થોડે દૂર. પહેલાં આંખથી અને પછી સ્મિતથી કુશળપ્રશ્નની આપ-લે થઈ. પછી પણ, પૂછું ન પૂછુંની દ્વિધામાં અનાયાસે - ભાવિાર્તાનુસારેળ વાળુચ્છન્નતિ નપતામ્ । (ભાવિકાર્યાનુસારિણી વાણી ઊછળતી દીસે) – સહજ પૂછ્યું ‘આપે તો ભગવાનનો ભેખ પહેર્યો છે તો આપ તો ભવ તરી જવાના; પણ અમારા જેવા તો રખડી જવાના’ આવા મતલબનું બોલ્યા. કરુણાસાગર આચાર્ય મહારાજે કહ્યું : ‘એવું નથી. દરેક જીવોને પોતાના આત્માનું કલ્યાણ થાય એવા રસ્તા છે જ.’ આવાં આશ્વાસનભર્યાં વચન સાંભળીને વણકરને ઉત્સાહ આવ્યો. ઓટલેથી ઊભા થઈ મહારાજની પાસે આવીને વિનયાવનત મુદ્રામાં ઊભા રહ્યા. મહારાજે કૃપા કરી, બોધ આપ્યો : ‘તમે પણ ધર્મ કરી શકો છે.’ વણકર કહે : ‘તમે તો કહેશો કે દારૂ, માંસ ત્યજી દો. અમારા જીવનમાં એ તો શક્ય નથી. આપ એવું કહો, જે મારાથી સુખેથી પાળી શકાય.’ આચાર્ય મહારાજે જીવદળની કક્ષા જોઈને કહ્યું : ‘તમે ગંઠિસહિયં -નું પચ્ચક્ખાણ કરીને આત્માને કર્મથી હળવો બનાવી શકશો. કપડાના છેડે ગાંઠ વાળી રાખવી. એ ગાંઠ ખોલી. નમો અરિહંતાણું બોલીને જ આહારપાણી લેવાં. આવી પ્રતિજ્ઞાનું પાલન તમે સુખેથી કરી શકશો.' વણકરને આ સલાહ જચી ગઈ. પ્રતિજ્ઞાનું પાલન શરૂ થઈ ગયું. અપ્રમત્તપણે સહેજ પણ ભૂલ્યા વિના લીધેલું સાદું વ્રત પળાય છે. મનમાં દ્દઢતા છે, આનંદ પણ છે. મહિનાઓ અને વરસો વીતી ગયા; વૃદ્ધાવસ્થા પણ આવી. નિયમ `અખંડિતપણે નિ૨૫વાદ પળાય છે, ક્યાંય કચાશ નથી. એકવાર રાત્રે રોગનો હુમલો થયો છે, પાણીની તીવ્ર તરસ લાગી છે. પાણી હાજર છે. પણ નિયમ મુજબ ગાંઠ છોડવાની છે. ગાંઠ છૂટે તો મોંમાં પાણી પેસે ! પોતાથી પ્રયત્ન પણ થઈ શકે તેમ નથી. બીજાની મદદથી પણ ગાંઠ ન છોડાય. એ સ્થિતિમાં પ્રાણ છૂટી ગયા ! પ્રતિજ્ઞાનો વિજય થયો અને પાણીનો પરાજય થયો. બહારની ગાંઠ ન ભેદાઈ, પણ અંદરની ગાંઠ - ગ્રન્થિનો ભેદ છૂટી ગયો. આત્મા કુમનુષ્યમાંથી નીકળીને સુદેવત્વને પામ્યો. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦: આભના ટેકા | તીર્થાધિરાજ શત્રુંજયની રક્ષા-સેવાનું કાર્ય કરવાની અનોખી તક મળી. કપર્દી યક્ષ બન્યા. આચાર્ય મહારાજ શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે ક્ષણેક્ષણ કૃતજ્ઞતાભાવથી સભર બનીને વંદના કરતા રહ્યા. એ મહાપુરુષના પ્રભાવે આ ઊંચાઈ મળી. એમણે દર્શાવેલા નજીવા ધર્મના પ્રતાપે આવી સ્થિતિ મળી. પ્રતિજ્ઞાનું દૃઢતાપૂર્વક પાલન સર્વ પ્રન્થિથી મુક્ત બનાવ્યા વિના ન રહે. પ્રતિજ્ઞા ભલે નાની રહે, તેનું દૃઢ પાલન મનોબળથી થાય, તો આકાશને આંબે તેવા આંબા ફળે. પ્રતિજ્ઞા-પાલનની આ વિશેષતા છે. તે આપણામાં આવે તો આપણે પણ કસોટીની કપરી વેળાએ પ્રભુકૃપાથી અચળ રહીએ, તો ઘારેલી સિદ્ધિના સ્વામી બની શકીએ. यः पूर्वं तन्तुवायः कृतसुकृतृलवो पूरितो दुरितौघैः, प्रत्याख्यानप्रभावादमरमृगदशामातिथेयं प्रपेदे । सेवा हेवाकशाळी प्रथमजिनपदाभ्भोजयोस्तीर्थरक्षा - दक्षःश्रीयक्षराजः स भवतु भविनां विघ्नमर्दी कपर्दी ॥ મૂળ પ્રાચીન શ્લોક - સ્તુતિ અને પદ્યાનુવાદ જે પહેલા વસ્ત્ર વણતાં વણકર જીવને, આ પાપમાં રાચતા'તા, નાનું એક, સાવ નાનું, અડગ મન વડે, અલ્પ સતકૃત્ય કીધું; પ્રત્યાખ્યાન-પ્રભાવે દુરિત નિજ ઘટ્યું, તીર્થ યક્ષત્વ પામ્યા, સેવામાં સજ્જએવા નિત, વિઘન હરો હે! કપર્દી અમારા. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ અનાસક્ત યોગી શાલિભદ્ર મહારાજનો જય હો ! જય હો ! આભના ટેકા : ૩૧ , વિશાળ વડલાની શીતળ છાયામાં ગાયો, વાગોળતી બેઠી છે. નાનાં વાછરડાં પણ આમતેમ ચરે છે, ફરે છે અને કૂણું-કૂણું ઘાસ ખાય છે. ચરાવવા આવેલા ગોવાળિયાઓ કડીયાળી ડાંગ-લાકડીઓ આઘી મૂકી ફાળિયાનું ફીંડલું કરી તેની ઉપર માથું ટેકવી આડે પડખે થયા છે. વાછરડા ચરાવવા આવેલા ગોપ-બાળકો મોઈ-દાંડિયાની રમત રમે છે. પણ, તે માંહ્યલો એક છોકરો તો એ વડલાની પાસેની ગાડાવાટની સ્હેજ ઉપરની ટેકરીએ ચડી એક નાના જાંબુડાના ઝાડ નીચે બેઠો છે. એનું ધ્યાન રમતમાં નથી; પણ તેની આંખો, પાસે ઊભેલા એક મુનિ મહારાજની મુખમુદ્રામાંથી નીતરતા અમીનું પાન કરે છે. ધ્યાન-લીન મુનિરાજ પર આ છોકરો ઓવારી ગયો છે. એમના પર અનહદ હેત ઊભરાય છે. હેતની ભરતીમાં તેને ભાન નથી રહેતું કે હું જે બોલું છું તેનો જવાબ મળે છે કે નહીં ! તે તો પોતાની જાતે બોલતો જ જાય છે. મનમાં આવે તેવું બોલે છે : ‘તમારું ઘર ક્યાં છે ? તમે ક્યાં રહો છો ? તમારી મા ક્યાં છે ? તમે ક્યારે જમો છો ? મારે ઘરે તમે આવશો ? મારી મા તમને જમવાનું આપશે. આવશોને ?’ કશા પણ જવાબની રાહ જોયા વિના છોકરાનો એક-તરફી સ્નેહ-આલાપ આમ ચાલુ જ રહ્યો! આ ક્રમ રોજનો બની ગયો. બપોરની વેળાએ બીજા બધા છોકરાઓ, ચારે તરફ વેરાયેલા તડકાની વચાળે જે જે ઘટાળા ઝાડનો છાંયડો હોય ત્યાં રમતા હોય ત્યારે, આ છોકરો – સંગમ - કાઉસ્સગધ્યાનમાં લીન મુનિરાજના વિકસિત મુખારવિંદના સૌંદર્યભર્યા સ્મિત-મધુનું ગટક ગટક પાન કરતો. દિવસો વીતતાં, જોતજોતામાં મહિનો થયો. મુનિરાજને માસ ખમણ પૂરું થયું. પારણું આજે છે. નજીકના નેસમાં ગૌચરી માટે પધાર્યા. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨: આભના ટેકા યોગાનુયોગ, આજે ગામમાં ખીરના જમણનો ઓચ્છવ હતો. ઘર ઘરમાં ખીર રંધાઈ હતી. શેરી અને આંગણાં ખીરની મીઠી સોડમથી મઘમઘતાં હતાં. બધા છોકરાઓ, વાડકી જેવા વાસણમાં થોડી-થોડી ખીર લઈને, ચોકમાં આવીને, આંગળાથી ચાટતા હતા. એકનું જોઈ, બીજાને મન થાય એવું હતું. બધા ભાઈબંધોને આમ ખીર ખાતાં જોઈને, બાળસુલભ સ્વભાવે, સંગમને પણ એ ખીર ખાવા ઇચ્છા થઈ. ઘેર ગયો તો મા હજુ હમણાં આજુ-બાજુનાં ઘર-કામ કરીને આવી હતી. પિતાની ગેરહાજરી હતી. ગરીબ ઘરમાં મા અને દીકરો બે જ જણ હતાં. સીમમાં ખેતર ન હતું કે ઢોર-ઢાંખર પણ નહીં. તેથી ગુજરાન ચલાવવા, મા ગામના કપડાં-વાસણ કરતી હતી, દીકરો વાછરડા ચરાવવા લઈ જતો. સંગમે માને કહ્યું: મા, ખીર ખાવી છે. ખીર તો ક્યાંથી લાવું, દીકરા ! લોટની રાબનો માંડ વેત થાય છે, ત્યાં ખીર ? ખીર માટે તો ઘણું જોઈએ તે ક્યાંથી લાવું? ના... મારે તો ખીર ખાવી જ છે. દીકરાની જીદ પૂરી થઈ શકશે નહીં, એવું લાગતાં માથી રોવાઈ ગયું. અવાજ સહેજ મોટો થયો. આડોશી-પાડોશી ભેગાં થઈ ગયાં. કહેઃ અલી શું થયું છે? બોલ, તો ઉપાય કરીએ. માએ રડતાં રડતાં બધી વીતક-વાત કહી. આ સાંગો ક્યારે પણ કોઈ જીદ કરતો નથી. આજે, ખીર ખાવાની હઠ લઈ બેઠો છે, પણ તેને ખીર ક્યાંથી ખવડાવું? ભેગી થયેલી બાઈઓ એકસાથે બોલી : અરે ! એમાં શું! હું દૂધ આપીશ. બીજી કહે ચોખા આપીશ. ત્રીજીએ કહ્યું : હું સાકર આપીશ. ચોથીએ ઘી આપવાનું કહ્યુંબસ, હવે તો છાની રહે ! હજીયે શાને રડે છે? આ બધું તો તમે આપશો, પણ હું ખીર રાંધીશ શેમાં? ઓહો...એમ છે. ચાલો તપેલી અને તાસક હું આપીશ. એક બાઈએ કહ્યું અને રુદન શાંત થયું. બધી સામગ્રી આવી અને ઘરમાં ખીર થવા લાગી, ઊકળવા લાગી. કમોદ અને ગાયના દૂધની મિશ્ર સુગંધથી ઘર ભરાવા લાગ્યું. સાંગાની આંખમાં પણ નવી ચમક આવી. હાશ! હવે ખીર ખાવા મળશે. મનમાં હરખ માતો નથી. તૈયાર થયેલી ગરમ-ગરમ ખીર, તાંસળીમાં પીરસી મા વળી બીજાનાં ઘર-કામ કરવા બહાર ગઈ. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૩૩ એવામાં મુનિ મહારાજે ‘ધર્મલાભ’ કહી ઘરમાં પ્રવેશ કર્યો. સાંગાની પાસે આવીને ઊભા રહ્યા. એ તો ખીરમાંથી નીકળતી વરાળ જોઈ રહ્યો હતો. ‘ધર્મલાભ’ નો સ્વર સાંભળી, એણે જેવું ઊંચે જોયું, તો થયું : અહો ! એ જ મુનિરાજ છે જેમને રોજ રોજ કહ્યા કરતો. તે જ પધાર્યા. પુલકિત હૈયે, ખીર ભરેલી તાસક બે હાથે ઊંચકી, મુનિરાજના હાથમાંના પાત્રમાં ઠલવવા લાગ્યો. એની શુદ્ધ, શુભ્ર અને શુભ ભાવધારાને અખંડ રાખવા મુનિરાજ પણ ‘ના’ ન બોલી શક્યા. પાત્રુ આખું ખીરથી ભરાઈ ગયું. સંગમનું મન ભાવથી ભરાઈ ગયું ! આત્મા પુણ્યથી ભરાઈ ગયો ! ન મુનિરાજ ‘ધર્મલાભ’ કહી ઘર બહાર પધાર્યા એટલામાં મા પાછી આવી. સંગમ મરક-મરક ખુશ થતો હતો અને તાસકમાં થોડી વધેલી ખીર આંગળાથી ચાટી રહ્યો હતો. માને થયું ઃ દીકરો હજુ ભૂખ્યો લાગે છે. વધેલી બધી ખીર એની તાસકમાં પીરસી દીધી. સાંગો તો કાંઈ બોલતો નથી. એને રૂંવે રૂંવે હરખ ઉભરાય છે. થાળમાંની ખીરને બદલે મુનિરાજનું પાત્રુ જ દેખાયા કરે છે ! એ જ મુનિરાજ પધારી ગયા. ‘સરસ થયું સરસ થયું' એમ વિચારમાળા ચાલતી હતી; ત્યાં મા, ઘરના નળિયાંમાંથી ચળાઈને આવતાં ચાંદરણાં બતાવી કહે છે : “જો, સૂરજ તો માથે ચડી આવ્યો. તારા ભેરુઓ તો ક્યારનાય ગામની સીમમાં વાછરડાંને લઈ આગળ નીકળી ગયા છે. તું ય જલદી ખાઈને પહોંચી જજે. ” એમ કહી મા તો ગઈ. ગરમ ખીર મોંઢે માંડી, પેટમાં પડી. પણ મન હવે ખીરમાં ક્યાં છે ? એ તો મુનિરાજની પાછળ-પાછળ ચાલ્યું છે ! ‘ક્યારે ખીર ખવાઈ, ક્યારે એ ઊભો થયો, લાકડી લઈ ઘર બહાર નીકળીં દોડવા લાગ્યો’ તેનું ભાન-સાન ન રહ્યું. ખીર ખાધી તેની ગરમી, માથે તપતા સૂરજની ગરમી, પાણીનો સોસ અને દોડવાનો શ્રમ - બધું ભેગું થયું. વચ્ચે મોટો ખાડો આવ્યો, એનો ખ્યાલેય ન રહ્યો ને તે એમાં ઊંધે માથે પડ્યો. પાણીની તરસ તો ખૂબ લાગી હતી. ‘પાણી, પાણી’ એમ બૂમ પાડે છે, ત્યાં જ પેલા મુનિરાજ અનેક ઘરે ગૌચરી વહોરી પાછા વળી રહ્યા હતા, તેમના કાને આ અવાજ સંભળાયો. તુર્ત જ ખાડા પાસે આવ્યા. કહેવા લાગ્યા : પાણી...પાણી હમણા આવે છે.. બોલો ‘નમો અરિહંતાણં, નમો અરિહંતાણં.’ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪: આભના ટેકા શરીરની વેદના વચ્ચે પણ, સંગમના મનમાં પ્રસન્નતા છલકાવા લાગી. નિર્દોષ અને ભોળી, કાળી-કાળી આંખમાં અંકાયેલી મુનિ મહારાજની પ્રશાંત છબી બરાબર યાદ આવતાં વેંત ; અહો ! આ તો એ જ મુનિરાજ છે ! જેમની સાથે પ્રીતિ બંધાઈ હતી. તેમના મુખનાં વચનો મળ્યાં, એટલે એ પ્રમાણે બોલવા લાગ્યો. મન વેદનામાંથી નીકળીને નમો અરિહંતાણં એ સાત અક્ષરમાં રમવા લાગ્યું. એ જ પરિણતિમાં પરભવના આયુષ્યનો બંધ અને આ ભવના આયુષ્યનો અંત આવ્યો. જીવ પરભવમાં પહોંચી ગયો ! રાજગૃહી નગરી. ગોભદ્રશેઠ અને ભદ્રામાતા. શાલિના ક્ષેત્રનું ઉત્તમ સ્વપ્ન અને પછી બાળકનો જન્મ. એ સમયમાં જાતકનાં નામ પાડવામાં રાશિનો વિચાર પ્રધાન ન હતો. સ્વપ્નદર્શનને જ કેન્દ્રમાં રાખીને શાલિભદ્ર નામ રાખ્યું. સમગ્ર પરિવારમાં આનંદની ભરતી જ વર્તે છે. સર્વત્ર પુણ્ય પ્રકર્ષનાં દર્શન જ થતાં હતા. અહીં પણ પેલા જન્મની જેમ પિતાની ગેરહાજરી થઈ. પરંતુ એ શરીરથી જણાતા ન હતા એટલું જ. એમના અસ્તિત્વનો પરિમલ સર્વત્ર પ્રસરેલો –અનુભવાતો હતો. કેવો તે પુત્રપ્રેમ ! પુત્રના પુણ્યપ્રાભારથી વિસ્તર્યો કે દીકરાને પીવાનું પાણી પણ દેવલોકમાંથી પૂરું પાડતા. પાણીની વાત આવી હોય, તો પછી ખાવાનું, પહેરવાનું, શણગાર માટેના ઘરેણાં-દાગીનાનું તો પૂછવું જ શું ? એક શાલિભદ્ર અને તેમનાં બત્રીસ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકાઃ ૩૫ પત્ની, એક એકને માટે ત્રણ પેટી. તેત્રીસ તરી નવ્વાણું. પૂરી સો યે નહીં અને અઠ્ઠાણું ય નહીં! વસતા તો હતા મનુષ્યલોકમાં પણ, ચોમેર છલકાતા વૈભવ અને ઐશ્વર્ય તો પૂરેપૂરા દેવતાઈ જ ! આવો વૈભવ તો મળે, પણ સાથે એને જીરવવાની શક્તિ તો જોઈએ ને ! ક્યારેક તો દેખેલું ઐશ્વર્ય પણ જીરવાતું નથી ! ઘટના બને છે તો ઊંડાણ-વિસ્તારનો અંદાજ આવે છે. એક ઘટનાની કાંકરી તળાવમાં પડે છે તેથી તે સીધી તળીયે જઈને બેસતી નથી. એ પહેલા તો તેનાં અનેક વલયો, વર્તુળો રચાય છે અને કાંઠા સુધી તે વિસ્તરે છે. રત્નકંબલના વેપારી પાસેથી સોળ રત્ન-કંબલ લેવાની એક સાદી ઘટના. તેના પડઘા કેટલા લંબાયા? મગધસમ્રાટ શ્રેણિકની રાજગૃહીમાં તો, અનેકાનેક શ્રીમંત ગૃહસ્થો વસતા હતા. પણ શાલિભદ્ર એવા શ્રીમંત ગણાયા કે તેની પુત્રવધૂઓ આવા રત્નકંબલને પગલૂછણિયારૂપે વાપરીને નિર્માલ્યરૂપે નિકાલ કરતી હોય, એ અસાધારણ ઘટના હતી. રાજગૃહીમાં નવ્વાણું પેટીની વાત જાણીતી નહીં હોય, એમ લાગે છે. ચલ્લણારાણીએ શ્રેણિકરાજા પાસે રત્નકંબલની માંગણી કરી; પરંતુ રાજાને એ જરૂરી લાગ્યું નહીં. જરૂરત અને ઇચ્છા વચ્ચેનો ભેદ જે સમજે છે તે સહજ રીતે સંતોષી બની શકે છે. રાણી, ગમે તેમ તો યે એક સ્ત્રી છે. તેની નજર જ્યારે શેરી વાળનારી બાઈ પર પડી અને તેની ઓઢણી રત્નકંબલની જોઈ, એટલે ખૂબ ખિન્ન થઈ. તેના રાણીપણામાં એક ગોબો પડ્યો. રાજાને કહેવા લાગી : તમારા રાજાપણામાં ધૂળ પડી. જુઓ તો ખરા ! તમે મને ના કહી દિીધી અને તમારી નગરીના વસાવાય આવું મોંઘું વસ્ત્ર પહેરે છે ! રાજાને પણ લાગી આવ્યું. વાતના મૂળ સુધી જવા જેવું લાગ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ તો શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાંના નિર્માલ્યમાંથી સાંપડી છે ! હજી હમણાં તો એ વેપારી વેચવા આવ્યા હતા ત્યાં આ નિર્માલ્યય બની ગઈ ! તો તો બોલાવો વેપારીને. પૂછો ! હોય તેટલી લઈ લો ! - પણ...વેપારી કહે : સોળ નંગ હતાં તે બધાં જ ભદ્રામાતાએ લીધાં. હવે નથી. રાજાએ કહેણ મોકલ્યું. ત્યાંથી પણ હાથ પાછા પડ્યા. આપ મંગાવો અને ના કહેવી પડે ! આ તો મરવા જેવું ગણાય ! એ જ વખતે સોળ કંબલના For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬: આભના ટેકા બત્રીસ ભાગ કરીને પુત્રવધૂઓને આપી દીધાં હતાં. સાંભળીને રાજાને થયું : આવી સમૃદ્ધિ, વૈભવ છે, તો જોવા જવું જોઈએ. મગધસમ્રાટ સામે ચાલીને ગયા હોય તેવા દાખલા ત્રણેક માત્ર છે. તેમાં એક તે આ, ભદ્રાને ત્યાં જવાનો દાખલો છે. ભદ્રાએ આમંત્રણ પાઠવ્યું. રાજાને પૂરા દોરદમામ સાથે આવકાર્યા. રાજા શ્રેણિક અને ચેલ્લણા રાણી સાથે છે. એક-એક માળ ચડે છે અને આંખ પહોળી થતી જાય છે, મન ઓવારી જાય છે. ચાર માળથી ઉપર ન ચડી શકાયું. શાલિભદ્રને નીચે બોલાવવાની ફરજ પડી. બોલાવવા કોણ જાય? એ કામ તો ભદ્રા શેઠાણી જ કરી શકે ! ગયા. વેઢમીમાં કાંકરો આવે તેવું લાગ્યું ! વણજમાં શું પૂછો છો ? ઠીક લાગે તે ભૂલ કરી, દામ ચૂકવી, વખારે મુકાવી દો ! ભદ્રા મૂંઝાયા. શું કહેવું? આવું ન કહેવું પડે તો સારું, પણ હવે ઉપાય નથી. કહેઃ આ રાય કરિયાણું નથી. આ રાય તો રાજા શ્રેણિક છે. મગધ દેશના માલિક છે. આપણા સ્વામી છે. તેઓ આવ્યા છે. ચાલો ! થોડી વાર માટે આવો! મન ઉદાસ થઈ ગયું ! પુણ્ય ઓછાં પડ્યાં? પૂર્વે સુકત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, તેને કારણે રે હજી અમારે માથે નાથ છે! મન વિના આવ્યા. શ્રેણિક તો શાલિભદ્રનું રૂપ, સૌંદર્ય અને લાવણ્ય જોઈ જ રહ્યા ! આવું દેવતાઈ રૂપ તો સમવસરણના દેવોમાં પણ દીઠું નથી. દેહ મનુષ્યનો અને સૌંદર્યદેવતાઈ ! મોં પરની રેશમી કુમાશ અને રૂપમાધુર્યને ચલ્લણા પણ અપલક નેત્રે નિહાળી રહ્યાં. આંખો ચોળવા લાગ્યાં. આ શું જોઉં છું ! આવું નેત્રદીપક દેહ સૌંદર્ય અને લાવણ્યભરપૂર રૂપ આ પૃથ્વીલોક પર જોવા મળવું દોહ્યલું છે. વહાલ વરસાવવા રાજા શ્રેણિકે ખોળે બેસાર્યા પણ ક્ષણમાં તો શાલિભદ્રના મુખ પર મોતી જેવાં પ્રસ્વેદ-બિંદુ બાઝવા લાગ્યાં ! માતા ભદ્રા કહે : માણસનો સંગ સહી શકતા નથી; અહીંનું પાણી પણ પીધું નથી. આપ સત્વરે રજા આપો. શાલિભદ્ર ઉપરના માળે ગયા. એક એક શ્રેણિ ઉપર ચડતા, ચડતા જ ગયા ! નીચે ક્યારે ય ન ઊતર્યા. સંકલ્પ થઈ ગયો. આવું આશ્રિત જીવન ન જોઈએ. આત્માની સ્વતંત્રતા પર તરાપ છે. લોખંડની બેડીમાંથી તો ઝાટકે For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૩૭ છુટાય પણ આ તો સ્નેહ-રાગના સૂતરના તાંતણાનાં બંધન ! હળવે હળવે, જાળવીને અળગા કરવા પડે. રોજ એક બંધન અળગું કરવું એમ વિચાર્યું અને શરૂ કર્યું ! ભદ્રાને આંચકો લાગ્યો. મનમાં અંદેશો હતો જ કે આવો દિવસ એક વાર ઊગવાનો છે જ. ચકમકના પાષાણને પાણીમાં રાખો એટલે એવું ન માનવું કે તે પાણીને સ્વીકારી લેશે. તેની અંદરનો અગ્નિ તો અકબંધ જ રહે છે. ગત ભવમાં છેલ્લી પળોએ “નમો અરિહંતાણં” સંભળાવનાર પેલા મુનિવરની છબી ઊંડે ઊંડે અંકિત થઈ હતી એનું કામ શરૂ થયું હતું. કેવા યોગાનુયોગ રચાય છે! એક બહેન સુભદ્રા. તેના સ્વામી ધન્યકુમાર. પદ્મરાગમણિની ખાણમાં મણિ જ પાકે. કાચ તો ગોત્યા ન જડે. ધન્યના જાણવામાં આવ્યું ન હતું. સ્થળ સમાચારોની આપ-લે રોજિંદી ન હતી એ વખતની આ વાત છે. “ભાઈ એક એક પત્નીને પરિહરે છે. દેવતાઈ ઋદ્ધિમાં અનાસક્તિ હતી, હવે તે ત્યાગના રૂપમાં પરિપકવ બની છે.” -- આવું જાણીને, સંસારના સહજ રાગથી ચૂંટાયેલી વેદના, સુભદ્રાની આંખમાંથી આંસુ રૂપે ધસી આવી. સ્નાનવેળાએ જ ધન્યકુમારના ખભે ઊનાં આંસુ પડ્યાં! અત્યંત સંવેદનશીલ ધન્નાની આંખ ઉપર જોવા લાગી. સુભદ્રાની ગોળ ગોળ કાળી આંખમાં આંસુ તગતગે છે. અચરજ થયું. શું ઉણપ આવી હશે? સુભદ્રાની આંખ ભીની પણ ન થવી જોઈએ; આ તો ચૂવે છે! છે? શું છે?” – સ્વરમાં વિહ્વળતાનો કંપ આવ્યો.. ભાઈ રોજ-રોજ એક ત્યજે છે... ગદ્ગદ્ સ્વરે કહેવાયું. | વાક્ય જુદા સ્વરૂપે પાછું ફર્યું : આ તો કાયરનાં કામ ! આ શું? છોડવું તો છોડી જાણવું. ધીમે ધીમે બળતા ઈધણામાંથી રસોઈ ન થાય, અરે ! તાપણું પણ ન થાય! બોલવું સહેલું છે. કરવું અઘરું છે. એમ છે? તો આજથી આઠેય પત્નીનો ત્યાગ ! સ્વરમાં એ જ સ્વસ્થતા. 'નથી આવેશ કે આવેગનો કંપ ! કંપવાનો વારો હવે સુભદ્રાનો હતો. અરે, અરે ! ભાઈ તો જાય છે. આ તો પતિ પણ જશે ! ના, ના, દેવ! હું તો ઉપહાસ કરતી હતી, નાથ ! એવું ના બોલો! For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આભના ટેકા ધન્ના કહે : આ તો હાથીના દાંત. નીકળ્યા તે નીકળ્યા. ધન્યકુમાર માથાના લાંબા લાંબા કાળા વાળ વાળીને શાલિભદ્રને બારણે પહોંચ્યા. કમાડની સાંકળ ખખડાવી. ભાઈ ! ગૂમડાનો બીયો કાઢવો છે તો વિલંબ શાને ? વાયદા શાને? ચાલ ! જઈને વીરના ચરણમાં ઠરીને બેસીએ. શાલિભદ્ર તો ઇચ્છતા હતા જે. એકથી ભલા બે ! આવા કપરા ચડાણમાં સથવારો ક્યાં મળે ? ભેરુની સાથે જ - ભગવાન પાસે પહોંચ્યા. પ્રભુએ સ્વીકાર્યા, બાંહ્ય ધરીને ઉધ્ધાર્યા. - હવે તો જંગ જીતવા નીકળી પડ્યા છે. નવાં નવાં તપ આદરે છે. છોડ્યું એનું તો સ્મરણ પણ નથી. ઊંચી-ઊંચી ભાવધારામાં નિરંતર વધે જાય છે, તેમાં જ મહાલે છે. એકાવલિ તપ આદરે છે - એક ઉપવાસ પછી એક પારણું એમ ચડતા ક્રમે સોળ સુધી પહોંચવાનું અને એ જ ક્રમે ઊતરવાનું - સોળપંદર-ચૌદ-તેર-બાર એમ છેલ્લે એક ઉપવાસ આવે. આ રીતે દેહની દરકાર કર્યા વિના તપોમય બન્યા છે. બાહ્ય તપ અને અત્યંતર તપ - એ જ જીવન બની ગયું છે. જે દેહને અહીંનું પાણી પણ અડતું ન હતું એ દેહે આહાર-પાણી બને ત્યજ્યાં છે. પ્રભુનું વાત્સલ્ય સતત વરસતું રહે છે. બધાં જુનાં કર્મો ખરી રહ્યાં છે, એની દોસ્તી હવે નહીં નભે. કર્મપડળ ખરવાથી અંદરની ઉજ્જવળતા વધતી રહે છે. અંદરના ઉઘાડથી અજવાળું-અજવાળું વરતાય છે. દેહ તો શરમાઈ ગયો, વિલખો પડી ગયો. વિલાયેલું મોં તો કાળું જ હોય ને! આજે તપનું પારણું હતું. રાજગૃહીમાં આવવાનું થયું છે. મધ્યાહ્ન વેળાએ ગૌચરી જતી વખતે પ્રભુ પાસે અનુમતિ લેવા ગયા. પ્રભુએ કહ્યું : આજે તમે તમારા માતાને હાથે વ્હોરશો. ‘તહત્તિ.” કહી, શાલિભદ્ર માતાની શેરી તરફ સંચર્યા. ભદ્રાની હવેલીમાં તો હલચલ મચી છે. ઉપર-તળે દોડધામ છે. આજે શાલિભદ્રમુનિ પધાર્યા છે. તેમને વાંચવા માટે જવાનું છે. બધાને હૈયામાં ઉમંગ માતો નથી. સંભ્રમ શું કહેવાય તે જણાય છે. ઉમળકાને ઉતાવળ જોડે સંબંધ છે. દેહ કરતાં મન તો ગતિમાં આગળ જ હોય ને! શાલિભદ્રમુનિસાક્ષાત્ આંગણે આવીને ઊભા છે. પણ કોણ કોને બોલાવે? કોણ જુએ? જીભ બીજે રોકાઈ છે. આંખ બીજું જ શોધે છે. શાલિભદ્ર નત For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૩૯ નેત્રે ઊભા છે. “ધર્મલાભ' ના વેણ જીભથી બહાર આવે છે, પણ ત્યાં જ વેરાઈ જાય છે. રણમાં પડેલા વરસાદનો રેલો ક્યાંય ન દેખાય ! શાલિભદ્ર પાછા વળે છે. મનમાં સહેજ વિકલ્પ આવ્યો. ત્યાં, રસ્તામાં ઘરડા ગોવાલણીએ લાભ દેવાની વિનંતિ કરી ! તેને હૈયે હેત ઉભરાયાં ! છાતી ભીંજાઈ ! વહાલપ ફોરવા લાગ્યું. ભાવ જોઈ મુનિવરે લાભ આપ્યો. દહીં વ્હોર્યું. હૃદયના છલકતા ભાવ એ ભાવ-મંગળમાં દહીંનું દ્રવ્ય-મંગળ ભળ્યું. પ્રભુ પાસે પાછા આવ્યા. મનમાં પ્રશ્ન હતો છતાં પૂછવું ન પડ્યું! પ્રભુ વદ્યા : તમને જેણે દહીં વ્હોરાવ્યું તે તમારા માતા હતા. તમારો નવો જન્મ છે. તેઓનો એ જ ભવ છે. શબ્દોએ હૃદયમાં જઈને આવરણ દૂર કર્યા. એ ભવ આંખ સામે આવ્યો. મા જોયાં! ખીર જોઈ ! મુનિમહારાજ જોયા ! દેહનો મોહ તો ગયો હતો જ. હવે સંસારવાસનો મોહ ગયો! મૂળ સ્વરૂપને પામવાની તાલાવેલી થઈ આવી. અણસણની અનુજ્ઞા માંગી. પ્રભુએ આપી. ધન્નાજી સાથે વૈભારગિરિ ઉપર શિલાપટમાં અણસણ સ્વીકારીને સિદ્ધોને શરણે મન મૂકી દીધું. ધ્યાનનું અનુસંધાન ત્યાં જ સધાઈ ગયું. દેહભાર ગયો ! દેહભાન ગયું! ભદ્રમાતા પરિવાર સાથે આડંબરપૂર્વક વાંદવા આવ્યા. સૌની આંખ શાલિભદ્રને શોધવા લાગી. જાણવા મળ્યું કે અણસણ સ્વીકાર્યું છે અને વૈભારગિરિ પર તપ કરી રહ્યા છે. કાફલો ત્યાં પહોંચ્યો ! પરંતુ શાલિભદ્રમુનિ તો “મેરુ ચળે તો તેનાં મનડાં ન ચળે તેવી સમાધિમાં લીન હતા. ભાવપૂર્વક અર્ધવનત બની, લળી લળી, વારંવાર પ્રણામ કર્યા. એમની નિરીહતાને સજળ નેત્રે બધા વંદી રહ્યા. રાજા શ્રેણિક પણ આ બધું, શ્રદ્ધાનમ્ર હૃદયે જોઈને પ્રભાવિત થયા. ઋદ્ધિ તો શાલિભદ્રની. ત્યાગ શાલિભદ્રના ત્યાગ જેવો ! વૈરાગ્ય પણ શાલિભદ્રનો ! તપ પણ શાલિભદ્રનું આપણાં હૃદયને ભીંજવી જતી શાલિભદ્રની કથા આપણાં અંતરના ઓરડાને અજવાળી રહો ! અજવાળી રહો! 2 For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦: આભના ટેકા સકલ મુનીસર કાઉસગ્ગ ધ્યાને જગદગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજની પરંપરાના સુપ્રસિદ્ધ ઉપાધ્યાયશ્રી સકલચન્દ્રજી મહારાજના જીવનનો પ્રસંગ છે. ગુજરાતના કપડવંજ ગામમાં બનેલી આ ઘટના છે. નિત્યક્રમ પ્રમાણે, રોજની સાધનાના ભાગરૂપે, રાત્રીપ્રતિક્રમણ પછી નિયમ મુજબ કાઉસગ્ગધ્યાનમાં મહારાજશ્રી બેઠા છે. આવી ઉચ્ચ સાધનાને આવા મુનિવરો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સુગઠિત કરતા હોય છે. એ મુજબ એમણે એક અજબ સંકલ્પ કરેલો. ઉપાશ્રયની નજીકમાં એક કુંભારનું ઘર હતું. રોજ સાંજ પડે પછી...વગડામાંથી માટી લેવા ગયેલા એના ગર્દભરાજો પાછા ફરે. જેવા ઘરે આવે એટલે પોતાની હાજરી પુરાવવા અવાજ કરે, એટલે કે ભૂકે સકલચન્દ્રજી મહારાજે સંકલ્પમાં નિર્ણત કર્યું કે –“આ કુંભારના વૈશાખનંદનો આવીને અવાજ કરે ત્યાં સુધી કાઉસગ્નમાં રહીશ.” સંકલ્પ કેવો સાદો? પણ નિર્ણય વજ જેવો! કાયાની ભૂમિકા પરથી મનનો આત્માની ભૂમિકા પર પ્રવેશ થયો. બહારનું બધું છૂટતું ગયું. આત્મ-રમણતાનો અનહદ આનંદ ઉભરાવા લાગ્યો. ધ્યાન સહજ થયું. એકાદ પ્રહર જાગૃત મને નોંધ લીધી. કુંભારને ઘેરથી હજુ જાણીતો અવાજ નથી આવ્યો. રોજ તો નિયમિત સમયે સોમો કુંભાર ઘરે આવી જાય છે. જોગાનુજોગ બન્યું એવું કે તે દિવસે મોડું થઈ જવાથી કુંભાર એના વૈશાખનંદનો સાથે બહેનના ઘરે રોકાઈ ગયા ! હવે સંકલ્પનું સોનું કસોટીએ ચડ્યું. દૃઢતા એ શું ચીજ છે એ સમક્ષ થયું. અવિચળ સંકલ્પનું સ્વરૂપ મનની પેલે પાર પહોંચીને નિખરે છે. સમય તો વીતતો રહ્યો. ધ્યાનાન્સરિકાનું પરિણામ એ આવ્યું કે શુભભાવની ભરતી આવી, તેમાં પ્રભુ સાંભર્યા. તેમની ભાવપૂજાના વિચારો આવ્યા. આ વિચારો શબ્દમાં અને સંગીતના લયમાં ઢળાવા લાગ્યા! એક પછી એક કંડિકાઓ રચાતી ગઈ. એક પૂજા, બીજી પૂજા એમ પૂજાઓ રચાતી ગઈ. પરોઢ થતાં તો સત્તરમી પૂજા રચાઈ ગઈ!. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૪૧ કુંભાર વહેલી સવારે ઘરે આવ્યો ત્યારે એના સાગરીતોએ પણ સાથે આવ્યાની છડી પોકારી અને શ્રી સકલચન્દ્રજી મહારાજે “નમો અરિહંતાણં ” કહીને કાઉસ્સગ્ગ પાર્યો, પૂર્ણ કર્યો. વૈશાખનંદનના પ્રતાપે આપણા સકલ શ્રી સંઘને “સત્તરભેદી પૂજા’ મળી, કહો કે પૂજા સાહિત્યની ગંગોત્રી પ્રગટ થઈ ! “સકલ મુનીસર કાઉસગ્ગધ્યાને એ અધિકાર બનાયો' આ પૂજાના શબ્દો એવા ભાવથી ભીંજાયેલા હતા કે પ્રતિગ્રામ, પ્રતિદ્રગ દરેક ગામે અને દરેક નગરે પર્વાધિરાજની આરાધનાના ભાગરૂપે આ સત્તરભેદી પૂજા ભણાવાય જ. અરે ! પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠા પછીના દિવસે આ પૂજા આજે પણ ભણાવાય છે. આ રીતે એક સંકલ્પમાં દૃઢ રહીને એ મુનિવરે જે કર્મનિર્જરા સાધી તેનો મહાલાભ થયો જ ગણાય. સાથે શ્રી સંઘને પણ કેવો મોટો આદર્શ મળ્યો ! સંકલ્પથી ચલિત ન થવા માટે ઉપાધ્યાયશ્રી સકલચન્દ્રજી મહારાજનો આ પ્રસંગ પ્રેરણાનું પરમ પાથેય પૂરું પાડે છે. આપણા જેવાને ધર્મ-પ્રતિજ્ઞામાં વધુને વધુ દૃઢ રહેવા માટે આલંબનરૂપ બને છે. ] ઇણિ પરિ સત્તરભેદ પૂજા વિધિ, શ્રાવકકું જિને ભણીઓ; સકલ મુનિસર કાઉસગ્નધ્યાને, ચિતવિત સો ફલ ચૂણીઓ રે. પ્રભુ તું સુરપતિ જિમ ગુણીઓ. ભાવપૂર્વક અને અહોભાવથી ભણાવાતી આ સત્તરભેદી પૂજાની આ અંતીમ પંક્તિ સુધી પહોંચતા શ્રોતા ધ્યાનમગ્ન બની જાય છે. રચનાકારે પણ રાગ-રાગિણીની અપાર વિવિધતા થકી આ રચના અમર કરી છે. રાગની વિપુલ યાદી પૂજાની મહત્તા દર્શાવે છે: -- રામગિરિ - તોડી - ભીમપલાસ - આશાવરી - શબાબ - દેશાખ - સિંધુડો - માલવી તોડી - કાનડા - નટ- કેદારો-બિહાગ મલ્હાર - વસંત - કલ્યાણ - શ્રી - શુદ્ધ નટ- સામેરી - ધન્યાશ્રી - ગુર્જરી - સોરઠ ... For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨: આભના ટેકા આવી ઊંડી શાન્ત વૈરાગ્યદશાને પ્રણામ! માતા-પિતા બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પુત્રને પણ એ સંસ્કાર મળ્યા. સાધુનો સમાગમ સને જગાવે છે. અંદર પડેલું સત્ર જાગ્યું. સાધુતા ગમી ગઈ. ગમતું મેળવ્યા વિના મનને આરામ નથી થતો. સાધુ થયા. સાધુ થયા પછી સાધુતાના પરિણામ ટકાવવા માટે સાધુતાથી ભર્યા-ભર્યા પુરુષોની વાણી જ, વાડ, ખાતર અને વારિનું કામ કરે છે. તેની લગની લાગી અને દિવસ-રાત એના અભ્યાસમાં ડૂબેલા રહ્યા. જ્યાં-જ્યાંથી જે-જે વિષયનું જ્ઞાન મળે, તે બધું મેળવવા માંડ્યા. ' પોતે જે ગામમાંથી દીક્ષા લીધી હતી ત્યાં મોટો બૌદ્ધ વિહાર હતો. ગામની અલગ અલગ વ્યક્તિઓએ એમાં એક-એક ઓરડી ભેટ કરી હતી. એમાં આ સાધુ મહારાજના પિતાનું પણ યોગદાન મહત્ત્વનું હતું. તેમની એક ઓરડી તો હતી જ, ઉપરાંત એ વિહારમાં આગંતુક સાધુની સેવા-સુશ્રુષા કરવી એ પણ તેમનું નિત્ય કર્તવ્ય હતું. પિતા તો સ્થિતપ્રજ્ઞ કક્ષાના પુરુષ હતા પરંતુ માતાને મમતા હતી. વિહારના વ્યવસ્થાપક અધ્યાપકને માતા હંમેશા કહ્યા કરતી કે મારા દીકરા તમને મળે તો કહેજો : “બાર બાર વર્ષ થયા, હવે એક વાર તો આ તરફ આવીને અમને દર્શન આપો.” અધ્યાપકે આ વિનંતિ મનમાં રાખી અને બહારગામ અન્ય વિહાર-સ્થાનોમાં જવાનું થયું અને એ યુવાન ભિક્ષુ મળ્યા ત્યારે એમને આમંત્રણ આપ્યું. સાધુ કહે : “આપની આજ્ઞા છે તો તે તરફ આવવાનું જરૂર વિચારીશ.” For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૪૩ અને એ સમયે પણ આવ્યો. વિચરતાં વિચરતાં એ સાધુ પોતાના ગામના વિહાર-સ્થાનમાં ગયા. યોગાનુયોગ એમના પિતા હસ્તકની ઓરડીમાં જ રહેવાનું થયું. પિતાએ એ ઓરડી ખોલી આપી અને આ સાધુ એ સ્થાનમાં બરાબર એક મહિનો રહ્યા. ભિક્ષા લેવા માટે પોતાના ઘરે રોજ જવાનું બનતું, માતાના હાથે રોજ ભિક્ષા સ્વીકારતા ! એક મહિનાની મર્યાદા પૂરી થતાં ફરી ગ્રામાનુગ્રામ વિચરતાં આગળ વધ્યા. રસ્તે પેલા અધ્યાપક ફરી મળ્યા. અધ્યાપકે પૂછ્યું : જઈ આવ્યા? ત્યાં રહ્યા હતા? તમારી માતાના ઘરે જતા હતા? બધા પ્રશ્નોના જવાબ હકારમાં મળ્યા. અધ્યાપક પાછા પોતાને ગામ આવ્યા ત્યારે એ યુવાન સાધુના માતાને મળ્યા. માતાએ અધીરાઈથી પૂછ્યું : મારો દીકરો મળ્યો હતો? એને કહેજો ને, આ તરફ આવે. એને જોયા બહુ વર્ષો થયાં. અધ્યાપકને આ સાંભળી હસવું આવ્યું. હસતાં જોઈ માતા ઝંખવાયા. અધ્યાપક કહે : માઈ ! તમારો દીકરો તો અહીં આવીને રહી ગયો. તમારી ઓરડીમાં જ રહ્યો હતો. રોજ-રોજ તમારા ઘરે ભિક્ષા માટે પણ આવતો હતો. તમે એને ન ઓળખ્યો? માજી તો આ બધા શબ્દો સાંભળતી અવાક થઈ ગયાં! પગ તળેથી ધરતી સરકતી લાગી ! કહે : “શું બોલો છો? તે અહીં એક મહિનો રહી ગયો? મારે ત્યાં રોજ આવતો હતો એ શું એ જ હતો? અહો ! મને તો અણસાર સુદ્ધાં ન આવ્યો ! એ તો બધી રીતે બદલાઈ ગયો.” માજી ત્યાં ઊભા રહીને દીકરો જે દિશામાં હોઈ શકે તે દિશામાં બે હાથ જોડી, માથું નમાવી ભાવથી પ્રણામી રહી. - ગદ્ગદ્ સ્વરે બોલી : ધન્ય છે તેના વૈરાગ્યને ! જતનથી ઉછેરી મોટો કર્યો, એનાથી ચિરપરિચિત હતાં છતાં એણે અમને જરા જેટલો અણસાર પણ આવવા ન દીધો ! આવો તીવ્ર વૈરાગ્ય, આવો સહજ વૈરાગ્ય જેમના પ્રભાવે મળ્યો તેને પણ મારા ક્રોડો પ્રણામ ! ] For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪: આભના ટેકા આંસુનાં પણ પડે પ્રતિબિંબ --એવા દર્પણની એક અમર કથા દૂર દૂરથી જેનાં દર્શન થાય છે તે ચૌમુખજીની સવા-સોમાએ બંધાવેલી ટૂંક વાત થોડી જૂની છે. વિ. સં. ૧૬૬૫ આસપાસની, ઇતિહાસમાં નોંધાયેલી ઘટના છે. તે કાળે અને તે સમયે સોરઠ દેશમાં વંથળી ગામ. ગાઢ વનરાજિના લીલાછમ પ્રદેશનું મૂળ નામ તો હતું વનસ્થળી. ગામમાં શ્રી શીતળનાથ ભગવાનની શીળી છાયા. શ્રાવકના કુળ ધન-ધાન્યથી સમૃદ્ધ હતા, કુટુંબ પરિવારથી ભર્યા ભાદર્યા હતા. તેમાંના એક તે સવચંદ શેઠ. વેપાર ધંધો જામેલો. દેશ પરદેશથી વછિયાત આવે. દરિયાપારના શહેરોથી વહાણમાં માલ આવે. શેઠની આબરૂ જામેલી. બધું રંગેચંગે ચાલતું હતું તેમાં મુસીબત આવી. સંસાર કોનું નામ ? તડકો-છાંયો, સુખ-દુ:ખ, સંપત્તિવિપત્તિ --આવા આવા જોડકાંથી ઉભરાય તે સંસાર ! નજીકના એક ગામના ગરાસદાર ઠાકોરના કાન ભંભેરાયા : સવચંદ શેઠની પેઢી કાચી પડી છે. ઠાકોરના એક લાખ રૂપિયા સવચંદ શેઠને ત્યાં જમા છે. વળતા દિવસે સવારે જ ઠાકોર ઘોડે બેસીને સવચંદ શેઠને ત્યાં પહોંચ્યા. સવચંદ શેઠ શ્રી શીતળનાથ ભગવાનની સેવા પૂજા કરવા જઈ રહ્યા હતા, મઘમઘતા ફૂલોની છાબ સાથે હતી. મનમાં એવા જ રૂડા ભાવ હતા. ઠાકોરને જોતાંવેત મનમાં ફાળ પડી. આમ અટાણે સવારમાં ઠાકોર ક્યાંથી ! જે હોય તે, મારો પ્રભુ સૌ સારા વાનાં કરશે. ઠાકોર બોલ્યાં : શેઠ ક્યાં પધારો છો? શેઠે કહ્યું : ભગવાનની પૂજા કરવા. ઠાકોર કહે : જલદી આવજો હોં. મારે તાકીદનું કામ છે. તડકો થાય તે પહેલા ગામ ભેગા થવું છે. શેઠ કહેઃ આ આવ્યો. તમે શિરાવો ત્યાં આવી પહોંચીશ. પ્રભુની ભાવથી વિધિપૂર્વક પૂજા કરી, ઘંટનાદ કરી શેઠ ઘરે આવ્યા. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા:૪૫ વેપાર-વણજની વાત હોય તો તે પેઢીએ કરાય, ઘેર નહીં. શેઠ તૈયાર થઈ પેઢીએ પહોંચ્યા. રાહ જોતા બેઠેલા ઠાકોર કહે : મારો દીકરો દેશાવર જવા મન કરે છે માટે મારી બધી રકમ જોઈએ છે. હમણાં ને હમણાં ગણી આપો. કોઈ પણ વેપારી પાસે એટલી મોટી રોકડ રકમ તો હાથ ઉપર ક્યાંથી હોય ! એક તો કરિયાણાં ભરેલાં સો-સવાસો વહાણોનો પત્તો ન હતો. તેમાં આ એક લાખ રૂપિયા ગણી આપવાની વાત ! વળી ઠાકોરના રૂઆબ ને તોર ભારે ! વાયદો કરાય એવું ન હતું પણ, થોડો વિલંબ કરાય એવું લાગ્યું. શેઠે કહ્યું : આટલી મોટી રકમનો વેંત એક સાથે કેમ થાય? ઓછામાં ઓછો ત્રણ દિવસનો સમય તો જોઈશે. મુનિમને આજુબાજુના ગામોમાં ઉઘરાણીએ મોકલ્યા. બે દિવસે એ, જેવા ગયા હતા તેવા જ પાછા આવ્યા. જ્યારે નબળી ભવિતવ્યતા હોય ત્યારે ચારેકોરથી આવું જ બને. ત્રીજો દિવસ ઊગ્યો, વિમાસણનો પાર નથી. ઉપાય કે ઉકેલ જડતો નથી, ત્યારે સર્વશક્તિમાન પ્રભુજીનું સ્મરણ શ્વાસે શ્વાસે થવા લાગ્યું. અંતે તો શરણ તેમનું જ છે. બપોર વીતી, ઠાકોર ઉતાવળા થયા છે. તકાદો કરે છે. એવામાં સવચંદ શેઠના મનમાં એક વિચાર ઝબક્યો. અમદાવાદ-રાજનગર છે. ત્યાંના શેઠ સોદાગર દરિયાવદિલ છે. ધર્માત્મા છે. મારું વેણ પાછું નહીં ઠેલાય એવા ભરોસે, સોમચંદ શેઠનું નામ મુખે આવ્યું. એમના નામે હૂંડી લખી. પણ, લખતાં જાય ને કલમ થરથરતી જાય ! અક્ષરો વાંકાચૂંકા પડવા લાગ્યા. મનમાં મૂંઝવણ છે. આપણે કશી ઓળખાણ નથી. વણી એને ચોપડે આપણું - નામ-ઠામ ન હોય ને આવડી મોટી રકમ કેમ કરીને આપશે? પણ, પ્રેમળદાસનું પદ છે ને -- હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે...! એ શ્રદ્ધાથી ભગવાનને ભરોસે હૂંડી લખી. કલમની શાહીથી ચળકતાં અક્ષરો પર રેતી ભભરાવવી શરૂ કરી પણ હૃદયમાં વલોણું ચાલતું હતું તે હાથ ન રહ્યું. હૃદયની વેદના કે શોક કે હર્ષ પ્રગટ કરવા માટે શબ્દો જ્યારે લાચારી જાહેર કરી દે ત્યારે આંસુ વડે એ શોક-વેદના-હર્ષ ધસી આવે છે. અહીં પણ એમજ બન્યું. ખ્યાલ પણ ન રહ્યો અને લખેલા એ કાગળ પર બે અશ્રુ બિંદુ દડી પડ્યા. થોડાં અક્ષરો રેલાઈ ગયા. ઝાંખા થઈ ગયા. કાગળ(હૂંડી) બીડાઈ ગયો. અમદાવાદ – ઝવેરીવાડ - સોમચંદ શેઠની પેઢીનું For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ : આભના ટેકા સરનામું કરી ઠાકોરના હાથમાં આપ્યો. ઠાકોર પણ શું થશે ? એક લાખ રૂપિયા મળશે કે કેમ ? --એવી અવઢવમાં રસ્તે ચડ્યા. પહોંચ્યા અમદાવાદ. સોમચંદ શેઠની પેઢી શોધતાં વાર ન લાગી. નામ ખૂબ જાણીતું હતું. શાખ સારી હતી. પેઢી પર મુનિમ, મહેતા ને ગુમાસ્તા અને વાછિયાતોની ભીડ હતી. પણ સોરઠી પાઘડી પહેરેલા ઠાકોર કોઈ મહેમાન છે એમ લાગ્યું. શેઠની નજર પડતાં જ તેમણે મીઠો આવકાર આપ્યો : આવો, આવો, આવો શેઠ, અજાણ્યા લાગો છો ! હા, છીએ તો સોરઠ - વંથળી પાસેના ગામના. આ હૂંડી લઈને આવ્યા છીએ. સોમચંદ શેઠે હૂંડી હાથમાં લીધી. જેવું લખનાર સવચંદ શેઠનું નામ વાંચ્યું કે કપાળમાં કરચલી વળી ગઈ. સાવ અજાણ્યું નામ ! ખૂબ મોટી રકમ ! છતાં મુનિમને પૂછ્યું : ખાતાવહીમાં જુઓ ને, સવચંદ શેઠ -વંથળીનું ખાતામાં શું બોલે છે ? લાંબો ચોપડો, ઉપર-નીચે આગળ-પાછળ કરીને ઉથલાવીને મુનિમે હળવેથી કહ્યું : આ નામ આપણે ત્યાં છે જ નહીં. સોમચંદ શેઠે ફરી હૂંડી હાથમાં લીઘી, ફરી ફરીને વાંચતાં અચાનક છેલ્લે છેલ્લે એક-બે અક્ષર રેલાયેલા જોઈ હૃદયમાંથી અવાજ આવ્યો. માણસ મૂંઝાણો હશે. કોઈ જ આરો-ઓવારો નહીં જણાયો હોય ત્યારે જ આ હુંડી લખી છે. પૂરા વિશ્વાસથી લખી છે. આંસુનાં એ બે બુંદનું પ્રતિબિંબ સોમચંદ શેઠના હૃદય-દર્પણમાં આબાદ ઝીલાઈ ગયું. તરત જ મુનિમને કહ્યું : લાખ રૂપિયા ગણી આપો. મુનિમે વળતો પ્રશ્ન કર્યો : કયા ખાતે લખવાના છે ? શેઠ કહે : ખરચ ખાતે લખીને આપી દ્યો. રૂપિયા અપાઈ ગયા. ઠાકોર મલક્યા. ચાંદીના સિક્કાના લાખ રૂપિયાની કોથળીઓ બનાવીને તેઓ ગામ ભેગા થઈ ગયા. આ બાજુ સવચંદ શેઠને પેલા વહાણના સારા સમાચાર મળ્યા. માલ બધો હેમખેમ આવી પહોંચ્યો. નસીબ એટલા પાધરા કે વેપારીઓને માલ વેચતાં સુધીમાં તો ભાવ પણ સારા વધી ગયા ! ઠીક ઠીક આવક થઈ એટલે સૌ પ્રથમ સોમચંદ શેઠ સાંભર્યા, જેમણે વગર ઓળખાણે મોટી રકમ આપી દીધી હતી. હૂંડી લખી હતી તે દિવસથી સવચંદ શેઠે ઘી-દૂધ અને બધી મીઠાઈની બાધા કરી હતી. વેપાર થયો અને જેવા પૈસા હાથમાં આવ્યા કે તરત જ અમદાવાદની વાટ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૪૭ પકડી. સોમચંદ શેઠનું ઘર શોધ્યું. સવારના પહોરમાં જ સોમચંદ શેઠ, રૂપાના લોટામાંથી નિર્મળ પાણી લઈ મોં ધોઈ રહ્યા હતા. સવચંદ શેઠે એમને તરત ઓળખ્યા, હાથ જોડી પ્રણામ કર્યા, જય જિનેન્દ્ર કર્યા. સોમચંદ શેઠે આવકાર આપ્યો. કોઈ જૈન શ્રાવક ભાઈ લાગે છે. પધારો, પધારો શેઠ કહ્યું. સામાન અંદર લેવરાવ્યો. ઘરમાં અંદર લઈ આવ્યા. ગર્ભશ્રીમંતના ઘરનો વૈભવ જોઈને સવચંદ શેઠ અંજાઈ ગયા. સોમચંદ શેઠની સાથે બેસીને શિરામણ કર્યું. સવચંદ શેઠે કહ્યું : શેઠ, રૂપિયા લાવ્યો છું. ગણી લ્યો અને નામું સરખું કરી ઘો. સોમચંદ શેઠ કહે ઃ રૂપિયા કેવા અને વાત કેવી ? ચોપડો બોલતો નથી. રૂપિયા ન લેવાય. તમે આપ્યા હતા અને મારે તમને પાછા આપવાના છે. મારે ન લેવાય. આમ મીઠી રકઝંક ઠીક ઠીક લાંબી ચાલી. મુનિમને બોલાવ્યા. ચોપડા જોવરાવ્યા. શું મળે ? નામ હોય તો નીકળે ને ? સોમચંદ શેઠ મક્કમ રહ્યા : અમારે ચોપડે લખ્યું નથી માટે મારાથી લેવાય નહીં. સવચંદ શેઠ પણ અડગ રહ્યા કે મારી હુંડી પ્રમાણે ૨કમ મળી છે માટે મારાથી આપ્યા વિના રહેવાય નહીં. વાત વધી પડી. બન્ને પોતપોતાની વાતને વળગી રહ્યા. છેવટે આ ખેંચતાણનો તોડ કાઢવાનું ગુરુ મહારાજને સોંપવામાં આવ્યું. તેઓ પાસે શું તોડ હોય ? બધી સમસ્યાનું સમાધાન ધર્મ જ હોય. તમારે લેવા જ ન હોય અને તમારે રાખવા જ ન હોય તો ગિરિરાજ પર વિશાળ જિનાલયનું નિર્માણ કરાવો. તમારા બન્નેનું એમાં હિત છે. તરત નિર્ણય કરવામાં આવ્યો. જોતજાતામાં તો વાદળથી વાતું કરે એવું ગગનચુંબી, શિખરબંધી અને વિશાળ, ચૌમુખજીનું જિનાલય બની ગયું. વિ. સં. ૧૬૭૫ની સાલમાં તેની પ્રતિષ્ઠા, બન્ને - સવચંદ સેઠ અને સોમચંદ શેઠના વિશાળ પરિવાર સાથે મળીને કરી. નવ ટૂંકમાં મુખ્ય ટૂંક રૂપે સવા-સોમાની આ ટૂંક અતિ વિખ્યાત છે. આપણને, દૂર દૂરથી જે આભ-ઊંચું શિખર દેખાય છે, શ્રી પૂજ્યની ટૂંક પાસેથી જે પહેલું શિખર દેખાય છે તે આ જ ચૌમુખજીનું શિખર છે. I For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : આભના ટેકા ઉઘાડા દરવાજાથી ઉદ્ધાર થઈ ગયો રાત વીતી રહી છે. દરબારગઢના પહેરેગીરે ડંકા વગાડવા છે...બાર..એક..બે... ગામ આખું જંપી ગયું છે. શાંતિ તો એવી પથરાઈ ગઈ છે કે ગામના પાદરમાં વહેતી નદીના પાણીના ખળખળ પ્રવાહનો અવાજ, પેલા તમરાંના ત્રમ ત્રમ અવાજ સાથે ભળીને મધુર સંગીત પ્રગટાવે છે. બધે બધું જ શાંત છે પણ .. ...એક ઘરના ઓરડામાં યુવાન પુત્રવધૂ અને એની સાસુનાં મન અશાંત છે. મધરાતે પણ એમની આંખમાં નિંદરનું નામ-નિશાન નથી. ફાટી આંખે ઘરના બંધ દરવાજાને તાકી તાકીને આંખો પણ હવે થાકી. ત્યાં.. બહાર પગરવ સંભળાયો. વહુએ દીવાની વાટ સંકોરી. પતિદેવે બહાર ફળિયામાં લથડતાં પગે બારણે ટકોરા માર્યા. જુગારમાં બધું હારી, થાકી હવે ઘર યાદ આવ્યું હતું. મન અને મગજ ઠેકાણે ન હતા. ઘરની અંદરથી કોઈનો સંચાર ન સાંભળ્યો એટલે હવે, દરવાજાની સાંકળ ખખડાવી. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૪૯ ત્યાં જ એ દીકરાની માએ – ચિંતીત પુત્રવધૂની સાસુએ સંભળાવી દીધું : આજે આ કમાડ નહીં ખૂલે. જે ઘરના કમાડ ખૂલ્લા હોય ત્યાં રાતવાસો કરી લેજે. આ દરવાજા કાયમને માટે ભૂલી જજે. ઘરનો મરદ પણ વટનો કટકો હતો. પળવાર માટે જ ઊભો રહ્યો અને તરત જ કશું બોલ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યો. રોફમાં ને રોફમાં શેરી ગલી વટાવતાં એણે એક મકાનના દરવાજા ઉઘાડા જોયા. થાકેલું ન હતું. ઘરમાંથી મળેલા જા' કારાથી મન પણ આશરો શોધતું હતું. ઉઘાડા દરવાજાવાળું એ મકાન, સાધુઓનો ઉપાશ્રય હતો. ત્રણેક પગથિયા ચડીને ઉપર જોયું. કોઈ સાધુ મહારાજ ઊભા હતા, બીજા બે સાધુ બેઠા હતા, હળવા સ્વરે પાઠ કરી રહ્યા હતા. બીજા સાધુઓ સંથારી રહ્યા હતા. વાતાવરણ શાંત અને પવિત્ર હતું. ત્યાં બે પળ ઊભા રહેવાથી પણ એનું મન શાંત થવા લાગ્યું. ઢળતી રાતનો અંધકાર પણ સ્નિગ્ધ અને સોહામણો લાગ્યો. બારણા પાસેના ઓટલા પર આ ભાઈએ લંબાવ્યું. ઉપાશ્રયના પંચમહાવ્રતધારી તપસ્વી સાધુઓના પરમાણુંની મૂક અસર આ ભાઈના મન પર થવા લાગી. થોડી થોડી વારે ઝબકીને જાગે, બેઠાં થાય, ચોતરફ નજર ફેરવે, વળી સૂઈ જાય. એક સાધુનું ધ્યાન ગયું. અડધી રાતે અહીં આવીને કોઈ સૂતું લાગે છે. થાક્યો વટેમાર્ગુ લાગે છે. પણ ઘડી સૂએ છે, બેસે છે, વળી સૂએ છે. શું છે? નજીક જઈને પૂછે છેઃ ભાઈ ! કેમ ઊંઘ નથી આવતી ? ભાઈ !' --એવા મીઠાં સંબોધનથી જ મન ભરાઈ આવ્યું. માંડીને વાત કહી. હૈયું હળવું કર્યું. તપસ્વી સાધુએ સંસારની અસારતા સમજાવી. ત્યાગમાં જ સુખ છે. સંસારનો તો આ જ સ્વભાવ છે. તપ્ત મન પર શીતળતાનો છંટકાવ થયો. પ્રતિબોધ થયો. સાધુનું શરણ મળ્યું. દીક્ષા લીધી. ભલું થયું ભાંગી જંજાળ --એવો ઘાટ થયો! સંયમના પ્રભાવે તેઓ સમર્થ ગ્રંથકાર બન્યા. સિધ્ધર્ષિ મહારાજ બન્યા. તેઓએ રચેલો ઉપમિતિભવપ્રપંચ કથા નામનો અમર ગ્રંથ આજે પણ તેમની દિગંતવ્યાપી કીર્તિગાથાનું ગાન કરી રહ્યો છે. એક નાની અમથી ટકોર અને જીવનભરની સિદ્ધિ! ] For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦: આભના ટેકા દર્શન કરવા ન ગયા છતાં શ્રેષ્ઠ ગણાયા IJ વીર વિભુની વિશેષતાઓ તો આકાશના તારા અને નક્ષત્ર કરતાં પણ વધારે છે. પ્રભુનું જ્ઞાન તો અસીમ હતું પરંતુ એમની કરુણતાના તો કોઈ કિનારા જ ન હતા. બુદ્ધિથી અગમ્ય પુરુષનું બધું જ અગમ્ય હતું. અંબડ પરિવ્રાજક પ્રભુ મહાવીરના અઠંગ ભક્ત હતા. પ્રભુથી વિદાય લેતી વેળાએ પ્રસ્થાન સમયે પ્રભુ મહાવીરને પૂછે છે : ‘રાજગૃહી તરફની કાર્યસેવા ફરમાવો !' મહાવીર પ્રભુએ કહ્યું : ‘ત્યાં સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેજો.’ મહાવીર ભગવાનનું કહેણ તો યાદ રાખીને અમલમાં મૂકવાનું જ હોય ! પરિવ્રાજક અંબડે બરાબર વિચાર્યું. રાજગૃહીમાં તો પ્રભુ મહાવીરના ધર્મના રાગી અને ઉપાસક તો ઘણાં બધાં છે, તે છતાં સુલસામાં એવું તે શું વિશેષ છે કે તેને જ ધર્મલાભ પાઠવ્યા છે ! મારે જાણવું પડશે. આ કામ માટે જીભને વાપરતાં પહેલાં મારે મનને વાપરવું જોઈએ; એમ વિચારી અંબડે પોતાની વિદ્યાના બળે, વારાફરતી ત્રણ દરવાજેથી, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવના સ્વરૂપે નગર પ્રવેશ કર્યો ! ભલભલાંને કૌતુક અને કુતુહલ થાય તેવું જોણું બન્યું. રાજગૃહી ઉપરતળે થઈ ગયું. નગર આખું ઉમટ્યું. ઘરડાબુઢ્ઢા ને નાના બાળકો પણ, સ્ત્રી અને પુરુષ, શેઠ અને વાણોતર, સહુ કોઈ આ સ્વરૂપને દર્શને આવ્યાં. અંબડની આંખો આ બધામાં સુલસાને શોધતી હતી. સુલસા એમ થોડી દોડી આવે ? હાર્યો બમણું ૨મે તેમ, ચોથે દિવસે, અંબડે હવે તો સ્વયં પ્રભુ મહાવીરનું રૂપ કાઢ્યું ! સમવસરણ પણ રચ્યું. પ્રભુ મહાવીરના દર્શને તો સુલસા આવે For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૫૧ જ ને? અંબાની આવી ગણતરી કાચી નીકળી. સુલતાના મનની ઉંચાઈને અંબાની મનછા આંબી ન શકી. બહુરૂપી આખરે તો બહુરૂપી જ હોય ! અને તુલસામાં “સ્ત્રી જીવતી હોત તો એ વાજિંત્રોના નાદથી ખેંચાઈ આવી હોત. એવા એના લક્ષણ હોત તો પ્રભુ મહાવીરના મુખમાં એનું નામ ક્યાંથી હોત? સ્ત્રીની બધી જ મર્યાદાને ઓળંગી, માતૃત્વના સઘળા અંશો વિકસાવી સુલતા તો માત્ર પ્રભુમય બની ગઈ હતી. એના મુખ પર પ્રભુત્વના તેજ વિલસતાં હતાં. લોકોએ કહ્યું પણ ખરું: ‘આવવું છે ને ! ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે!” સુલાસા કોનું નામ ! મહાવીર અને મહાવીરની આભા ! અસલ અને નકલ! ભ્રમરને પણ ખબર હોય કે આ અસલ પુષ્પ નથી ! સુલસા એનું નામ ! “મારા મહાવીર તો અહીં છે. હજરાહજૂર છે. તમારે જવું હોય તો જાઓ.” સુલસા ન ગયા......અને...અને...પાંચમે દિવસે પરાસ્ત થઈ અંબડને જ સુલતાનું ઘર પૂછતાં આવવું પડ્યું ! સહધર્માચારકને આવકાર આપી, અભિવાદન કરી, તુલસાએ અંબડને શ્રેષ્ઠ આસને બિરાજમાન કર્યા. અંબડમાં પણ પરિવર્તન આવ્યું હતું. પ્રેમ અને બહુમાનપૂર્વક કરબદ્ધ અંજલિ સાથે પ્રભુ મહાવીરના સંદેશાને “ધર્મલાભ કહેવરાવ્યો' તેમ કહ્યું. સાંભળતાં જ સુલતાના નેત્રો અશ્રુધારથી છલકાઈ રહ્યા; રોમરાજી વિકસ્વર થંઈ. મુખ-કમળ પ્રફુલ્લિત થયું. જાતને કૃતકૃત્ય અને ધન્ય માની. પ્રભુના અનર્ગળ ઉપકાર માથે ચડાવ્યા. અંબડ પરિવ્રાજકની હૃદયના ઉમળકાભેર અશન-પાન-ખાદિમ દ્રવ્યો વડે ભક્તિ કરી. સન્માન સાથે પ્રભુના અને પરિવારના કુશળ પૂક્યા. | તુલસાની અસાધારણતા જણાઈ આવી ! પ્રભુ મહાવીરના ધર્મલાભને લાયક કોણ હોય, કેવા હોય તે સમજાયું. પોતે આવા સંદેશાવાહક બનવા બદલ અંબડે ધન્યતા અનુભવી! . For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પ૨: આભના ટેકા વરસતી આગમાં બેસી મલ્હાર ગાનારાં ચંદનબાળા વાત આ પ્રમાણે છે: -- મૂળ નામ વસુમતી. દેહનું લાવણ્ય અને વર્ણ અસ્સલ ચંદન જેવા. શીલની સુવાસ પણ તેવી જ. તેથી બધાં ચંદનાને નામે જ ઓળખે. માતા પણ એ નામે જ બોલાવે. વય સોળની. પણ ઋજુતા, સ્વભાવવી ભદ્રિકતા, નેત્રની નિર્દોષતા દશ વર્ષ પહેલાની ! જોતાં પરાણે વહાલ ઉભરાય. ચંદના સંપૂર્ણ સુખમાં ઊછરેલાં. ટાઢ તડકો નામેય જોયેલાં નહીં. પણ કહેવતમાં કહે છે ને કે અગ્નિમાં પડવાનું સોનાના નસીબમાં લખાયું છે, કથીરના નહીં. બન્યું પણ એમ જ. રે! સત્તાની લોલુપતા! તારા પાપે તે કેવા નિર્દોષને રખડાવ્યાં, રઝળાવ્યાં! મા અને દીકરી જીવ બચાવવા ભાગ્યા તો ખરાં ! રથમાં ચડ્યા. રથ ચાલ્યો. પણ આ શું? “ઘરમાંથી વનમાં ગયા, તો વનમાં લાગી લ્હાય! રથ ચલાવનાર રથિકની નજર બગડી. ચંદનાનું ચારુ રૂપ નિરાભરણ છતાં સુંદર હતું તો તેમની નેતા તો એથીયે સુંદર હતા. વળી શીલ સુંદરતાને વધુ આકર્ષક બનાવે છે. શીલ અને શરીર એ બેમાંથી એકની પસંદગી કરવાના વખતે, આવા ઉત્તમ જીવો અરીરના ભોગે શીલને અખંડ રાખતાં હોય છે. એમ જ થયું . શીલ રહ્યું. શરીર ગયું. એ બીજે મળવાનું જ હતું. બીજે બીજું મળી ગયું. સાથે રહેલી દીકરીએ આ નજરોનજર જોયું. હવે વારો તેનો આવે તેમ હતું. પરંતુ પુણ્ય જેમ એક તત્ત્વ છે તેમ શુભ ભવિતવ્યતા પણ એક તત્ત્વ છે. ચંદના ઊગરી ગયા. પણ ચૌટામાં વેચાવા ઊભા રહેવું પડ્યું. વળી ત્યાં પુણ્ય તત્ત્વ મદદે આવ્યું. મુશ્કેલી સાવ બારણે આવી તો આવી ઊભી પણ તેણે જોયું કે અહીં આપણું થાણું તો નહીં થપાય. ધનવાહ શ્રેષ્ઠિના નામને અમરતા વરવાની હતી. તે ધનવાહને ત્યાં ગયાં. મણિ-કાંચન સંયોગ તે આનું નામ. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૫૩ ચંદના ત્યાં જ શોભે. ચંદના પ્રત્યે ધનવાહ શેઠને વહાલસોયી દીકરીનું હેત ઊભરાવા લાગ્યું. ચંદનાને ધનવાહ શેઠના રૂપમાં વત્સલ પિતા મળ્યા. સહજ સ્નેહ વર્ષોથી ચંદના રાત-દિવસ ભીંજાવા લાગ્યા. મૂણા શેઠાણી. નખ-શીખ સ્ત્રી. સ્ત્રીની બે બાજુ. એક ઊજળી અને એક અંધારી. અંધારી બાજુએ મૂળાને જીતી લીધી. કબજો તેની પાસે. ચંદનામાં તેને દીકરી ન દેખાઈ. શોક્ય દેખાઈ. આંખમાં અમીને બદલે આગનું આંજણ થયું. ચંદના પર અમી વરસવાને બદલે આગ વરસવા લાગી. સાદા સુંદર દશ્યને પણ મૂળાની આંખ આભડી ગઈ. અપ્રીતિ ઘેરી બની, સ્ટોરેજ થઈ. વેરનું વાવેતર થઈ ગયું. ચંદના વૈરિણી લાગી. વેર શત્રુનું કામ કરે. એકશેષ થવાની રઢ લેવા લાગે. કાં તે નહીં, કાં હું નહીં. ધનવાહ શેઠને ધન્યતાથી નવરાવવાનું મન થાય કે આવી મૂળાને કેમ જોગવી જાણી હશે ! આખરે વેર વાળવાનો લાગ મૂળાને મળી ગયો. ધનવાહ શેઠ કામ પ્રસંગે બહારગામ ગયા હતા. ધનવાહ શેઠે પોતાની લાકડીથી જે વાળને ઊંચક્યા હતા તે વાળને, વાળંદને બોલાવીને ચંદનાના તે વાળ ઉતરાવી દીધા ! પગની પાનીને ઢાંકે એવા રજની થકી યે કાળા એવા સુકોમળ કુંતલ' - લાંબા વાળ મસ્તકથી ઊતરાવી દીધાં. કેશ અળગા કર્યા. ચંદનાએ સહજતાથી કરવા દીધા. હવે એથીય આકરાં પગલાં લેવા મન કર્યું. હાથે-પગે લોખંડની સાંકળની બેડી પહેરાવી. કોઈ જુએ નહીં, દયા ખાય નહીં તેથી નીચેના ભોંયરા જેવા અવાવરુ ભંડકિયામાં પૂરી દીધી. આવી અળખામણી સજા કરી મૂળાને હાશ થઈ. ઈર્ષાનું એ જ લક્ષણ છે. મારું જે થવું હોય તે થાય, સામાને શાંતિસુવિધા-સુખ ન મળવા જોઈએ. એ બધું છિનવાઈ જવું જોઈએ. એ દુઃખમાં પડે તો જ મનને ટાઢક વળે. કોઈને પણ દોષ દીધા વિના સહન કરેલું દુઃખ તે તપ છે. એવા તપને આધારે તો પૃથ્વી ટકી રહી છે. ઉંમર નાની છે. માતા-પિતાના છત્ર અને છાયા ગુમાવી દીધાં છે. મૂળાને માતા ગણી પૂજવા ગયા તો જાકારો મળ્યો. પિતા ધનવાહનું અપાર વાત્સલ્ય જ જીવનનો મૂલાધાર બની રહ્યો હતો. ત્યાં આવી અંધારી કાળ-કોટડીમાં For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪: આભના ટેકા કુદરત, કાળ અને કર્મના ભરોસે તેને છોડી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં અબળા શું કરે ? આંસુ સિવાય કઈ મૂડી એની પાસે છે ! એ આંસુ આંખની કૂઈમાંથી ચૂયાં કરે છે. કેટલાંયે આંસુ આંખથી દડીને ગાલ પર થીજી ગયા. ચંદનનો સાથ છોડવો ગમે જ કેમ ? આંખો સૂઝવા લાગી. દિવસ અને રાત એક બની ગયા હતા. દિવસના સૂરજે અને રાતના તારાઓએ મૂળાનો આભાર માન્યો. આ સુકોમળ કળીનું ક૨વત જેવું દુઃખ ન જોવાત! સારું જ થયું. ચંદનના હૈયામાં વૈશાખ હતો. આંખમાં શ્રાવણ હતો. હાથ-પગ સાવ ઠંડા એટલે ત્યાં પોષ હતો. વર્ષા-ગ્રીષ્મ-હેમંત આમ એક જ શરીરમાં વસ્યા, તો શરીર શરદના વાદળા જેવું - રૂની પૂણી જેવું સફેદ થઈ ગયું. માત્ર તેના ચિત્તના ઉપવનમાં મૈત્રીની વનશ્રી વસંતની જેમ લહેરાતી હતી. મૂળા પ્રત્યે સહેજ પણ અણગમો ન હતો. રુદન હતું. પણ તે તો પોતાનું બાળપણ યાદ આવ્યું, આજની સ્થિતિ જોડે તે દિવસોની સરખામણી થઈ તેથી રહી રહીને રોવું આવી જતું હતું એટલું જ. દોષ કોઈનો જોવાનો નહીં. ઉપાદાન એટલું ઊંચું છે કે નબળું નિમિત્ત પણ ઉત્તમ ઉપાદાન પામી ઉત્તમમાં નિમિત્ત બની રહે છે. એ સ્થિતિમાં ભૂખ-તરસ તો સમજ્યા – એ બધાને તો સામે ચાલીને સ્વાગતમ્ કરી શકાયાં પણ આ રીતે કોઈએ તીવ્ર દ્વેષથી - દઝાડતાં દ્વેષથી તરછોડી તે કેમ જીરવાય ? હીબકાં અને ડૂસકાં પણ ધીરે ધીરે વિરમી ગયાં. વેદના જ્યારે ચરમ ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે મૂંગી બની જાય છે. બસ, ત્યારે જ ધનાવહ શેઠ બહારગામથી આવ્યા. શેઠનો કાયમનો શિરસ્તો - વણલખ્યો નિયમ : ઘરમાં પગ મૂકે ત્યાં પહેલી નજર ચંદનાને શોધે. નર્યું વાત્સલ્ય જ નીતરે. ચંદના નજરે ન ચડ્યાં એટલે દાસ-દાસીને પૂછ્યું. બધાને મૂળા શેઠાણીની બીક બહુ. કોઈ ન બોલ્યું. છેવટે ચંદના પ્રત્યેના સહજ સદ્ભાવથી એક ઘરડી દાસીએ ધીમેથી કહ્યું કે ચંદના તો ભોંયરામાં છે. ધનાવહ શેઠ ઝડપથી ભોંયરામાં ગયા. જોઈને સૂનમૂન થઈ ગયા. વાળ વિનાનું માથું, સૂઝીને લાલ લાલ થઈ ગયેલી આંખો. આંસુના ઓઘરાળા ગાલ અને સાવ કરમાઈ ગયેલું મોં જોઈને દુ:ખી દુ:ખી થઈ ગયા. ચંદના પણ સ્વજનને જોઈ ઓર ઢીલી પડી ગઈ. સૌ પ્રથમ અંધારીયા ભંડકિયામાંથી તેને બહાર લાવ્યા. પગમાં તો સાંકળ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૫૫ બાંધેલી હતી તેમ છતાં જેમ તેમ, મહાપરાણે પગથિયાં ચડીને બારણા પાસે, શેઠ લઈ આવ્યા. યાદ આવ્યું : લુહારને બોલાવી લાવું. ત્યાં સુધી કંઈક ખાવાનું આપું. ભૂખથી અને દુઃખથી આંખો કેવી ઊંડી ઊતરી ગઈ છે ! દીવાલની ખીંટીએ સૂપડું વળગેલું હતું. ઝટ દઈ હાથમાં લીધું. રસોડામાં તો કંઈ નજરે ન ચડ્યું. પણ ઢોર માટે બાફેલા અડદ ત્યાં પડ્યા હતા તે જોયા. અડદ સૂપડામાં મૂકી ચંદનાના હાથમાં આપી, પોતે પગરખાં પણ પહેર્યા વિના, હાથ-પગની બેડી તોડાવવા લુહારને બોલાવવા ગયા. ચંદના એકલી પડી. ધનાવહ શેઠનો વ્યગ્રતાથી ભરેલો સ્નેહ જોઈ વળી હૃદય ભરાઈ આવ્યું. આંખો ફરી ચૂવા માંડી. બસ, એ જ વેળાએ શ્રમણ ભગવાન મહાવીર, પાંચ માસ અને પચીસ દિવસથી નિયમિત રીતે ઉચ્ચ-નીચ કુળમાં ગોચરી માટે ફરતા હતા, તેઓ ત્યાં આવી પહોંચ્યા. શ્રમણ મહાવીર મહારાજાએ જોયું તો અભિગ્રહ પૂર્ણ થયેલો જણાયો હતો. ચંદનાએ પણ આ મહાશ્રમણને જોયા ને દાન દેવા મનમાં ઉલ્લાસ આવ્યો. શ્રમણ ભગવંતે હાથ લંબાવ્યા. સૂપડા વડે અડદના બાકુળાનું દાન ચંદનાએ પ્રભુના હાથમાં આપ્યું. એ જ ક્ષણે, આકાશમાંથી દેવોએ જય જયારવ કર્યો. પંચ દિવ્ય - દેવ દુંદુભિ, વસુધારા-સોનૈયાની વૃષ્ટિ, વસ્ત્ર વૃષ્ટિ, ગંધોદક પુષ્પ વૃષ્ટિ, અહોદાનની ઘોષણા પ્રગટ્યાં. સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. ચંદનાને શિરે કાળા, લાંબા, સુંવાળા વાળ આવી ગયા. ધનાવહ શેઠ લુહારને ત્યાં હતા ને જ આ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. સ્વરૂપ જ બદલાઈ ગયું. જે આંસુ જોઈ પ્રભુ પધારે તેવા આંસુ આપણને પણ મળે તો કેવું સારું એવી પ્રાર્થના કરવાનું મન થઈ આવે છે. આપત્તિની આગ વચ્ચે મનમાં અસમાધિ ન થાય એવો મૈત્રીભાવનો મલ્હાર રાગ ગાઈને આનંદની વર્ષા માણનાર ચંદના જુગ જુગ સુધી જયવંતા રહો. C For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬:આભના ટેકા વિપત્તિની વણઝાર વચ્ચે, નહીં આવેલાં આંસુની કથા વિશ્વને અમૃતથી તરબોળ કરનાર ચંદ્રમા જ્યારે ચંદ્રિકાને બદલે આગ વરસાવે ત્યારે તેની ફરિયાદ કોને કરવાની? પોતાના પતિના મોટાભાઈ તરફથી આવતી ભેટ-સોગાદની પાછળ વાત્સલ્ય અને સ્નેહનું જ દર્શન કરવાનું રહે. વહેમ કે વિકારનો તો અણસાર પણ વિચારાય નહીં. પણ બન્યું એવું કે યુગબાહુના મોટાભાઈ મણિરથની લોલુપ નજર, મદનરેખાના અપાર્થિવ રૂપ-સૌંદર્યને જોઈને કામુક બની. પોતે પિતા સ્થાને હતા તેમાંથી ઊતરીને પશુ જેવા વિચારે પાગલ બન્યા. જીદભરી ઇચ્છાનો નશો જ્યારે મન ઉપર સવાર થાય છે ત્યારે પહેલું કામ આંખો મીચાઈ જવાનું થાય છે, એટલે હિત-અહિત કે કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર ફરકે નહીં. પરિણામની પણ ફિકર નહીં. રાજા મણિરથને લાગ્યું કે મદનરેખાને વશ કરવામાં યુગબાહુવચ્ચે આવે છે. યુગબાહુની હાજરી નહીં હોય તો જ મદનરેખા મને મળે, મળી શકે. આવો દુર્વિચાર મનમાં ધારી તેણે વસંતપંચમીના મેળાનું આયોજન ગોઠવ્યું. ગામની બહાર વિશાળ ઉદ્યાનોમાં નગરનાં અનેક નર-નારીઓ, બાળકોનાં ટોળેટોળાં ઊતરે અને એ વખતે ભીડમાં કામ થઈ જાય. આવી મેલી મુરાદથી એ દિવસે સમસ્ત રાજ પરિવારને આ મેળામાં ભાગ લેવા જવાનું એમ જાહેર કર્યું. બધાં જ ગયા એટલે મદનરેખા-યુગબાહુ પણ ઉદ્યાનમાં આવ્યા. વનરાજિ પૂર બહારમાં ખીલી હતી. પલાશ વૃક્ષો ઉપર કેસુડાના ફૂલો ઝૂમખેઝૂમખે ફાલ્યા હતા. એના ઉપર પોપટનાં લીલા ટોળા ઉડાઉડ કરતા હતા. કોયલોના મીઠા ટહૂકા વન-ઉપવન ગજવતા હતા. પુષ્પોની પરાગરજ માટે ભમરાઓ ચારે બાજુ ગૂંજતા હતા. જ્યાં નજર નાખો ત્યાં લીલીછમ વનરાજિ આંખને અને મનને ઠારતી હતી. આખો દિવસ આમ નાચ-ગાન-ખેલ-કૂદ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૫૭ અને ખાણીપીણીમાં પૂરો થઈ ગયો અને છેવટે અંધકારના ઓળા એ વનરાજિ પર ઊતરી આવ્યા. રાત્રીના પ્રથમ પહોરે જ અંધકારની પિછોડી ઓઢેલા, સાવ અજાણ્યા માણસોએ આવીને યુગબાહુની હત્યા કરી. મદનરેખા તો આ જોઈ સ્તબ્ધ જ બની ગયાં. પળવારમાં સમજાઈ ગયું. સ્વચ્છ અંતઃકરણમાં તરત પ્રતિબિંબ પડી ગયું. ઝાઝું વિચારવું ન પડ્યું. પરંતુ અત્યારે એ વિચારોમાં મનને રોકવું પરવડે તેમ ન હતું. મનમાં તો ખૂબ લાગી આવ્યું, મારા નિમિત્તે મારા પતિની હત્યા થઈ એ વિચારે આંખમાં આંસુ ધસી આવે તેમ હતાં પણ આ સમાધિદાનની વેળાએ ડગી ન જવું જોઈએ એ સમજણથી સ્વસ્થ થઈને પતિનું માથું ખોળામાં લઈને, પતિના ચિત્તમાં મણિરથ પ્રત્યે વેરનો કણીઓ પણ ન રહેવા પામે તે માટે શાતાદાયક વચનો સંભળાવ્યા. સકળ જીવો મૈત્રીને લાયક છે, વેરને લાયક નથી; બધા જીવો કર્મવશ છે. મૂળ આત્મા તો નિર્મળ દર્પણ જેવો સ્વચ્છ છે, સત, ચિ અને આનંદરૂપ છે, દુઃખનો ભંડાર પણ છે. જે કોઈ પ્રત્યે આપણે અઘટિત આચર્યું હોય તે બધાને માફ કરી દેવાના તેમની પાસે માફી માંગવાની. ક્ષમાપનાથી ચિત્તની શુદ્ધિ કરવાની, સદ્ભાવનાથી જીવોની મૈત્રી કેળવવાની અને તરણતારણ પંચ પરમેષ્ઠિ ભગવંતને શરણે જવા રૂપ ભક્તિ કરવાની. આપણા તમામ પાપોની નિંદા-ગઈ કરવાની. જીવીએ તો પ્રભુનું કામ કરવાનું અને જઈએ તો પ્રભુની પાસે જવાનું. " આવા અમૃત જેવા હિત વચનો મદનરેખા બોલતા ગયા; છાતીને કઠણ કરતા ગયા. ગામ બહારનો પ્રદેશ, રાત્રીનો સમય; ગ્રામજનો ઘરભેગાં થઈ ગયા પછીનો નિર્જન એકાંત પ્રદેશ, પોતે સગર્ભા સ્ત્રી. આવી વિષમ વત્તા વિષમ એવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ આંખનો ખૂણો ભીનો કર્યા વિના પોતાના પતિની આંખમાં આંખ પરોવીને આરાધના કરાવી. યુગબાહુને પૂછી પણ લીધું: મનમાં શું ચાલે છે? અહંતુ પ્રભુનું સ્મરણ ચાલે છે. દેહની વેદના મનમાં નથી. એ વેદના દેનાર પણ મનમાં નથી. મારા આત્માના તારણહાર પ્રભુ જ મારા મનમાં છે. આમ શુભભાવોમાં રમતાં રમતાં દેહનો ત્યાગ થયો. યુગબાહુનું મૃત્યુ ધન્ય બન્યું. મૂકવા જેવું બધું મૂકીને જાઉં છું એવા ભાવ સાથે ગયા. મદનરેખાના For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : આભના ટેકા હૈયામાં પણ, આવેલા દેખાતા દુઃખનો અનુભવ નથી પણ યુગબાહુને સમાધિનું દાન આપવાનો આનંદ હતો. આજુબાજુ માણસોની તપાસ કરી, તેઓને અગ્નિસંસ્કારની સૂચના આપી અને મનમાં થયું કે મારે જલદીથી આ નગરીની સીમ છોડીને નીકળવું જોઈએ. શી ખબર ! મણિરથ હવે પોતાની લાચારીનો લાભ શું ન લે ? પ્રભુના નામ સ્મરણના અજવાળે અજવાળે મદનરેખાએ કાળરાત્રી પાર કરી. ઉદરમાં રહેલા ગર્ભનો કાળ પૂર્ણતાને આરે હતો એટલે ચાલ ધીમી હતી. મન સ્વસ્થ અને શાંત હતું. વગડામાંથી વહી આવતા વાયુમાં જૂઈની સુગંધ આવતી હતી. બહિરંગ વિશ્વદર્શનનો આધાર મનોવિશ્વ છે. તેના પ્રભાવે જ ગાઢ અંધકાર છતાં ભયાનક અરણ્યમાં પણ મદનરેખાના મનમાં ભય ન હતો. તમરાંના ત્રમ ત્રમ અવાજમાં લયબદ્ધ સંગીત સંભળાતું હતું. ચો-પાસ શિયાળવાની લાળી સંભળાતી હતી. મનમાં લેશ પણ ચિંતાની લકીર ફરકતી ન હતી. એકનો એક પુત્ર તો રાજ મહેલમાં છે, તે શું કરતો હશે, તેનું શું થશે -આવું કશું જ મનમાં નથી. હળવે હળવે આકાશના તારા આછા થતા ગયા. ઊગમણી દિશામાં ઊજાશ પથરાયો. ઉદરમાંથી સંકેત આવતા હતા. એક વિશાળ વૃક્ષ નીચે બેસી ગયા. શાંતિપૂર્વક પ્રસુતિ થઈ. મનને જરા કળ વળી. હવે દેહશુદ્ધિ માટે જ્યાં નદી કે તળાવ હોય ત્યાં જવું પડે તેમ હતું. નવજાત શિશુને રત્ન કંબલ ઓઢાડી, કેળના એક મોટા પાનમાં જતનથી વીંટાળી એની નાનકડી મુઠ્ઠીમાં એંધાણરૂપે યુગબાહુના નામની એક વીંટી મુકી. વનદેવતાને પ્રાર્થનાપૂર્વક બાળકની સુરક્ષાનું કામ સોંપી પોતે પાણીની શોધમાં ગયા. સંજોગો તો જુઓ ! આ ત૨ફ મણિ૨થે મોકલેલા મારા, યુગબાહુનું કાસળ કાઢી મણિરથ પાસે આવ્યા ત્યારે, મણિરથનું સર્પ-દંશથી મૃત્યુ થઈ ગયું હતું ! કહેવત છે ને કે —— જેવું ઇચ્છો અવરનું તેવું પોતાનું થાય, ન માનો તો કરી જુઓ, જેથી તુર્ત જણાય ! યુગબાહુની હત્યા, મણિરથનું મૃત્યુ, મદનરેખાનો નગર-ત્યાગ, પુત્રજન્મ --આ બધી ઘટના આંખના પલકારામાં બની ગઈ. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૫૯ મદનરેખા નદીના જળમાં પોતાના દેહની શુદ્ધિ કરીને કાંઠે આવે તે ક્ષણે એક અજબ ઘટના બની. આકાશમાર્ગે જતાં એક વિદ્યાધરે મદનરેખાનું અદ્ભુત રૂપ-લાવણ્ય જોયું. તેના પર મોહી પડ્યો અને અપહરણ કર્યું. આ બાજુ, જે બાળકને જન્મ આપીને ધરતીમાતાના ખોળે મૂક્યો હતો તેને, વહેલી સવારે વનવિહાર માટે નીકળેલા એક રાજા -પદ્મરથે જોયો. પાંદડામાં વીંટળાયેલું બાળક ખિલખિલાટ હસતું હતું. ગુલાબની પાંદડી જેવી કોમળ, પગની પાનીને ઉછાળતું બાળક જોતાવેંત ગમી ગયું. વનદેવતાને પ્રણામ કરી, રજા માંગીને રાજાએ એ બાળકને લઈ લીધું. રાજમહેલમાં એ બાળક રાણીના હેત-પ્રેમના અમી રસથી સીંચાવા લાગ્યું. લાડ-દુલારથી ઉછરવા લાગ્યું. કાળ, કુદરત અને કર્મનો કીમિયો કેવો આશ્ચર્યકારી છે ! કલ્પનાના પ્રદેશની પેલે પારની વાતો છે ! મદનરેખાના જીવનમાં કેવી કેવી દિલધડક ઘટનાઓ બનતી રહી ! પર્વતને ધ્રુજાવે એવા એવા વાવાઝોડા ફૂંકાતા રહ્યા. આ બધાની વચ્ચે પણ મદનરેખાનું મન મેરુ જેવું અવિચળ રહ્યું. કયા અણુ-પરમાણુંથી મદનરેખાના મનનું નિર્માણ થયું હશે ? ભલભલાના હ્રદયનો બંધ તૂટી પડે અને પાંપણની પાળ તૂટીને દડ દડ આંસુની ધાર ચાલુ થઈ જાય તેને બદલે હૈયું ભીનું હોવા છતાં આંખ કોરી રહે, બુદ્ધિ સ્વસ્થ રહે. આ વાત જલદી માન્યામાં ન આવે તેની છે. આવું જોઈને કવિમુખેથી પંક્તિઓ સરી પડે : शायद लाखो नारी में ओक ही नारी होती है। हृदय है जिसका सागर गहरा, जीवन गगन की भांति है ॥ સ્ત્રીત્વની તમામ મર્યાદા ઓળંગીને સ્ત્રીત્વના સકલ ગુણોને ખીલવીને સ્ત્રી પૂર્ણ બને છે. પૂર્ણ સ્ત્રી દેવી છે. તેમાં માતૃત્વનાં દર્શન થાય છે. હૃદય શ્રદ્ધાથી ભરેલું હોય છે ત્યારે બુદ્ધિ હૃદયની દાસી થઈને વર્તે છે. શ્રદ્ધાથી શુદ્ધ થયેલી બુદ્ધિ કામધેનુ જેવી છે. જે ક્ષણે વિદ્યાધરે અપહરણ કર્યું તે ક્ષણે પણ મદનરેખા સ્વસ્થ છે. વિદ્યાધરના બદ-ઈરાદાને સમજતાં વાર ન લાગી. સ્ત્રીનું કોમળ હૈયું ફફડી ઊઠ્યું. હવે આ ક્ષણ પછી શું થશે ? મન જાત જાતની શંકાઓથી ઘેરાયેલું હતું. પ્રભાત તો થઈ ચૂક્યું હતું. પૂર્વાકાશમાં બાલ-રવિ ધીરે ધીરે દીપ્તિ વેરતો For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦: આભના ટેકા પ્રદીપ્ત થતો હતો... હવે, ક્ષણ પછી આ શું કરશે તે કેમ જણાય ? ખરાબ કામ જેટલું આછું ઠેલાય એટલું સારું. એવા કામને ઠેલવા માટે પહેલું કામ કાળક્ષેપ કરવાનું જરૂરી છે. મનમાં આવા ભાવ રાખીને મદનરેખાએ વિદ્યાધરને કહ્યું કે નંદીશ્વર તીર્થની યાત્રા કરવાની મારી ભાવના છે. વિદ્યાધરે વિચાર્યું - પછી તો મારા હાથમાં છે જ. ‘ભલે' કહીને નંદીશ્વર તીર્થે લઈ આવ્યા. દર્શન વંદન કર્યા પછી, આ મણિપ્રભ વિદ્યાધરના પિતા મનિચૂડ વિદ્યાધરે દીક્ષા લીધી હતી તે મનિચૂડ મુનિરાજ પાસે ધર્મોપદેશ સાંભળવા સૌ બેઠાં. જ્ઞાનના પ્રતાપે પોતાના પુત્રના મનનો આશય જાણી, પરસ્ત્રીગમનના પાપથી શું નુકશાન થાય તે વર્ણવ્યું. આ સાંભળી મનિપ્રભ વિદ્યાધરના વિચાર પલટાયા. વિનમ્રતાથી ઊભા થઈ એણે મદનપ્રભાને ‘મિચ્છા મિ દુક્કડમ્’ કરી ક્ષમા માંગી કહ્યું : હવે તમે મારા બહેન છો, હું તમારી શી મદદ તે કહો. મદનરેખાએ કહ્યું : તમે મારા પર અનહદ ઉપકાર કર્યો છે. મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવી. તમે મારા પરમ બાંધવ છો. પછી સામે બિરાજમાન મુનિરાજને વિનીત સ્વરે પોતાના નવજાત શિશુનો વૃત્તાંત પૂછ્યો. મુનિ મહારાજે કહ્યું : મિથિલાપુરી નગરીના રાજા પદ્મરથ પોતાની રાણી પુષ્પમાલાને એ બાળક અર્પણ કર્યું છે. તારું આ બાળક અને રાજા પદ્મરથ પૂર્વભવમાં દેવલોકમાં હતા અને આ ભવમાં પુત્રને લઈ જઈ સારી રીતે રાખે છે. તારું બાળક સુખી છે. આમ વાતચીત થતી હતી ત્યાં એક દેવ આવે છે અને મદનરેખાને પ્રદક્ષિણા દઈને, પ્રણામ કરીને પર્ષદામાં રહી ધર્મશ્રવણ કરવા બેસે છે. દેવનું આવું વર્તન જોઈ, ત્યાં બેઠેલા સહુ કોઈને ઔચિત્યભંગ થતો દેખાયો. આવો અવિનય કેમ કર્યો ? સહુની શંકા જાણી, જ્ઞાની મુનિરાજે સમાધાન કરાવ્યું : આ દેવ પહેલાના ભવમાં યુગબાહુ નામે મદનરેખાના પતિ હતા. તેમના અંતિમ સમયે મદનરેખાએ તેમને, સ્વસ્થતાપૂર્વક નિર્યામણા સારી રીતે કરાવી હતી જેને પરિણામે તે પાંચમાં દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૬૧ અવધિજ્ઞાનથી મદનરેખાને ઉપકારી જાણ્યા એટલે તેમણે મદનરેખાને વંદન પહેલા કર્યા છે. મદનરેખાએ કહ્યું : દેવ ! મને મિથિલા નગરીમાં લઈ જાવ, ત્યાં પુત્રનું મુખ જોઈને હું સંયમનો સ્વીકર કરું. દેવતા તેને મિથિલા નગરીમાં લઈ આવ્યા. પ્રવેશ કરતાં, સૌ પ્રથમ, જિનેશ્વર ભગવંતના દર્શન કર્યા અને નજીકના ઉપાશ્રયે સાધ્વીજી મહારાજને વંદન કરવા ગયા. સાધ્વીજી મહારાજે યોગ્ય પાત્ર જાણી હિત-શિક્ષાના બે શબ્દ સંભળાવ્યા. સંસાર નિરર્થક છે. સંયમ સાર્થક છે. જીવનની સાર્થકતા નિષ્પાપ સઆચરણમાં છે. શુભકાર્યમાં વિલંબ ન કરવો જોઈએ. આવા સરળ બોધ મદનરેખાએ હૃદય-પટમાં ઝીલી લીધા. ઘર્મને હૃદય જોડે સંબંધ છે, બુદ્ધિ સાથે નહીં. ધર્મથી હૃદય પ્રફુલ્લિત થાય છે. પ્રફુલ્લિત હૃદયે કરેલો ધર્મ ફળ્યા વિના રહેતો નથી. હિત-શિક્ષા પૂરી થઈ એટલે દેવતાએ યાદ કરાવ્યું: ચાલો રાજમહેલમાં જઈએ. દીકરાનું મુખ દેખાડું. મદનરેખાના વિચારમાં હવે પરિવર્તન આવ્યું હતું. કહે : હવે સંસારના પરિભ્રમણના કારણભૂત પુત્રના મુખને શું જોવું? મારે તો સાધ્વીજીના ચરણનું જ શરણ હો ! આવા ઉદ્ગાર સાંભળી દેવ સ્વર્ગમાં ગયા. મદનરેખાએ પ્રભુના શરણમાં જીવન સમર્પણ કર્યું. દીક્ષા લીધી. ગુરુ મહારાજે “સુવ્રતા એવું નામકરણ કર્યું. દીક્ષાના પહેલા દિવસથી જ સુવ્રતા સાધ્વી તપમાં લીન બની ગયા. દેહની મમતા ઊતરે એટલે તપ સહજ બને છે. દેહની મમતા ગયા પછી સાધુતા દીપે છે -જેમ ધનની મમતા ઊતર્યા પછી શ્રાવકપણું શોભે છે તેમ ! સુવ્રતા સાધ્વીના તપની વાત રાજાના કાને આવી. આ સાંભળી રાજા પ્રભાવિત થયો. રાજાના મહેલમાં ઊછરતા બાળકના સારા પ્રભાવથી આજુબાજુના પ્રદેશના રાજ્યો અનુકૂળ થવા લાગ્યા. રાજાઓ નમવા લાગ્યા. આથી બાળરાજાનું નમા “નમિ' રાખવામાં આવ્યું. વરસો વિતતા ગયા. યુવરાજ બનીને નમિ રાજ્યની ધુરા સંભાળવા યોગ્ય બન્યા એટલે પધરથ રાજાએ નમિકુમારનો રાજ્યભિષેક કરાવ્યો અને પોતે જ્ઞાનસાગરસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ : આભના ટેકા સંયમ લઈને તપોમય જીવન-સાધના વડે મોહનીય આદિ ઘાતિ કર્મો ખપાવી કેવળજ્ઞાન પામી અંતે મોક્ષે પધાર્યા. મિથિલા નગરીમાં મિરાજાએ રાજ્ય શાસન ઉજાળ્યું. આ બાજુ મણિરથ રાજાનું સર્પદંશથી મૃત્યુ થયા પછી તે જીવ મોચી તરીકે ઊપન્યો. તેના સ્થાને મદનરેખાના મોટા દીકરા ચંદ્રયશને રાજગાદી પર સ્થાપન કરવામાં આવ્યા. એકદા, નમિરાજાના રાજ્યમાંથી ઐરાવત જેવો શ્વેત હાથી સાંકળ તોડીને વિંધ્યાચળ તરફ ભાગી નીકળ્યો અને ત્યાંથી ચંદ્રયશ રાજાની રાજ્યસીમામાં પેઠો. રાજાના સૈનિકો, આવા વિશિષ્ઠ ગજરાજને જોતાં જ તેને પકડી, વશ કરી રાજાની હસ્તિશાળામાં લઈ ગયા. મિ રાજાને આની જાણ થતાં જ દૂતોને મોકલ્યા અને હાથી પાછો મેળવવા માંગણી કરી. કબજો હંમેશા બળવાન હોય છે. ચંદ્રયશ રાજા કહેવરાવે છે : રણનું નીતિશાસ્ત્ર ભણી લ્યો. વીરભોગ્યા વસુંધરા છે. આ હાથી એમ નહીં મળે. જોઈએ તો બળ અજમાવી જુઓ. સંગ્રામભૂમિ પર ફેંસલો થશે. દૂત આવો સંદેશ લઈ આવે છે એટલે નિમ રાજા યુદ્ધની તૈયારી કરે છે. ત્યારે મંત્રી સલાહ આપે છે કે આપને નગર છોડી જવાની જરૂર નથી. રાજા નગરમાં જ રહ્યા તો ચંદ્રયશ રાજા લશ્કર લઈને ચડાઈ લઈ આવ્યા. નગરને ઘેરી લીધું. બેઉ બળીયા રાજાની માતા, હવે સુવ્રતા સાધ્વીજી, આ જાણી વ્યથિત થયા. ગુરુણીની આજ્ઞા લઈ, યુદ્ધભૂમિ પર પહોંચ્યા. અજ્ઞાનવશ આ બન્ને ભાઈઓ યુદ્ધ કરવા જંગે ચડ્યા છે. આવો ખૂંખાર જંગ ખેલીને દુર્ગતિમાં જશે. આમ વિચારી, કરુણાવશ તેઓ આગળ આવ્યા. પ્રથમ તેઓ નમિરાજા પાસે જઈને એકાંતમાં તેમને સમજાવવા લાગ્યા : આ ચંદ્રયશ તો તારો મોટો ભાઈ થાય. તેની સાથે યુદ્ધ કેમ કરાય ? આશ્ચર્યવત્ તેણે રાજમાતા પુષ્પમાલા રાણીને પૂછ્યું : માતા ! કહો, હું કોનો દીકરો ? રાણીએ પુત્ર પર નેહભરી નજર નાખી કહ્યું : વાત સાચી છે. તમે આ સુવ્રતા સાધ્વીજીના સંતાન છો. વિશ્વાસ માટે, જે રત્ન કંબલમાં વીંટાયેલ બાળ મળ્યો હતો તે કંબલ અને મુદ્રા બતાવ્યા. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૬૩ હવે સાધ્વીજી ચંદ્રયશ રાજા પાસે પહોંચ્યા. કહ્યું: દીકરા, તે આ શું માંડ્યું છે? તારા લઘુ બંધુ સામે તું યુદ્ધ ચડ્યો છે? રાજા કહે છે. સાધ્વી થઈને તમે અહીં સમરાંગણમાં કેમ આવ્યા? સાધ્વીજીએ કહ્યું: દીકરા, તને જાણ કરવા કે નમિ તારો નાનો ભાઈ છે ! ચંદ્રયશ કહે એ મારો નાનો ભાઈ ક્યાં છે? સાધ્વીજીએ કહ્યું : જે નગરને તમે ઘેરો ઘાલ્યો છે તે નગરના રાજા તમારા નાના ભાઈ છે ! એક મહા દુર્ઘટનામાંથી ઉગર્યાના આનંદ સાથે, ચંદ્રયશ તુરત રાજા નમિને મળવા ચાલ્યા. ભાઈને આવતો જોઈ નમિ રાજા સામે ગયા. બન્ને ભાઈઓ હેતથી ભેટ્યા. બધે અપાર હર્ષ અને આનંદની છોળ ઊડી. બન્ને ભાઈઓએ સુવ્રતા સાધ્વીજીને ભાવપૂર્વક વંદન કર્યા. ચંદ્રયશ રાજાએ નમિરાજાને કહ્યું : આજે જ મને ખબર પડી કે તમે મારા નાના ભાઈ છો ! મારા રાજ્યની ધુરા સંભાળનાર કોઈ ન હોવાથી મેં આજ સુધી સંભાળ્યું. હવે તમે આ રાજ્ય પણ સંભાળો. મારા સંયમ ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધવું છે. અને ચંદ્રયશ દીક્ષા લઈને સંયમને પંથે વળ્યા. નમિએ પણ પોતાને જ્યારે દાહવર થયો ત્યારે એકત્વભાવનાથી ભાવિત થઈને સંસાર ત્યાગ કરી કલ્યાણ સાધ્યું. શક્રેન્દ્ર મહારાજાએ તેમના વૈરાગ્યની પરીક્ષા કરી ત્યારે તેમાં પણ ઉત્તીર્ણ થઈને, કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. સાધ્વી સુવ્રતા પણ તપ કરી, કર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યા, અનુક્રમે મોલે પધાર્યા. મદનરેખા સાધ્વી તરીકે જીવ્યા તેમનું સત્ત્વ કેટલું બધું ! નિર્મોહી અવસ્થા એટલી બધી કે દીકરાનું મો જોવા પણ ન ગયા! આવા વૈરાગી જીવ માટે પ્રભુ શાસ્ત્રો ફરમાવી ગયા છે. આંસુ વિનાની કથા વાંચતાં આપણી આંખ જરૂર ભીની થાય છે અને આવી વિભૂતિને નમે છે. ધન્ય મદનરેખા! ધન્ય તેમનો પરિવાર ! ધન્ય! 2 For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪: આભના ટેકા હરખનાં આંસુ વિદ્યાની પરબો જેવી પાઠશાળાઓ જ્યાં ગલીએ ગલીએ ચાલે છે એવા દેવગિરિના(વર્તમાન દોલતાબાદ) એક શાંત, નાના ઉપાશ્રયમાં ત્રણ મુનિવરો બેઠાં છે. ત્રણેયના મૂખ પર ચિંતાની વાદળીઓ ઘેરાયેલી છે. ત્રણેય પાસે પાસે બેઠાં છે પણ ત્રણેય મૌન છે. આ મૌન મુંઝવણનું છે, ભારવાળું છે. વાતાવરણમાં ગમગીની પથરાયેલી છે. સૂર્યને આકાશી યાત્રા શરૂ કર્યાને હજુ કલાકેક માંડ થયો છે. એ વખતે ઉપાશ્રયમાં મનિ મહારાજને વંદન કરવા એક જાજરમાન શ્રાવિકા આવે છે. ધીમા સ્વરે વંદન કરે છે. મુનિશ્રી તરફથી કશો પ્રતિભાવ મળતો નથી છતાં શાંતિથી બેસે છે. હેજ વારે એક મુનિવરની નજર ઊંચી થઈ ત્યારે એ શ્રાવિકાએ વિનીત સ્વરે પૂછ્યું : મોની રેખા જોતાં આપ મુનિવરો કોઈક ચિંતામાં હો એમ લાગે છે. મને જણાવી શકાય તેમ હોય તો કહો, જરૂર તે દૂર કરવાનું કરીશ.. કહોને ! એ શ્રાવિકાના શબ્દોમાં કોમળતા તો હતી જ. એક એક શબ્દમાં માનું હેતાળ વાત્સલ્ય નીતરતું હતું. શબ્દો જવાબદારીપૂર્વક ઉચ્ચારાયા હતા. ભીતરની સંવેદનાને ઝંકૃત કરે એવા એમના શબ્દો હતા. ત્રણમાંથી એક મુનિવર પ્રૌઢ હતા, તે વઘા : બહેન ! ગુરુ મહારાજે અમને, દેવગિરિના પંડિતોના વખાણ સાંભળી અહીં ભણવા માટે મોકલ્યા છે. છેક રાજસ્થાન તરફથી અહીંઆ બાજુ ભણવા માટે આવ્યા છીએ. પંડિતજીનો સંપર્ક પણ કર્યો, જે ગ્રંથોનો અમારે અભ્યાસ કરવો છે તે અહીંના પંડિતો ભણાવે તેમ છે; પણ... મુનિરાજ આગળ બોલતાં અટકી ગયા. આગળ એક હરફ પણ ન નીકળ્યો. વળી શ્રાવિકાએ પૂછ્યું : કહો ને, પંડિતજીએ શું કહ્યું? જવાબમાં મુનિ મહારાજને ઝાઝા શબ્દો ન બોલવા પડ્યા. ચતુર શ્રાવિકા મુંઝવણ પામી ગયા અને બોલ્યા : પંડિતે રકમની વાત કરી હશે ! એમાં મૂંઝાઓ છો શાને? For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૬૫ એક દિવસના કેટલા કહે છે ? મને પંડિતજીના નામ-ઠામ આપો. જવાબ મળ્યો સૂરજપોળમાં પંડિત હરદત્ત શાસ્ત્રી. શ્રાવિકાએ તરત કહ્યુંઃ આપ સુખેથી ભણજો. જેટલું જ્ઞાન લેવાય તેટલું લેજો. રકમની લેશ માત્ર પણ ફિકર ન કરશો. અમારી સંપત્તિનો આ જ સદુપયોગ છે. બીજા જ દિવસથી પાઠ શરૂ થઈ ગયા. એક પછી એક ગ્રન્થો, નન્યાયના તથા સાંખ્ય-મિમાંસા વગેરે દર્શનશાસ્ત્રના.ગ્રન્થો સારી રીતે ભણાવા લાગ્યા. અભ્યાસી મુનિવરોની તત્પરતા અને ખંત જોઈને પંડિતજી ખુશખુશાલ થઈ ગયા. આ મુનિ મહારાજ તે આચાર્ય હીરવિજયસૂરિ મહારાજ. શ્રાવિકા સાથે વાત કરનાર તે ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ અને જાજરમાન શ્રાવિકા તે જસમાઈ હવે દશ્ય બદલાય છે. જગદ્ગુરુ શ્રી હીરવિજય સૂરિ મહારાજનો મધ્યાહ્ન તપે છે. અકબર બાદશાહનું શાસન ચાલે છે. સ્થળ છે રાજધાની દિલ્હી શહેરના ચાંદની ચોક વિસ્તારનો રાજમાર્ગ. વાજીંત્રના સુમધુર સરોદોથી વાતાવરણ ગુંજી રહ્યું છે. શોભાયાત્રામાં સાજનમાજન મલપતી ચાલે આગળ વધી રહ્યા છે. પ્રભુ મહાવીરના જયનાદ ચારે તરફ ગાજી રહ્યા છે. વાતાવરણમાં ભારે ઉત્તેજના છવાઈ છે. આ શોભાયાત્રાના મધ્ય ભાગમાં એક મ્યાનો છે. મ્યાનો હોય પાલખી જેવો; પાલખી ખુલ્લી હોય, જ્યારે માનાને બારી-પડદા હોય છે, તેથી તે બંધ હોય. આ માનામાં તપસ્વિની ચંપા શ્રાવિકા બિરાજમાન છે. એક સો એંસી(૧૮૦) દિવસના ઉપવાસ કરવાની ભાવનાથી તપ આદર્યું છે. દિલ્હી શહેરના મુખ્ય મુખ્ય જિનાલયો જુહારવા અર્થે શ્રી સંઘ સાથે આ 'તપસ્વિની જઈ રહ્યા છે. વાજીંત્રના કલ-નિનાદ, માણસોના જયજયકાર નાદ અને ભીડના કોલાહાલ સાંભળી બાદશાહ અકબર ઝરૂખામાં આવીને મેદની નિહાળવા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ : આભના ટેકા લાગ્યા. કંઈ સમજાયું નહીં, ભારે કૌતુક થયું. પાસે ઊભેલા અનુચરને પૂછ્યું કે આ શું છે ? જેટલી સમજ હતી તેટલું તેણે સમજાવ્યું. બાદશાહને આ સાંભળી આશ્ચર્ય થયું. અસંભવ પણ લાગ્યું. ઉપવાસ, અને તે પણ આટલા બધા દિવસો સુધીના લાંબા સમયના કેમ હોઈ શકે ? રાજાને રસ પડ્યો. તપાસ કરાવી. ચોકીયાત પણ બેસાડ્યા! બધું અણિશુદ્ધ જણાયું. આવી તપશ્ચર્યા જાણી અહોભાવ થયો અને પૂછ્યું : આવું અદ્ભુત અને આશ્ચર્યકારી તપ કયા કારણે અને કયા નિમિત્તે થઈ શકે ? ચંપા શ્રાવિકાનો ઉત્તર હતો ; ‘શ્રી દેવ ગુરુ પસાય’. અકબર બાદશાહે ઓર જિજ્ઞાસા પ્રગટ કરી. તપસ્વિની ચંપા શ્રાવિકાએ કહ્યું : પાલિતાણાના દાદા તે દેવ અને આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજી તે ગુરુ. તેમની કૃપાના પ્રભાવે આ દીર્ઘકાળનો દુષ્કર તપ સાધ્ય થઈ શક્યો છે. વધુ ઈંતેજારીથી બાદશાહે શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની વિગત પૂછી : હાલ ક્યાં છે ? જવાબ મળ્યો કે તેઓશ્રી ગુજરાતમાં ગાંધાર ગામે બિરાજમાન છે. પછી તો બાદશાહનું તેડું ગયું અને પૂજ્યશ્રી દિલ્હી પધાર્યા. અકબર બાદશાહ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને પૂજ્યશ્રી જગદ્ગુરુ તરીકે અઢારે આલમમાં પંકાયા. અહિંસાના ફરમાનો મળ્યા વગેરે બન્યું. આ ઘટના તેઓના મધ્યાહ્નકાળમાં બની તેમાં નિમિત્ત આ મહાપ્રભાવશાલિની તપસ્વિની ચંપા શ્રાવિકા બન્યા. હવે આવે છે પૂજ્યશ્રીના આખરી વર્ષોની ઘટના. વિ.સં.૧૯૫૦ના વર્ષમાં ઘણા વર્ષો બાદ પૂજ્યશ્રી તરણ-તારણ જહાજ શ્રી ગિરિરાજની સ્પર્શના કરવા પધાર્યા. યાત્રા કરી આદીશ્વર દાદાને ભેટ્યા. શ્રી પુંડરીકસ્વામીના ચોકમાં દેશના ચાલી. દેશનાના અંતે અનેક પુણ્યાત્માઓએ વિધવિધ વ્રત-નિયમપ્રતિજ્ઞાઓ લીધા. પછી આવ્યો તબક્કો ચાતુર્માસ માટેની વિનંતિનો. બાવન સંઘો અકિત્રિત થયા હતા. ગુજરાતમાંથી ખંભાત-પાટણ-રાધનપુર-રાજનગરસુરત જેવા શહેરોના તથા રાજસ્થાન-મેવાડ તરફના સંઘો હાજર હતા. અતિશય બહુમાન સહ, ભાવ-વિભોર થઈને બધા, પૂજ્યશ્રી પોતપોતાના ગામ-નગર પધારવા વિનંતિ કરી રહ્યા હતા. એક પછી એક એમ સહુએ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૬૭ પોતાની રજુઆત કરી, પછી આતુરતાથી રાહ જોતાં, જાજમ પર સ્થાન લીધાં. ચો-તરફ ઉત્કંઠાભરી શાંતિ છવાઈ હતી. ત્યારે એક બહેન, પ્રૌઢ વયના પણ ટટ્ટાર ચાલે, પૂજ્યશ્રી નજીક આવી, હાથ જોડી ઊભા રહી, હૈયામાં હતા એટલા હેત-હામ-હિંમત ભેગાં કરી કહ્યું : કૃપાળુ ! એક પ્રશ્ન પૂછવો છે. રજા મળે તો પૂછું. અનેક લોકોની કુતૂહલભરી નજર ત્યાં નોંધાઈ રહી. બધાના કાન એક થઈને, બોલાતાં શબ્દો સાંભળી રહ્યા. કૃપાળુએ સંમતિ દર્શાવી. બહેન બોલ્યા : દુનિયાના બહારના પદાર્થોને તો હજાર કિરણવાળો સૂરજ અજવાળે છે, રાહ દેખાડે છે; પણ જે ભંડકિયામાં, ભોયરામાં હોય તેને કોણ અજવાળે ! મહારાજશ્રીએ ઉત્તર આપ્યો કે ત્યાં દીવડી કામ લાગે. વળી પૂછ્યું : બહેન, કયા ગામના છો? બહેન કહે છે : સૌરાષ્ટ્રમાં એક ખૂણામાં દરિયા કાંઠે દીવ નામે ગામ છે. ત્યાં કોણ આવે ! ભરી સભા આ બહેનને, દંગ થઈ જોઈ રહી. એના ભાવ ભીના હૃદયે થયેલી વિનંતિના શબ્દો સાંભળી જ રહ્યા. બહેનના હૃદયનો ભાવ જોઈ, પૂજ્યશ્રીએ એ દિશા, એ ગામ માટે ક્ષેત્ર સ્પર્શના જણાવી. ગગનભેદી જયનાદથી આ સંમતિને વધાવી લેવામાં આવી. આ બહેન તે દીવના લાડકીબાઈ. પૂજ્યશ્રી ઊના પધાર્યા. ત્યાં જ ૧૫૦ -૧૬૫૧ તેમજ ત્રીજું ૧૬પરનું ચાતુર્માસ પણ લાડકીબાઈના આગ્રહથી ઊનામાં સ્વીકાર્યું! છેલ્લે વર્ષે ભાદરવા સુદ અગિયારસના દિવસે મહાપ્રયાણ થયું, કાળધર્મને પામ્યા. સ્વર્ગસ્થ થયા. અંતિમ ક્રિયાની પાલખી વગેરેમાં પણ મહત્તમ યોગદાન આ લાડકીબાઈનાં જ રહ્યા, પૂશ્રીને ભાવપૂર્વક વિનંતિ કરી જાણી, લાભ લઈ જાણ્યો અને વર્ધમાન ભાવોલ્લાસથી જન્મને ઉજમાળ કરી જાણ્યો. જીવતરને રળિયાત કરી જાણ્યું. આમ, પૂજ્ય જગદ્ગુરુવરના જીવનમાં પ્રારંભ, મધ્ય અને અંતિમ તબક્કામાં જાજરમાન આ ત્રણ શ્રાવિકાઓએ લાભ લીધો એ જાણી આપણને હરખના આંસુ આવી જાય તેમ છે. ] For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮: આભના ટેકા ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ સમા એ મહાપુરુષને શતશ: પ્રણામ વીરજી ભાવસાર. પૂર્વભવથી સાથે ખાસું જમા પાસું લાવેલા. આવ્યા અહીં, પણ આંખ તો અગમ લોકમાં મંડાયેલી. ' મુનિ મહારાજ થોભણવિજયજી મહારાજ નામના ભેરુ મળી ગયા અને સરનામું મેળવી લીધું. માએ લગ્નની બેડી પગમાં નાખી હતી. પણ, એને ગણકારે એ બીજા ! એ તો ઉપડ્યા નાતમાં ભળવા માટે. ઠેઠ પંજાબના ક્ષેત્ર જોડે એ લેણું નીકળ્યું. ચોપડે લખેલા લેખ મિથ્યા ન થાય. પણ, થોડો ખાંચો પડ્યો. એ કાળમાં પણ માડી પગેરું શોધતાં પંજાબ જઈ ચડ્યાં. બે-ચાર સગાંને પણ સાથે લઈ ગયાં હતાં. વીરજી ભાવસારને માંડમાંડ સમજાવ્યા અને ઘરે પાછા લઈ આવ્યા ! દીકરા પાસે વચન લીધું : એક દીકરો થઈ જાય, પછી તું છૂટો ! માનું વેણ ન ઉથાપ્યું. ઘરમાં આવીને રહ્યા તો ખરા પણ મન તો પંજાબમાં મૂકીને આવેલા. દિવસ ને રાત, શ્વાસે શ્વાસે, બસ એ જ ધૂન, એક જ લગન : ક્યારે છૂટું આ કેદખાનામાંથી... સંસાર માંડીને બેઠેલા. આમતેમ માડીના કામ કરે. એક દિવસ બપોરે માએ વીરજીને કહ્યું કદાચ જરૂર પડે તો કામ આવે, માટે થોડું ઘી લેતો આવ ને ! તપેલી અને પાવલી લઈ ઘવાળાની દુકાને જઈ વીરજી ઊભો રહ્યો. ઘરાકી ઘણી હતી એટલે દુકાનદારે કહ્યું કે ખમો ! હમણાં દઉં છું. ત્યાં તો એક છોકરો દોડતો આવ્યો અને વીરજીની સામે જોઈને બોલ્યો : ઝટ જાઓ. તમારે ઘેર દીકરો આવ્યો છે ! હે! બોલતાં જ વીરજીએ તપેલી અને પાવલી દુકાનદારને આપી. કહી દીધું : ઘી ઘરે પહોંચાડી દેજો અને પછી કહેજો કે વીરજી પંજાબ દીક્ષા લેવા ગયો છે ! For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૬૯ ઘરના ફળિયે ડોકાવા પણ ન ગયા. પગ ઊપડ્યા સીધા ભાવનગર તરફ. સ્ટેશને પહોંચીને જે ગાડી ઊપડતી હતી, તેમાં જ બેસી ગયા. અથડાતા-કૂટાતા પંજાબ પહોંચ્યા. અંબાલા શહેરમાં સુપાર્શ્વનાથ પ્રભુના સાંનિધ્યમાં જીવને હાશકારો થયો ! ત્યાં પંજાબી કમળસૂરિ મહારાજના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈ વીરજી ભાવસાર મટી મુનિ વીરવિજય મહારાજ બન્યા. એ સાલ હતી વિક્રમ સંવત ૧૯૩૫ ની. વૈરાગ્ય ઝળહળતો હતો. ક્ષયોપશમ તીવ્ર હતો. કાવ્ય-સ્તવનોની સહેજે સ્ફુરણા થતી હતી. આમેય પંજાબમાં તો ગાના-બજાના જ્યાં ને ત્યાં ચાલતાં જ હોય. મુનિશ્રી વીરવિજયજીએ એ રંગમાં ભગવાનનો રંગ ભેળવ્યો અને ભક્તિભાવનાં અનેક સ્તવનોની મનહર રચનાઓ કરી. પોતે જનમ્યા તો ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ બોલચાલ હિંદીમાં જ કરતા રહ્યા. વિવિધ રાગ-રાગિણીથી શોભતી રચનાઓ પણ હિંદીમાં કરી. એમનાં રચેલા સ્તવનો પંજાબમાં અને ગુજરાતમાં લોકજીભે ચડ્યાં; ગવાતાં રહ્યાં. જાણે પ્રભુજીની સાથે વાતો કરતા હોય એવા ભાવ એમની રચનાઓમાં આવે ! તેઓ પૂજાઓ, સ્તવનો ખૂબ રંગ-ઢંગથી અને ભાવથી ગાતાં. રસ અને રુચિ એવી કે દિલ એકતાર થઈ જતું. જીવનની પવિત્રતાના કારણે મુનિશ્રીને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. આવા બે પ્રસંગ યાદ કરવા જેવા છે. એક વરતેજ ગામમાં બનેલો અને બીજો સિહોરમાં બનેલો. મુનિશ્રી વરતેજમાં બિરાજેલા. ત્યાં શ્રી સંભવનાથ ભગવાનના દેરાસરમાં નવ્વાણું પ્રકારી પૂજા ભણાવવા ગવૈયો ભાવનગરથી આવવાનો હતો, એવામાં મૂશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. ગવૈયો હવે સમયસર નહીં આવી શકે તેવું લાગ્યું. પૂજાની બધી તૈયારી થઈ ગઈ હતી. મુનિશ્રી પોતે પણ આવીને બેઠા. પૂજાઓ લલકારવી શરૂ કરી; પણ થયું કે હારમોનિયમ ઉપર સૂર આપનાર કોઈ હોય, તો ગાવાનું બરાબર જામે ! તબલાની પણ ઝમક આવે ! શું કરવું ? એવી વિમાસણમાં હતા ત્યાં એમની નજર પૂજામાં બેઠેલા સાકરચંદ ભાવસાર નામના તેર-ચૌદ વર્ષના એક છોકરા પર પડી. વીરવિજયજી મહારાજે કહ્યું : સાકરચંદ, ઊભો થા ! પેટી શરૂ કર ! For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦: આભના ટેકા સાકરચંદ તો બાઘો બની આ સાંભળી રહ્યો; કહે : બાપજી ! મેં પેટીને કદી અમસ્તો પણ હાથ અડાડ્યો નથી. સારેગમના સૂરની કશી ગતાગમ નથી. મહારાજ કહે: બેસ. તને આવડશે. તુ ગાઈ શકીશ, વગાડી શકીશ. સાકરચંદે ગુરુને પ્રણામ કર્યા. મહારાજે એને માથે હાથ મૂક્યો. આશીર્વાદ આપ્યા. ગુરુનો ચરણ સ્પર્શ કરી, પેટીનું અભિવાદન કરી ચાકરચંદે સંગાથ આપ્યો ! પેટીએ સૂર પુરાવ્યો. આંગળીઓ ફરવા લાગી. દેશીઓ ગવાતી ગઈ તેમ તેમ સૂર નીકળવા લાગ્યા ! પૂજા ભણાઈ. ગામ આખામાં વાત ફેલાઈ. પછી તો સાકરચંદે વર્ષો સુધી પૂજાઓ ભણાવી. અમે પણ વિક્રમ સંવત ૨૦૧૮૧૯માં એમને સાંભળ્યા છે. બરાબર ઢબથી રાગ-રાગિણીથી પૂજાઓ ભણાવતા! આ તે વચન સિદ્ધિ જ ને? હવે સિહોર ગામમાં બનેલો પ્રસંગ જોઈએ. વરતેજ પાસેનું ગામ. ત્યાં વિહાર કરીને મુનિશ્રી પધાર્યા હતા, ઉપાશ્રયમાં બિરાજમાન હતા. ઉપાશ્રયમાં પોપટ નામનો એક માણસ કામ કરે; સાધુ ભગવંતોની સેવા કરે. એ કાજો. કાઢતો હતો. વીરવિજયજી મહારાજે એની સામે જોઈ, એને બોલાવવા બૂમ પાડી - પોપટ ! જવાબ ન મળ્યો. બીજી બૂમ, ત્રીજી બૂમ પોપટ ! પોપટ! જવાબ ક્યાંથી મળે? એક ભાઈ ત્યાં હાજર હતા. તે કહે : મહારાજજી આ પોપટ સાંભળતો નથી. બોલતો ય નથી. એ એને મહારાજ સમક્ષ લઈ આવ્યા. વીરવિજયજી કહે : બોલ ! પોપટ બોલ! મહારાજશ્રીના આ વચનો જાણે એના અંતરપટને ભેદી અંદર ઊતરી રહ્યાં હતાં ! જ્ઞાનતંતુઓ ઝણઝણી ઊડ્યા ! એને વાચા ફૂટી. જનમનો મૂંગો પોપટ પંચાવન વર્ષે બોલતો થયો! મુનિશ્રી વીરવિજયજી આવા વચનસિદ્ધ અને સંકલ્પસિદ્ધ હતા! વૈરાગ્ય, વિરતિ અને વચનશુદ્ધિનો આ ચમત્કાર હતો. ] For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૭૧ સાધર્મિકવાત્સલ્ય આભૂશેઠનું તો રાજ્યવાત્સલ્ય મંત્રીશ્વર ઝાંઝણનું પર્વાધિરાજ પર્યુષણાના કર્તવ્યમાં જે સાધર્મિક વાત્સલ્યનું સ્થાન છે તે ગૃહસ્થોને માટે ઘણું મહત્ત્વનું છે. તેના લાભ વર્ણવતાં યાવત્ તીર્થંકર પદવીની પ્રાપ્તિ જણાવી છે. આ ગુણના પાયામાં ઔદાર્ય જોઈએ. હૃદયની વિશાળતા વિના તે સંભવે નહીં. આ ગુણ તેની પરમ અને ચરમ કક્ષાએ સિદ્ધ થયેલો વિરલ વ્યક્તિમાં જોવા મળે છે. તે પૈકીનું એક નામ મધ્યકાળમાં આભૂ સંઘવીનું છે. અને બીજું નામ મંત્રીશ્વર ઝાંઝણનું છે. આજે આ બે મહાપુરુષની થોડી વાતોને વાગોળવી છે. વિક્રમની ચૌદમી સદીના જૈન શ્રમણોપાસકોના ઇતિહાસના પૃષ્ઠો પર નજર ફેરવીએ તો તરત જે પહેલાં દશ નામો નોંધવાનું મન થાય, તેમાં મંત્રીશ્વરઝાંઝણનું નામ તો પહેલા પાંચમાં સમાવવું પડે, કારણકે એક વ્યક્તિમાં એક સાથે વિરલ ગુણોનું દર્શન દુર્લભ હોય છે. તે જેવા સાહસિક હતા તેવા જ તે ચતુર હતા. જેવી ચતુરાઈ હતી તેવી જ ઉદારતા હતી. એ ઉદારતાને શોભાવે તેવું અણીશુદ્ધ શીલ પણ હતું. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે શ્રાવણ મહિનો, સુદી પક્ષ, સાતમ તિથિ અને સોમવાર આ ચારે ભેગા ક્યારે થાય ! ઝાંઝણશેઠમાં આ ચારે એક સમયે મળ્યા હતા. માતા પ્રથમિણી અને પિતા પેથડના સુભગ સંસ્કારોનું દર્શન અહીં થતું હતું. કહેવાય છે કે ભદ્રિક પિતાનાં સંતાન ચતુર હોય છે અને શીલવંતી માતાનાં સંતાન શીલ સૌભાગ્યથી શોભતાં હોય છે. એ અહીં તાદશ્ય થયું હતું. આભિજાત્યથી ઓપતું વ્યક્તિત્વ સર્વત્ર સુવાસ ફેલાવતું હોય છે. કદાચ કર્મયોગે વિપત્તિમાં ઘેરાઈ જાય તો પણ તેની સુવાસ અકબંધ હોય છે - - કાંટા વચ્ચેના ગુલાબની જેમ ! ઝાંઝણ જ્યારે જુવાન હતા ત્યારે નવાં નવાં પુષ્કળ કૌતુક કરતા. તેમની For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨: આભના ટેકા રમૂજમાં પણ ઊંડો અર્થ છુપાયેલો હોય! એવું જ એકવાર તેમના મનમાં સૂઝયું. થરાદના આભૂશેઠની સાધર્મિકભક્તિનાં ચોમેર અને ચાર મુખે વખાણ થતાં સાંભળેલાં. ઝાંઝણશેઠના હૈયે આ વાત ન ચી. ન.. ના... એવું તે હોય? લોકો તો વાત જોડી કાઢતા હોય છે. વળી એમાં મીઠું અને મરચું પણ ગાંઠનું ભભરાવતા હોય છે ! આની તો ક્યારેક પરીક્ષા જ કરવી જોઈએ. આભૂશેઠ છે. તો સજ્જન, ભલે થઈ જાય ! “છેડ્યા ભલા સુજાણ” એ ન્યાયે એક દિવસ : નક્કી કર્યો. પરીક્ષા કરવી તો પાકી જ કરવી. ટિપણામાં જોઈ ચૌદશનો દિવસ લીધો. માંડવગઢથી નીકળી ચૌદશની સવારમાં થરાદના પાદરમાં પહોંચાય એમ ગોઠવ્યું, અને આવા એકલા તો હોય નહીં. એ તો નીકળે અને એની પાછળ ચાલનારો સંઘ આવી મળે ! પૂરા પંદરસો જુવાન તૈયાર થઈ ગયા.. પાંચસો – પાંચસો જુવાનોના જુથ એક પછી એક ત્યાં પહોંચે તેમ પ્રયાણ કર્યું. ' બધા ઘોડે ચડીને નીકળ્યા. એક કાફલો પહોંચે પછી બીજો અને પછી ત્રીજો - એમ ઠરાવ્યું. બરાબર ચૌદસે જ થરાદમાં દાખલ થયા. દેરાસર શોધ્યું. દેવદર્શન કર્યા. ચાર-પાંચ સ્તુતિઓલલકારી બાજુમાં જ પૌષધશાળા આભૂશેઠ પશ્મીનો પૌષધ ઉચ્ચરીને રહેલા. તેમણે આવા એક સાથે મોટી સંખ્યામાં મોટા અવાજે સ્તુતિ કરતા ઘણા બધા જુવાનોને જોયા. વિચાર્યું : આ બધા તો પરગામથી આવ્યા લાગે છે. મારા ગામના અતિથિ તે મારા અતિથિ. પરોણા તો ક્યાંથી આવે ! કહ્યું છે ને ચઢતા દિનનું પારખું, નિત આવે મહેમાન. ભલે, ભલે. જુવાનો મસ્તીના તોરમાં રંગમંડપની બહાર આવ્યા. આભૂશેઠે પ્રણામની મુદ્રા ધારીને પૂછ્યું: સંઘ પધાર્યો તો ભલે પધાર્યા. કિયા મુલકથી પધાર્યા છો? સાથી જુવાનડાને તો ઝાંઝણની ચાલની કાંઈ ખબર નહીં ! એ તો એની આંગળીએ આવેલા. જવાબ આપ્યો : આમ દૂર માળવામાં માંડવગઢ છે ત્યાંથી આવ્યા છીએ. ભલે, તો આજે તમે બધા મારા પરોણા.” મંડળીના નાયક ઝાંઝણ બહાર આવી ખોંખારો ખાધો. લલાટના તેજથી અંજાયા વિના જ પૂછી લીધું: “આપ જ આભૂશેઠ ?' હા ભાઈ હા !” પ્રણામની લેવડ-દેવડ થઈ ને આભૂશેઠે નોતરું દીધું. “આજે અમારે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૭૩ આંગણે પધારો.” ઝાંઝણ કહે : “ અમે પાંચ-પચીસ નથી હોં !' આભૂ કહે: ‘જેટલા હોય તે બધા મારા આંખ-માથે ! તમે તે વળી અમારે પાદર હો ક્યાંથી? આભૂશેઠના ભાઈ જિનદાસ ત્યાં જ હતા. મહેમાનોને કહ્યું : હું તો આજે પી છે એટલે પૌષધવ્રતમાં છું, પણ મારા ભાઈ જિનદાસ તમને ઘેર લઈ જશે.” આભૂશેઠનું ઘર તો એમના હૈયા જેવું જ વિશાળ ! મોટો ડેલો, ખૂલ્લું ફળિયું, લાંબી પરશાળ. ગણતાં થાક લાગે તેટલા ઢોલીયા. ઘોડા માટેની ઘોડાર અલગ. ઝપાટાબંધ સેવકોનું ટોળું આવી ગયું અને બધા ઘોડાને ઘોડારમાં દોરી ગયું. મહેમાનો માટે સોનાના કટોરા અને થાળીની પંગત પડી. બધા જુવાન નવકાર ગણી મુખશુદ્ધિ કરી શેડકઢા દૂધથી ભરેલા કટોરા મોઢે માંડે છે ત્યાં તો બીજા પાંચસો જુવાન ઘોડા ઉપરથી આભૂશેઠની ડેલીએ જ ઊતર્યા. એ આવો, આવો !' એવો મીઠો આવકાર આપીને નવા આવેલા પરોણાનું પણ સહર્ષ સ્વાગત થયું. “બધું ય અબઘડી તૈયાર છે, આવો, બેસો. થોડો થાક ખાઓ, તાજા-નરવા થાઓ ત્યાં બધું હાજર !' એ જ કઢેલા દૂધભર્યા રૂપાનાં કચોળાં ને ઘી નીતરતાં ગરમ-ગરમ રોટલાથી ભરી ભરી થાળીઓ મુકાઈ. મલાઈદાર દહીં જોઈતું હોય તેને માટે દહીંનાં દોણાં તૈયાર હતાં. ઝાંઝણની ચકળવકળ નજર ચારે બાજુ ફરી રહી છે. એને તો ક્યાં ખાવું હતું? તે તો આ બધું નીરખવા ને પરખવા જ આવ્યો હતો ! એ માટે એણે આ બધો તખતો ગોઠવ્યો હતો ! એને હૈયે હવે ગંભીરતા છવાઈ. “અહો ! આ બધું શું દેખાય છે !' હજુ પહેલી પંગતે જ્યાં ઓડકાર ખાધો ત્યાં ત્રીજી પાંચસો જુવાનની હાર હાજર થઈ ગઈ ! ન તો જિનદાસના મોઢાની રેખા બદલાઈ કે ન તો તેના કપાળે કરચલી વળી ! સત્કાર છે અને તે મીઠાં વેણ સાથેનો છે, જે મનને ધરવી દે છે. પરિવારનો સ્ત્રીવર્ગ પણ સાબદો છે. સેવકગણ પણ ઊભા પગે છે. બધાનાં For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪: આભના ટેકા મો પર નર્યો, નીતર્યો આનંદ ફરક્યા કરે છે. હળવે હાથે, હેતભરી રીતે, આગ્રહથી ત્રીજી પંગતને પણ સોના-રૂપાના થાળ-કટોરામાં પીરસવામાં આવ્યું! . સરભરા તો એવી કે જમનારો અચંબામાં જ પડે ! ત્રણેય પંગત હવે પરવારી, ન્હાઈ-ધોઈ પૂજા-સેવા-મુનિવંદન કરી તથા અન્ય ચૈત્યો જુહારીને, સહુ સાથે જેવા આભૂશેઠને આંગણે આવ્યા ત્યાં તો રસોડામાંથી મઘમઘતાં ઘીની સોડમ આવવા લાગી. બધાએ નાક ભરીને એ સુગંધ માણી. આ વખતે તો લાપસીમા લેવાના ઘીના ગાડવા જ બાજુમાં મૂકી દીધા હતા! ઝાંઝણ તો ઘીના ગાડવાની લાંબી હાર જોઈને જ આભો બની ગયો ! આને તે કેવાં ને કેટલાં દૂઝણાં હશે ! અનાજના કોઠાર ભર્યા હોય એ તો સમજાય છે, પણ સુગંધથી મન-મગજને તરબતર કરી મૂકે તેવા તાજાં ઘી અને સળી ઊભી રહે તેવા દૂધનાં બોઘરણાં! વાહ! ભાઈ વાહ! દિલની દિલાવરીથી બધું આવી મળે, તે આનું નામ ! પેટને ભરવાની હવે જરૂર ન હતી અને મન તો ક્યારનું યે ભરાઈ ચૂક્યું હતું. સાંજ પહેલાં પંદરસોનું ધાડું ઉપડ્યું પોસાળમાં આભૂશેઠને પ્રણામ કરવા! ઝાંઝણ તો સીધો આભૂશેઠના પગમાં જ પડ્યો ! હરખનાં આંસુથી શેઠના પગને પખાળવા લાગ્યો ! કેટલીયે વાર સુધી ઝાંઝણે માથું ત્યાં જ ટેકવી રાખ્યું ! ગદ્ગદ્ સ્વરે માંગણી કરી : “મહાશ્રાવક આભૂ ! આજે આપની પાસે ગ્રાહક થઈ માંગું છું. આપનામાં સિદ્ધ થયેલા આ સાધર્મિકવાત્સલ્ય નામના ગુણનો કૃપા કરી મારામાં વિનિયોગ કરો ! મારો બેડો પાર કરો !” અને એવા જ હર્ષથી ભીનાં ભીનાં નેત્રે આભૂએ ઝાંઝણના મનોભાવનું અભિવાદન કરતાં, તેમની હૃદય-મંજૂષામાંથી : “પ્રભુકૃપાથી તેને પણ આવા ગુણની પ્રાપ્તિ થાઓ!' એમ મોતીની સેર જેવા શબ્દો સરી પડ્યા, જે સાચા થવા જ નિરમાયા હતા. આ શબ્દો સજીવ હતા, પ્રાણ હતા. હૈયાના ભાવથી નીતરતા હતા. ઝાંઝણે પ્રેમભર્યા હૈયે આભૂશેઠની ક્ષમા માંગી : ‘મેં તો છોકરમત કરી પણ આપ તો નગદ સોનું પુરવાર થયા !' આભૂશેઠે કહ્યું “આજે મારા મનના મનોરથ પૂર્ણ થયા. ઘણા વખતની ભાવના સફળ થઈ! તમે મને લાભ આપીને ઉપકાર કર્યો.' For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૭૫ ભીના હૈયે વિદાય માંગીને માંડવગઢ પધારવાનું આમંત્રણ આપીને બધા રસ્તે પડ્યા. રસ્તે બધા આ જ વાતો કરતા હતા. કોઈએ, જમતાં-જમતાં રસોઈના સ્વાદને કારણે પત્નીને અને પીરસનારના હેત-પ્રીતના કારણે માતાને વિસરી ગયાની વાત કરી. કોઈ કહે, આવા કમોદના ભાત તો ચાખ્યા જ નથી, શી શેની મીઠાશ હતી ! કોઈ કહે, ઘીની શું કમાલ સોડમ હતી, હું તો નાકથી સૂંઘતાં સૂંઘતાં જાણે પીવા જ માંડું એમ થઈ આવ્યું ! ભાઈ ! આપણને તો આ સદાકાળ યાદ રહેશે. કાળજે કાયમ માટે કોરાઈ જશે ! ધન્ય ઉદારતા ! ધન્ય ભક્તિ ! ધન્ય ઘડી ! આપણે આવું ક્યારે કરીશું ! એવા એવા મનોરથ સાથે પોતાના ગામને પાદર પહોંચ્યા. સંઘ હેમખેમ પાર પડ્યો તેથી ઝાંઝણ ખુશ હતા. વળી મોંઘેરા આશીર્વાદની મૂડી ભેટ પામ્યા હતા તેથી વધુ આનંદિત હતા. આ બીજ એવું વવાયું હતું કે એ એક દિવસ રાજ્ય-વાત્સલ્યના ઘેઘૂર વટવૃક્ષ રૂપે પાંગરવાનું હતું. આ ઘટના પછી ઘણે વર્ષે આ પ્રસંગ બન્યો. વાત આમ બની હતી. મંત્રીશ્વર ઝાંઝણે માંડવગઢ-માળવાથી જૂનાગઢના શ્રી ગિરનારમંડન શ્રી નેમિનાથ ભગવંત અને ગિરિરાજ-શણગાર શ્રી ઋષભદેવ ભગવંતની યાત્રાનો સંઘ કાઢ્યો. શ્રમણ ભગવંત, શ્રમણી વર્ગ, શ્રાવક-શ્રાવિકા અને સાજનમહાજન -બધા મળીને સંખ્યાનો કુલ આંકડો બે લાખ આસપાસ પહોંચ્યો ! આવો ભવ્ય સંઘ માર્ગમાં આવતાં નાના-મોટા અનેક તીર્થોને જુહારતાં, સ્પર્શના કરતાં તથા બન્ને મહાન તીર્થોની યાત્રા કરી, પુનઃ માંડવગઢ તરફ આવી રહ્યો હતો. સંઘ ગુજરાતમાં આવ્યો; કર્ણાવતીને પાદર, સાબરમતીના વિશાળ પટમાં પડાવ છે. હરખઘેલા બે લાખ યાત્રિકો આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજની નિશ્રામાં તથા પૂર્ણ સફળતાની પૂર્વ શરત જેવા નિરહંકારી નેતૃત્વથી શોભતા ઝાંઝણના સંઘપતિપણા હેઠળ કલ્લોલ કરતા હતા. ઝાંઝણની સાહસિકતા અને ચતુરાઈના ચમકાર તો યાત્રિકોને રોજ રોજ જોવા-જાણવા મળતાં હતા. એના ઔદાર્ય, શીલ અને સૌભાગ્ય એવા સિદ્ધ થયા હતા કે ધર્મઘોષસૂરિ મહારાજની વાણી પણ એવી વાતો કરતાં થાકતી ન હતી. એવામાં એક બનાવ બન્યો. -- For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬: આભના ટેકા કર્ણાવતીના રાજા સારંગદેવની પાસે ઝાંઝણમંત્રી મોટું ભંટણું લઈને પધાર્યા. રાજાએ પણ સ્વાગત-સન્માન સાથે સત્કાર કર્યો. રાજા પાસે ઝાંઝણની કીર્તિની વાતો તો પહોંચી હતી જ. રાજાને ઉમળકો આવ્યો! મંત્રીશ્વર સંઘપતિ ઝાંઝણને આમંત્રણ આપ્યું કે, “આવતી કાલે આપના યાત્રિકવર્ગમાંથી બે હજાર યાત્રિકો સહ ભોજન સમયે આપ પધારો, આપણે સાથે ભોજન કરીશું.” ઝાંઝણ વિમાસણમાં પડ્યા. રાજાએ ઝાંઝણ સંઘવીને આમ મૂંઝાયેલા જોઈને કહ્યું કે : આ પ્રકારનું ઇજન ક્યારેક જ અપાય છે; બીજા તો રાજાના આમંત્રણ તરત ઝીલી લેતા હોય છે, જ્યારે આપ આમ મૌન શું થઈ ગયા ! મનમાં શું વિમાસી રહ્યા છો? ઝાંઝણ કહે રાજન! બહુ મોટી મૂંઝવણ છે. મારો પ્રાણ-પ્યારા બે લાખ ભાઈ-બહેનોમાંથી હું કયા બે હજારને કહું? મારી જીભ શે ઊપડે ? અન્યને રાજ્યના મહેમાન થવા માટે બિનલાયક ગણું એ નહીં બની શકે. સારંગદેવની સભામાં બેઠેલા મંત્રી, પુરોહિત, નગરશેઠ અને સૌ નગરજનો મંત્રીશ્વર ઝાંઝણની નીલમ રત્નની વાળીથી શોભતી કર્ણપાલી, પાણીદાર આંખો, દઢતાસૂચક હોઠ અને શાંત અપાર્થિવ તેજથી ઝગઝગાટ લલાટને વિસ્ફારિત નેત્રે નિહાળી રહ્યા ! શું સિંહ જેવી નિર્ભયતા ! શું સાધર્મિકપ્રેમની પરાકાષ્ઠા ! રાજાની વાતથી સહેજ પણ અંજાયા વિનાની દઢતા ! ઝાંઝણની વાત સાંભળી રાજા ક્ષણ વાર તો ડઘાઈ ગયા. પણ વળતી જ ક્ષણે રાજાની આંખમાં ચમક આવી. મનમાં યુક્તિ સૂઝી. કહ્યું તો શું મારે તમને આમંત્રણ આપવું હોય તો તે માટે મારે તમારા તમામ બે લાખ યાત્રિકોને આમંત્રણ આપવું જોઈએ? ઝાંઝણ કહે ચોક્કસ! હવે બોલવાનો વારો રાજાનો હતો. રાજા કહે : માની લો, તમને મારા પર સ્નેહ આવ્યો અને તમે મને જમવા માટે નોતરું આપ્યું. હું કહીશ, ના ! એમ હું એકલો ન આવું. મને જમાડવો હોય તો મારી ગુજરાતની સમગ્ર પાંચ લાખ પ્રજાને પણ આમંત્રણ આપવું પડે ! હું કાંઈ મારી વહાલસોઈ પ્રજાને મૂકીને તમારે ત્યાં જમવા ન આવું. તો શું તમે મને એ રીતે સમગ્ર પ્રજા સહિતનું આમંત્રણ આપશો? For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૭૭ પળનો પણ વિલંબ કર્યા વિના ઝાંઝણે આ તક ઝડપી લીધી. કહ્યું: જરૂર, હું તમને અમારી સાથે ભોજન લેવા આમંત્રણ પાઠવું છું. રાજા કહે : મારી પાંચ લાખ પ્રજા પહેલાં અને પછી હું! ઝાંઝણ કહે: ભલે ! મંજૂર છે. એક મહિના પછીની તિથિ કહો. રાજાએ તિથિ કહી. નોંતરું સ્વીકારાયું. ખુશખુશાલ થતાં ઝાંઝણ ઉતારે આવ્યા. ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ (નિરંજન ભગત) શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના ચરણોમાં માથું મૂકીને કહે કૃપાળુ ! આપના બળથી આ બીડું ઝડપ્યું છે, આપ પાર પાડજો. વાછરડું ખીલાના જોરે કૂદે, એવું છે. આચાર્ય મહારાજે વહાલ છલકતા સ્વરે કહ્યું: સારું કર્યું. જૈન ધર્મની શાખ વધારી છે. પ્રભુકૃપાથી સૌ સારા વાનાં થશે. ઝાંઝણ અત્યારે અષાઢનો ભર્યો-ભર્યો મેઘ નથી પણ શરદ ઋતુનો મેઘ છે. માંડવગઢથી પ્રયાણ કરી તીર્થયાત્રા કરી હવે ઘરભણી જઈ રહ્યા છે છતાં હૈયું તો ભાવથી ભરપૂર છે. શ્રાવક-રત્ન કોને કહેવાય? એક મહિનામાં તો સઘળી તૈયારી થઈ અને સાબરમતીના વિશાળ કિનારે કિનારે લાલ-લીલા મંડપો બંધાયા ! ગુજરાતના ગામેગામથી, ગામડાંઓમાંથી પાંચ લાખ માણસ ત્યાં 'ઊમટ્યું! ઝાંઝણ મંત્રી સાથેના યાત્રિકો તો હતાં જ. એ મળીને થયા સાત લાખ ! દશ હજાર મહેમાનો એક સાથે બેસી શકે તેવો એક મંડપ. એવા તો ગણ્યા ગણાય નહીં એટલા મંડપો ! રાજાએ અને પ્રજાએ અભૂતપૂર્વ મહેમાની માણી. પાંચ-પાંચ પકવાનો જમીને સહુ તૃપ્ત થયા! ક્યારેય જોયું-જાણ્યું ન હોય તેવું બધાએ માણ્યું ! દેવગુરુ કૃપાથી બધું જ અણીશુદ્ધ અને નિર્વિન પાર પડ્યું. જૈન ધર્મનો જયજયકાર વર્યો. રાજાના મનોરાજ્યના સાંકડા સીમાડામાં આ સમાય નહીં તેવું હતું. કલ્પનાના આકાશને પણ ઓળંગી જાય તેવી આ ઘટના હતી. ઝાંઝણની ઊંચાઈને આંખથી પણ આંબવાની હજુ બાકી હતી. પુણ્યાત્માના ચરિત્રો તો આભ જેવા અગાધ છે. - નાનાલાલ કવિ. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮: આભના ટેકા રાજા તો આ ભગીરથ કાર્યને અશક્ય ગણતો હતો. બધું જ ખૂટી પડશે, વ્યવસ્થાતંત્ર ભાંગી પડશે તેવું માની બેઠો હતો. જ્યારે સાંજે બધું જાતે નિહાળવા નીકળ્યા ત્યારે અચંબાથી આંખ પહોળી થઈ ગઈ ! મનના ભ્રમની ભોગળ ભાંગી ગઈ ! એમાંયે જ્યારે ઝાંઝણે પાંચ પકવાનના ઢગલાથી ઉભરાતા ઓરડા બતાવ્યા ત્યારે તો આશ્ચર્યની અવધિ આવી ગઈ ! બધા પકવાન લાલ કપડાંથી ઢાંકેલાં હતાં. આટઆટલો મહેરામણ ભરપેટ જમ્યા પછી પણ ભંડાર ભર્યા પડ્યા છે ! શેનો છે આ બધો પ્રભાવ? ઝાંઝણ કહે કે આ બધો ચમત્કાર તો અમારા ગુરુ મહારાજ શ્રી ધર્મઘોષસૂરિ મહારાજની કૃપાનો છે. ઉત્સુક રાજા કહે છે તેઓ ક્યાં વિરાજે છે? ઝાંઝણ રાજાને આચાર્ય મહારાજ પાસે લઈ ગયો. રાજા ઝૂકી પડ્યો. નિસ્પૃહતાથી ભર્યા ભર્યા સૂરિવરને જોઈ રાજાનો ગર્વ ગળી ગયો ! ઇતિહાસને પાને ઝાંઝણ મંત્રીશ્વરનું રાજ્યવાત્સલ્ય અમીટ અક્ષરે અંકિત થયું ! પ્રથમિણી માતની કૂખ ઉજાળી; પેથડના વંશને દીપાવ્યો અને આભૂશેઠના આશીર્વાદ ફળ્યા! આવા ધર્મપ્રભાવક મંત્રીશ્વર અમર રહો ! સાધર્મિક પ્રત્યેની આવી અથાગ લાગણી અમર રહો ! જય હો ! જય હો ! પ્રભુશાસનનો જય હો ! ] - - For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૭૯ અંદરના અવાજને આવકારીએ; પ્રમાણિક બનીએ પક્ષીવિદ્દ સલીમઅલી જાતની સાથે વફાદારી એ ઉન્નત જીવનની સીડીનું પહેલું પગથિયું છે. માણસે પોતાના અંદરના અવાજને કદી અવગણવો જોઈએ નહીં. અંદરથી આવતો અવાજ સાચો જ હોય છે. એ તમારી ચોકી કરે છે, હૂંફ આપે છે. અવસરે આશ્વાસન પણ આપે છે. તમે ભલે તેને ન સાંભળો તો પણ તે બીજીવાર અને ઉદારતાપૂર્વક ત્રીજીવાર પણ તમારે બારણે ટકોરા મારે છે. પછી પણ તમે તેને આવકારો નહીં તો તે તમારે આંગણે ફરકવાનું કાયમને માટે માંડી વાળે છે. જો ક્યાંયથી પણ ના મળે તો પૂછ અંદર, હર એકની પાસે કાંઈક અખૂટ હોય છે અંદર. આ અંદરનો જવાબ સાચો જ હોય છે. હિતકારી હોય છે. તેને અનુસરવું એટલે પ્રમાણિક હોવું. આ પ્રમાણિકતા જ આપણા જીવનનો પાયો છે. આ સંદર્ભમાં એક સાચી બનેલી ઘટના યાદ આવે છે : આ ઘટનાને બહુ વર્ષ થયા નથી. જાણીતા મુસ્લિમ બિરાદર પક્ષીવિદ્ સલીમઅલીને સહુ જાણે છે. તેમના પિતા પાલનપુરમાં ધીરધારનો ધંધો For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦: આભના ટેકા કરતા હતા. ત્યાંના એક આબરૂદાર અને આગલી હરોળના ગણાતા સુખી વેપારી નાણાંભીડમાં સપડાયા હતા. સહેવાય તો નહીં પણ, કહેવાય પણ નહીં એવી મૂંઝવણ ! મહામૂલો દાગીનો મૂકવાની જગ્યા ક્યાંક મળે પણ હૃદયની વાત કરવાની જગ્યા મળતી નથી. જેની પાસે આવી સગવડ હોય તે ભાગ્યશાળી. બહુ લાંબી મથામણને અંતે એ વેપારીને સલીમઅલીના પિતા યાદ આવ્યા. તેમને એકાંતમાં મળ્યા. પેટછૂટી વાત કરી અને હૃદય ઠાલવ્યું. જોઈતી મદદ મળી ગઈ. મોટી શાખવાળા વેપારી પાસે લખાપટ્ટી થોડી કરવાની હોય ? ધંધો ભલે ધીરધારનો હતો પણ મન હતું ઉદાર. વેપારી હળવો થયો. સંકટ ટળ્યું. આબરૂ બચી. બજારમાં નાણાંભીડની જાણ થઈ ગઈ હોત તો વર્ષોની જમાવેલી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાત. જાણે જીવતદાન મળ્યું ! પછી એ વેપા૨ીનો વેપાર તો જામ્યો નહીં એટલે પરદેશ જવાનું ઠેરવ્યું. આફ્રિકા ગયા. ત્યાં જઈને શાખ જમાવી. નસીબે પણ સાથ દીધો. સ્થાનાન્તરિતાનિ માન્યાનિ। એ ન્યાયે ઠીક ઠીક સારું કમાયા. એમ દિવસો વિતતા ગયા, ઉંમર પણ થઈ હતી. દેશ યાદ આવ્યો. માદરે વતન આવી સગાં-સંબંધીઓને મળ્યા, હળ્યા. અણીને વખતે જેણે મદદ કરી હતી, ભાંગ્યાનો ભેરૂ બન્યા હતા એની પાસે જવાનું નક્કી કર્યું. મૂળ રકમ અને આજ પર્યંતનું વ્યાજ ગણી, ૨કમ લઈ એ શેઠની પેઢી પર પગ મૂક્યો. શેઠને ન જોયા. દીકરા હતા. પુછ્યું, તો કહે : શેઠ પરલોક પ્રયાણ કરી ગયા. દીકરાને કહ્યું : ચોપડા જુઓ અને આ રકમ ગણી લો. ચોપડા ઉથલાવ્યા. ક્યાંયે નામ - નિશાન ન મળે ! દીકરો મુંઝાયો. વેપારી કહે : હું હિસાબ કરીને જ આ રકમ લાવ્યો છું, લઈ લો. દીકરો કહે ઃ સોપડો બોલતો નથી. મારાથી ન લેવાય. પિતાજી જન્નતશીન : થયા છે. તેમની મરજી વિરુધ્ધ રકમ લઉં તો તેઓ જહન્નમશીન થાય. વેપારી કહે : રકમ લેનાર હું પોતે છું. હું આપવા આવ્યો છું. તે વેળાએ તમારા ભાઈ સલીમઅલી હાજર હતા. દીકરાએ કહ્યું તમે તેમને મળો. તેઓ મુંબઈમાં છે. વેપારી મુંબઈ ગયા. મળ્યા. સલીમઅલી કહે : વેપાર-વણજ બધાની વહેંચણી થઈ ગઈ છે. ત્યાંનો વેપાર મોટાભાઈ સંભાળે છે. મને કશી ગતાગમ નથી. હું અહીં પક્ષીઓની For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ દુનિયામાં ખોવાયેલો રહું છું. વળી પાછા પાલનપુર ગયા. પણ એ દીકરાએ રકમને હાથ લગાડવા સુદ્ધાં ઈચ્છા ન કરી તે ન જ કરી. આ કિસ્સો શું કહી જાય છે ? અર્થ-લાલસાના આ યુગમાં આ ઘટનાને કોઈ સાચી માની શકે ખરાં ? લોહીના સંબંધો પણ પૈસાની વાત આવે એટલે રેતીના થાંભલા પુરવાર થાય. અડકવા જાઓ કે તરત જમીનદોસ્ત ! વાત એમ બની હતી કે, આબરૂદાર વેપારીને આપેલી રકમ ચોપડે લખાય તો મહેતા-મુનીમના હાથે, નજરે ચડ્યા વિના ન રહે. બજારમાં વાત વહે અને આ વેપારી ભીડમાં આવ્યા છે એટલે વ્યાજે પૈસા લાવ્યા છે એ બધા જાણે. આવું ન થાય તે માટે ૨કમનું નામ-નિશાન ચોપડે ચડાવ્યું જ નહીં ! કેવી ખાનદાની ! અને કેવી દૂરંદેશી ! કેવી હૃદયની ઉદારતા ! આ બધું પિતાજીના પક્ષે. અને ચોપડો બોલતો નથી એટલે, તમે કહેતા હો તો પણ અમારાથી આ રકમ ન લેવાય તેવી પ્રમાણિકતા દીકરાના પક્ષે. અને મેં લીધા છે એટલે મારે આપવા જ જોઈએ એવી છળ-કપટ વિનાની સચ્ચાઈ વેપારીના પક્ષે ! - આ પ્રસંગને સમજીને આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરવાનું છે. દરેકને આવા તેવા પ્રસંગ જીંદગીમાં આવતા જ હોય છે. તે વખતે આપણે અંદરના અવાજને સાંભળવો જોઈએ, તેને આવકારવો જોઈએ.પૈસાની લાલચ અને ઘેલછાથી વેગળા રહેવું જોઈએ. તેને પ્રારબ્ધ ઉપર છોડવું જોઈએ. એક પબ્લિક કેરિયર પાછળ લખેલું વાક્ય, વિહારમાં રસ્તે વંચાયું હતું તે યાદ રાખવા જેવું છે : किसी को वक्त से पहेले और किस्मत से ज्यादा ન મિના હૈ, ન મિતતા હૈ । આભના ટેકા : ૮૧ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨: આભના ટેકા વિચાર કરવાની કળા આધુનિક મનોવિજ્ઞાને ટેલિપથી” એવું નામકરણ હમણાં કર્યું પણ મનોમન વિચારનું આવાગમન તો યુગોથી થતું રહ્યું છે. મનમાં જે સૂક્ષ્મ વિચાર-તરંગ - જાગ્યો તે, વિજળી વેગે એના લક્ષ્યને એટલે કે સામી વ્યક્તિને સ્પર્શે છે. સૂક્ષ્મતા જેમ વધુ તેમ તેની શક્તિ વધુ. મનોગત ભાવને પ્રગટ કરવાના જે માધ્યમ છે તેમાં સૌથી વધુ સૂક્ષ્મ અને શક્તિશાળી માધ્યમ સંકલ્પ છે. સ્થૂળતાથી શરૂ કરીએ તો, પહેલા “શબ્દ” છે, તેનાથી સૂક્ષ્મ “સ્પર્શ' છે. સ્પર્શ દ્વારા આપણા મનોગત ભાવ સામી વ્યક્તિમાં સંક્રાંત થાય છે. કેટલાંક યોગીઓનો તો માત્ર દષ્ટિપાત પણ સામી વ્યક્તિમાં સોંસરો ઉતરી જાય છે. આ બધાથી ઉપર છે “સંકલ્પ'. સબળ સંકલ્પ મનની સમગ્ર શક્તિને કેન્દ્રિત કરીને એક જ લક્ષ તરફ એકાગ્ર કરવામાં આવે તો તે સંકલ્પ તતક્ષણે જ પરિણામ દર્શાવે છે. ભાવ તેવું પરિણામ. મનમાં કોઈ ભાવાત્મક વિચાર નિરંતર ચાલતા જ હોય છે. તે શુભ ભાવ સ્વરૂપ હોય અથવા અશુભ ભાવ સ્વરૂપ પણ હોય. આમ શુભ અશુભ સ્વરૂપ વિચારને સ્વાધીન હોય તો શુભભાવ સ્વરૂપ વિચાર કેમ ન કરવા? પણ ના, એ વિચાર સ્વાધીન થોડાં છે? હકીકતે તો અશુભ વિચારો જ વધુ તીવ્ર વેગે આવતા રહે છે ! આપણે સની ઈચ્છા ભલે કરતાં હઈશું, વાવેતર તો અસના બીજનું જ કરતા રહીએ છીએ. આ આપણામાં રહેલા નકારાત્મક અભિગમનું ફળ છે. આપણને સત્ કરતાં અસતુ પર વધુ શ્રદ્ધા છે ! જગતનું મંગળ કરનાર ભગવાનનું નામ લીધું છે માટે આપણો દિવસ સારો જશે અવી શ્રદ્ધા નથી હોતી પણ, સાયેલા ગામનું નામ લીધું એટલે ખાવાનું મોડું મળશે એવી શ્રદ્ધા દ્રઢ હોય છે! આવી નકારાત્મક વિચારધારા નિષ્ફળતાને નોતરે છે. વળી નકારાત્મક વિચારોની વિપુલતા અને પ્રબળતાને કારણે થોડીઘણી હકારાત્મક વિચારધારા હોય તે પણ દબાઈ જાય છે. એ પ્રસંગ આ વાતને પ્રકાશ આપશે : For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકાઃ ૮૩ જુના જમાનાની વાત છે. એક રાજ્યમાં રાજા અને પ્રજા વચ્ચે પિતા પુત્ર જેવા મીઠાં સંબંધો હતા. હક્ક કરતાં ફરજોનું ભાન બન્ને પક્ષે વધુ હતું. પ્રજાના દિલમાં રાજા પ્રત્યે સમર્પણ ભાવ હતો. રોજ દરબાર ભરાતો અને રાજા પ્રજાને મળતાં, એમનાં સુખ-દુઃખની કાળજી કરતા. સભામાં સહુકોઈ પ્રજાજને આવી શકતાં. સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો અને આવે બીજા બહુ નગરના યોગ્ય પુરુષો” * આ બધા પ્રજાજનો આવતા તેમાં એક વણિક વેપારી પણ આવે. તે જેવો સભામંડપમાં પ્રવેશ કરે છે તેને જોતાવેત રાજાના વિચારોમાં ફેરફાર થતાં. આંખના અમી સુકાવા લાગે અને આગ વરસવા લાગે ! બધાનું કલ્યાણ ઈચ્છનાર રાજાના મનમાં એના પ્રત્યે વિરોધી ભાવ જાગતાં. આવું રોજ થતું. રોજ એ વેપારી સભામાં પ્રવેશે કે રાજા કાળઝાળ થઈ ઊઠે ! રાજા કંટાળ્યો. આ શું? આવું કેમ ચાલે? આનો ઉપાય કરવો જોઈએ. કોને કહેવું ? મંત્રી સાંભર્યો. રાજાએ મંત્રીને એકાંતમાં બોલાવી પેટછૂટી વાત કહી. ઉકેલની તાકીદ કરી. મંત્રીએ છ મહિનાની અવધ માંગી. રાજાનું મન કાંઈક હળવું થયું. ચિંતામાં બીજી વ્યક્તિ ભાગીદાર બને કે તરત જ થોડી રાહતનો અનુભવ થાય છે. કોઈની નિકટ જવાનો સૌથી સરળ રસ્તો છે મૈત્રી. કોઈના હૃદયમાં પ્રવેશવાનો અધિકાર માત્ર મિત્રને મળે છે. રાજાએ અંગુલિનિર્દેશ કરી જે વ્યક્તિ બતાવી એની તરફ મંત્રીએ દોસ્તી કરવા માટે કદમ ઉપાડ્યા. મિત્ર બનવાની શરૂઆત સ્મિતથી જ થાય ને ! સ્મિત સાથે બોલાયેલા શબ્દોમાં "આપોઆપ મીઠાશ આવી જાય. હૈયાની મીઠાશથી બોલાયેલા શબ્દો બધાને ગમે. મંત્રી મિત્ર બનવા માંગતો હોય એને કોણ ન આવકારે? વેપારીએ મંત્રીના હાથને પ્રેમથી સ્વીકાર્યો. મૈત્રી પારંગતી જાય તેમ આદાન-પ્રદાનનો દોર ચાલુ થઈ જાય. પ્રીતિના છ લક્ષણો છે : આપે, આપેલું કે, ગુપ્ત વાત કહે અને પૂછે, જમે અને જમાડે. ઉનાળાના દિવસો હતા. મંત્રીએ વેપારીને જમવા માટે નોતરું આપ્યું. વેપારીએ સ્વીકારતા કહ્યું : મારે માટે ધન્યભાગ્ય છે. આપ પણ મારા ઘરે જમવા આવવાનું નિમંત્રણ સ્વીકારો. મંત્રી પણ આવું જ કંઈ ઈચ્છતા હતા. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪: આભના ટેકા વેપારી અને એના પરિવારની ખૂબ આગતા-સ્વાગતા કરી મંત્રીએ વેપારીને : ચકિત કરી દીધો. વેપારીએ ધન્યતા અનુભવી. થોડા દિવસ પછી વેપારીએ મંત્રીને નિમંત્રયા. વેપારીએ વળતી મહેમાનગત કરવામાં મણા ન રાખી. જમ્યા પછી બેઉ મિત્રો બહાર વરંડામાં હિંચકે બેસી હળવી પળો માણતા હતા. એવામાં મંત્રીની નજર ફળીયામાં એક ખૂણામાં પડેલા લાકડાના મોટા ઢગલા પર પડી. એ લાકડાના ગંજમાંથી ભારે સુગંધ આવી રહી હતી. સહજ રીતે મંત્રીએ પૂછ્યું આ શું છે? વેપારી આ અચાનક પ્રશ્નથી સાવધ થઈ બોલ્યો તે ચંદન કાષ્ટનો ઢગલો છે. એકવાર હું મલબાર ગયો હતો ત્યાં ચંદન સાવ સસ્તાભાવે મળતું હતું. મને સારો નફો મળશે એ આશાએ મોટો જથ્થો ખરીદી લાવ્યો. અહીં એ પ્રમાણે વેચાયું નહીં. મારી મૂડી અટવાઈ ગઈ. આટલું ચંદન કોણ ખરીદે? મને દિવસ-રાત આ જ ચિંતા કોરે છે ચેન પડતું નથી. પામે જો ભૂપ મૃત્યુ તો ચિતા ચંદનની બને, તે વિના કોઈ રીતે આ માલ મોંઘો નહીં ખપે. * વણિક વેપારીને ચંદન ખપાવવાનો આ એક જ રસ્તો દેખાતો હતો. એ વિચારની ધૂનમાં બીજો કોઈ રસ્તો હોય એવી કલ્પના ક્યાંથી આવે ? મંત્રી પાસે બોલતાં બોલાઈ ગયું. મનના ખૂણે પડેલી વાત ઉછળીને બહાર આવી ગઈ. તરત ખ્યાલ આવ્યો : શું બોલાઈ ગયું? સાવધ થયો. આ તો મિત્ર છે. કહ્યું : આ વાત અહીં જ દાટજો. મંત્રી ઇવકાઈથી કહેઃ ફિકર ન કરો. મનમાં થયું, કારણ પકડાઈ ગયું. પછી બીજી ત્રીજી વાત કરી, વિદાય લીધી. બે-એક દિવસ પછી રાજ્યના કામે અમુક બાબતમાં સલાહ લેવી જરૂરી હતી. તે બપોરે જ મંત્રી રાજા પાસે ગયો. ઉનાળાના દિવસો હતા, બપોરનો ધોમ ધખતો હતો. શેરીઓ સાવ સુમસામ હતી. ચકલું ન ફરકે, જાણે ધોળે દિવસે ધાડ. એવું વાતાવરણ હતું. રાજા તાપથી આકળ વિકળ થતાં હતાં. ખસની ભીની ચટાઈઓ બારીએ અને ઝરુખે લટકતી હતી. સેવકો તેના પર થોડી થોડી વારે ગુલાબજળનો છંટકાવ કરતાં હતાં. રાજાએ મંત્રીની વાત સાંભળી ઉતાવળે સલાહ આપી. પછી કહે : * કવિ બોટાદકરની કાવ્ય પંક્તિઓ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકાઃ ૮૫ આ ગરમીનો કાંઈક ઉપાય કરવો જોઈએ, મહેલમાં એકાદ ખંડ ચંદનનો હોય તો ઠંડકનો અનુભવ થાય અને શાતા વળે. મંત્રીએ સત્વરે કહ્યુંરાજન, આપની ઈચ્છા થઈ છે તો જરૂર એ બની જશે. પુણ્યવંતને ઈચ્છા માત્ર વિલંબ.” રાજા કહે : થઈ જશે કહો છે પણ તે તો આવતે ઉનાળે ખપમાં આવે. મંત્રી કહે તુર્ત જ કરાવી દઉં. વળતે દિવસે સવારમાં જ વેપારીને કહેવરાવ્યું : તમારા ફળીયામાં જેટલું ચંદન છે તે બધું જ રાજ દરબારે મોકલી આપો, સાથે તેની કિંમત પણ જણાવજો, જે કંઈ વ્યાજ ચડ્યું હોય તે પણ ઉમેરજો. વેપારી આ જાણી રાજીના રેડ થઈ ગયો. એને થયું, કોઈ માઠા સમાચાર તો નથી. તો પછી આટલા બધાં ચંદનની તે શી જરૂર પડી હશે? પણ મારે વિચારવાનું શું કામ છે? દામ મળે છે પછી શું? ચંદન રાજ દરબારે પહોંચી ગયું. સુથારે એનું કામ શરૂ કરી દીધુ. વેપારીને પૂરતા પૈસા મળી ગયા. એનું મન હળવું થઈ ગયું. ચિંતા ટળી ગઈ. મનમાંથી રાજાના મૃત્યુનો વિચાર ગયો. વાદળ વરસી જાય કે વિખરાઈ જાય પણ તે પછી તો સૂરજને પ્રકાશ મળે છે ! પછી રાબેતા મુજબ તે વેપારી રાજસભામાં ગયો. રાજાએ તેને જોયો. રાજાના મનમાં સહજ પ્રસન્નતાનો અનુભવ થયો. આશ્ચર્ય થયું. સભા બરખાસ્ત થયા બાદ મંત્રીને આ પૂછ્યું : તમે કંઈક કર્યું જણાય છે ! મંત્રી કહે : આપણે પરિણામ સાથે નિસ્બત છે. આપે સોપેલું કામ થઈ ગયું. આ કથાનો સાર મહત્ત્વનો છે. આપણા ચંદન વેચવા માટે કોઈની ચિતા ખડકવાની જરૂર નથી. આપણા 'સુખને માટે કોઈને દુઃખ દેવાનો વિચાર ન કરવો જોઈએ. કોઈને દુઃખી કરવાનો વિચાર કરીએ છીએ ત્યારે એ આપણે વાવેલું જ દુઃખ આપણને પાછું મળે છે. આપણો જ વિચાર આપણા તરફ પાછો વળે છે. મનના વિચારોની સૂક્ષ્મ અસર થાય છે. શુભ હોય કે અશુભ, મનના વિચારોની અસર થવાની જ. આપણને શુભ વિચારો જ જોઈએ છે, તો શુભ વિચારો જ ફેલાવવા. સર્વ 'દિશાએથી આવતા શુભ વિચારો ઝીલવા એ જ આપણું કર્તવ્ય. p. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬: આભના ટેકા વિતેલી ઘટનાને કઈ રીતે વિચારીશું? વિક્રમની અઢારમી સદીમાં, ઉત્તર ગુજરાતના એક ગામમાં બનેલી એક ઘટના છે. જો કે આ ઘટના, કોઈ પણ સાલના, કોઈ પણ દિવસે, કોઈ પણ ગામમાં બની શકે છે. એ ગામ હતું. સાવ નાનું ગામડું નહીં અને શહેર પણ નહીં એવુંએ ગામ. ગામનું બજાર નાનું પણ રોજ સવારથી સાંજ સુધી ધમધમતું રહેતું. આજુ બાજુના કેટલાંયે ગામડાંનું હટાણું હતું. આસપાસના ગામડાના સેંકડો માણસો પોતાના ગામની નીપજ – ચીજવસ્તુ અહીંની બજારમાં વેચવા લાવે. પોતાને જોઈતી ચીજવસ્તુ લેતા પણ જાય. આનું નામ હટાણું. ગામમાં એક જ ઊભી બજાર પણ એના અલગ અલગ ભાગ. ઉગમણેથી ગામમાં પેસતાં પહેલાં જ ઘીની દુકાનો આવે. વચ્ચે ત્રણ ગાડાં ચાલી શકે એવો પહોળો રસ્તો. ઘીનું બજાર સોમવારે ભરાય. ગામડેથી ઘીના ગાડવા ભરી અનેક ભરવાડો, રબારીઓ ઘી વેચવા આવે. બજારમાં સામસામી ઘીના વેપારીઓની દુકાન. શિયાળાના દિવસો હતા. આજે સોમવાર એટલે સવારથી જ ગામડેથી ભરવાડ વગેરે ઘીના દોણાં, બોઘરણા લઈને, વધુ હોય તો ગાડવાથી ગાડું ભરીને આવવા લાગ્યાં. સવારનો કૂણો તડકો રેલાયો ને બજાર ઉભરાયું. ખુલેલી ઘીની દુકાનો પાસે રોજીંદા ઘરાકો આવવા લાગ્યા. વેપારીઓ પણ એવા કુશળ; ઘીની પરખ એવી તો કરી જાણે કે ઘીના ગાવામાંથી ઘીને અડકવું પણ ન પડે! માત્ર નજર પડેને કહી દે કે આ ચોખ્યું છે, આમાં ભેગ છે. પાસેના ગામડાનાં વશરામ અને રુડી, અને એ જ ગામના ભરવાડવાસના, ખોડો અને રતન; બન્ને ધણી-ધણીયાણી. ગામમાંથી ઘણા ગાડા નીકળ્યા એટલે ઘીના ગાડવા ભરી, પોતપોતાના ગાડા જોડી, સારા શુકન જોઈને પોતે પણ નીકળ્યા. જોતજોતામાં ગામની બજારમાં આવી, વશરામ મીઠાભાઈની દુકાને અને ખોડાભાઈ જીવણભાઈની દુકાને ઊભા રહી ગયા. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૮૭ બન્નેની સામસામી દુકાન. વર્ષોથી એકબીજા પર વિશ્વાસ. બાઈ માણસ, આ બાજુ રુડી અને સામે દુકાને રતન, ગાડા પાસે ઊભા. અને વશરામ અને ખોડો દુકાનને ઓટલે ઊભા. બન્નેના ગાડામાં વીસબાવીસ ગાડવા હતા. ધણીયાણી ગાડામાંથી ગાડવો લઈને ઘણીને આપે. ઓટલે ઊભેલો ધણી વેપારીને આપે. વેપારી જુએ, ચકાસ; સારું લાગે એ રાખે, કાગળમાં ટપકાવે. ઠીક ન લાગે એ બાજુએ રખાવે. આમ ક્રમ ચાલે. બન્ને સામસામી દુકાનોમાં આ સીલસીલો એકસરખો ચાલે. બાર-તેર ગાડવા તો બરાબર અપાયા, મુકાયા, લખાયા. તે પછી એક ગાડવો રૂડીએ લઈ વશરામના હાથમાં મૂક્યો પણ શું બન્યું તે કોઈને ખ્યાલ ન રહ્યો ને ગાડવો દુકાનના ઓટલાની ધારે જ પડ્યો. તડાફ દઈને ગાડવો ફૂટયો, ને શિયાળાનું જામેલું ઘી અને તેના દડબા ઊડીને પડ્યા. રૂડી શરમાઈ, વશરામનું મોં પણ ઝંખવાયું. એક ક્ષણ કોઈ કંઈ જ ન બોલ્યું. વળતી ક્ષણે જ રુડી બોલી : મારા હાથ સ્ટેજ ચીકણાં થઈ ગયેલા એટલે આમ બન્યું. વશરામ કહે : તે તો આપ્યો પણ મારાથી જરા શરતચૂક થઈ ગઈ ને ગાડવો પડી ગયો. કંઈ નહીં હવે હું બરાબર ધ્યાન રાખીશ. બન્ને આમ બોલ્યા અને ગાડવા આપવા લેવાનું કામ પૂર્વવત ચાલ્યું. ગણતરીની મિનિટોમાં ગાડાનાં ગાડવા દુકાનમાં ઠલવાઈ ગયા, હિસાબ પણ થઈ ગયો. પૈસા ગણીને અપાઈ ગયા. વશરામ અને રુડી ગામમાં બીજી ચીજ વસ્તુ ખરીદવાની હતી તેમાં મન પરોવીને ગાડું આગળ લઈ ગયા. આ બાજુ રતન અને ખોડો મળીને ગાડું ખાલી કરતાં હતાં. રતનના હાથમાંથી ગાડવો છટક્યો, નીચે પડ્યો. ખોડાએ આ જોયું. એનું મગજ છટયું, રતનને કહે : ગાડવો આપતાં ખ્યાલ તો રાખીએ, મેં લીધો છે કે નહીં? બસ, આમ બેધ્યાનપણે આપવાનો? સામે રતન બોલી : મેં તો બરાબર આપ્યો હતો, પણ તમે જ રસ્તે જતાં લોકો સામે ટીકી ટીકીને જોતાં રહો એમાં હું શું કરું ! બે વચ્ચે ચડભડ થઈ. બન્નેને ઊંચા અવાજે બોલતાં સાંભળી લોક તમાશો જોવા ભેગું થયું. રતન પણ આગળ પાછળની યાદ કરી કરી બોલતી રહી For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮: આભના ટેકા અને ખોડો પણ કાંઈ બાકી રાખે? બન્ને હાથ લાંબા લાંબા કરી ઘૂંક ઉડાડતા રહ્યા. ટોળે મળેલા લોકોએ આનો લાભ લઈ, ગાડાના ગાડવા પર હાથ અજમાવવા લાગ્યા! ફાવે તેમ ઘરભેગું કરવા લાગ્યાં. બોલતાં ને બકતાં બન્ને થાક્યાં ત્યારે દુકાનદાર કહે : ભાઈ ! આ બધી ઘરની વાતો ઘરે કરજો. તમારું આ જોણું જોઈને મારા ઘરાક પાછા જાય છે. બંધ કરો. શિયાળામાં યે રતન ખોડાને કપાળે પરસેવો વળેલો જોઈ દુકાનદારે કહ્યું : પાણી પીઓ અને ટાઢા થાઓ. પાણી પીને જેવી રતન ગાડા તરફ વળી ત્યાં તો એના મનમાં ફાળ પડી. ગાડામાં એકેય ગાવુંનહીં! હું ! બધા ગાડવા કોણ લઈ ગયું? દુકાનદારે ભેગાં થયેલા લોકોને ભગાડ્યાં જાવ ! અહીં કશું નથી. દુકાનદારે હિસાબ કર્યો: તેર ગાડવાના પૈસા આપવાના થયા. વીલે માઢ પગ પછાડતાં અને બબડાટ કરતાં, ખોડાએ પૈસા ગજવામાં મૂક્યાં તેવીસ ગાડવા લાવ્યો હતો તેના આટલા પૈસા આવશે, તેમાંથી આવું આવું લઈશું. એના ઓરતા ને મનસૂબા બધા ધૂળમાં મળ્યાં! મન ખાટું થયું ? ચાલો, હવે કંઈ બજારમાં જવું નથી. જલદી ગામભેગાં થઈએ. ધોળી પૂણી જેવા મોંએ ગામની વાટ પકડી ઘર ભણી રવાના થઈ ગયા. આ વાત અહીં પૂરી થાય છે. પણ આપણું કામ અહીંથી જ શરું થાય છે. કથા-પ્રસંગ માત્ર કુતૂહલ સંતોષવાના પ્રયોજનથી નથી જોવાનો. જીવનને ઉજમાળ કરતાં બે નરદમ સત્ય અહીં ઉપલબ્ધ થાય છે તેને સમજવાનું આપણું પ્રયોજન છે. જુની વિતક વાતોને ઉખેળીને, બની ગયેલી ઘટનામાં જ અટકીને કે અટવાઈને શું પ્રાપ્ત થાય છે? ઘટના જેવી બની કે તેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી, તેમાંથી થયેલી ભૂલ ફરી ન થાય તેની કાળજી રાખવાના વિચારને સ્થિર કરી આગળ વધીએ તો શું પ્રાપ્ત થાય તે આ કથાના સંદર્ભે વિચારવું છે. પ્રથમ એ વિચારવું છે કે આ કથા-પ્રસંગ જેવું આપણા જીવનમાં પણ બનતું For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ આભનાટેકાઃ ૮૯ હોય છે, ત્યારે આપણી ભૂમિકા વશરામ-રુડીની છે કે ખોડા રતનની છે? આત્મનિરિક્ષણ કરીએ અને આપણા જીવનની ઘટનામાંથી શો બોધ લઈએ? બનેલા બનાવોમાં આપણી વિચારધારામાં કે દષ્ટિકોણમાં ફેરફાર કરીએ છીએ? આટલા પ્રશ્નો વિચારવા માટે રાખીએ અને પ્રસંગના નિષ્કર્ષને ગાંઠે બાંધી લઈએ. જો આણે આમ કર્યું હોત, જો આમ ન કર્યું હોત; આ બનાવ આ રીતે નહીં પણ આ રીતે બન્યો હોત તો આમ પરિણામ આવત. --આવા હિસાબ કે ગણતરીમાં મન-મગજ-સમય-શક્તિ ખર્ચવા તે માત્ર મૂર્ખતા છે. નુકશાનીના બનાવમાં અટકી જવાથી કે તેને અંગે ચિંતા કરવાથી માત્ર રાગદ્વેષની વૃદ્ધિ જ થાય છે, જે હાથમાં નથી તે ભવિષ્યની વિચારણામાં જ ડૂબેલા રહેવાથી પુરુષાર્થની હાની જ થાય છે. આ બન્ને પ્રકારની વિચારણા વિધેયાત્મક શક્તિનો હ્રાસ કરનારી છે. બની ગયેલી ઘટનાને બળતરા સાથે ઘૂંટવાથી, ઘૂંટી ઘૂંટી ઘેરી બનાવવાથી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ પેદા થાય છે. જે નકારાત્મક લાગણી ઉત્પન્ન થઈ તેનાથી જીવનઉર્જાનું અધોગમન થાય છે. કાંઈ પણ લાભ થવાને બદલે નુકશાન જ થાય છે, તેથી ચિત્તને એવું કેળવવું જોઈએ કે એ આવા વિચારમાં રોકાય જ નહીં. આવે વખતે ચિત્તને શાન્તિમાં રાખવા નિયતિવાદનો, ભવિતવ્યતાનો સહારો લેવાનો; એ કાળે ઘટના બનવાની હતી તે બની, હવે તેનો શોક, સંતાપ કે વિષાદ શા માટે? જે ઘટના બની નથી તેને માટે નિયતિવાદનો સહારો લેવાનો નથી. જો તેમ કરીશું તો પુરુષાર્થની હાની થઈ જશે. “જે કાળે બનવાનું છે તે બનશે એમ બોલવાનું કે વિચારવાનું નથી પણ જે કાળે બનવાનું હતું તે બન્યું. હવે નવેસરથી પુરુષાર્થ કરીશું તો જે ધારીશું તે બનશે એમ વિચારીને પુરુષાર્થને સતેજ બનાવવાનો છે. રાગદ્વેષની વૃદ્ધિ નથી કરવાની અને પુરુષાર્થની હાની નથી કરવાની, એવા વિચારો કરવાથી શક્તિનું ઉદ્ઘકરણ થાય છે. ચિત્ત અકારણ પ્રસન્ન રહે છે. ઘટના ગમે તેવી હોય, તેને જોવાની આપણી દષ્ટિ સવળી હોય તો દેખીતી રીતે દુઃખદ દેખાતી ઘટના પણ આપણા માટે સુખદ બની જાય.] For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦: આભના ટેકા ધર્મનું સાધન : અન્તઃકરણ જ્ઞાની પુરુષે ધર્મ આરાધવાના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કરણ-ઉપકરણઅન્તઃકરણ. તે ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે. પહેલો પ્રકાર : કરણ. ધર્મ આરાધનામાં શરીર એ સાધન છે. શરીરની સપાટીથી ધર્મ થાય છે. બીજો પ્રકાર: ઉપકરણ. ધર્મ કરવા માટે જોઈતા સાધન ઉપકરણ કહેવાય. ઓઘો, મુહપત્તિ, ચરવળો, કટાસણું, નવકારવાળી, પૂજાની થાળી-વાટકી વગેરે ઉપકરણ જોઈએ. ધર્મકાર્ય કરવા આ બધાની જરૂર પડે. ત્રીજો પ્રકાર : અન્તઃકરણ. પહેલા બે પ્રકાર વડે ધર્મ થાય. એથી વિશેષ અને સર્વોચ્ચ આ પ્રકાર છે. કદાચ કરણ કે ઉપકરણ વિના ધર્મ થઈ શકે પણ અન્તઃકરણ તો જોઈએ જ. તમે વિચાર કરો. પંચાશક શાસ્ત્રમાં જે એક ઘરડી ડોશીની કથા આવે છે તેમાં આ અન્તઃકરણ દ્વારા થતાં ધર્મનો જ મહિમા બતાવ્યો છે. બાકી કરણ કે ઉપકરણમાં ક્યાં કશો ભલીવાર હતો? અત્યંત દરીદ્ર ડોશીમાની પાકી ઉંમર, કરચલીવાળું કૃશ શરીર. ૮૦વર્ષની વયે પોતાની આજીવિકા માટે રોજ જાતે જંગલમાં જઈ લાકડા કાપી ભારા લઈ આવવા પડતા હતા ! આંખના દીવાનું તેલ ખૂટવામાં આવ્યું હતું એટલે કે એ અખમ થવા આવી હતી. કાન પણ જવું જવું કરતાં હતાં. પગ તો ક્યારના યે રજા માંગતા હતા. પણ બધું એમ જ નભતું હતું. એક દિવસ એ ઘરડાં માજી માટે સોનેરી દિવસ ઉગ્યો. લાકડા લેવા જંગલમાં જવા ઘર બહાર નીકળીને જેવા તે ચોકમાં આવ્યા ત્યારે, માણસના ટોળે ટોળા એક દિશામાં જલદી જલદી જતાં જોયાં. માજીએ પૂછ્યું : આટલા બધા માણસ આજે ક્યાં જાય છે? કોઈકે કહ્યું: ગામ બહાર ભગવાન આવ્યા છે. ત્યાં દર્શન માટે જાય છે. આટલું સાંભળી માજીના મનમાં શુભ વિચારનો સંચાર થયો. થયું : લાવને હું પણ આજે ભગવાનના દર્શને જાઉં. માજીએ જંગલમાં જવાને બદલે ભવ-જંગલનો અંત લાવનાર ભગવાન તરફ ડગુમગુ ચાલે ડગ માંડ્યાં. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા:૯૧ વળી મનમાં થયું : આમ આવા શરીરે કેમ જવાય? એટલે નદી તરફ ચાલ્યા. ત્યાં પાણીમાં હાથ-પગ બોળ્યા. નદી પાર કરતાં બીજો વિચાર ઝબક્યો: ખાલી હાથે કેમ જવાય? ત્યાં સામે નાગોડના છોડ પર નાના નાના લાલ ફૂલ દેખાયા, તે લઈ લઉં ! થોડાં ફૂલ લીધાં અને આગળ વધ્યાં. | રસ્તા પર જેવા આગળ વધવા જાય ત્યાં જાણે કીડીયારું ઉભરાયું હોય તેટલું માણસ ! અરે, માણસ જ નહીં, પશુસૃષ્ટિ પણ ત્યાં ધસમસતી દેખાઈ ! આમાં મારગ કેમ થાશે, એવી ચિંતા મનમાં ઘોળાતી હતી. ત્યાંથી પસાર થતાં રાજાને પણ આ માજીને જોઈ દયા આવી. પાસેના મંત્રીને કહ્યું કે સૈનિકોને સૂચના આપજો કે માજી ક્યાંક ચગદાઈ ન જાય. રાજા તો આગળ વધ્યા. પણ મનમાં આ ભાવુક માજી વસી ગયા. જેવા તેઓ પ્રભુ પાસે પહોંચ્યા તેવો જ પ્રશ્ન પૂછ્યો : પ્રભો ! પે'લા માજી ક્યાં પહોંચ્યા ? ત્યાં પ્રભુ કહે : આ તમારી સામે બેઠાં છે તે. રાજા કહે : આ તો દેવ છે ! પ્રભુ કહે : એ માજી દર્શન કરવાની ચઢતી ભાવધારા સાથે આવી રહ્યા હતા, ત્યાં જ માણસની ભીંસ થતાં ચગદાઈ ગયા અને તેઓનું આયુષ્ય પૂર્ણ થયું. એમના મનમાં પ્રભુના દર્શનની તીવ્ર ભાવના હતી. હાથમાં નગોડના ફૂલ હતા તેથી દેવલોકનું આયુષ્ય બાંધ્યું અને આ તમારી સામે જ બેઠાં છે. હીન, દીન અને દરીદ્ર અવસ્થામાંથી કેવા પુણ્યશાળી બની ગયા ! આમાં કરણ અને ઉપકરણ તદ્દન ગૌણ નગોડનો છોડ છે હતા. માત્ર અન્તઃકરણથી તેમનું કામ થયું ! આપણે પણ ધર્મ સાધવા માટે વધુમાં વધુ જોર અન્તઃકરણ ઉપર દેવાનું છે. મનમાં જ પ્રભુનું સ્થાપન કરી તેમની સાથે તદાકાર થવા પ્રયાસ કરવાના છે. તેમ કરવાથી જ સાધના ફળવતી અને બળવતી બની રહેશે. ] Jain Education international For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨: આભના ટેકા આજ રોટી રામ નહીં બોલતી હૈ! ભારતીય આર્યપરંપરાને શોભાવનાર અનેક સંતો થયા તેમાં નજીકના સમયમાં એક સંત થયા - રણછોડદાસજી મહારાજ. એક જ ટંક ભોજન લે; અને તે પણ એક જ દ્રવ્ય ખીચડી. તેઓ જાતે જ રાંધે. એમાં પણ ચોખા અને દાળ, ત્રીજું પાણી બસ! આજ બપોરે તે આવતી કાલ બપોરે ! એ ખીચડી જેમાં રાંધી હોય તે તપેલીમાં ચોંટેલા અનાજના કણ ખાનારા કહેતા કે અમૃત કેવું હોય તે ચાખ્યું નથી પણ અમૃત હોય તો તે આવું જ હોય એમ લાગે છે! વર્ષો વીતતાં એમની વય વધી ત્યારે ભક્તોનો આગ્રહ થયો એટલે રોટી અને શાક લેતાં. છેલ્લા વર્ષોમાં તો માત્ર રોટી જ લેતાં અને તે પણ રોજ રોજ એક જ વ્યક્તિએ તૈયાર કરી હોય તે જ ! એકવાર બીજા એક બહેન આવ્યા. રોજ સત્સંગમાં આવતાં. ભાવિક હતા. તેમને મન થયું. જે બહેન હંમેશા રોટી કરતાં હતા તેમને કાલાવાલા કરીને તે દિવસ પૂરતી માંગણી કરી અને તેમણે રોટી બનાવી દીધી. પીરસવાનું કામ તો પેલા રોજ તૈયાર કરનાર બહેને જ કર્યું. રોટી પીરસાઈ સાથે પાણી પણ મૂકાયું. રણછોડદાસજી મહારાજે જમવાનું શરું કર્યું. એક કોળીયો ખાધો. બીજે કોળીયે મહારાજ બોલી ઉઠ્યા आज रोटी राम नहीं बोलती है ! પીરસનાર બહેનબાજુમાંજ હતા. શરમાઈ ગયા. મોં પડી ગયું. ક્ષમા માંગી. અંતરંગની નિર્મળતા શી હશે! એ બહેન રોજ રોટી કરતાં એમનાં ચિત્તમાં માત્ર રામનું જ રટણ સ્મરણ કરતાં ! રોજ પોતાને હાથે લોટ દળવાનું શરુ કરે ત્યારથી લઈને કણક બાંધતા, રોટલી વણતાં, એને ચોડવતાં; રણછોડદાસજીને પીરસતાં... તે છેક મહારાજ જમીને ઊભા થાય ત્યાં સુધી એ બહેનના હૃદયમાં સતત રામ રામ ના જાપ ચાલે! એ મંત્ર એવો જપે કે, જમતાં જમતાં જમનારને પણ એ જ મંત્રનો હૃદયમાં પડઘો પડે ! જ્યારથી મેંઆ પ્રસંગ સાંભળ્યો ત્યારથી મારું મન, મનરોટીરામનીં વોન્નતી ! તે વાક્ય બોલ્યા જ કરે છે. ] For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા:૯૩ સુખની ચાવી : આપણા જ હાથમાં આપણા જીવનનાં મોટા ભાગનાં દુઃખો આપણે જ નોતરેલા અને આપણે જ ઊભા કરેલાં, આપણે જ ઉછેરેલા હોય છે. તેના બે કારણો હોઈ શકે, અદષ્ટ કારણ અને દષ્ટ કારણ. અદષ્ટ કારણમાં તો આપણે ભાગ્ય અને કર્મને નિમિત્ત માની લઈએ છીએ. જ્યારે દષ્ટ કારણમાં તો આપણે સ્વયં જવાબદાર હોઈએ છીએ. આમેય આપણા સ્વભાવને કારણે આપણા જીવનમાં સુખ અને સુખના કારણો કરતાં દુઃખ અને દુઃખના કારણો વધુ જ મળવાના. છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. શરીરના રોગો અને એવા એવા દુઃખ, જીવન જીવવાની આપણી અણઆવડત અને આરોગ્યના નિયમોની અણસમજની જ નીપજ છે! મોટા અને ભારે રોગોમાં પૂર્વે બાંધેલા કર્મ પણ નિમિત્ત બનતાં હોય છે. જ્યારે, મનની ચંચળતાને કારણે, ખોટા દષ્ટિકોણને કારણે, ખોટી રીતે વિચારવાની ટેવને કારણે ઊભા થતાં દુઃખો તો પારાવાર છે, ઢગલાબંધ છે ! જે રીતે વિચારવાથી સુખ ઉપજે એવી રીતે વિચારવાની ટેવ પાડીએ તો આપણે વિષમ પરિસ્થિતિમાં પણ દુઃખી દુઃખી થઈ જવાને બદલે સ્વસ્થ રહી શકીએ. સુખ શોધવાની એક અલૌકિક દષ્ટિ ઉઘડી જાય તો સર્વત્ર સુખની સૃષ્ટિનું નિર્માણ થઈ જાય. લૌકિક રીતે ભલે જીવનના તમામ સુખચેનને હરી લેનાર ઘટના બને ત્યારે પણ તેમાં ક્યાંક છૂપાયેલા, લપાયેલા એક સુખ નામના પ્રદેશને શોધી લે છે. જેમકે ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવનમાં બનેલી દુઃખદાયક ઘટનાને પોતે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ' એ શબ્દોમાં નવાજે છે. આપણે એટલી ઊંચી અપેક્ષા આપણી જાત પાસેથી ભલે ન રાખીએ, તોયે એવી એક વિચારસરણી જરૂર ખીલવી શકીએ કે : જે કાંઈ બન્યુ હોય તે ભલે બન્યું; તેનાથી વધારે અનિષ્ટતો નથી બન્યું ને ! આ નજરથી જોઈને હળવાશ અનુભવવાનું આપણે જરૂર શીખી શકીએ. જુઓને ! આ નાનકડો પ્રસંગ આવું જ શીખવે છે ને? For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪: આભના ટેકા એક શહેરમાં એક નોકરીયાત ભાઈ હતા. સીધું સાદું એમનું જીવન ! માતા, પત્ની અને ત્રણ બાળકોનો એમનો પરિવાર, નામું લખવામાં એ ભાઈ નિષ્ણાત હતા. રૂપિયા સાતસોનો પગાર, દર મહિનાની સાતમી તારીખે મળે. રોજ નિયત સમયે નોકરીએ બસમાં જવાનું અને નિયત સમયે બસમાં ઘરે આવવાનું. જાણે, “નિશાળેથી નીસરી જવું પાસરું ઘેર.” આડે અવળે ક્યાંયે એમની બેઠક નહીં. એકવાર સાતમીએ પગાર થઈ ગયા પછીના . દિવસે એક ઘટના બની. રોજના ક્રમ મુજબ બસમાં સાંજે ઘેર આવવા નીકળ્યા. રોજ જ્યાં બેસતાં ત્યાં જ બેઠક મળી. ઘર નજીકનું સ્ટોપ આવ્યું ત્યાં ઉતર્યા. ઘેર આવ્યા. પત્ની રસોડામાં સાંજની રસોઈ કરી રહ્યા હતા, ભાખરી વણવાનું કામ ચાલતું હતું. ભાઈ ઘરમાં દાખલ થયા. ઝબામાંથી ચશ્મા, પાકીટ કાઢવા હાથ ગજવામાં નાખ્યો તો હાથ જ સીધો બહાર આવ્યો! રસોડામાંથી પત્નીની નજર પણ પડી; હાથ બહાર નીકળેલો જોઈને પત્નીના હૃદયમાં ફાળ પડી. પરંતુ ભાઈ તો ખડખડાટ હસવા લાગ્યા! એ જોઈ, પત્નીને ગુસ્સો આવ્યો, કહે : એક તો ખીસુ કપાયું અને તમને હસવું આવે છે? ભાઈ કહે હું હસું નહીં તો બીજું શું કરું ? જે થયું તે સારું જ થયું. આજે બન્યું એને બદલે કાલે બન્યું હોત તો કેવી મુશ્કેલી થાત? ગઈ કાલે મારા આ જ ગજવામાં આખા મહિનાનો પગાર હતો. આજે માત્ર સાત રૂપિયા અને વાંચવાના ચમાં જ હતાં. આટલેથી પત્યું એટલે મને હસવું આવ્યું. એમના પત્નીની જેમ આપણે સહુ, આવું કાંઈ બને ત્યારે અકળાઈ જઈએ છીએ. ચિંતાથી મો કરમાઈ જાય છે. જ્યારે આ ભાઈએ આ જ ઘટનાને એવા એંગલથી દષ્ટિકોણથી જોઈ; હળવાશથી મૂલવી કે, તેને દુઃખને બદલે સુખનો અનુભવ થયો. જીવનમાં આવું બને ત્યારે આપણે પણ, વધુ નુકશાનથી બચી ગયા' એવું વિચારીને શૂળીનું સોયે સર્યું એમ મનને વાળીએ તો હળવાશનો અનુભવ આપણને પણ થાય. ઘટનાને જોવાની દષ્ટિનો, મૂલવવાની દષ્ટિનો મહિમા છે. પ્યાલામાં થોડું પાણી ભરેલું હોય એને બે રીતે જોઈ શકાય. કોઈ કહેશે, પ્યાલો અર્ધો ભરેલો છે. કોઈ કહેશે અર્થો ખાલી છે. બન્ને સાચા છે, છતાં આપણને ખાલીમાં રસ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૯૫ નથી પણ અર્ધા ભરેલામાં રસ છે. પ્રયત્ન કરવાથી આ દિષ્ટ કેળવી શકાય છે. એ માટે આપણી પાસે સંતોષવૃત્તિની મૂડી હોવી જરૂરી છે. સંતુષ્ટ મનોવૃત્તિ હોય તો જે કાંઈ પ્રાપ્ત થયું હોય તે ઓછું નહીં લાગે, વધારે જ લાગશે. ફરિયાદ કે અફસોસને અવકાશ નહીં રહે. ખરેખર તો આપણને આપણી લાયકાતથી વધુ જ મળતું હોય છે. આપણે એને કઈ અપેક્ષાએ મૂલવીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. બે હજાર રૂપિયાની આવકવાળો વેપારી જો હજાર-પંદરસોની આવકવાળાને નજર સમક્ષ રાખી વિચારે તો પોતાની આવક વધારે લાગશે. પરંતુ પાંચ હજારની આવકવાળાને સામે રાખે તો પોતાની આવક ઓછી જ લાગશે. આવક વધુ લાગે તો પોતાને સુખી માને અને ઓછી લાગે તો પોતાને દુઃખી માને. આમ સુખ દુઃખ એ એક માન્યતા જ છે. સુખી થવું કે દુ:ખી થવું એ પોતે જ નક્કી કરવાનું છે. આપણી દૃષ્ટિ પ્રમાણે જ સૃષ્ટિ રચાય છે. એક નવયુવાન શ્રાવણી મેળામાં જઈ રહ્યો હતો. રસ્તે સેંકડો નરનારીઓને આનંદમાં રાચતાં અને નાચતાં જતાં જોયાં. અચાનક એની નજર એ બધાના પગ તરફ ગઈ અને મન વિષાદથી ભરાઈ ગયું...આ....... આ હું શું જોઈ રહ્યો છું ? કોઈ માણસ એવું ન હતું કે જેના પગમાં પગરખાં ન હોય. કોઈના પગમાં બુટ, તો કોઈના પગમાં ચંપલ, સેંડલ, સ્લીપર..બસ, હું એક અભાગી કે મારા પગ, પગરખાં વિનાના અડવા. હું જ ઉઘાડપગો ! ન બધાના પગ પરથી એની નજર હટે નહીં. કોઈના નવાનક્કોર, કોઈના ફેશનેબલ છે. જોતો જાય અને બળતો જાય. એમ કરતાં તો મેળો આવી ગયો. જાત જાતની દુકાનો ભરાઈ છે, રમકડાંની, ખાણીપીણીની; નાનામોટા ચકડોળ અને ચકરડીઓ છે. આ બધું જોતાં એની નજર એક નાની ગાડલીમાં સૂતેલા માણસ પર પડી અને તે ચમક્યો ! આ શું ? આને તો પગ જ નથી. અને છતાં આનંદથી મેળો માણી રહ્યો છે ! જાણે કે પહેલીવાર આ બધું નીહાળી રહ્યો હોય એવો આનંદ એના મોં પર છલકાઈ રહ્યો છે ! ક્ષણવારમાં આ આનંદનો ચેપ આ ઉઘાડપગાને લાગ્યો. વિષાદને સ્થાને આનંદ ! આ તે કેવું જાદુ ? ઉઘાડપગાને થયું : આને તો પગ છે જ નહીં ! મારા પગ તો સાબૂત છે. છે તો પગરખાં પણ મળશે. પગ આવા રસ્તા છે સુખી કે દુ:ખી થવાના. ઈશ્વરે મને ઘણું આપ્યું છે એ ભાવ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ : આભના ટેકા સતત ૨મતા રહે તો સુખ જ સુખ છે. આપણે ગમે તે પગથિયે ઊભા હોઈએ, નીચે જોઈશું તો આપણે ઊંચાઈ પર હોવાનો અનુભવ થશે. જ્યારે ઊંચે નજર પડે ત્યારે અભાવનો અનુભવ કરવાને બદલે, એ રસ્તો દેખાયો છે માટે ત્યાં જવાની પ્રેરણા પામવી. નજર ક્યાં અને કેવી રીતે ઠેરવવી એ આપણે નક્કી કરવાનું છે. ધર્મના અને સદ્દભાવના ક્ષેત્રમાં ઊંચી ભૂમિકાવાળા જીવોને નજર સમક્ષ - રાખવા અને સંસારના ક્ષેત્રમાં નિમ્ન સ્તરે રહેલાં જીવોને જોવા. ધર્મમાં ઊંચે જોવાથી પ્રેરણા મળે છે. જ્યારે સંસારમાં નીચેનાને જોવાથી દીનતા ન આવે તથા તૃષ્ણા કાબુમાં રહે. આવો અભિગમ કેળવવાથી જીવનમાં તટસ્થતા આવે છે. આ અભિગમ કેળવવા, સંતુષ્ટ મનોવૃત્તિ જરૂરી છે. થોડું આગળ વિચારીએ. આપણને જે કાંઈ મળ્યું છે તે આપણી લાયકાતથી વધારે છે અને સારું પણ છે. આ માટે પ્રભુનો અનહદ ઉપકાર છે. આટલા વિચાર દ્દઢ કરવા માટે સમજણના સીમાડા વિસ્તારવા જોઈએ. પંચતંત્રની એક સરળ વાર્તાનો આધાર લઈએ. દાદા દાદીએ નાનપણમાં આ વાતો કહીને આ સમજણ આપણામાં રોપેલી છે જ. અડાબીડ નિર્જન જંગલમાં ઘણાં બધાં પશુ પક્ષીઓ નિર્ભયતાથી રહેતા. તેમાં એક હૃષ્ટપુષ્ટ સાબર બપોરની શાંત વેળાએ નાના તળાવમાંથી નિરાંતે પાણી પીતું હતું. પાણી પીતાં તેની નજર, પાણીમાં દેખાતા પોતાના શીંગડા પર પડી. અહા ! કેવા મરોડદાર લાંબા અને અણીયાળા શીંગડા છે ! વળી કપાળ પર નજર ગઈ. કેવી મુલાયમ રુંવાટી ! સ્થિર અને નિર્મળ પાણીમાં સૂર્ય પ્રકાશથી ચળકતાં સ્વચ્છ પ્રતિબિંબ જોઈને તો મોહ થાય જ ને ! લાંબી અને અણીયાળી આંખો કામણગારી લાગી. સુડોળ અને ઘાટીલું પેટ જોઈ મોં મલકાયું. છેવટે પગ તરફ નજર ગઈ. મોં મચકોડ્યું. અર૨૨.. ભગવાને આટલી સુંદરતા આપી પણ પગ આપવામાં કેવી કંજુસાઈ કરી ? વાંકાચૂકા અને ખડબચડાં પગ. કેવા કદરૂપા ! અરે ભગવાન ! આ તે શું કર્યું ? આવા વિચારોમાં અટવાયું હતું એવામાં સનનન કરતું એક તીર એના ચાર પગ વચ્ચેથી પસાર થયું. સાબર ચોંકી ગયું. તત્ક્ષણ ખ્યાલ આવી ગયો કે For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા:૯૭ કોઈ શિકારી તેને મારવા પાછળ પડ્યો છે. પળવારમાં જીવ બચાવવા દોડ્યું. મોટી મોટી છલાંગો ભરતું ઘડીભરમાં તો જંગલમાં ઊંડે દોડી ગયું. હવે શિકારી કે એનું બાણ અહીં નહીં પહોંચે. થોડીવાર પડી રહ્યું. ડરની સાથે થાક, ભૂખ, તરસ ભેગાં થયા હતા. નજીક એક નાની તલાવડી હતી. ત્યાં જઈ પાણી પીતાં વળી પોતાનું પ્રતિબિંબ જોયું. આ સુંદરતા થોડીવાર પહેલાં જ જોઈ હતી. પગ તરફ નજર જતાં જ, ધિક્કારની લાગણી હવે ધન્યતામાં ફેરવાઈ ગઈ. મારા આ ખડબચડા લાગતા પગે જ મને આજે બચાવ્યો ! મારી સુંદરતા જોઈને જ શિકારીએ મારો પીછો કર્યો હતો. હાશ ! હું બચી ગયો. મારા આ પગ કેવા સુંદર છે ! અરે ! બધાથી સુંદર છે. આપણે આ જ સારવવાનું છે. કુદરતે જે કાંઈ આપ્યું છે તે ગણતરીપૂર્વક જ આપ્યું છે, પૂરતું આપ્યું છે. ઉપયોગમાં લઈ શકીએ એથી તો વધું જ આપ્યું છે. આપણને સામેનો કિનારો રળિયામણો દેખાય; બાજુના ભાણામાંનો લાડવો મોટો દેખાય એ આપણી સમજદારીની કચાશ છે. ખામીઓ જોતાં રહીએ તો ખૂબી ક્યાંથી દેખાય? માટે આપણી અંદર રહેલી ખૂબીઓ સમજવી અને વિકસાવવી એમાંજ આપણી ભલાઈ છે. બીજાને જે મળ્યું છે તે બીજાને મુબારક. મને મળ્યું છે એ જ મારે માટે પ્રમાણ. અમર મરતો પેખીયો, ભીખંતો ધનપાલ! લખમી છાણાં વીણતી, ભલો મારો કંઠણપાળ ! --સુખી થવાની આ ચાવી છે અને તે આપણી પાસે છે. ] AVAVAVAVAVAV For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮: આભના ટેકા એ જ ખુમારી માંગું છું વાત વર્ષો પહેલાની છે. ત્યારે પાલિતાણામાં માનસિંગ ઠાકોરનું રાજ્ય ચાલે. ઠાકોર ભારે કરડો, ભરાડી અને એંટવાળો માણસ. આ ઠાકોરના રાજ્યમાં કરસન ચોપદાર નામનો ભગત હતો. આપણે તેની વાત કરીશું. શત્રુંજય પર્વત પર દાદા આદીશ્વર ભગવાનના દરબારમાં રોજ ચારવાર છડી બોલાય. છડી બોલનારનું નામ કરસન ચોપદાર. કરસન પૂરો સાડાપાંચ ફૂટ ઊંચો; સીસમના સોટા જેવો બાંધો અને વાન પણ ચમકતા સીસમ જેવો જ. અવાજ અષાઢી મેઘની ગર્જના જેવો અને લહેકો તો જાણે મોરના ટહૂકાનો માળો ! છડી બોલાય ત્યારે ભલભલા ડોલી ઊઠે. એના અવાજની ખૂબી તો ખરી જ, પણ એના રણકારમાં જે રંગ હતો તે તો આદીશ્વર દાદા પ્રત્યેની ચોળ-મજીઠ જેવી શ્રદ્ધાનો રંગ હતો. ક્યાંય જોવા ન મળે એવો રૂડો રંગ. એક દિવસ માનસિંગ ઠાકોર ગિરિરાજની યાત્રાએ આવ્યા. રસાલો તો સાથે જ હોય. તે જેવા દાદાના દરબારમાં આવ્યા ત્યાં કંરસને હલકદાર કંઠે દાદાની છડી પોકારી ધ્રુપદના ગાન જેવી, ઘેઘુર અવાજે કરસનની નાભિમાંથી નીકળતા નરવા સાદે બોલાયેલી છડી સાંભળીને ઠાકોર ખુશખુશાલ થઈ ગયા. ખુશાલી પ્રગટ કરવા, પોતાના જમણા પગનો સોનાનો તોડો હતો એનો પેચ કઢાવીને હાથમાં લીધો. સવાસો તોલાનો એ નક્કર તોડો કરસનને આપવા હાથ લાંબો કર્યો પણ, ચતુર ઠાકોર આપતાં અટકી ગયા : કરસન ડાબો હાથ કાં ધરે ? કરસન કહે : જમણો હાથ દાદા સિવાય કોઈની પાસે ન ધરાય ! ઠાકોર બોલ્યા : તો થયું. અને તોડો પાછો પહેરી લીધો. જોનારા બધા અવાફ થઈને જોતાં રહ્યાં. દરબારના મનમાં કરસનની છડીનો ગુંજારવ અને એનો વટ –-બને વસી ગયા. કરસન તો દાદા આદીશ્વરનો હાડસાચો ભક્ત. ભગવાન પણ, જે તેને દિલ દે છે તેને તે પણ દિલ દઈને દે છે. રોજ સવારે ભળભાંખળું થતાં દાદાનો ગભારો ખૂલે તે ટાણે કરસન નાહી-ધોઈને, સ્વચ્છ થઈને ગભારા પાસે આવી ઝૂકી ઝૂકીને નમન કરે. મોકળા મને અને ખૂલ્લા કંઠે દાદાની છડી પોકારે. પછી અંદર જઈ, દાદાના સિમાંના ખોળામાંના) ફૂલના ઢગલાને For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા:૯૯ હાથથી થોડાં આઘાપાછાં કરે અને ત્યાંથી રાણી છાપ ચાંદીનો એક રૂપિયો અને એક પાવલી (સવા રૂપિયો) એના હાથમાં આવે ! કહે : દાદા રોજ મને આપે છે. આ વાત બારોટ લોકોના કાને પહોંચી. બધા બારોટ કહે : આ રૂપિયાનો હક્ક અમારો. ચોપદાર કહે : ભલે બાપા! તમે લેજો. વળતે દિવસે દરબાર ખૂલતાં બારોટ પણ આવી ગયા. કરસન પણ આવ્યો. પૂજારીએ ગભારો ખોલ્યો. છડી બોલાઈ. બારોટ અંદર ગયા. ફૂલ આઘાપાછાં કરી કલદાર રૂપિયો ગોતવા લાગ્યા પણ ફૂલ સિવાય કશું હાથ ન આવ્યું. વીલે મોઢે બધા બહાર આવ્યા. પછી કરસને અંદર જઈ દાદાને નમન કરીને ફૂલ સહેજ આમતેમ કર્યા. બધા જોઈ રહ્યા હતા. ખૂલ્લી આંખે જોતા હતા અને કરસનના હાથમાં ચાંદીનો ચળકતો રૂપિયો આવ્યો. બધા એકી અવાજે બોલી ઊડ્યા : વાહ! આદેશ્વર દાદા સાચા અને તેનો ભગત પણ સાચો. વિજયા દશમીનો દિવસ છે. દશેરાની સવારી ઠાઠમાઠથી નીકળી છે. પાલિતાણાના ઠકોર રાજા માનસિંગ હાથીના હોદ્દે બેઠા છે. સાજન-માજનરામ-રસાલો પણ બહોળો છે. સવારી હવાઈ મહેલથી નીકળી, ગામની મધ્યમાં થઈને તળેટી તરફ આગળ વધી રહી છે. આજે જ્યાં વલ્લભ વિહારની સામે પાંચ બંગલા છે ત્યાં પહેલાં ખીજડાનું બહુ મોટું ઝાડ હતું અને તેની નીચે વિશાળ ગોળ ઓટલો હતો. એ ખીજડિયો ઓટલો કહેવાતો. ત્યાં કરસન ચોપદાર બેઠો હતો. સવારી ત્યાંથી પસાર થતી હતી ત્યારે હાથી પર બેઠેલા રાજા માનસિંગની નજરે આ કરસન ચડ્યો. ચાલુ સવારી થોભાવી અને કરસનને કહ્યું : કરસન છડી બોલ ! તને આખું ઘેટી ગામ ઈનામ દઈશ. આખી સવારીના અને ભેળાં થયેલા લોકના કાન એક થઈ ગયા. કરસન શું બોલે છે? કરસન કહે છડી દાદા પાસે જ બોલાય. ઘેટી તો શું બધાં ગામ દો તો ય હું અહીં છડી ન બોલું. રાજા માનસિંગ ચૂપ થઈ ગયા. સવારી એમ જ આગળ ચાલી. બધા લોકો કરસનની નીડરતા અને દાદા પ્રત્યેની અવિહડ આસ્થાની વાતો અહોભાવથી કરતા રહ્યા. આપણને પણ આ ખુમારી સ્પર્શી જાય તેવી છે. માંગવાનું મન થાય તો આ ખુમારી. આપણામાં એ પ્રગટે તો કેવું સારું ! ] For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦: આભના ટેકા સલામ કરસન ભગતને! વર્ષો પહેલાંની એટલે કે લગભગ નેવું વર્ષ પહેલાંની આ વાત છે. નેવું વર્ષ એ કાંઈ બહુ પુરાણી વાત ન કહેવાય. સૌરાષ્ટ્રનું પીઠવા જાળ નામે એક નાનું ગામ. ગામમાં એક ભલો માણસ રહે. કરસન એનું નામ. ધંધો લુહારનો. કામ લોઢા સાથે પણ હૈયું તો જાણે મીણનું બનેલું ! દયા તો રૂંવે-રૂંવે ભરેલી. ભૂખ્યાને ભોજન કરાવે અને તરસ્યાને જળ આપે, થાક્યાને વિસામો દે. આવાં બધાં કામો જોઈ લોકો એને ભગત કહેતા. એ નામે જ ઓળખાય. અને વાત પણ સાચી. કોઢમાં થોડું ઘણું કામ કરીને ભગત નીકળ્યા જ હોય. ગાયોને ઘાસ નીરે, પંખીઓને ચણ નાંખે, કૂતરાને રોટલા દે. આ જ તેમનું કામ! બેઠી દડીનું શરીર, ભીનો વાન; પણ આંખો પાણીદાર. કોઈનું યે દુઃખ ભાળ્યું ન જાય. સ્વભાવે ભારે ટેકીલા. ગામ આખામાં એમની શાખ સાચા અને ધર્મી તરીકેની. પણ એકવાર ગામમાં એવું થયું કે સાંભળનાર વિચારમાં પડી જાય. દિવસ હતો હુતાશનીનો, હોળીનો. નાનું એવું ગામ. એ પંથકના ગામમાં એવો રિવાજ કે એ દિવસે બધા કાંઈ ને કાંઈ ભૂંડું બોલે. દરેકે દરેકને અપશબ્દ બોલવાના! ભલે એકવાર તો એકવાર, પણ ગાળ બોલવાની.ગામચોરા પાસે આખું ગામ ભેગું થયું હતું. વારો આવે તેમ એક-એક જણ મોમાંથી અપશબ્દ ઓકતો જાય ! એવામાં કરસન ભગત ત્યાંથી પસાર થતા બધાએ જોયા અને આડા ઊભા રહી તેમને આંતર્યા : ભગત, ડું બોલો. ભગત કહે : જિંદગીમાં નથી બોલ્યો તો આજે કાં બોલું? ટોળું જીદે ચડ્યું. ગામના મુખી પણ એમાં ભળ્યા! ગામમુખી કહેઃ ભગત ગાળ બોલે તો ગામને જે લાગો ભરવાનો છે તે માફ કરી દઈશ. આવી લાલચે. પણ ભગત એકના બે ન થયા. ટોળું જીદ કરતું રહ્યું. મુખીનો મૂક્કો મજબૂત થયો. એનું મન વળે ચડ્યું. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૦૧ કહે: ભગત, તમે એક પણ અપશબ્દ નહીં બોલશો તો આવતીકાલ સવાર સુધીમાં ઊચાળા ભરી આ ગામ છોડી દેવું પડશે. હવે તો ગામના મોટેરાઓ ભગતને સમજાવવા લાગ્યા. ભગત, એકવાર બોલી દો ને ! પણ ભગત કોનું નામ. મૌન જ રહ્યા. મોંમાંથી અપશબ્દ કેમ નીકળે? ન જ નીકળ્યો! વળતે દિવસે વહેલી સવારે, પેઢી દર પેઢીનું વતન, જામેલો ધંધો, કાયમી ઘરાકી, જૂના ગાઢ સંબંધોને પીઠ કરીને, ઘરવખરી ભરેલા એક ગાડા સાથે ચાલી નીકળીને નજીકના તરક તળાવ ગામે જઈને રહ્યા ! કેવું ધીંગું ખમીર ! સ્વીકારેલા ધર્મમાં કેવી અડગતા! ॥अकर्तव्यं नैव कर्तव्यं प्राणै कण्ठगतैरपि ॥ ન કરવું તે ન જ કરવું, ભલે ગળે આવે પ્રાણ' a એમાં શું? વૈભવ હોય પણ વ્યવસ્થા ન હોય તો વૈભવ ટકે નહીં એવું ક્યારેક જોવા મળે છે. એક કાળના ધનવાન એવા એક શેઠને નબળા દિવસો જોવાનો વારો આવ્યો. લેણદારોને ચૂકવણી કરવા માટે સંપત્તિ વેચવી પડી. આમ સામેથી સંપત્તિ વેચવા નીકળે એટલે તો સોના સાઈઠ જ ઉપજે ને ! ઘરેણાં અને દુકાન વેચ્યા પછી હવે વારો ઘર વેચવાનો આવ્યો. જાહોજલાલીમાં બનાવેલું ઘર પણ ખાસ્સે હવેલી જેટલું મોટું ! એના પણ ભાવ-તાલ નક્કી થયા. રાચરચીલાં સાથે જ સોદો થયો. . • લેવાલ વેપારી કબજો લેતા પહેલાં રાચરચીલાં વગેરેની યાદી કરવા બેઠા. વેચનાર શેઠ એક-એક વસ્તુ ગણાવતા જાય. લેનાર યાદી પ્રમાણે ચીજ-વસ્તુ મેળવતા જાય. 1 ક્રમમાં બધું આવતું ગયું, ગણાતું ગયું, મેળવાતું ગયું. તેમાં ખુરશીઓનો વારો આવ્યો. હાથાવાળી અને હાથા વિનાની ખુરશીઓ ગણાતી ગઈ અને નિશાની થતી ગઈ. નોંધમાં તેર ખુરશીઓ હતી અને ઘરમાંથી ગોતી ગોતીને ભેગી કરતાં બાર જ થઈ. - લેનાર વેપારીએ કહ્યું : ક્યાંક આડી-અવળી ઉપર-નીચે પડી હશે. જોવરાવો. વેચનાર શેઠ કહે : એમાં શું? તેને બદલે બાર છે તો બાર ! લેનાર વેપારી તરત બોલ્યો : “એમાં શું ” એવું તમે કહો છે તેમાં જ તમારે બધું વેચવાના દિવસે આવ્યા અને મારે લેવાનો વારો આવ્યો! 2. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ : આભના ટેકા સંગ્રામસિંહ સોનીની અ-મારી ભાવના ત્રણસોએક વર્ષ પહેલાની આ વાત છે. શંખેશ્વર તીર્થ નજીકના લોલાડા ગામ છે. ગામમાં જૈનોના ત્રીસ-ચાલીસ ઘર વચ્ચે સુંદર રળિયામણું એક દેરાસર છે. ગામ સુખી છે. પ્રજા શાણી અને સરળ છે. એક મુસલમાન સૂબાનું ત્યાં રાજ છે. એ ગામમાં સંગ્રામ નામનો એક શ્રાવક વસે છે. એનો નાનો પણ સુખી પરિવાર. માતા છે, સુશીલ પત્નિ છે, એક બાળક છે. સંગ્રામ સંતોષી સ્વભાવનો છે. એક સોનીની દુકાનમાં ચાંદીના ઘૂઘરા, પોંચી વગેરે દાગીના ઘસવાનું કામ કરે છે. વૈશાખ મહિનાના દિવસો હતા. ગરમી પડતી હતી. એક દિવસ સવારે સંગ્રામ ગામની બહાર પાદરમાં વડીશંકાએ ગયા હતા. વળતાં એક આંબાવાડીમાં સૂબાને તેની સાથે આઠ-દશ માણસો સાથે જોયા એટલે એ પણ આંબાવાડીમાં ગયા. વાડીનું રખોપું ક૨ના૨ માળી સથે સૂબા વાત કરી રહ્યા હતા. આંબાવાડીમાં આંબાઓ પર મબલખ પાક થયો હતો. કેટલાંક આંબા તો કેરીના ભારથી સાવ નમી ગયા હતા. સૂબો આ જોઈ ખુશખુશાલ થતો હતો. તેમાં અચાનક એની નજર એક આંબા પર ગઈ. ત્યાં એક પણ કેરી ન હતી ! સૂબાએ માળીને પૂછ્યું : આમ કેમ ? માળી કહે કે આ આંબો વાંઝીયો છે, આના પર કેરી નથી આવતી. એ સાંભળી સૂબાએ ફરમાન કર્યું : ઈસકો નિકાલ દો. સંગ્રામે પણ આ સાંભળ્યું. જીવદયા પ્રેમીનું મન દુભાયું ઃ મારી હાજરીમાં એક પણ વૃક્ષ છેદ થવાની વાત કેમ થઈ શકે ? આ ન બની શકે. પરંતુ ક્યાં આ ગામનો ધણી સૂબો અને ક્યાં સામાન્ય પ્રજાજન ! જીવ માત્ર પ્રત્યેની ભરપૂર દયાને કારણે તેનાથી રહેવાયું નહીં. સૂબાની પૂરી અદબ જાળવી એણે વિનંતિ કરી : જહાંપનાહ ! મેરી ઈચ્છા હૈ કિ યહ વૃક્ષ કો ન કાટા જાય. તરંગી અને તોરીલા સૂબાને આ સાંભળવું ગમ્યું તો નહીં છતાં તેણે કહ્યું : ઈસ પર દિ આમ લગ જાયે તો ૨ખે. આવી બેહુદી વાત લોકો સાંભળી રહ્યા. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૦૩ સંગ્રામ કહે : સાત દિન કી મહેતલ દી જાય, તબ ઈસ વૃક્ષ પર આમ લગ સકતે હૈં. સૂબો કરડાકીથી બોલ્યો કે જો સાત દિવસમાં આના પર કેરી નહીં લાગે તો તમને દેહાંતદંડની સજા કરવામાં આવશે ! સંગ્રામે વી જ કલ્પના કરી હતી. મનમાં જીવદયાનો પ્રભાવ હતો એટલે આ આકરી શરત સ્વીકારી. સાંભળનારા આશ્ચર્યમાં પડ્યાઃ અરે ! સંગ્રામે આ ક્યાં કહ્યું? સાત દિવસમાં આ કેમ થાય? બિચારાનો જાન જોખમમાં મુકાશે! સંગ્રામ ઘરે આવ્યો. માતાને પ્રણામ કરીને બોલ્યો : મા ! તારા આપેલા સંસ્કારના પ્રતાપે આજે આવું કહીને આવ્યો છું. કોઈ પણ જીવની હત્યા હું સાંભળી ન શક્યો. હવે તારે મને રાહ દેખાડવાનો છે. મા ખૂબ રાજી થયા. માથે હાથ મૂકીને કહે: બેટા ! તે ખૂબ સારું કામ કર્યું. એક શ્રાવકને શોભે એવું કર્યું. આજથી હવે તું રોજ સ્નાન કરીને તારા ભીનાં વસ્ત્રના જળથી એ આંબાને સીંચજે. જરૂર ફળ મળશે. માના શબ્દ પ્રમાણે સંગ્રામે રોજ એ વાડીમાં જવાનું, પાણી ગાળીને ત્યાં જ પથ્થર પર બેસીને સ્નાન કરવાનું અને એ ભીનાં વસ્ત્રના જળથી આંબાને સીંચવાનું ચાલુ કર્યું. પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરવા માંડી. અનેક લોકોના આશ્ચર્ય વચ્ચે, પાંચમે દિવસે બપોરે માળીએ સંગ્રામને વધામણી આપી : ભાઈ ! એ આંબા પર તો આજે માંજર દેખાય છે ! છઠે દિવસે આંબા પર “મરવા' પણ દેખાયા ! અને બરાબર સાતમે " દિવસે તો શાખવાળી કેરીઓ જોવા મળી ! સાચા દિલનો ભાવ કેવો ફળે છે એ બધું ગામ લોકોએ પ્રત્યક્ષ જોયું. સંગ્રામના શીલ પર એની માતાને પૂરેપૂરો ભરોસો હતો. આંબાના જીવને બચાવવાના સંકલ્પનું સુંદર પરિણામ આવ્યું ! આઠમા દિવસે સારી મજાની ચાંદીની થાળીમાં સાતેક કેરી મૂકી, ઉપર રેશમી વસ્ત્ર ઢાંકીને વાજતા ગાજતે, સૂબાને ભેટ ધરવા ગયા; ભેટ ધરી ઊભા રહ્યા. સૂબો તો તે દિવસની વાત ભૂલી ગયો હતો. પૂછ્યું: યહ સબ ક્યા હૈ? સંગ્રામની વાત સાંભળીને તો તે છક થઈ ગયો ! માણસોને તપાસ કરવા મોકલ્યા. માળીને સાથે લઈ બધા પાછા આવ્યા અને બધી હકીકત સાંભળી, શાબાશ ! શાબાશ! એમ બોલી ઊઠ્યો. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : આભના ટેકા સંગ્રામની નિષ્ઠાથી સૂબો પ્રભાવિત થયો. એની જીવદયા અને પ્રમાણિકતા જોઈ, એને રાજ્યનો સોની બનાવ્યો. સંગ્રામના સારા દિવસો આવ્યા અને એ સંગ્રામસિંહ સોની તરીકે જાણીતા થયા. એમણે ઉત્તરોત્તર ઘણાં સુકૃત્યો કર્યો. ભગવતીસૂત્ર શ્રવણ વગેરે કાર્યો જાણીતા છે. તેમનાં જીવનના અભ્યુદયમાં અ-મારીની ભાવનાનો મોટો ફાળો છે. એમનું જીવન આપણા માટે પ્રેરણા પૂરી પાડે છે. I ચોરી અને તે પુસ્તકની ! ભલે થાય વાત છે શેઠ પ્રેમાભાઈના નામે તૈયાર થયેલા હૉલના ઉદ્ઘાટન પ્રસંગની. અમદાવાદના તે વખતના કોટની અંદરના વિસ્તારનો એક શોભીતો અને જાજરમાન હૉલ. તેનો ઉદ્ઘાટન સમારોહ પણ ઠાઠથી ઉજવાયો. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ તો મુખ્ય હતા જ; સાથે અમદાવાદ શહેરના તમામ ક્ષેત્રની ટોચની વ્યક્તિઓની હાજરીમાં આ સમારોહ સંપન્ન થયો. સમારોહ પૂરો થયા પછી આમંત્રિત મહેમાનો નવા મકાનના એક-એક રૂમ જોવા લાગ્યા. ફરતાં ફરતાં લાઇબ્રેરી વિભાગમાં આવ્યા. કસ્તૂરભાઈ શેઠની સાથે અન્ય પંદરવીસ શેઠીયાઓ હતા. લાઇબ્રેરીના ઉત્સાહી વ્યવસ્થાપક ભાઈ કબાટની ગોઠવણીની વાત સમજાવતા હતા. બારી પાસેથી કબાટની હાર ગોઠવવાની વાત કરી તો એ વૃન્દમાંથી એક જણ બોલ્યું કે આ બારી પાસે કબાટ રાખશો તો કબાટમાંથી ચોપડીઓ કોઈક ચોરી જશે, માટે બારીથી તો દૂર જ રાખજો ! આ સાંભળી કસ્તૂરભાઈ બોલ્યા : શું કહ્યું ? એમ કરવાની જરૂર નથી. ચોરી અને તે પુસ્તકની ? અમદાવાદમાં ? એવો દિવસ ક્યારે ઊગે ? પુસ્તક ચોરીને પણ કોઈ વાંચે તો-તો પ્રજાને ઘણો જ જ્ઞાનલાભ. અરે ! કબાટ પણ ખુલ્લાં જ રાખજો ! બધાના હાસ્યના પડઘાથી પ્રેમાભાઈ હૉલ ગાજી રહ્યો ! D અંગ્રેજી પુસ્તકોમાં ચોપડી-ચોરો માટે સુચના લખાતી : Steal not this book for the fear of shame, For here you see the owner's name, And when you die, the Lord will say Where is that book you stole away? And if you say you do not know, He'll send you into the hell below. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૦૫ વાણી વ્યક્તિનું માપ છે વાણી એક વરદાન છે. માણસ સારો છે એમ જો કહેવાય તો એનો આધાર છે એક તેનો બાહ્ય દેખાવ અને બીજું તેની વાણી. એ કેવું બોલે છે ! ભાષા સારી છે કે નહીં! એની વાણીમાં તુચ્છતા આવી તો એના ટકા મૂકાઈ ગયા જે સમજો ! યાદ રાખજો, જે વ્યક્તિ તમારી સમક્ષ નથી તેના વિષે તમે બહુવચનમાં, માનપૂર્વક બોલો છો તો તે વાણી પેલી વ્યક્તિને અચૂક પહોંચે છે તે નક્કી જાણજો. પિયસાવિ મિત્તલ્સ દે ના માસસાધન અર્થ : અપ્રિય એવા મિત્રનું પણ એકાન્તમાં સારું જ કહે. ગુજરાતી કવિતામાં પણ એક સરસ વાત આવે છે: ભૂંડુ બોલો ના કદાપિ મૂએલાનું સર્વથા' આમાં પણ એવા જ ભાવની વાત છે કે ગતાત્માની નબળી વાત ન કરવી. | મારું તો નમ્ર મંતવ્ય છે કે દરેક વ્યક્તિએ પંદર વર્ષની વય થાય એટલે પોતાની બાને બહુવચનથી બોલાવવાનો વ્યવહાર દઢ પણે શરુ કરી દેવો જોઈએ. માતા સૌથી ઉપકારિણી છે. એમનાં પ્રત્યે બહુમાનથી કૃતજ્ઞતા નામના એક ઉત્તમ ગુણના વિકાસની શરુઆત થાય છે. બોલવું તો પડે જ. બોલતી વખતે જાગૃત રહીને એવા શબ્દ વાપરીએ કે આપણાં અને સાંભળનારાના કાનને સુખ ઉપજે, શબ્દ શ્રવણમધુર અને કર્ણપ્રિય હોય. જરા જેટલી પણ શોધ ચલાવશો તો આવા શબ્દો મળી રહેશે. શરૂશરુમાં કદાચ સારા શબ્દની શોધમાં જરા વાર લાગે પરંતુ પછી તમારું શબ્દભંડોળ જ એવું બની જશે કે તેમાં નબળો કે કર્ણકટુ શબ્દનો પ્રવેશ જ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : આભના ટેકા નહીં રહે, જેમ દક્ષિણ ગુજરાતના ખેતરોમાં કે ખેતર લઈ જતી વાટમાં તમને એક કાંકરો નહીં મળે ! એક સચોટ યાદગાર રાજસ્થાની કહેવત છે : थारी मारी वाणीमां एतलो फरक। ___में बोलु वरु ने थें बोलो झरख॥ અહીં કહેવાનું તો એક જ છે પણ વરુ શબ્દની કોમળતા ઝરખમાં છે ખરી? બન્ને શબ્દ આપણને સ્વાધીન છે તો સારા શબ્દથી. આપણા મુખને કેમ ન શોભાવીએ? જ્યારે મનમાં જે વ્યક્તિ માટે, પદાર્થ માટે તિરસ્કાર અને અ-બહુમાન થઈ આવે ત્યારે ત્યાં તોછડાઈ આવે છે. પરિણામે તે સંબોધન કે નિવેદન કરવામાં તોછડા શબ્દો નીકળી આવે છે. બધે વખતે પરિસ્થિતિનું કારણ સામે પક્ષે હોતું નથી, આપણી ચિત્તભૂમિ પણ અગત્યનો ભાગ ભજવે છે. આવે સમયે આપણે ભલે બહુમાનભર્યા વચનોથી એ વ્યક્તિનો ઉલ્લેખ ન કરી શકીએ પણ આપણે તો આપણા વ્યક્તિત્વને છાજે તેવો, ઔચિત્યભર્યો ઉલ્લેખ તો કરવો જ જોઈએ. જે વખતે આપણે તે વ્યક્તિ માટે તેનું નામ બોલીએ, તેના વિષે બે શબ્દ બોલીએ ત્યારે આપણી ભૂમિકા, આપણી મનોવૃત્તિ જ બહાર આવે છે. ભાષાપરથી બોલનારનો દરજ્જો નક્કી થાય છે. પેલી પ્રસિદ્ધ ઉપદેશ-કથા છે ને! એ કથા પાત્રો સાથે આપણે આપણને મૂલવીએ : મંત્રી, દિવાન, સિપાઈ વગેરે રસાલો લઈ મૃગયા કરવા નીકળેલો રાજા અટવીમાં ભૂલો પડ્યો. રાજા થાકીને લોથપોથ થઈ ગયો. પાણીની સખત તરસ લાગી. ભૂખ તો સહન થઈ શકે પરંતુ તરસ કેમ સહન થાય? ત્યાં દૂર એક નાની શી ઝૂંપડી નજરે ચડી. કોઈક તો રહેતું હશે જ. તરસ છીપાવા પાણીનું પવાળું તો મળશે જ. આશા જાગી. આવા કામમાં તો સિપાઈને જ દોડાવાય ને ! એને દોડાવ્યો. ઝૂંપડીમાં વૃદ્ધ માજી એકલા રામ-નામ લેતાં બેઠાં હતા. સિપાઈ અંદર પ્રવેશ્યો. દોઢડાહ્યા વાણોતરની જેમ હુકમ કર્યો, “અબે બુઢીયા, થોડા પાણી દે !' આંખે અખમ વૃદ્ધ માજીએ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૦૭ ઊંચે જોયા વિના “ના” કહી. સિપાઈના શબ્દમાંની તુચ્છતાએ આ કામ કર્યું! સિપાઈ પાછો ફર્યો. પછી એ જ પ્રમાણે દિવાન અને મંત્રી પણ પાણી માગવા ગયા અને પાણી વિના પાછા આવ્યા ! હવે છેલ્લે રાજા સ્વયં ગયા. હળવા પગે ઝૂંપડીમાં પ્રવેશ્યા. માજીને જોઈ બોલ્યા, “માડી, કેવું રહે છે. તબિયત સારી છે ને! થોડું પાણી પીવું છે, મળશે !” માજી મુલાયમ સ્વરે બોલ્યા, “કોણ તમે રાજા છો !' રાજા કહે, મા, તમારો તો દીકરો !” માજીએ ઠંડુ હિમ જેવું પાણી પીવરાવ્યું. રાજાએ ધરાઈને પીધું. આ ખૂબી વાણીની છે. વાણીની તુચ્છતાને કારણે સિપાઈ તો ઠીક, દિવાન અને મંત્રી સુદ્ધાં પાણી ન પામ્યા. આપણે કોઈ વાતમાં વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે તુચ્છતા કે તોછડાઈ ન દાખવીએ એટલું ઔચિત્ય પાળીએ. કહેવાય છે. તુચ્છતા દીવાલ છે અને બહુમાન કે ઔચિત્ય વ્યક્તિત્વના વિકાસ-દ્વાર છે. એટલે આપણે મધુર વાણીની ઉત્પતિભૂમિને મધુર-મધુર બનાવીએ. એક વાક્ય અને બીજા વાક્ય વચ્ચે કે એક વાર્તાલાપ અને બીજા વાર્તાલાપ વચ્ચેનું અંતર જેમ વધે તેમ વાણીની શક્તિ વધે, તેજ વધે. અને એક વિચાર અને બીજા વિચાર વચ્ચેનું અંતર વધારતા રહો તો ખોજ વધે -વાણીમાં શુદ્ધિ આવે. અરે ! ક્રમશઃ તેમાં સિદ્ધિ આવે. જેમ અજવાળામાં ખાડો દેખાય અને સીધો રસ્તો પણ દેખાય, આડાઅવળા રસ્તે જવાને બદલે સીધી રાહ પર ચાલી શકાય તેમ, બોલવાની જગ્યાએ જ બોલાય અને ન બોલવાની ક્ષણે વાણી પર લગામ રહે એ ઉત્તમ પુરુષનાં લક્ષણ છે. વાણીનો સંયમ ઉત્તમ વ્યક્તિત્વનો ભાગ બની રહે. યાદ રાખો : वचन रतन मुख कोटडी, चूपकर दीजे ताल। ग्राहक होय तो खोलीये, वाणी वचन रसाल॥ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮: આભના ટેકા શેઢાનો આંબો સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં બનેલી ઘટના છે. ગામના પાદરના રસ્તેથી, ખેતર ખેડીને, બે દીકરા સાથે બાપા, ઘર ભણી ચાલ્યા આવે છે. બાપાની વાત્સલ્યભરી નજરથી ઊછરેલા બન્ને દીકરા પણ પ્રેમ-સભર રહેતાં. અને આમ, પ્રેમભર્યા અમીથી સીંચાયેલાં એમનાં કસદાર ખેતર પણ મધમીઠા પાકથી છલકાતાં ! આ પથકમાં આ કુટુંબ, ખારા દરિયામાં મીઠી વીરડી જેવું, પંકાયેલું હતું. - કાળને કરવું ને બાપા દેવલોક પહોંચ્યા. કારજ-વિધિ કરીને, બાપાની આંખડીના અમીથી સીંચાયેલું કુટુંબ એવું જ રહે માટે, બન્ને ભાઈઓએ ખેતરના બે ભાગ કર્યા. મોટાએ કહ્યું, તું નાનો છે એટલે તારો હક્ક પહેલો, તને ગમે તે ખેતર તારું. નાનો કહે, મારી ફરજ છે, તમને ગમે તે તમે રાખી લો. બાકીનું મારું. આમ મીઠી રકઝક થઈ ! પૂરવનું મોટાએ રાખ્યું અને પશ્ચિમનું નાનાના ભાગે આવ્યું. પછીના ઉનાળે, કેરી આવવાનું ટાણું આવ્યું. બન્ને ભાઈઓ ભેગા થયા. ખેતર તો બે હતાં અને બન્નેને મળ્યાં; પરંતુ આ આંબો તો એક જ છે, બે ખેતરના શેઢા વચ્ચે છે. મોટો કહે, એમાં શું? જેટલી કેરી ઊતરશે એના બે ભાગ કરીએ. એમ જ થયું. કોઈ કંકાશ નહીં, કચવાટ નહીં. બન્નેના હૃદયમાં બાપાએ સીંચેલા અમી એવાં જ ભરપૂર સચવાયેલાં એટલે કીચૂડકીચૂડ એવો અવાજ જ નહીં! For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા ૧૦૯ કાળનો ક્રમ ચાલતો રહ્યો. બન્ને ભાઈઓ, એક પછી એક એમ, બાપાને મળવા ચાલી નીકળ્યા; એક માગસરમાં અને બીજો મહામાં ! બન્નેને વિસ્તાર હતો. મોટાને ત્રણ દીકરા અને નાનાને એક. પરસ્પર પ્રેમ આ સંતાનોમાં પણ ઊતરી આવેલો. સંપ તો દૂધ-પાણી જેવો ! દૂધ ઉપર તાપ આવે એટલે પાણી કહે : હું છું ત્યાં સુધી તને બળવા નહીં દઉં. એક બીજા માટે પાણી-પાણી થઈ જાય એવા. વળી વસંતે વિદાય લીધી ને ઉનાળો આવ્યો. આંબે મોર આવ્યા; મરવા આવ્યા. શાખ બેઠી ને કેરીના ભારથી આંબો લચી પડ્યો. બે ખેતરને જોડતો આંબો શોભી રહ્યો હતો. વડીલોના આશિષની સરવાણી પવનની લહેરખી બનીને હેત વરસાવતી હતી. આંબો વેડાયો ત્યારે ચારેય ભાઈઓ ટોપલે ટોપલા ભરીને ઠલવાતી કેરીઓ નિહાળી રહ્યા ! મોટા ભાઈના દીકરાઓએ દર વર્ષની જેમ બધી કેરીઓના બે ભાગ પાડ્યા. ત્યાં નાના ભાઈનો દીકરો બોલી ઊઠ્યો : આ શું કરો છો? મોટા ભાઈનો દીકરો કહે : હંમેશની જેમ ભાગ પાડ્યા. નાના ભાઈનો દીકરો કહે : એમ નહીં. ચાર ભાગ પાડો. આપણે ચાર ભાઈઓ છીએ. " આટલું બોલતાં એ રડી પડ્યો. વળી કહે : બે ભાગ કરી મને પાપમાં ન પાડો. હું તો એક છું અને તમે ત્રણ છો. મારાથી તમારા ભાગનું ન લેવાય. અણહક્કનું મારે ન ખપે. ખૂબ રકઝકને અંતે ચાર ભાગ પડ્યા ! બધાની નેહ-ભીની આંખ છલકાતી હતી. નાનાના દીકરાએ કહ્યું હવેથી કાયમ માટે આમ જ કરવાનું. ઝોળીને કાયમ સાચવવી હોય તો એમાં માપનું જ ભરાય. વધારે ભરાય તો ફસકી જાય અને બધું ધૂળમાં જાય. ન્યાયનું લઈએ અને ન્યાયનું દઈએ. તમે બધા મોટા છો. હું ભૂલતો હોઉં તો મને વારજો. આ તો આપણા શેઢાનો આંબો ! એનો છાયો આપણને બધાને મળે. એનાં ફળ પણ બધાને મળે, એવી કુદરતની મરજી છે; એને આપણે વધાવીએ અને સુખી રહીએ. ] For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦: આભના ટેકા मूलशुद्धिं गवेषय। ઊંડી શોધ કરીએ અને મૂળ સુધી પહોંચીએ વર્તમાનપત્રમાં વાંચેલી ઘટના છે. તેનો સાર ભાગ રસ પડે તેવો છે. દક્ષિણ ભારતના એક નાના શહેરમાં એક બ્રાહ્મણ પરિવાર રહે છે. તેના પરંપરાગત ઘર-મંદિરમાં અનેક દેવ પધરાવેલા છે. બધા દેવની નિત્ય-નિરંતર પૂજા-સેવા કરવામાં આવે છે. ઘરના વડીલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા તે, પૂજા-સેવાનું કાર્ય ખૂબ શાંતિથી ભાવપૂર્વક સંભાળતા હતા. એકવાર તેમનો જન્મદિવસ હતો ત્યારે, બધા ભગવાનને પંચોપચાર પૂજા કરતાં પહેલાં અભિષેક કરી રહ્યા હતા. ક્રમશઃ એક પછી એક દેવને અભિષેક કરતાં, શિવલિંગને અભિષેક કરવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે, હાથવડે કોમળતાથી માર્જન કરતાં ક્યાંક ચીકાશ લાગે તો મર્દન કરતાં પાણી લે, મર્દન કરે; વળી પાણી લે, મર્દન કરે. એમ કરતાં કરતાં શિવલિંગમાં એક જાતની ચમક દેખાઈ અને સપાટી પણ વધુ લીસ્સી થતી લાગી. બહુવાર સુધી સાફ અને સ્વચ્છ થયા પછી બારીકાઈથી જોયું તો તે મા લાગ્યો! ખૂબ આશ્ચર્ય થયું, જાણે કે જન્મદિવસની ભેટ મળી! આટલા મોટા કદનો મણિ આ પહેલાં ક્યારે પણ જોયો-સાંભળ્યો ન હતો ! એ નાના શહેરના એક જૂના-જાણીતા ઝવેરીને ઘરે બોલાવીને બતાવવાનો વિચાર કર્યો અને બોલાવી મણિ બતાવ્યો. તેમણે આ જોઈ કહ્યું : મેં પણ મારી જિંદગીમાં આવો મણિ ક્યારે ય જોયો નથી, તેથી એની કિંમત વિશે શું કહી શકાય? છતાં તમારે આપવો હોય તો લાખેક રૂપિયામાં લેવા હું તૈયાર છું. ભાઈને થયું માણસ પોતાની ભૂમિકા મુજબ, નજર મુજબ મૂલ્ય આંકતો હોય છે ! તેનું શાસ્ત્ર કેવું હોય છે, તેની શું જાણ હોય? હું આ જાણું તો જ મને ખબર પડે. પોતે સારું એવું ભણેલા. વળી સંસ્કૃત ભાષા પણ જાણે. વધુ ઉત્કંઠાથી રત્ન-પરીક્ષાના ગ્રંથો મેળવવા માંડ્યા; વાંચીને એના અભ્યાસમાં ઊંડા ઊતરતા ગયા. વિદેશમાંથી પણ અંગ્રેજી ગ્રન્થો મંગાવ્યા; પૂરો સમય આપી For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૧૧ આ વિષયનો સઘન અભ્યાસ આદર્યો. આ અભ્યાસથી એ વિષયની નવીનવી દિશા ઊઘડતી ગઈ. રાજા-મહારાજાઓ પાસે કેવાં રત્નો હોય, વિશ્વમાં આવા રત્નોના વેપારીઓ ક્યાં હોય; આવા રત્નોનું લીલામ ક્યાં અને ક્યારે થાય; બધી માહિતી એકઠી કરી. એની મોટી મોટી ફાઈલો તૈયાર કરી. દેશવિદેશના વેપારીઓ સાથે સંપર્ક કર્યો. પૂરા દોઢ વર્ષની અથાક જહેમત અને અભ્યાસ પછી એ મણિની વિશિષ્ટતાઓની જાણ થઈ. એમાં રહેલા તેજ-પાણી-મૂલ્યની ભાળ લાગી. તે પછી નવ મહિના બાદ, જે સ્થળે લીલામ થતું હતું ત્યાં જઈને એ મણિનો વ્યાપાર કર્યો અને એ માટે એમણે સાડા ત્રણ કરોડ રૂપિયા મેળવ્યા! આ એક જ ઘટના આપણને કેટકેટલાં ઈગિતો તરફ દોરી જાય છે? જો એ ભાઈએ સ્થાનિક વેપારી સાથે જ વ્યાપાર કર્યો હોત તો એને લાખ દોઢ લાખ રૂપિયા મળ્યા હોત. એમ ન કરતાં, તેઓ તેના મૂળ સુધી ગયા. એ વિષયમાં જાતે જ ખેડાણ કરી ક્યાંય અટક્યા વિના, અધવચ્ચે સંતોષ માન્યા વિના, આગળ અને આગળ વધતાં, લાંબો પંથ કાપીને મંઝીલે પહોંચ્યા અને એ મણિનું સર્વોચ્ચ મૂલ્ય હાંસલ કર્યું. આપણે પણ તાત્ત્વિક પદાર્થની વિચારણામાં મૂળ સુધી જવાની કોશિશ કરવી જોઈએ. આ સુખ શું છે ! આ દુઃખ શું છે ! આ પાપ શું છે ! આ પૂણ્ય શું છે ! આ આત્મા શું છે ! પરમાત્મા શું છે ! આ બધાની એક અથાક શોધ ચાલુ કરીએ, તો જરૂર તેના યોગ્ય નિર્ણયને પામી શકીએ. આમ કરી શકીએ તો આપણાં સમગ્ર જીવનનું વલણ-વહેણ અને વર્તન બદલાઈ જશે. જે મૂળગામી માર્ગ હોય છે તેના પર ચાલવાથી મુકામે જલદી પહોંચાય છે. આપણે પણ જીવનના મૌલિક અર્થોની ગવેષણા કરવામાં, આપણને મળેલી બુદ્ધિ અને વિચારશક્તિની સાર્થકતા સમજીએ. ] પો HTRA ન 'રા ી . = For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨: આભના ટેકા પ્રાતૃદેવો ભવઃો ભાઈ હો તો આવા હજો. વિક્રમની વીસમી સદીના રાજનગરના નરરત્નોની યાદી બનાવીએ તો શ્રી મનસુખભાઈ ભગુભાઈનું નામ લેવું જ પડે. એવું તેમનું કામ અને નામ હતું. શ્રી દેવ અને ગુરુની અથાગ ભક્તિ, ઉદારતા, બાહોશી, દીર્ધદષ્ટિપણું, આ બધું તો હતું જ પણ તેમના દરિયાવ દિલના દર્શન કરાવતો એક પ્રસંગ આજે અહીં વર્ણવવો છે. શ્રી મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઈ બે ભાઈઓ મૂળ પેથાપુરના પણ વર્ષોથી અમદાવાદ આવી વસેલા. શહેરમાં કાલુપુર ટંકશાળ પાસે ટેમલાની પોળમાં રહેતા. પુણ્ય જાગતું હતું. ભાગ્ય ઝગારા મારતું હતું. દેશ-પરદેશમાં એમના વ્યાપાર-વણજ ચાલે. વછિયાત-વેપારી રોજ રોજ સંખ્યાબંધ આવતા. બધાની ખૂબ મહેમાનગતિ થતી રહેતી. ઘર મોટું અને વિશાળ હતું, તો પણ નાનું લાગતું. શહેરની બહારના વિસ્તારમાં ખાનપુરમાં એક નવો બંગલો બનાવીને રહેવા લાગ્યા. પણ આ બંગલો પણ સાંકડો પડવા લાગ્યો તેથી મનસુખભાઈ માટે એક વિશાળ બંગલો બનાવવાનો વિચાર કર્યો અને શાહીબાગ-ગિરધરનગર પાસે એક મોટો બંગલો બનાવવો એમ વિચાર્યું. ભાઈઓ બે હતા પણ જીવ એક હતો.મનસુખભાઈને એક સંતાન - માણેકભાઈ જમનાભાઈને સંતાન ન હતું. પણ માણેકબેન શેઠાણી જાજરમાન નારી-રત્ન હતાં. જાણે હરકોર શેઠાણીનું જ બીજું રૂપ જોઈ લો. જમનાભાઈ ભલા અને ભદ્રિક હતા. મનસુખભાઈ કાબેલ, વિચક્ષણ અને નેકદિલ હતા. વ્યાપાર-વણજ બધું તેઓ જ સંભાળતા; એટલે તેમને ત્યાં અવર-જવર વધારે રહે તેથી તેમને માટે મોટો બંગલો- બાગ-બગીચા, મોટર ગેરેજ, માળી - ધોબી વગરેની વસાહતવાળો બંગલો અને ત્યાં મનસુખભાઈને રહેવા જવાનું. અને જે ખાનપુરનો બંગલો હતો ત્યાં જમનાભાઈએ રહેવાનું; આમ નક્કી થયું. વિ. સં. ૧૯૭૪ની આ વાત છે. બંગલો તૈયાર થઈ ગયો. વાસ્તુનું મુહૂર્ત For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૧૧૩ પણ નક્કી થયું. સગાં-વહાલાં અને મહેમાનો બધાને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં. વાસ્તુના આગલે દિવસે બન્ને ભાઈઓ, પરિવાર, મહેતા-મુનિમને લઈને બન્ને બંગલે નજ૨ ક૨વા ગયા. બધું કામ લગભગ પૂરું થયું હતું. થોડું થોડું બાકી હતું. ઠીક-ઠાક કરવાની સૂચનાઓ અપાતી હતી. બંગલાના રંગ-રોગાન, બારી-બારણાં, ભીંત-ફરસ-છત --બધું જ મજબૂત, ટકાઉ અને સુંદર બન્યું હતું. મનસુખભાઈ આમ તેમ ફરતા હતા ત્યાં એકાએક, જમનાભાઈ બારણા વચ્ચે ઊભા રહી ટગર-ટગર જોતા હતા એના પર એમની નજર પડી. મનસુખભાઈ પાસે જઈને નાનાભાઈને ખભે હાથ મૂકી પૂછે છે : જમના ! શું જુએ છે ? જમનાભાઈ કહે ઃ ભાઈ ! બંગલો તો સુંદર બન્યો છે. તરત મનસુખભાઈ બોલ્યા ઃ જમના ! તને આ બંગલો ગમતો હોય તો તું રાખ. હું ત્યાં જ રહીશ. જમનાભાઈ કહે : ના..ના..ભાઈ, આ બંગલો આપના માટે બરાબર છે. મોટાભાઈએ ફરી કહ્યું ઃ તને ગમે છે તો તું રાખ. એક સાદી બોલ-પેન કોઈકને આપતા હોઈએ તેમ આખો વિશાળ બંગલો આપી દીધો. બીજે દિવસે બંગલાનું વાસ્તુ થયું. જમનાભાઈની ઘર-સામગ્રી ગીરધરનગરના બંગલે આવી. ત્યારથી આ બંગલો શેઠ જમનાભાઈનો બંગલો બની રહ્યો. આજે પણ ઊભો છે. ભાઈ-ભાઈ વચ્ચેનો આવો પ્રેમ જોઈ આપણા મુખમાંથી પણ સહજ ઉદ્ગાર નીકળે કે, ‘ભાઈ હો તો આવા હોજો.' આવા હૃદયનો નિર્મળ સ્નેહ આપણને મળે તો કેવું સારું ! D For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪: આભના ટેકા સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે... વિ.સં. ૨૦૦૯ની વાત. એટલે હમણાંની વાત ગણાય. નામ એમનું ફુલચંદ કાળીદાસ. રહેવાનું સારંગપુર તળીયાની પોળ - અમદાવાદ. પેઢીનું નામ ફુલચંદ નાનચંદ. ધંધો કાપડનો. દુકાન પાંચકુવા કાપડ મારકીટ. ધંધો સારો ચાલે, સંપત્તિ સારી. નદી પાર બંગલો પણ બાંધેલો. જીવ ભદ્રિક, પ્રેમાળ; બાળકો ઉપર બહુ વહાલ. ધર્મનો રંગ સારો લાગેલો. પ્રભુપૂજા, જિનવાણી શ્રવણ; સાંજે પ્રતિક્રમણ- આવું બધું રોજિંદા જીવનમાં વણાયેલું જીવ નિરાંતનો અને જીવન તો એથી પણ વધુ નિરાંતનું. જો કે એ જમાનો જ આજની સરખામણીમાં ઘણી શાંતિ અને સંતોષ વાળો. એ વખતે પોળમાં લોકો ઘરના ઓટલે બેસી દાતણ-પાણી કરે. સામસામાં બેઠાં હોય, ક્યારેક તો અરધો-પોણો કલાક માત્ર એમાં જ વીતે. દુનિયાભરની વાતો ત્યાં થાય. ગામ આખાની ખબરની આપ-લે થઇ જાય. એકવાર સાંજનું પ્રતિક્રમણ કરવા ફુલચંદ ઉપાશ્રયે ગયા. પચીસ-ત્રીસ શ્રાવકો પ્રતિક્રમણ કરે. મુનિરાજ શ્રી પ્રબોધવિજયજી મહારાજ ત્યાં સ્થિરવાસ. પવિત્ર અને પ્રભાવશાળી સંયમવેશ. પ્રતિક્રમણ પુરું થયું. શ્રાવકોમાં એક નાથાભાઈ શેઠ (રતિલાલ નાથાભાઇના પિતાજી) પણ હતા. પોળના શેઠ ગણાય. તેમની ઉંમર પંચાવન સાઠ આસપાસની. બીજા પણ લગભગ એ જ વયના. એ બધામાં નાના લાગે તેવા; માંડ ચાલીસ-બેંતાલીસના લાગે એવા આ ફુલચંદ બીજી વાર પરણેલાં. સ્વભાવે આનંદી તેથી બધાં તેમને બે ઘડી બોલાવે, મજાક મશ્કરી પણ કરે વાતવાતમાં નાથાલાલ શેઠે ફુલચંદને કહ્યું – અલ્યા ફુલા! જો તું ચોથું વ્રત (બ્રહ્મચર્ય વ્રત) લે તો અમદાવાદ શહેર જમાડું. ફુલચંદે કહ્યું – શેઠ શું કહ્યું? ફરીવાર બોલો તો! નાથાલાલ શેઠે ફરી કહ્યું. પ્રતિક્રમણ કરનાર બધાના કાન ત્યાં મંડાયા. ફુલચંદે કહ્યું – બધાં સાક્ષી છો ને! બધાએ હા કહી. ફુલચંદ કહે : મેં વ્રત લીધું. તો નાથાલાલ કહે : મેં ગામ જમાડ્યું. બીજા બધા ભાઇઓ એ કહ્યું ઃ હાલો સુબોધવિજયજી મહારાજ પાસે વાત કરો અને મુહૂર્ત જોવરાવો. આ તો બધું અંકે થવા લાગ્યું For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૧૧૫ નાથાલાલ શેઠે તો ગોળો ગબડાવેલો. એમને તો ગળા લગી એવી ખાત્રી હતી કે નવી પરણ્યો છે તે શાનો વ્રત લે! પણ ફુલચંદ તો મરદ બચ્ચો નીકળ્યો. ‘સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે...’ સજ્જનનાં વચન તે પથ્થરની લકીર.મુહૂર્ત જોવરાવ્યું. પોળમાં તો આનંદની લહેર ફરી વળી. જે સાંભળે તેહેં હૈં..કહે. શું વાત કરો છો. ખરી કરી. આ બાજુ નાથાલાલ શેઠે તૈયારીઓ કરવા માંડી. પોળના એકમાત્ર યુવક મંડળને રૂપરેખા આપી. યુવકોએ બધી જવાબદારી સંભાળી લીધી. આખા અમદાવાદના સમગ્ર શ્રી સંઘોને રીતસર આમંત્રણ પાઠવવામાં આવ્યું. જમવાના સ્થળ તરીકે જાણીતો ભગુભાઇનો વંડો રાખવામાં આવ્યો. સારંગપુર તળીયાની પોળના ઉપાશ્રયમાં ફુલચંદ અને ડાહીકાકીને સજોડે ચતુર્થ- બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારવાની વિધિનો પ્રારંભ થયો અને આ બાજુ શહેરની પોળોના અલગ અલગ સંઘના ભાઇ બહેનોનું ભગુભાઇના વંડે જમવાનું શરું થયું. ઘેરથી થાળી લાવવાની અને પંગત માંડીને બેસવાનું. મગસ, ફુલવડી, વાલ અને દાળ ભાત. ફાગણ મહિનો હતો. સવારના નવથી સાંજે સૂર્યાસ્ત સુધી લોકો આવતાં રહ્યાં. કોઇ રોક ટોક વિના ત્રીસથી પાંત્રીસ હજાર માણસ ધરાઇને જમ્યું. એ જમાનામાં આ ભગુભાઇનો વંડો એ વિશાળ જગ્યા હતી. જ્ઞાતિના નાના-મોટા જમણવાર પણ અહીં થતાં. પણ નાથાલાલ શેઠ તરફથી રખાયેલ આ સ્વામિવાત્સલ્યમાં તો લોકોના ટોળે ટોળાં જમવા આવતાં જોઇને લોકો બોલતાં ‘ભગુભાઇનો વંડો, અને આવે તે જમવા માંડો.' આજે જુના માણસો હજી કહે છે કે બસ, અમદાવાદ શહેર એ વખતે છેલ્લીવાર આમ જમ્યું. અને તે પણ આવી રીતે-વાત વાતમાં. તેથી એ ઘટના લોક-બત્રીસીએ કાયમ જીવતી રહેશે. માત્ર ચાલીસ-બેંતાલીસ વર્ષની વયે એક સંપન્ન શ્રાવકે આમ રમત રમતમાં આવું વ્રત લીધું. લોકો તેની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. એમણે વ્રત લીધું એ પ્રશંસાપાત્ર કામ થયું તો નાની વાતમાં ‘શહેર જમાડીશ' એવું બોલેલું વચન નાથાલાલ શેઠે પાળી બતાવ્યું તે પણ પ્રશંસાપાત્ર અને અનુમોદનીય ગણાયું. બન્નેની યશોગાથા ચોમેર ગવાઇ. I For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬: આભના ટેકા ભરોસો - દવાનો કે દુવાનો? વિકાસના માર્ગે આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, એવું આજે ગાઈ વગાડીને કહેવામાં આવે છે. પરિણામ તપાસતાં તેનાથી વિપરીત પરિસ્થિતિ માલુમ પડે છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિને જ વિકાસ કહી શકાય. એના બદલે અહીં તો ક્યારેક સૂક્ષ્મનો સ્વીકાર પણ નથી, એવું લાગે છે. સૂક્ષ્મ તત્ત્વો દષ્ટિગોચર નથી, પણ અનુભવગોચર છે. આ અનુભવવાની સંવેદનશીલતા જ ઘટતી હોય તેવું નથી લાગતું? | સંવેદનશીલતા એ હૃદયનો ધર્મ છે. તેને આડે બુદ્ધિનો પથ્થર એવો નડે છે કે તેના સંસર્ગથી સંવેદનશીલતા બુઠ્ઠી થતી જાય અને ક્રમશઃ હણાતી જાય તેવું પણ બને. સંવેદનશીલતા સતેજ હોય તો સૂક્ષ્મની સક્રિયતાનો અનુભવ થયા વિના ન રહે. કેટલાક મહાનુભવોમાં સૂક્ષ્મની અમર્યાદિત શક્તિનો પૂરો ભરોસો જોવા મળે છે. આપણે પણ એને સરવા કાને સાંભળવાનો પ્રયત્ન કરીએ, તો આપણને ય સંભળાય! દવા-ઔષધ એ સ્થૂળ છે. આ દશ્ય આંખથી દેખાય છે અને તેની અસરકારકતા પણ છે; જ્યારે દુવા એ સૂક્ષ્મ છે. એ એક મનોભાવ છે. એ અનુભવસ્વરૂપ છે. દુવાની અસરકારકતા ઘણી વધારે છે, ઘણી ઝડપી છે. દુવાના પ્રસંગો તમારા જાણવામાં, સાંભળવામાં આવ્યા હશે. તેના પર મનન કરશો તો, ચૈતન્યનો એક અંશ સક્રિય બને છે; તેનું આશ્ચર્યકારક એવું ફળ મળે છે, તે તમને સમજાયા વિના નહીં રહે. દુનિયાદારીના કારોબારમાં જેને અશક્ય એવું લેબલ લગાડવામાં આવ્યું છે તેવાં કામ કુદરતના કારોબારમાં શક્ય બની ગયાં છે. તેથી આપણે સ્થૂળથી પણ વધુ ભરોસો સૂક્ષ્મનો કેળવીએ અને તેનાં મીઠાં ફળ પામીએ? હવે એક પ્રસંગ જોઈએ: For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૧૧૭ વાત છે ભાવનગરના મહારાજા ભાવસિંહજીની. તેઓ કોઈ કામ પ્રસંગે ધરમપુર સ્ટેટના મહેમાન થયેલા. ત્યાં, ઘોડા પર બેસીને બહાર પધાર્યા હતા અને ઘોડા પરથી પડી ગયા; બેભાન થઈ ગયા. આ સમાચાર ભાવનગર પહોંચ્યા કે તરત જ દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણી તાબડતોબ ધરમપુર જવા રવાના થયા. સાથે રૂપિયા ત્રણ હજાર રોકડા પણ લીધા. ધરમપુર પહોંચી પટ્ટણીજીએ પહેલું કામ કર્યું, બે હજાર રૂપીયા દાન માટે જુદા રાખ્યા અને રસ્તે જે કોઈ સંન્યાસી-બાવા-ફકીર-ગરીબ-ગુરબાં મળે તેને છૂટે હાથે દાન દેવા માંડ્યું અને મહારાજ માટે દુવા માંગી. એમ કરતાં તેઓ દરબારગઢની નજીક પહોંચ્યા. ત્યાં એક ઓટલા પર એક ફકીર બેઠા હતા. આંખે અખમ લાગ્યા. તેમની પાસે જઈ તેમના હાથમાં રૂપિયા મૂકવા માંડ્યાં. ફકીર કહે : ‘મારે ન જોઈએ.’ દિવાન પટ્ટણીજીએ કહ્યું કે, ‘ભલે; આપના હાથે બીજાને આપજો, પણ લ્યો.' પ્રસન્ન ફકીરે આજુબાજુ ભેગાં થયેલાને રૂપિયાની ખેરાત કરી અને છેલ્લે એક રૂપિયો પોતે રાખ્યો. પટ્ટણીજીએ દુવા માંગી. સર પ્રભાશંકર પટ્ટણી દરબારગઢમાં ગયા. ત્યાં વાતાવરણ ગંભીર હતું. મહારાજા સાહેબ સૂનમૂન બેભાન પડ્યા હતા. ચિંતીત વૈદ્યો ઉપચાર કરી રહ્યા હતા. પટ્ટણીજી મહારાજ નજીક જઈ, શાંત ચિત્તે આંખ મીંચી, જરા વાર બેઠા. મનોમન પેલા ફકીરને યાદ કરીને મહારાજને માથે હાથ ફેરવ્યો.મહારાજ હળવે-હળવે ભાનમાં આવ્યા. સૌ અવાક્ થઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા ! આ ચમત્કાર દુવાનો હતો. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ : આભના ટેકા ધર્મની દૃઢતાને ધન્યવાદ સ૨ હુકમીચંદ એ ગાંધીજીના જમાનાનું બહુ જાણીતું નામ . તેઓના જીવનની ઘણી વાતો લોક-બત્રીસીએ ઝીલાઈ છે. એક કાનથી બીજે કાન સરળતાથી વહીછે. આ પ્રસંગ તેઓના ચિરંજીવીનો છે. વાત છે તેઓને ત્યાં થયેલા મહેમાનની. ઈંદોરમાં જે કોઈ રાજપુરુષ આવે તે બધાનું રોકાવાનું સરનામું સર હુકમીચંદ. એમને ત્યાં જે કોઈ મહેમાન બન્ને તેમની ખાતર બરદાસ્ત રાજા-રજવાડામાં થાય તેવી જ થાય; તેમાં મીન-મેખનો ફેર નહીં. શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાનપદને શોભાવી રહ્યા હતા ત્યારે તેઓને એકવાર ઈંદોર આવવાનું બન્યું. તેઓ સર હુકમીચંદ શેઠને ત્યાં મહેમાન બન્યા. દિવસ આખો અનેક નામવીર વ્યક્તિઓની મુલાકાતનો દોર ચાલુ રહ્યો. ઉપરાંત બે-એક સંસ્થાઓના ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો. સાંજની જાહેરસભા પણ નોંધપાત્ર રહી. રાત્રે સામાન્ય વાતચીતનો દોર પૂરો થયે શ્રી નહેરુના અંગત સચિવે રસોડામાં જઈ ગરમ દૂધનો પ્રબંધ કરવા કહ્યું. રસોઈઆએ કહ્યું : શેટ સાવ ી અનુમતિ તી નાય । પેલા સચિવને સમજાયું નહીં એટલે એણે સ૨ હુકમીચંદના દીકરાને કહ્યું. દીકરાએ વાત સાંભળી શ્રી નહેરુ પાસે આવીને સવિનય કહ્યું : बंगले के पास ही गाडी खडी है। ड्राइवर भी है ही। आपको चाहे वहां ले जायेगा। आप दूध ले कर वापस लौट आईए यहां रात को कुछ नहीं मिलता - सिवाय पानी ! गुस्ताखी माफ करें। વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો ! શ્રી નહેરુ કશું બોલ્યા ચાલ્યા વિના સૂવાના રૂમ તરફ ચાલવા લાગ્યા. જતાં-જતાં બોલ્યાઃ आज मुझे बहुत खुशी हुई है। आप सब तो रात में कुछ लिये बिना चलाते है तो मैंने भी आज की रात कुछ भी नहीं लेना जैसा तय किया है। સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી નહેરુ, રાતભર સુખનિદ્રા માણીને સવારે શેઠ હુકમીચંદની વિદાય લઈ આગળના પ્રવાસ માટે વિદાય થયા ! I For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૧૯ મને સન્મિત્રનો સમાગમ હો! સાવ સાદા સૂતરના દોરામાં ખાસ કશું નથી. એમ ને એમ ગળામાં કે માથા પર મૂક્યો હોય તો તે, પોતે નહીં તો બીજા, એ દેખતાં વેત, હાથથી લઈને દૂર કરી દે. એ જ દોરો જ્યારે સુગંધથી ઊભરાતાં સુંદર પુષ્પોની સોબતમાં હોય ત્યારે હજારો માણસોની હાજરીમાં લોકો હોંશે હોંશે તેને ગળામાં ફૂલહાર તરીકે પહેરાવે છે, કે માથામાં વેણી-ગજરા તરીકે ગૂંથે છે. આ પ્રભાવ ફૂલો સાથેની દોસ્તીનો છે. આ જ દોરો જ્યારે ટીમરું (તમાકુ)ના પાન ની સોબત કરે ત્યારે, પહેલાં તે બળે છે અને તે પછી પાન સાથે ફૂંકી, તેને ફેંકી દેવામાં આવે છે. સોબત તેવી અસર એ કહેતી અહીં સિદ્ધ થાય છે. કોઈ શેતાન જેવા લાગતા માણસની હેવાનિયત માટે જવાબદાર કોણ હોય છે? અલબત્ત, કોઈ કુમિત્રની સોબત જ જીવનને અવનતિની ગર્તા તરફ ધકેલવામાં નિમિત્ત બની હોય છે. કોઈ સંતના પૂર્વ જીવનમાં ડોકિયું કરીએ તો તેમની પાવન જીવનગંગાના મૂળને શોધતાં માલુમ પડશે કે ઉત્તમની સોબતના પ્રભાવથી પોતે ઉચ્ચ જીવનના શિખર સર કરી શક્યા છે. આમ, જીવનની ઉન્નતિ કે અવનતિના મૂળ, કુસંગ કે સત્સંગમાં રહેલા છે. સન્મિત્રો તો જીવનની મોંઘેરી મૂડી છે. આજના વિષમ અને વિષમય કાળમાં સૌથી વધુ કાળજી મિત્ર બનાવવામાં રાખવા જેવી છે. મિત્ર તમારા - જીવનનો નકશો બદલી શકે છે. અરે ! મિત્ર તો તમારા સફળ જીવનનો નકશો દોરી પણ શકે છે. કુમિત્રો તો ડગલે ને પગલે મળશે ! સન્મિત્ર ઓછા જ હોવાના. એને તો શોધવા પડે છે. એકાદ સન્મિત્ર મળી જાય તો દુઃખી જીવન પણ સુખમય બની શકે છે. જ્યારે કોઈ કુમિત્ર ભટકાઈ જાય તો જીવનનો ખીલેલો બાગ પણ ઉકરડામાં ફેરવાઈ જાય છે. એટલે, સન્મિત્ર કરવામાં જેમ કાળજી લેવાની છે તેમ કુમિત્રથી અળગા રહેવામાં એથીયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ઃ આભના ટેકા પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ આ બાબતમાં મનનીય છે. તેર-ચૌદ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. લગ્ન પછી પત્ની શિવકોર સાથેની પ્રથમ મુલાકાતમાં થયેલી વાતચીત એમની આત્મકથા “ઘડતર અને ચણતર”માં આમ લખાઈ છે : જીવનમાં હું પહેલોવહેલો જ એને મળ્યો. મારાથી પૂછાઈ ગયું: “આ વખતે તો તું રોકાઈશ ના?” શિવની આંખોમાં આંસુ આવ્યા : “હું શું રોકાઉં? તમે રોજ ઊઠીને તમારા ભાઈબંધોને લાવ્યા કરો છો ને હું બળી જાઉં છું...' આ શબ્દોથી મને ભારે આઘાત થયો : “ભાઈબંધો તો આવે જ ના ! તું એમને ક્યાં ઓળખે છે? “એ બધાયને હું પગમાંથી ઓળખું છું. એ બધાય સારા નથી. એ હશે ત્યાં સુધી હું આવવાની નથી.” શિવકોર આમ એક જ દિવસમાં એ કહેવાતા મિત્રોના દેદાર જોઈ, ચાળા જોઈ તુર્ત કળી ગયા હતા; “આ માણસોનો પગ આપણાં ઘેર ન જોઈએ.” ધનતેરશનો દિવસ હતો. વળી નાનાભાઈનો જન્મદિવસ ! એક પછી એક મિત્રો સવારથી આવા લાગ્યા. પરંતુ શિવકોરના શબ્દોએ નાનાભાઈને બાંધી દીધા હતા. “આજથી આપણી ભાઈબંધી બંધ છે.” ત્યારથી એ મિત્રો ગયા તે ગયા.. એ બધા મિત્રોનું ઉત્તર જીવન જોઉં છું ત્યારે થાય છે કે શિવલક્ષ્મીનો મારા પરનો મોટો ઉપકાર છે. એના નિર્મળ આગ્રહથી હું બચી ગયો. આજે પણ ઘણીવાર મારા જીવનદેવીનો પ્રસંગ હું ઘણા ગર્વથી ગાઉં છું. પત્ની સન્મિત્ર બની અને કુમિત્રના કળણમાંથી ઉગારી લીધા. ત્યાર પછી તો એમનું જીવન સડસડાટ ઊંચે ને વધુ ઊંચે ચઢતું રહ્યું. અમરવેલ ને વળી આંબે ચડી ! પછી બાકી શું રહે? સારા મિત્રો જ શોધવા. ન મળે તો પ્રભુ પ્રાર્થના કરવી પરંતુ નથી મળતા એટલે જે તેની સાથે હાથ ન મિલાવવા. ફૂલની છાબમાં મૂકવા જેવા ફૂલ ન મળે તો કાંઈ તેમાં કોલસા ન ભરાય ! ખાલી રહેલી છાબનું પણ એક For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૨૧ મૂલ્ય છે. ભતૃહરિએ લખ્યું છે કે મિત્ર ભૂપતિ તિવા એક મિત્ર હોય પછી તે રાજા હો અથવા સાધુ હો. આવા એક મિત્ર પણ બસ છે. સાચા મિત્રો કેટલા હોય એ ગણવા માટે, વેઢા તો ઠીક, આંગળીઓ પણ વધારે છે. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ-દુઃખ બાટીયે, તે લાખોમાં એક --આપણને આવા સન્મિત્રનો દુકાળ ન હો. ] આવી “ના” આપણને પણ મળે ! વસંત પંચમીનો દિવસ છે. નગર બહારના વિશાળ ઉદ્યાનમાં આજે મેળો છે. સર્વત્ર ઉલ્લાસનો દરિયો ઊછળી રહ્યો છે. તમામ નર-નારી, યુવક-યુવતી, બાલ-આબાલ, ટોળે-ટોળા મેળો મ્હાલવા એ દિશા તરફ જઈ રહ્યા છે. આજે તો દિવસભર અને મોડી સાંજ સુધી, ખાણી-પીણી, નાચગાન, ખેલ-કૂદ અને રંગ-રાગ ચાલશે. લોક હિલોળે ચડશે. સમય થતાં રાજા પણ આ મેળામાં સામેલ થવા જઈ રહ્યા છે. મહાલયમાંથી નીકળતાં કુમાર સમરાદિત્યને એમનાં કક્ષમાં બેઠેલા જોયા. કમાડ ખુલ્લાં હતાં. એક ગવાક્ષ પાસે કુમાર ચિંતન મુદ્રામાં સ્થિર બેઠેલા હતા. પ્રશાંત મુખમુદ્રા પર અપાર્થિવ તેજનું સરોવર લહેરાતું હતું. રાજા પળવાર એમને નિહાળી રહ્યા; પછી પૂછ્યું: કુમાર ! ચાલો, મેળામાં , આવો છો ને? ના! પિતાના પ્રશ્નનો ઉત્તર વાળવો જોઈએ, એથી કુમારે વિનમ્રતાથી કહ્યું, પછી ઉમેરે છે : આવવું નથી એવું નથી. આ બધી મોજ-મજા કોને ન ગમે? પણ એ તરફ જેવો હાથ લંબાવું છું કે તરત મને એ મોજ-મજાની વિશાળ શિલા નીચે અનેક નર-નારીને રોતાં, કકળતાં, છૂંદાતા, ચગદાતાં જોઉં છું અને મારો હાથ પાછો વાળું છું. મને પરિણામ દેખાય છે તેથી મારે આવવું નથી. હું એટલે ‘ના’ પાડું છું. આમ, ‘ના’ ગમે તેવો શબ્દ નથી ; પરંતુ પરિણામ-દર્શન થયા બાદ, આવતી ‘ના’ પ્રિય તો છે જ પણ સ્પૃહણીય પણ છે. આવી ‘ના’ માંગવાનું આપણને મન થાય છે. એ મળે તો કેવું સારું ! ] For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ : આભના ટેકા જ્ઞાનનું ફળ સમજણના સીમાડાનો વિસ્તાર વાચન-શ્રવણ કરવું જોઈએ એ વાતે બધા જ સંમત છે. પરંતુ જેવી એ વાચન-શ્રવણના ફળની વિચારણા કરવામાં આવે ત્યાં મતભેદ પ્રવર્તે છે. મોટા ભાગના લોકોનો નિશ્ચિત કરેલો મત છે કે જ્ઞાનસ્થ તં વિરતિઃ। - જ્ઞાનનું ફળ વિરતી છે, આચરણ છે. આચરણ વિનાનું જ્ઞાન નકામું છે, વાંઝિયું છે. એવા જ્ઞાનની કશી કિંમત નથી કે જે જ્ઞાન પછી આચરણમાં ન પ્રગટવાનું ન હોય. જ્ઞાન તો જ સાર્થક કહેવાય કે જ્યારે એ પ્રમાણેનું જીવન હોય, કરણી હોય. આ મત સાચો છે પરંતુ આમાં પણ જ્ઞાનના બાહ્ય ફલક સુધીની જ પહોંચ છે. જ્ઞાનના ફળની બીજી બાજુ છે; એ છે જ્ઞાનની અંતરંગ ભૂમિકાએ ફળની વિચારણા. આ વાત તો આપણા ચેતોવિસ્તારની બહાર રહી ગઈ છે. આજે એ મુદ્દા પર થોડી વિચારણા કરવી છે. પ્રવચન-શ્રવણનું ફળ શ્રદ્ધા છે. આ વાત ફરી ફરીને ઊંડાણમાં જઈને વિચારવા જેવી છે, સ્થિર કરવા જેવી છે. પ્રવચન-શ્રવણને સીધાં આચરણ સાથે ન સાંકળતાં, વચલી કડી શ્રદ્ધાની છે તેની સાથે તેને પહેલા જોડવી જોઈએ. શ્રદ્ધા એ અમૂલ્ય પદાર્થ છે. પરંતુ આ શ્રદ્ધા સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે. સ્થૂળ દષ્ટિવાળા લોકો પ્રવચન સાંભળનારને પૂછતાં હોય છે : સાંભળીને શું કર્યું ? તેઓ પ્રવચન-શ્રવણનું ફળ આચરણમાં શોધતાં હોય છે. ત્યાં એવું અપેક્ષિત ફળ જોવા નથી મળતું ત્યારે, આમ કેમ બને છે ? એવા પ્રશ્ન લઈને ઊંડાણમાં જવાનું ટાળીને સીધા જ પ્રવચન-શ્રવણને દોષપાત્ર ઠરાવે છે. કવિ અખાના શબ્દો : કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન --એમ બોલીને અખો પણ અમારી વાતમાં સંમત છે એમ કહીને સંતોષ માનતા હોય છે. ખરેખર તો આ વાત થોડી જુદી રીતે વિચારવાની છે. એક રસપ્રદ ઉદાહરણ આ વાતને સમજવામાં ઉપયોગી બનશે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૨૩ એક નાનું નગર હતું. અઢારે આલમ તેમાં સંપીને રહેતી હતી. ગામ વ્યવસ્થિત હતું. નગરશેઠ હતા. નાત હતી. તેના નિયમ અને કાયદા હતા. વેપાર-વણજ સારી રીતે ચાલતો હતો. બધા પોતપોતાની રીતે ગુજારો કરતા હતા. નગરશેઠના મનમાં એક વિચાર આવ્યો : દીકરાના લગ્ન કર્યા ત્યારે સંયોગો અનુકૂળ ન હતા તેથી જમણવાર કર્યો ન હતો. હવે સારો સમય આવ્યો છે તો નાતનો જમણવાર કરીએ. પુત્રોને બોલાવ્યા. વાત કરી, તૈયારીઓ કરી. નાતને નોતરૂં અપાયું. નક્કી કરેલ દિવસે જમણવાર કર્યો. આખી નાત આવી હતી. જાત જાતના પકવાન ને ભાત ભાતની રસોઈ હતી, બધાએ પ્રેમથી આરોગી. જમણ લગભગ પૂરું થવા આવ્યું એટલે નગરશેઠ પોતે પાપડ પીરસવા માટે નીકળ્યા. દીકરાના હાથમાં પાપડનો ટોપલો લેવરાવ્યો અને શેઠ એક પછી એક બધાના ભાણામાં પાપડ પીરસતા જાય. શબ્દોની મીઠાશથી અને આંખના અમીથી એક એક મહેમાનની ઓળખ તાજી થાય છે. એક-બે શબ્દોની આપ-લે થાય છે અને પોતે આગળ વધે છે. એમ કરતાં આગળ વધતાં એક મહેમાનના ભાણા પાસે આવ્યા. ટોપલામાં છેલ્લો અડધો પાપડ રહ્યો હતો, તે આપ્યો. તરત બીજો ભરેલો ટોપલો આવ્યો. આગળ વધ્યા. ભાણામાં પાપડ મૂકતાં જાય છે. એમ કરતાં જમણવાર પૂરો થયો. સહુ ઘર ભેગાં થયા. પણ પેલા જે ભાણામાં અરધો પાપડ આવ્યો હતો તેના મનમાં તુમુલ ઘમસાણ મચ્યું. પોતે સામાન્ય સ્થિતિનો-મધ્યમ વર્ગનો વેપારી માણસ હતો. તેના મનમાં આ ઘટના દ્વારા એવાં વિચાર વલયો રચાયાં કે હું દરિદ્ર છું, પહેલી હરોળના શ્રીમંત કહેવાય તેવો નથી તેથી જાણી બૂઝીને મારા ભાણામાં અરધો પાપડ મૂક્યો. હું બતાવી દઇશ કે હું પણ કાંઇ કમ નથી. મોં મરડી દાંત કચકચાવ્યા ને તેણે નક્કી કર્યું કે હું પણ આ જ રીતે નાત જમાડું અને આ જ રીતે છેલ્લે બધાને પાપડ આપવા નીકળું અને નગરશેઠ બેઠા હોય તેના ભાણામાં બરાબર એવો અરધો પાપડ પીરસું. આમ ન કરું તો મારું નામ નહી. થતાં તો આવો નિર્ધાર થઇ ગયો પણ જ્યારે નાતના જમણવાર માટેના ખર્ચનો અંદાજ માંડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ખર્ચ તો ખૂબ થવા જાય છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪: આભના ટેકા આવેશ એ એક એવી બૂરી ચીજ છે કે ભલભલા બાહોશ માણસને પણ બેહોશ બનાવી દે છે. જ્યારે માણસના મન ઉપર એક જીદભરી ઇચ્છાનો નશો સવાર થઇ જાય છે ત્યારે તેની આંખ બંધ થઇ જાય છે. આખરે તો એણે ઘર, ઘરેણું ને હાટ વેચીને પૈસાનો વેંત કર્યો અને નાતને નોતરું આપ્યું. બધાને આશ્ચર્ય તો થયું જ. કારણ કાંઇ સમજાયું નહી. બધા અનેક અટકળો કરતાં જમવા બેઠા. રસોઇ સારી બની હતી. જમવાનું લગભગ પૂરું થવા આવ્યુ ત્યારે શેઠ મલપતા મલપતા પાપડનો ટોપલો લેવરાવીને પાપડ પીરસવા નીકળ્યાં. ક્રમમાં આવતાં આવતાં નગરશેઠનું ભાણું આવ્યું ત્યારે યાદ રાખીને રાખેલો અરધો પાપડ તેમણે નગરશેઠના ભાણામાં મૂક્યો. પોતાનો અહં સંતોષાયાનો આનંદ થયો. પછી આગળ વધ્યા ને બધાને પાપડ પીરસતા જમણવાર પૂરો થયો.સૌ ઘર ભેગાં થયા. નગરશેઠના મનમાં કાંઇ વિચાર પણ ન આવ્યો. અહીંયા આ વાર્તા-પ્રસંગ પૂરો થાય છે. પરંતુ આપણે જે બોધ લેવાનો છે એનો વિચાર હવે કરીએ. પોતાના ભાણામાં અરધો પાપડ આવ્યો ત્યારે હું દરિદ્ર છું માટે મને નગ૨શેઠે જાણી બૂઝીને અરધો પાપડ આપ્યો એ વિચાર આવ્યો. એક વખત આપણે માની લઇએ કે આવી સ્થિતિમાં આવો વિચાર આવવો સ્વાભાવિક છે. પણ જો તેની પાસે વાચન-શ્રવણ-મનનની ભૂમિકા હોત તો તે આ સિવાય બીજું કોઇ કારણ પણ હોઇ શકે એવું તે વિચારી શકત. સ્વાભાવિકપણે પણ નગરશેઠ મારી પાસે આવ્યા ત્યારે ટોપલામાં છેલ્લે અરધો પાપડ રહ્યો હોય એવું પણ બને. આવું તે વિચારી શક્યો હોત તો માત્ર એક ખોટા ખ્યાલના આધારે તે ખુવાર થયો તે ન થાત. મનમાં ઘર કરી ગયેલા ખોટા ખ્યાલથી For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૨૫ અને પોતાનો અહં સંતોષવા ખાતર આ માણસ સાવ રસ્તા ઉપર આવી ગયો ! જિંદગી ફરી એકડે એકથી શરૂ કરવાની થઈ. કેટલો બધો પાયમાલ થઈ ગયો. શી જરુર હતી આટલા બધા બેહાલ થવાની? પણ... હાં, તો વાત એવી છે કે, અંતરંગ ભૂમિકાએ સમજણના સીમાડાનો વિસ્તાર એ જ્ઞાનનું ફળ છે. વાચન-શ્રવણ-મનનને મનના અને હૃદયના ઊંડાણમાં લઈ જઈ આપણી અંદરના પિંડના એક ભાગ રૂપે પરિણામવાના છે. તેનાથી આપણી દષ્ટિ મંજાય છે. આ મંજાયેલી દષ્ટિનું દર્શન સમ્યફ હોય છે. પોતાની જાતને દરિદ્ર ગણતા વેપારીની સમજણના સીમાડા વિસ્તરેલા હોત તો તેણે તે ઘટનાને સાવ જુદા જ દષ્ટિકોણથી અને સહજતાથી મૂલવી હોત. કદાચ સાવ હળવી નજરે જ જોઇને જમણવારના મંડપને છોડતાં તે વાતને ત્યાં જ ભૂલીને તે ઘરે આવ્યો હોત. આપણે પણ એક તટસ્થ માણસ તરીકે આ પ્રસંગને જોઈને વિચારીએ તો આપણને પણ લાગશે કે સાવ મામૂલી વાતને કારણ વિના મોટું રૂપ આપી દીધું. મૂર્ખામી જ કરી. આમ ઘરબાર વેચીને કપડાંભેર નથઇ જવાય ! અંતે મળ્યું શું? એટલેજ જેમ જેમ આપણે વાચન-શ્રવણને ઝીલતાં જઇએ તેમ તેમ તેના અજવાળે વિધેયાત્મક દષ્ટિ વિકસાવતા જઈએ. જાતનું નિરીક્ષણ કરીને આપણે આપણી મહત્તા અને મર્યાદા સમજતા જઈએ. આપણામાં જે ગુણો ખીલ્યા છે તેમાં સ્થિરતા પામવાની છે. એ ગુણો સચવાઈ રહે તે માટે કાળજી લેવાની છે. સાથે નવા ગુણોનો વિકાસ સતત થતો રહેવો જોઇએ. આમ, ગુણવિકાસ સાતત્ય અને ગુણવિશેષે સ્થિરતા- આ બધા પ્રવચન-શ્રવણના અંતરંગ ફળ છે અને તે મેળવવા મથવાનું છે. જે આચરણ અંદરની સમજણમાંથી ઊગે છે તે લાંબો કાળ લીલુંછમ રહે છે, ક્યારે પણ કરમાતું નથી. નિષ્ઠાણ બનતું નથી. પાકટ સમજણ ઊગ્યા વિનાના આચરણની વિક્રમ આડઅસરો આજે ખૂબ જોવા મળે છે. એને કારણે ધર્મદંડાય છે તે ઘણું અનિચ્છનીય છે. ધર્મ ક્યારેય નીરસ નહોય; ધર્મ સદાય આર્ટ હોય. રસિક હોય. સર્વત્ર શુભદર્શી હોય. આ ફળ મેળવવા માટે મંથન જરૂરી છે. આપણે જ્ઞાન દ્વારા આપણી સમજણના સીમાડાનો વિસ્તાર સાધીએ. ] For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : આભના ટેકા કો’ મીઠા હૈયાની “ના” વાત આમ બની છે. મુંબઈ શહેરની વાત છે. કોલસાના એક વેપારીને ત્યાં પોતાની દીકરીના લગ્ન પ્રસંગ છે. મહેમાન-પરોણા આવવાના છે. મહેમાનોની સરભરા સાચવવા માટે ઊતરવા-રહેવાની જંગ્યાની સગવડ કરવાની છે. નજર દોડાવતાં, પોતાની દુકાન સામે જ એક મોટા મકાનમાં પહેલા માળે એક લેટ ખાલી છે અને આવી રીતે, આવા પ્રસંગે તેઓ વાપરવા પણ આપે છે; એમ જાણવા મળ્યું. માલિક તો હૈદ્રાબાદ રહેતા હતા. સ્થાનિક દેખભાળ બાજુના ફ્લેટવાળા રાખતા હતા. સામાન્ય પરિચય હતો. એમની સાથે વાત કરી લઈએ એમ વિચાર્યું. ફોન કરી પૃચ્છા કરી. સમય માંગીને મળવા ગયા. ' બેલ સાંભળી બારણું ય ખુલ્યું. આવકાર મળ્યો. બેસાડ્યા. ચા-નાસ્તો ધરી ઉચિત સ્વાગત થયું. પછી, આવવાનું પ્રયોજન પુછાયું. કહ્યું : ઘરે લગ્ન પ્રસંગ આવે છે. મહેમાનોને ઉતારા માટે બે દિવસ વાપરવા આ બાજુનો ફ્લેટ જોઈએ છે. જવાબ મળ્યો કે તેઓ હૈદ્રાબાદ રહે છે. ચાવી અમને સોંપી છે; પણ છેલ્લા બે-ત્રણ પ્રસંગોએ એવો અનુભવ થયો છે કે, હવેથી તેઓએ આપવાનું બંધ કર્યું છે. માટે અમે આપને એ ફ્લેટ વાપરવા આપી શકતા નથી. રજૂઆત બહુ જ વ્યવસ્થિત અને સરળતાભરી હતી તેથી માત્ર, ‘ભલે. અમને એમ કે આ જગ્યા મળે તો પ્રસંગે અનુકુળતા રહે માટે આપની પાસે આવ્યા હતા.” એમ કહીને ઊભા થયા. તે જ વખતે ઘરની પુત્રવધુ હાથમાં શ્રીફળ લઈને આગળ આવ્યા અને મહેમાન વેપારીને અર્પણ કરવા લાગ્યા. આવનાર ભાઈએ એ ન લેવાનો ભાવ પ્રદર્શિત કર્યો : આ શા માટે ? એમ પ્રશ્ન પણ કર્યો. ભાઈ બોલ્યા : For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા ૧૨૭ તમે અમારે ત્યાંથી કંઈક લેવા આવ્યા હતા. તેમને જોઈતું તો અમે આપી ન શક્યા, તો આટલું તો અમારું સ્વીકારો. અમારે આપને કંઈક તો આપવું જોઈએ. ભાવથી ભીંજાયેલા આ અલ્પ શબ્દોએ અસર કરી. શ્રીફળ સ્વીકાર્યું. દાદરાના પગથિયા ઊતરતાં ઊતરતાં કોલસાના વેપારી ભાઈના મનમાં ફ્લેટ ન મળવાની જે ચચરાટી થઈ હતી, તેના ઉપર જાણે શીતળ લેપ કરવામાં આવ્યો હોય તેવું લાગ્યું. મન વિચારે ચડ્યું: શું ‘ના’ પણ આટલી મીઠી હોઈ શકે છે? આપણે તો પ્રસંગે ‘ના’ કહીએ છીએ તો મોટેભાગે તે કેટલી લુખી-સૂકી હોય છે ! વળી ક્યારેક તો દંભના રેશમી કપડાંમાં લપેટેલી હોય છે ! પણ આવી મીઠી “ના” તો પહેલી વાર સાંભળી ! મનને વાગે એવી ઠેસ પહોંચાડે તેવી ‘ના’ તો ઘણી મળી છે, પણ આવી “ના” સાંભળ્યા પછી તો શીખવા મળ્યું કે ના પાડવાનો પ્રસંગ આવે તો આવી “ના” પાડવી જોઈએ. જુવાનીયાઓને હોઠે ચડેલી પેલી પ્રસિદ્ધ પંક્તિ પણ આ જ ભાવને પ્રગટ કરે છે ને! હું ક્યાં કહું છું - મારી બધી વાતમાં હા હોવી જોઈએ, પણ ના કહેતાં તમને વ્યથા હોવી જોઈએ. ના” પણ કોઈને સાંભળવી ગમે એવી હોઈ શકે ? હા, હોઈ શકે. આવી ‘ના’ પણ સાંભળવી જરૂર ગમે, પણ એવી ‘ના’ કહેવા માટે હૈયું મીઠું હોવું જોઈએ. . -- એ મેળવીએ. ] For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮: આભના ટેકા આ કથાનું મથાળું શું હોઈ શકે? ગુણસંગ્રહ, દોષ-સંયમ અને પુણ્યોદય એ ત્રણ સાવ સ્વતંત્ર અને તદ્દન જુદી જ વસ્તુ છે. પહેલા બે છે તે આત્મ સંબંધી છે; ત્રીજું છે તે કર્મ સંબંધી છે. પહેલા બે છે તે આત્માન નક્કર પગ પર ઊભાં છે અને ત્રીજું છે તે કર્મની કાચી માટીના પગ પર ઊભેલું છે. તે ક્યારે બેસી જાય તે નક્કી નહીં. આજે આપણે, એક પ્રસંગકથાને સહેજ ઝીણવટથી જોવાનો પ્રયત્ન કરીએ અને આપણે અનાયાસે જ આપણી જાત સાથે સરખાવીએ; અથવા એની જગ્યાએ પોતાની જાતને મૂકી ને વિચારીએ. નામ એમનું મૂલદેવ. સુખી અને સંપન્ન. પરંતુ જીવનમાં દશા-વીશી આવે. સારી નબળી સોબતથી જીવનનું વહેણ ફંટાઈ જાય. ચીલાની બહાર પણ પગ પડી જાય. સોબતવશ ઉન્માર્ગે ચડી ગયા; ખુવાર પણ થઈ ગયા. દેવદત્તા નામની ગણિકા. ભારે ચતુર; તેજસ્વિની અને કુશળ. તેના સંપર્કમાં આવતાં મૂળદેવ પોતાના ઘરને ભૂલી ગયો. વર્ષો વિત્યાં. સ્વજનો ગામ ત્યજીને વિદાય થઈ ગયાં. ધન ખૂટી ગયું એટલે ગણિકાની માતાએ મૂલદેવને રસ્તા ઉપર મૂકી દીધો. દેવદત્તાએ માતાને સમજાવવા મૂલદેવના ગુણ ગણાવ્યાં. તેનામાં કેવી કેવી વિશેષતા છે તે બધું સુપેરે પ્રયોગથી સમજાવ્યું. એક અત્યંત ધનવાન પરંતુ ગમાર માણસ પણ રોજ દેવદત્તા પાસે આવતો. દેવદત્તાએ તેને કહ્યું કે, “આવતી કાલે શેરડી ખાવાનું મન છે. લાવજો.” વળતે દિવસે સવારના પહોરમાં જ એક ગાડું દેવદત્તાના આંગણે ઠલવાયું. તેમાંથી શેરડીના ભારા ઘરમાં લાવવામાં આવ્યા. મોકલનારે જે કહેવરાવ્યું હતું તે કહ્યું કે, “ગઈ કાલે વાત થયા મુજબ શેરડી મોકલી છે. સુખેથી ઉપયોગમાં લેજો.” દેવદત્તાએ પેલા સંદેશવાહકને તો વળતું કહેવરાવ્યું કે શેરડી માણસ માટે મોકલવાની હતી, પશુ માટે નહી. એ જ ઇચ્છા મૂલદેવને પણ જણાવી હતી. કલાકવાર પછી મૂલદેવ પોતે આવ્યો. સુંદર-સ્વચ્છ તાસક લઈ આવ્યો. તાસકમાં શેરડીના છોલેલાં નાના ટુકડા-ગંડેરી, તેની ઉપર એક એક લવિંગ ખોસેલા. આજુબાજુ ફુલની ગોઠવણ પણ તેની સુંદરતામાં વધારો કરતી હતી તેના ઉપર રેશમી વસ્ત્ર ઢાંકેલું. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૧૨૯ દેવદત્તાએ આ તાસક પ્રેમથી લઈ અને માતાજીને આપી. આવો સ્પષ્ટ ભેદ દેખાયા છતાં મૂલદેવ નિર્ધન થવાના કારણે તેને કેળાંની છાલની જેમ ત્યજી દેવામાં આવ્યો. મૂલદેવે આ ઘટનાને કોઇ સંકેત રૂપે જોઈ. એણે વિચાર્યું કે આવી સ્થિતિમાં આ ગામમાં રહેવું ઠીક નહી. ભાગ્ય ઉઘાડવા માટે અન્ય ગામમાં જવું એવો વિચાર કર્યો, સંભવ છે કે ત્યાં ભાગ્યોદય થઈ પણ જાય. આમ સ્વસ્થપણે વિચારી, વિવેકીને શોભે તેવો નિર્ણય કર્યો. તે સમયમાં એક નગરથી બીજા નગરમાં જવા માટે વચ્ચે મોટાં જંગલ આવતાં. તેને પસાર કરવા પડતા. રસ્તામાં પશુઓનો ભય રહેતો. લૂંટારુઓ પણ એકલ દોકલ માણસને લૂંટી લેતા; એનો પણ ભય રહેતો. વળી જંગલ પસાર કરતા ત્રણ-ચાર દિવસ લાગે. એકલા માણસને તો રસ્તો કેમે ય ન ખૂટે. એટલે કોઇ ને કોઇનો સાથ સંગાથ શોધે. એકથી ભલા છે. વળી વાતે વાટ ખૂટે, વાત કરતાં રસ્તો ક્યાં પસાર થાય તે ખબર ન પડે. તેથી મૂલદેવ, બીજો કોઈ પગપાળે ચાલનાર મળે તો સારું એમ વિચારીને સાથીની રાહ જોવા લાગ્યો. અને એ અટવિની શરૂઆતના ભાગે જ એક બ્રાહ્મણ-ભૂદેવ મળ્યા. જોઇને પૂછયું: ‘વસંતપુર જવું છે ?” “હા! મારે પણ એ જ નગર જવું છે.” ચાલો ત્યારે એકથી બે ભલા. અને મૂલદેવે એ ટાલવાળા બ્રાહ્મણ સાથે ડગ માંડ્યા. ન સંકલ્પો, ન સંચરવું, ન એક શબ્દ સાંભરશે. નિરુદ્દેશે મઝાનું મન, ઘજાની જેમ ફરફરશે. રાજેન્દ્ર શુક્લ) વિશાળ અટવિ, સ્નિગ્ધ છાયાવાળાં વૃક્ષોના ઝુંડના ઝુંડ. જાત જાતના પક્ષીઓનો મીઠો કલરવ. સાથે વાતોના તડાકા. વાતોમાં જો સ્ત્રી કથા, રાજ કથા, ભોજન કથા માંડતા આવડે તો તેનો અખૂટ ખજાનો બધા પાસે સંઘરાયેલો હોય છે. બસ, પગ ચાલ્યા કરે, જીભ ચાલ્યા કરે. રસ્તો ક્યાં ગયો તે ખબર જ ન પડે. પણ ચાલતાં ચાલતાં પેટ પાતાળ જાય ત્યારે ખબર પડે અને પગ અટકી જાય, જીભ પણ અટકી જાય. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ઃ આભના ટેકા દિવસમાં એકાદવાર ભોજનનો સમય રહે. કોઇ ઘટાદાર વડલો આવે ત્યારે હાશ કરીને બેસી પડાય. આજુબાજુમાં પાણી શોધે. કૂવો, વાવ, તળાવ, કે ઝરણું મળી આવે. નિર્મળ જળથી ખોબે ખોબે હાથ-મોં સ્વચ્છ કરીને ભાતું ખોલે. ધીરે ધીરે પેટ પૂજા ચાલે. મૂલદેવ તે વખતે બ્રાહ્મણથી થોડે દૂર પથ્થર પર બેસે. લંબાવે. ભૂદેવને પૂરો ઓડકાર આવે એટલે મૂલદેવને કહે, કેમ ચાલશું ને! મૂલદેવ કહે; ભલે ચાલો. વળી વાર્તાઓનો એ જ દોર સંધાય, લંબાય. વચ્ચે વચ્ચે રસ્તે આવતાં વૃક્ષો અને ફળ-ફળાદીની વાતો થાય. ચર્ચા પણ ચાલે. સાંજ થાય અને સૂરજ દાદા આથમણે ઢળે અને અંધારા પથરાય એટલે કોઈ નિર્ભય જગ્યા શોધીને બંને જણા લંબાવે. થાક્યાં પાક્યાં ઊંઘી જાય. ક્યારેક રાત્રે જાગી જવાય તો તારાઓને ઓળખે અને તેની સાથે ગોઠડી માંડે. કોઇ ફરિયાદ નથી; કોઇનો ન્યાય કરવાની વૃત્તિ નથી. છતાં મનમાં થાય. કેવી મૂર્ખતા કેળવાઇ હશે. તો જ આવું બને; બની શકે. સાથે ચાલનારો માણસ ડાહી ડાહી વાતો કરી જાણે. ભોજન વેળા થાય ત્યારે સાવ એકલપેટો થઈને જમી લે! વળી ઓડકાર ખાઈને સાથે ચાલવા લાગે. છતાં મૂલદેવને તેના પ્રત્યે અપ્રીતિ, દ્વેષ કે અણગમો ન ઉપજે. આવું બને? બની શકે? આપણને આવો પ્રશ્ન થવો સહજ છે. પણ વિવેક દષ્ટિની જાગરુકતાથી મૂલદેવનું મન ઘડાયું હતું. આવા સંયોગોમાં બ્રાહ્મણે ચાલવામાં સાથ આપ્યો. એ કારણે જંગલમાં એનું રક્ષણ થઇ રહ્યું છે. ધીરે ધીરે પંથ પણ ખૂટે છે. આવું સહજ આશ્વાસન પોતાના મનમાં મેળવતો. એકાદવાર મનમાં એવો વિચાર ઝબક્યો: અહો! આજે એ બ્રાહ્મણે મને નથી આપ્યું પણ આવતી કાલે તો આપશે. અને કદાચ ન પણ આપે. આપવું ન આપવું તે તેના પોતાના મનની વાત છે. તેની ઇચ્છા પર આધારિત છે. મારાથી કેમ મંગાય કે એવી આશાભરી નજરે કેમ જોવાય? એ ન પણ આપે. એ ન આપે તેથી તે કાંઇ વૈષ પાત્ર નથી બનતો. મૂલદેવની આવી વિચારસરણી કાલ્પનિક કે માત્ર આદર્શ છે કે અવ્યવહારુ છે એવું નથી. આજના જમાનામાં પણ આવા ઉદાત્ત હૃદય હોય છે. તમને એક વર્તમાનકાલીન ઉદાહરણ આપું. એ પણ કોઇ સંત કે સાધુ પરુષનું નહીં For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૩૧ પણ પૂરી સંસારી વ્યક્તિ અને તે પણ સ્ત્રીના જીવનની વાત છે. હજી પુરુષ આવું બધું ગળી જાય; ભૂલી જાય. પણ સ્ત્રી? સ્ત્રી તો સાત પેઢીનું સંઘરનારી જાત. એ પણ કેવી ઉદાત્ત થઈ શકે છે તેનો આ દાખલો છે. ડૉ. સુનીલ કમળાશંકર પંડ્યાએ પોતાના બા વિષેનો એક અંજલિ લેખ લખ્યો છે. તેમા તેમના બા વિષે જે ચિત્ર દોર્યું છે તે તેમના શબ્દમાં જ જોઇએ. પોતાની બહેન કુમુદલક્ષ્મીના કપરા જીવને મારાં બાને એક બીજો પદાર્થપાઠ પણ શીખવ્યો હતો. કોઈએ આપણું બૂરું કર્યું હોય, આપણને ત્રાસ કે દુઃખ આપ્યા હોય તો પણ એમ કરનારની સાથે વર્તતી વખતે પણ આપણી અભિજાત સંસ્કારિતા અને આપણું ગૌરવ ગુમાવવા નહીં; એ પાઠ બાને તેમનાં મા પાસેથી કુમુદલક્ષ્મી નિમિત્તે મળ્યો હતો. પાછલા વર્ષોમાં કુમુદલક્ષ્મી વિષે, કે તેમના વણસેલા લગ્નજીવન વિષે, કે તેમના પતિ ઇન્દુલાલ યાજ્ઞિક વિષે અમે બાને પૂછતાં ત્યારે પણ બાએ ક્યારેય એ અમને કડવાશપૂર્વક વાત કરી નથી કે કોઇની ટીકા કરી નથી. બને ત્યાં સુધી તો બા એ આખા પ્રસંગ વિષે અમારી સાથે વાત કરવાનું જ ટાળતાં. જો કે ઇન્દુલાલ યાજ્ઞિક જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ આ બાબતમાં સંડોવાયેલી હોઈ અમે સૌ બા પાસેથી એક યા બીજી રીતે વાત કઢાવવાનો પ્રયત્ન અવાર નવાર કરતાં પણ આ અંગે અમને જે કાંઈ જાણવા મળ્યું તે બીજાઓ પાસેથી. અને ખાસ કરીને ઈન્દુલાલ યાજ્ઞિકની પોતાની આત્મકથામાંથી. મારાં બાને મન તે આખુંય પ્રકરણ ક્યારનું સમાપ્ત થઈ ચૂક્યું હતું. વખત જતાં પોતાના ભાઈ ધરમસુખરામ સાથે બાને કલેશ થયો ત્યારે પણ બાએ એવી જ દૃઢતા દાખવી હતી. એ બે વચ્ચેનો ઝગડો છેક અદાલતે પહોંચ્યો છતા. એ ઝગડાની વિગતથી અમે સૌ કુટુંબીજનો ધંધવાઇ ઊઠતા, પણ બાએ પોતાના મોં પરનું તાળું ક્યારેય ખોલ્યું નથી.જીવનની ઢળતી સંધ્યાએ જ્યારે ધરમસુખરામે બહેનોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે બધા મતભેદો અને ઝગડા ભૂલી જઈને બહેનો મરણપથારીએ પડેલા ભાઈને મળવા ગઈ હતી. પોતાના એકના એક ભાઈની સાથે જે કાંઈ બન્યું હતું તેના ઘા તો બાના મન પર ઊંડા પડ્યા હશે; પણ પોતાના પર પડેલા એ ઘા બાએ ક્યારેય બતાવ્યા ન હતા. ૦ ૦ ૦ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨: આભના ટેકા બહુ સહેલાઇથી અજાણ્યા લોકોને પણ બા પોતાના મિત્રો બનાવી શકતી. એક વખત મૈત્રીનો સંબંધ બંધાય પછી તેને તે આજીવન ટકાવી રાખતી. પારદર્શક નિખાલસતા, કોઈનું ય બૂરું બોલવાની સ્વભાવગત અશક્તિ અને સામા માણસને મદદરૂપ થઈ પડવાની તત્પરતા - બાના આ ગુણોને કારણે તેના પરિચયમાં આવનાર સૌ કોઈ તેની સામે માનથી જોતું. પોતાના આ ગુણો અમારામાં પણ ઊતરે એ માટે પણ બા સતત પ્રયત્ન કરતાં. બાની હાજરીમાં અમે જો કોઈની પણ ટીકા કરીએ તો તરત જ એ વ્યક્તિના ગુણો ગણાવી તેનાં વખાણ કરતા. અમે જે વાતે ટીકા કરી હોય તેનો બા વિરોધ કરતાં. પણ હળવેક રહીને અમને સમજાવી દેતાં કે એ વ્યક્તિને જરા જુદી રીતે પણ જોઈ શકાય. આવું થાય ત્યારે મનમાં ને મનમાં અને ક્યારેક અકળાઇએ કે ગુસ્સે પણ થઈએ પણ એ વખતે બાની આંખો સામે જોતાં જ અમારો બધો રોષ ઓગળી જતો. પુસ્તક : માતૃ પંચમી – સંપાદક : દીપક મહેતા લેખ : મારા બા - લેખક: સુનીલ કે. પંડ્યા | હે માનવ!બન તું હંસ | વાત આગળ વધે છે. . . . . . . રસ્તો ધીરે ધીરે ખૂટતો જાય છે. મૂલદેવે શરીર અને મનને પહેલેથી એવાં કેળવ્યાં છે કે નાની નાની પ્રતિકૂળતા આવે, મુશ્કેલીઓ આવે ત્યારે ચિત્ત પર એની જરાય અસર થવા ન દે અને બધું હસીને સહન કરી લે. આવા દિવસો ક્યારેક જ આવતા હોય છે એટલે એને પણ માણી લેવા. આવી રીતે ઘડાયેલાં મન અને તન આવા પ્રસંગોમાં સહાયક બને છે; બાધક બનીને બળવો નથી કરતાં. ખાવાનું ન આપ્યું, ન મળ્યું; તેથી તો શરીર કાબૂમાં રહ્યું, મનને પણ સંકલેશન થયો. આપણે જેને દષ્ટાભાવ કહીએ છીએ તે મૂલદેવમાં સહજ હતો. આખરે ગામ આવી ગયું. સાંજ પડવા આવી હતી. આવા મહાનગરમાં ભાગ્યોદય માટે પ્રવેશ કરવાનો છે તો નમતાં પહોરે શા માટે જવું? રાત અહીં For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા ૧૩૩ જ કોઇ મુસાફરખાનાના ઓટલે ગાળી, સવારે જ સારા શુકને ગામમાં જવું. આવો વિચાર કરીને ગામની બહાર એક ધર્મશાળાની ઓરડીમાં રાતવાસો કરવાનું વિચાર્યું. બ્રાહ્મણે પણ તેમ જ કર્યું. સાથે આવ્યા હતા ને! થાક તો હતો જ! ગામ આવી ગયું હતું એની પણ નિરાંત હતી. રાત ક્યાં પસાર થઈ ગઇ તેની ખબર પણ ન રહી. સવારે જાગ્યા ત્યારે બન્નેનાં મોં મલકતાં હતાં. એ રાત્રે બન્નેએ સુંદર સ્વપ્ન જોયાં હતાં-થાળીમાં ચન્દ્રનું પાન કર્યું હતું. બ્રાહ્મણે તો પોતાની મેળે, પોતાની રીતે જ સ્વપ્ન ફલ-કથન સમજી લીધું કે આના પ્રભાવે મને આજે ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે. સ્વપ્ન-ફળમાં નિયાણા જેવું હોય છે; તમે જાતે જ ફળ માંગી લો – નક્કી કરી લો એટલું જ ફળ મળે. બ્રાહ્મણ તો ગામમાં પેસતાં કશી વાતચીત કર્યા વિના ઉત્તમ ભોજન મળશે એવા ખ્યાલમાં રાચતો નગરની શેરીમાં ચાલવા લાગ્યો. કોઈકે તેને જમવા માટેનું નોતરું પણ આપ્યું. બ્રાહ્મણતો મારું સ્વપ્ન ફળ્યું” એવા હરખથી તેની પાછળ પાછળ ગયો. જ્યારે મૂલદેવે વિચાર્યું કે આવું સુંદર સ્વપ્ન રાત્રીના છેલ્લા પહોરે આવ્યું છે તો તેનું વિશિષ્ટ ફળ હોવું જોઇએ. કોઇ સારા જ્યોતિષને જઇ પૂછીશ. ગામમાં પેસતાં જ જ્યોતિષની ભાળ મેળવી ને તેને ત્યાં ગયો. જ્યોતિષ આ સ્વપ્ન વિષે સાંભળી મૂલદેવ સામે જોઈ જ રહ્યા. સ્વરોદય અને સ્વપ્નશાસ્ત્રના આધારે વિચાર્યું કે સ્વપ્નદર્શનના પ્રભાવે આ વ્યક્તિ જરૂર “રાજા” થશે. વળી પોતાના મનમાં સ્વાર્થ પણ ઝબક્યો. નિર્ણય કહેતાં પહેલાં મૂલદેવને તેણે કહ્યું, “તમે મારા જમાઇ થવાની ‘હા’ તો આ સ્વપ્નનું કથન કરું.” મૂળદેવ વિચાર કરે છે; જોષી મહારાજ અનુભવી છે, શાસ્ત્રના જાણકાર છે. મારા ભલા માટે જ કહેતા હશે. જ્ઞાનીનાં વચનનો અનાદર ન થાય. એમ વિચારી અણે હા કહી એટલે જોષી મહારાજે કહ્યું, “તમે નજીકના ભવિષ્યમાં “રાજા” થવાના છો.” આ સાંભળી મૂલદેવ રાજી થયો. જ્યોતિષના આશીર્વાદ લઇ આગળ ચાલ્યો. શેરીમાંથી પસાર થતાં એક વયોવૃદ્ધ માજીએ એને જોયો. દેદાર જોઈ પૂછયું, “વટેમાર્ગુ લાગો છો. ભૂખ્યા હશો, લ્યો. બીજું કાંઈ નથી પણ થોડો બાજરીનો લોટ અને ગોળ છે.” મૂલદેવે ખેસનો છેડો લંબાવ્યો. પ્રેમથી મળતું For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪: આભના ટેકા હતું એટલે જે મળ્યું એ એટલા જ પ્રેમથી સ્વીકાર્યું. ચાલતાં ચાલતાં નદી કિનારે પહોંચ્યો. નિર્મળ પાણી વહી રહ્યું હતું. ખોબે ખોબે પાણી લઇ હાથમો ધોયાં. નદીની સ્વચ્છ રેતીમાં બેસી ખેસની ગાંઠ ખોલી, લોટ અને ગોળ, ભેગાં કરી, મસળી, થોડું પાણી ભેળવી, સાથવો બનાવ્યો. મનમાં ભાવ ઊપજ્યો કે કોઇકને આપીને પછી જમું. ઊભો થઈને ચોતરફ જોવા લાગ્યો. ત્યાં દૂર એક તપસ્વી દીઠા. મોટેથી બોલાવીને આવકાર આપ્યો. હાથનો ઇશારો કરી પાસે બોલાવ્યા. એના ચિત્તના શુદ્ધ ભાવ જોઇ એનાથી આકર્ષિત થઇ મુનિરાજ પાસે આવ્યા. મૂલદેવે ગદ્ગદ્ સ્વરે “પધારો પધારો એવાં બહુમાન ભર્યા વચને સત્કાર કર્યો. પુલકિત મને અને રોમાંચિત શરીરે મુનિના પાત્રમાં સાથવો વહોરાવ્યો. મુનિએ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની વિમલધારા જોઇને એ ગ્રહણ કર્યો. આવો લાભ પામીને મુલદેવનું મન પ્રસન્ન થયું. મૂલદેવનાં પુણ્ય જાગ્યાં હતાં. દેવસૃષ્ટિના સમ્યગદષ્ટિદેવ એના પુણ્યથી આકર્ષાયા. પ્રગટ થઇ કહ્યું, ‘મૂલદેવ! તારા અપાર ધૈર્યથી, નિરાભિમાન ઔદાર્યથી અને અનુપમ સૌજન્યથી હું ખુશ થયો છું, પ્રસન્ન થયો છું. તારા પર મને અત્યંત પ્રીતિ થઈ છે અને એને કારણે કાંઈક આપવા ઇચ્છું છું, પણ મારા પુણ્યની મર્યાદા છે તેથી માત્ર સોળ અક્ષરમાં તું માંગીશ તેટલું હું આપી શકીશ.” મુળદેવે કહ્યું, गणियंचदेवदत्तं दंति सहस्संय रज्जं॥ (દેવદત્તાગણિકા હજાર હાથી અને રાજ્ય) દેવ આ સાંભળી પ્રસન્ન થયાં; અન્તર્ધાન થયા.જોષીનું વચન સાચું પડશે એવા એંધાણ દેખાયાં. વળતે દિવસે સવારે હજુ સૂર્યોદય થવાનો હતો તેવામાં તે નગરનો રાજા અકાળે, નિઃસંતાન મરણ પામ્યો હતો, તેથી રાજ્યના મંત્રી-પુરોહિત વગેરે સુલક્ષણી હાથિણી સાથે ફરતાં ફરતાં જયાં મૂલદેવ સૂતો હતો ત્યાં આવી છે પહોંચ્યા. પાસે આવીને હાથિણીએ સૂંઢ વડે મુલદેવ ઉપર અભિષેક કર્યો. મંત્રીએ ઉદ્ઘોષણા કરી, “આજથી અમારા રાજા આપ છો.' મૂલદેવ આંખ ચોળીને જાગીને જુએ છે, ત્યાં તો બધું પલકવારમાં બની ગયું. મનુષ્યનું For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૩૫ ભાગ્ય એ એવું અટપટું છે કે એના માટે કોઈ કાંઈ ચોક્કસ આગાહી ન કરી શકે. એના નસીબ આડેનું પાંદડું ક્યારે ખસે તે કહી ન શકાય. મૂલદેવનો રાજા તરીકે રાજ્યાભિષેક થયો. રાજા મૂલદેવ સિંહાસનારૂઢ થયા. ગામ ગામ ને જાત જાતના લોકો વધામણી દેવા, ખુશાલી જણાવવા, ભટણા ધરવા આવવા લાગયા. નવા રાજા ગાદીએ બેઠા છે તો આપણું દળદર ફીટશે એમ માનીને ઘણા યાચકો પણ આવવા લાગ્યા. તેમાં પેલો બ્રાહ્મણ, જે મુસાફરીમાં સાથે હતો તે પણ હતો. એનો વારો આવ્યો અને તેણે રાજાને આશીર્વચન સંભળાવ્યા. મૂલદેવે એને ઘણું ઘણું દાનમાં દીધું. બ્રાહ્મણ રાજાને ન ઓળખી શક્યો પણ મૂલદેવે ભૂદેવને ઓળખી લીધા. બીજાઓથી વધુ દાન પામીને ભૂદેવને અચરજ થયું. એ અચરજ શમે તે પહેલાં જ મુળદેવ રાજાએ બ્રાહ્મણને યાદ દેવડાવ્યું, ‘તમે સાથે હતા તો હું આ નગર સુધી પહોંચ્યો. તમે હતા તો મારામાં રહેલા ગુણોને કસોટીએ ચડવાનું, તે બહાર આણવાનું બની શક્યું. એ રીતે તમે મારા ઉપકારી છો.” બ્રાહ્મણ તો આ સાંભળીને વિચારમાં જ પડી ગયો ! હું આ શું જોઉં ? સાંભળું છું? આ માણસ. આ માણસ તો મારી જોડે ચાલતો હતો; ધર્મશાળાની એક જ ઓરડીમાં સાથે સૂતો હતો તે... રાજા બની ગયો ! અને હું. ...ક્યાં છું? કેમ કરતાં આ બન્યું? એ પ્રશ્નના ઉત્તરમાં મૂલદેવે છેલ્લી રાતના સ્વપ્નની વાત કરી ત્યારે બ્રાહ્મણ એકાએક મોટેથી બોલી ઊઠ્યો, “અરે! મને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું. અને એને પ્રભાવે સુંદર ખીર-પૂરીનું ભોજન મળ્યું હતું. ભલે ભલે...તમે સુખી થાઓ અને તમારું રાજ્ય સૂરજની જેમ સદાયે તપો.” આવાં વચનો ઉચ્ચારી ભૂદેવે વિદાય લીધી. આ વાર્તા તો અહીં પૂરી થાય છે. એમાંથી આપણે આપણાં જીવનમાં જે બોધ ગ્રહણ કરવાનો છે તે કામ હવે અહીંથી શરૂ થાય છે. મૂલદેવના જીવનમાં આવેલી વિશેષતાનો મૂળ સ્ત્રોત કયો એ આપણી શોધ છે, જિજ્ઞાસા છે. એના ઉત્તરમાં આવું કાંઈક વિચારી શકાય. વિવેક-જળ વડે ધોવાયેલું, સ્વચ્છ થયેલું મન કલ્પવૃક્ષ સમાન છે. વિવેકની આ ધારાનું ઉગમસ્થળ સપુરુષોનો સમાગમ છે. સત્ સમાગમનું સેવન ખુલ્લાં For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬: આભના ટેકા મનથી ગ્રાહક બનીને થાય. અને એ રીતે પાતાળમાંથી પણ સરવાણી ફૂટી આવો સત્સમાગમ, ઇશ્વરની કૃપા અને એના અનુગ્રહના પ્રભાવે થાય છે. આને પાત્ર બનવાનું સૌભાગ્ય ઇશ્વરના ઉપકારનો સતત સ્વીકાર કરવાથી સાંપડે છે. આપણા ઉપર ઇશ્વરના ઉપકારની વર્ષા સતત થતી જ રહે છે એવું જે ક્ષણે અનુભવાય ત્યારે સત્પરુષનો ભેટો થાય છે. તેઓના સમાગમથી અંદરનું તમસ- અંતરનો અંધકાર ઉલેચાય છે, પીગળે છે. અજવાળું અજવાળું થઈ જાય છે. હાથમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ ભળાય છે. શું કરવા લાયક, શું ન કરવા લાયક; શું બોલવા લાયક, શું ન બોલવા લાયક; શું વિચારવા - લાયક, શું ન વિચારવા લાયક - આ બધું પરિણામ દષ્ટિએ સમજાય. તેથી મોટો લાભ થાય છે. ગુણવિકાસે સાતત્ય રહે છે. ગુણ વિશેષ સ્થિરતા આવે છે. આમ ગુણસંગ્રહ થતો રહે છે. બીજી બાજુ વિવેકની સતત હાજરીથી દોષસંયમ આવે છે. દોષ દૂર થવા, નિર્મૂળ થવા એ બહુ જ મુશ્કેલ કામ છે. દોષ પર વિવેકની લગામ લાગી જાય તો તે આગળ ન વધે. આવેશમાં આવી જવાય અને દોષ પ્રગટ થાય, પસ્તાવાનો વારો આવે- આ બધાથી બચી જવાય, અળગા રહેવાય તો એ દોષ-સંયમનું ફળ છે. વિવેક દ્વારા જ આ બની શકે. આથી વિવેકનો બહુ મહિમા છે. વિવેક-રત્નનાં અજવાળાં હંમેશા ઝળહળતાં રહે છે. એનાંથી ચિત્તમાં સંકલેશ જાગતો નથી. સંકલેશ રહિત ચિત્ત જ આપણું સાચે સાચું આંતર-ધન છે. જે આ ધન પ્રાપ્ત કરે છે તે જ સાચો ધનવાન છે. પુણ્યોદયથી પ્રાપ્ત ધન વડે થતા ધનવાનની દશા તો ચંચળ હોય છે; એ ક્યારેક કંગાળ દશામાં પણ જોવા મળે. જ્યારે જેને આંતરૂ-ધન પ્રાપ્ત થયું છે તેની તો વાત જ જુદી છે. કઠીન લાગતી આ બધી વાતો સમજવા માટે આવાં ઉદાહરણો ઘણાં ઉપયોગી નીવડે છે. જીવનમાં સત્સમાગમને સર્વોપરી સ્થાન આપીએ તો જ આ વિષમ કાળનાં ઘણાં બધાં દુરિતોથી-અનિષ્ટોથી બચી શકાશે. જેને માટે આ દુર્લભ સંયોગોનાં ગુણગાન ગવાય છે તેને સફળ બનાવી શકાશે. એ સાર્થક અને સફળ બનશે તો આપણું જીવન સ્વ અને પરને શાતાદાયી બનશે. ] For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ બે ‘-નારા’ માં કયો ચડે ? લેનારા ઘણા છે તો દેનારાનો યે તોટો નથી; પણ ક્યારેક દેનારા કરતાં યે લેનારાની ઊંચાઈ જોવા મળે છે. -- ત્યારે ભલે હાથ તેનો નીચો રહેતો હશે, પણ દિલ ઊંચું છે એમ કહેવું પડે. એક એવી ઘટના હમણાં જાણવા મળી. જ્યારથી એ ઘટના જાણી ત્યારથી અભાવ દારિત્ર્ય અને સ્વભાવ દારિત્ર્યની ભેદરેખા સ્પષ્ટ થઈ ગઈ, દેનારામાં અભાવ-દારિત્ર્ય અને સ્વભાવ દારિત્ર્ય નથી હોતું તે તો અનેકવાર જોવા મળે છે પણ, લેનારમાં પણ સ્વભાવ-દારિદ્રચ ન હોય એ તો ઘણું પ્રશંસનીય ગણાય. પ્રસંગ આ રીતનો છે. સાંજનો સમય છે. ડૉ. સ્મોલેટ લટારે નીકળ્યા છે. કુદરતના વૈભવનો કારોબાર પૂરબહારમાં છે પણ આજે ડૉક્ટર ઉતાવળમાં છે. એક ‘એપોઈન્ટમેન્ટ’ આપી છે તેનો સમય થઈ ગયો છે. ચાલ ઉતાવળી છે. એવામાં પાછળથી એક યાચકનો અવાજ કાને પડ્યો. સ્વરમાં યાચના હતી. ઊભા રહી પાછળ વળી જોયું. આભના ટેકા : ૧૩૭ લંગડાતા પગે અને લથડાતી ચાલે એ ડૉક્ટર તરફ આવી રહ્યો હતો. એની ધીમી ગતિ જોઈને ડૉક્ટરને જ થયું કે આ બિચારો ક્યારે નજીક આવશે ! તેથી ઉતાવળ હોવા છતાં તેઓ જ સામે ગયા. એનું દયામણું મોં જોયું. લંબાયેલો કૃશ હાથ જોયો. ગજવામાં હાથ નાખ્યો અને જે સિક્કો હાથમાં આવ્યો તે યાચકના હાથમાં મૂકીને એવી જ તેજ ગતિથી આગળ ચાલવા લાગ્યા. વળી યાચકનો અવાજ સંભળાયો. પગ થંભ્યા. યાચક હવે ઉતાવળો થઈ નજીક આવી રહ્યો હતો. એના લંબાયેલા હાથમાં પેલો ચળકતો સિક્કો હતો. સાહેબ ! આ લ્યો. આપે ઘણી મોટી રકમનો સિક્કો આપી દીધો છે; આવો સિક્કો ન હોય. સામાન્ય સિક્કો આપો. ડૉક્ટરે ગજવામાંથી એવો જ બીજો સોનાનો સિક્કો કાઢી ફરી યાચકને આપ્યો. કહ્યું : પહેલો સિક્કો તારી યાચનાનો અને આ બીજો સિક્કો તારી પ્રામાણિકતાનો ! આટલું કહી, યાચક પાસેથી વળતા કોઈ પણ ઉત્તરની અપેક્ષા વિના ડૉક્ટરે આગળ ચાલવા માંડ્યું. યાચક બે હાથમાં બે સિક્કા લઈ ડૉક્ટરના રૂપમાં આવેલા કોઈ ફિરસ્તાને જોઈ રહ્યો ! હાથમાં આવેલા સિક્કાને --આ વધારે પડતું છે માટે લઈ લ્યો. એવું દાતાને સામેથી કહેનાર યાચક પણ મહાન છે. દેનારા અને લેનારા એ બન્ને શબ્દોમાં ‘નારા’ શબ્દ તો આવે છે. તો આ બન્નેમાં કોણ ચડે ? -- વિચારતાં થઈ જઈએ, એવું છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : આભના ટેકા હવે નવા વરસમાં ‘ના’ નથી કહેવી ને ! વાતે વાતે આપણને ના કહેવાની ટેવ હોય છે ! ‘ના’ પાડવાની જરૂર ન હોય તો પણ પહેલાં તો ‘ના’ નો ઉચ્ચાર થઈ જ જાય ! પછી ‘હા’ નું વલણ ક્યારેક આવે. આવી ટેવ-વશ પડાઈ ગયેલી ‘ના’ નું પરિણામ જોવા મળે ત્યારે પારાવાર પશ્ચાત્તાપ પણ થતો હોય છે. એ ‘ના’ થી બગડેલી બાજી સુધારી શકાતી નથી, એનો વસવસો તો પેલા પસ્તાવાથી પણ વધુ તીવ્ર હોય છે. આવી એક સત્ય ઘટના તમારી સમક્ષ લાવવી છે. ઘટના સત્ય હોય, નજીકના કાળમાં બનેલી હોય ત્યારે એની અસરકારકતા ઘણી હૃદયસ્પર્શી હોય છે. લ્યો. સાંભળો ત્યારે એ વાત ! જામનગર શહેર એક કાળે સૌરાષ્ટ્રનું ‘છોટીકાશી' કહેવાતું. ત્યાંના જૈનો એને અડધો શત્રુંજય કહેતા હતા. આ છોટીકાશીમાં બ્રાહ્મણો ઘણાં વસે. ત્યાં બ્રાહ્મણ બટુકો પણ ખૂબ ભણતાં. ‘માધુકરી’થી પોતાની આજીવિકા નિભાવે. કેટલાયે સુખી અને શ્રીમંત સદ્ગૃહસ્થોને ત્યાંથી ‘માધુકરી'માં દાળ-ચોખા મળે. છાલીયું ભરી લોટ પણ મળે. આવી દાન-દયા વૃત્તિ પર ઘણા નભતાં. વણિકો પણ આપે, બ્રાહ્મણો પણ આપે. આ વાત એ જમાનાની છે, જ્યારે ઘરોમાં રોજ-રોજ તાજો લોટ ઘરની ઘંટી પર દળાતો. યાચક બ્રાહ્મણોને પણ આ લોટ અપાતો. જેની વાત માંડી છે એ સુખી અને ઉદાર શુક્લ બ્રાહ્મણના દ્વારે પણ સંખ્યાબંધ યાચકો રોજ સમયસર આવતા. બધાને રોજ ‘માધુકરી’ મળતી. એક નબળું વરસ આવ્યું. દુકાળના ઓળા પથરાયા. યાચકોની લંગાર વધતી ગઈ, તો દાતાઓની સંખ્યા ઘટતી ગઈ ! આમ બેવડી રીતે દુકાળ સર્વત્ર છવાઈ ગયો. શુક્લ બ્રાહ્મણને ત્યાંથી ત્રણ દિવસ અપાતો લોટ એક જ દિવસમાં દાનમાં અપાઈ જતો. સૌ પહેલાં તો ગોરાણીના ભાવ ખૂટ્યા ! મન અને તન રીસાયા. પતિ-પત્ની વચ્ચે મન-દુ:ખ થાય એવો કલહ થયો. ઘરવખરી વેચીને પણ દાનનો પ્રવાહ ચાલુ રાખવો એવું શુક્લજીએ વિચાર્યું હતું. ગોરાણીએ, એમના For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકાઃ ૧૩૯ મનોભાવ પામીને, “આપણાથી આટલે લાંબે નહીં ખેંચાય” એમ માની, એક દિવસ સવારે પિતા-પુત્ર શિવાલયમાં બિલી ચડાવવા ગયા હતા ત્યારે, ઘરને સાંકળ ચડાવી પિયરની વાટ પકડી ! દાન કરતાં પણ દાનના ભાવ ટકાવવા, તે ઘણું કપરું કામ છે. દાન આપનાર હાથ તો કહ્યું કરે, પણ કહેનારનું મન ટૂંકું થઈ જાય તો હાથનું શું ગજું છે કે તે આપે? શુકલજીનો તો નિર્ધાર હતો. ગોદડાં ને ડામચીયું વેચીને પણ દાનની સરિતા વહેવડાવી. છેવટે ઘરમાં ખાવા માટે ચપટી લોટ પણ ન રહ્યો ત્યારે, બાપ અને દીકરો બન્ને એક દોરી-લોટો લઈ ઘરને એમ જ ભોળાનાથને ભરોસે મૂકીને ગામડાની વાટે, ભગવાનને ભેરુ બનાવી નીકળી પડ્યા. એક પછી એક ગામ વટાવતાં જાય છે. આજીવિકા માટે ભિક્ષાવૃત્તિ કરે છે. એક ટાણું ચાલે એટલું લે છે. આજે બપોરે, ને પછી કાલ બપોરે ! પાણી પીવાય તેટલું મળી રહે તો પણ ઈશ્વરનો પાડ માને છે. ટંકારા - મોરબીને રસ્તે થઈ ગોહિલવાડ પહોંચે છે. કાઠિયાવાડ આખું દુકાળના ભરડામાં ભેંસાતું હતું. ભલભલા દાતારના પણ હાથ સંકોચાઈ જાય તેવા કપરા દિવસો આવી ગયા હતા. ચાલતાં-ચાલતાં ભાવનગરની પાસેના સિહોર ગામે બાપ-દીકરો પહોંચ્યા. શકલજી દીકરાને જીવની જેમ સંભાળે છે. બહુ વરસે એમને ઘેર પારણું બંધાયું હતું. દીકરો હજુ તો સાત જ વરસનો થયો હતો. એના પર હેત-પ્રીત તો અદકાં જ હોય ! આવી કુમળી વયે એને પણ એક ગામથી બીજે ગામ ફરવું પડે છે. ક્યારેક પેટ-પૂરતું મળે; ક્યારેક બે બટકાં ખાઈને પાણી પી લેવું પડે. નાની વયમાં આવી કારમી પળો જોવી પડે, એ પણ કરમની બલિહારી જ છે ને! '' સિહોરમાં આજે ત્રીજો દિવસ છે. ગામ બહાર પ્રકટનાથ મહાદેવની જગ્યામાં ઊતર્યા છે. બે દિવસ થયા, અન્નપૂર્ણાની ઝોળીએ ચપટી લોટ જોયો નથી. બીજા ઘણા યાચક બ્રાહ્મણો પણ શુક્લજીની જેમ ગામ ગામ ભટકતાં અહીં સિહોર આવી પહોંચ્યા છે. એમાંના ઘણાંએ તો જામનગરમાં શુક્લજીને ત્યાંથી કેટલીયે વાર ભિક્ષા પણ મેળવી હતી, તે ઓળખી ગયા. વખત વખતને માન છે ! ત્રીજા દિવસના અંતે પણ ઝોળી ખાલી જોઈ દીકરાએ પેટનો ખાડો બતાવી કહ્યું કે, “થોડું પણ ખાવાનું આપો.” એમ ‘વન' લીધું ત્યારે દીકરાની આંખના સ્ફટિક જેવા નિર્મળ આંસુ જોઈ બાપની આંખ પણ ચૂવા લાગી. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આભના ટેકા માંડ હૈયે હામ ધરી શુક્લજીએ કહ્યું, “હજાર હાથવાળો કાલે તો સામું જોશે. સિહોરમાં તો ઘણાં ઉદાર ગૃહસ્થો વસે છે. જરૂર આપણો ખાડો પુરાશે.” સાથેના ભૂદેવોએ પણ શ્રીમંતોના ઘરની શેરીની દિશા દેખાડી. રાત તો જેમ-તેમ પસાર કરી. ભૂખ જેવું બીજું એકે ય દુઃખ નથી. કહેવાય છે ને કે ભૂખ્યો માણસ કયું પાપ ન કરે ? સવારે નીકળ્યા. ચાલ લથડતી હતી. ગળામાંથી સ્વર માંડ નીકળતા. જીવનભર જેણે આપ્યું જ છે, એ દાતાને આજે ઘેર ઘેર ફરી હાથ લાંબો કરતાં શું શું થતું હશે ! કોણ જાણી શકે? -- જાણે કો સર્વવેદી અથવા સમદુઃખીયો જણ. પાંચ ડગલાં ચાલે ને આંખે અંધારાં આવે ! લથડતાં પગે ચાલતાં પથ્થર સાથે ઠેસ વાગી અને પગના અંગૂઠાનો નખ ઊખડી જાય છે. તો પણ, ક્યાંક આશા બંધાય એવા ઘર પાસે ઊભા રહીને લક્ષ્મી પ્રસન્ન”, “કલ્યાણ હજો - એવા ભાવનાં વાક્યો બોલે અને પળવાર રાહ જુએ; કોઈ આવે છે? આમ ઘર પછી ઘર અને શેરી પછી શેરી બદલાતાં જાય છે ! કહે છે ને કે, “પડે છે ત્યારે ? બધું પડે છે.” એમ બનવાનું હશે એટલે કોઈએ કશું આપ્યું જ નહીં. આશ્વાસનના મીઠા બે શબ્દ પણ ન મળ્યા. ચાલતાં ચાલતાં એક શેરીમાં મેડીબંધ મોટું ઘર જોયું. ઠગારી તો ય આશા જ ને? મનમાં થયું, સુખી ઘર લાગે છે. ડેલીનું બારણું ખૂલ્યું હતું. પગ ઉપાડ્યા. લાકડીને ટેકે બે પગથિયાં ચડી ડેલીમાં પગ મૂક્યો. ઉપરના માળેથી કંઈક તળાતું હોય એવી સોડમ આવી. ફળિયું મોટું હતું. એક બાજુ ખાટલા પર ચોખાની પાડેલી વડીઓ સુકાતી હતી. ઉપરના માળે ચહલ-પહલ થતી હતી. શુક્લજીએ મોં ઊંચું રાખીને સહેજ મોટો અવાજ કાઢી આશીર્વાદના શબ્દો ઉચ્ચાર્યા. એક પુરુષે બહાર ઓસરીમાં આવી કઠેડા પાસે ઊભા રહીને કહ્યું : આગળ જાવ. અહીં કશું નહીં મળે. નીચે ખાટલા પર સુકાતી વડી જોઈ દીકરાને એમાંથી બે-ચાર લેવાનું મન થયું. જેવો તેણે હાથ લંબાવ્યો કે તરત શક્લજીએ હાથમાંની લાકડી વડે દીકરાને વાર્યો. ઉપર ઊભેલા સજ્જને આ જોયું. શુક્લજીને હજુ આશા હતી. કોઈના મનમાં સહેજ પણ દયા પ્રગટે એવા વિશ્વાસથી ફરીથી એમણે ઊંચા અવાજે આશીર્વચનો ઉચ્ચાર્યા. એવો જ ઊંચો અને હવે તો કડવાશભર્યો અવાજ ઉપરથી ફેંકાયો ! : તમને કહ્યું તો ખરું, અહીં કશું નથી, આગળ જાવ. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૪૧ આ છેલ્લું ઘર હતું. છેલ્લો પ્રયત્ન હતો. શુક્લજીએ મનમાં વિચાર્યું : ભલે ! હરિ ઇચ્છા. સહેજ નિસાસો નીકળ્યો. ડેલીના કમાડને લાકડી વડે ઠેલીને પગથિયાં ઊતરવા જાય છે ત્યાં શરીરે સમતુલા ગુમાવી. એક લથડિયું ખાઈને શરીર ઢગલો થઈને પડ્યું. મોટો ધબાકો થયો. અવાજ સાંભળી આજુબાજુથી માણસો ભેગાં થયા. કોઈ પાણી લઈ આવ્યું. કોઈ સૂંઠ લઈ આવ્યું. કોઈ કંઈ લઈ આવ્યું. પાણી છાંટ્યું. પિવરાવવા મોંમાં ટોયું. પણ પીનાર હાજર ન હતા ! પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. મેડી પર ઊભેલા સજ્જન પણ ધડાધડ દાદરો ઊતરીને નીચે આવી પહોંચ્યા. દિલમાં ફાળ પડી. અપરાધભાવનો તીવ્ર આંચકો લાગ્યો. લોકોએ જોયું. મરનારને ખભે જનોઈ અને માથે શિખા જોઈ. અરે ! આ તો ઉચ્ચ વર્ણના બ્રાહ્મણ લાગે છે ! પૃચ્છા કરી. દીકરો તો હેબતાઈ ગયો હતો. શૂન્ન થઈ ગયો હતો. બહારગામના લાગે છે. ક્યાં ઊતર્યા છે? આમને કોણ જાણે છે ? પ્રગટનાથની જગ્યાએ લઈ ગયા. અન્ય બ્રાહ્મણોએ ઓળખ આપી. પેલા મેડીવાળા સજ્જન પણ સાથે હતા. એમના મનમાં સળવળાટ ચાલી રહ્યો હતો! બ્રહ્મહત્યાનું પાતક લલાટે લાગ્યું ! મન કડવું-કડવું થઈ ગયું. અગ્નિસંસ્કાર તો કર્યો પણ મનમાં એથી યે ભારે લ્હાય લાગી હતી. અપાર પસ્તાવો કરતાં કરતાં માંહ્યલો જાગી ગયો ! અગ્નિસંસ્કાર પછી ગૌતમ કુંડમાં સ્નાન કરવાને બદલે એ પાતક ધોવા હિમાલયની વાટ પકડી ! એના મનને થયું, આવા નિર્દોષ અને ઉત્તમ કુળના ઉત્તમ આચારસંપન્ન • બ્રાહ્મણને મેં ના કહી. એમ ના કહેતાં મારી જીભ કેમ સિવાઈ ન ગઈ? મારું આ પાપ છે ધોવાશે? પોતે પણ બ્રાહ્મણ હતા. સમજણ તો હતી જ. પરંતુ જવાનીના તોરમાં ના પડાઈ ગઈ હતી. ટેવ વશ, “આવા તો યાચકો આવ્યા જ કરે; બધાને આપ્યા કરીએ તો પાર જ ન આવે -- આવા સામાન્ય, તુચ્છ અને છીછરા વિચારોથી પ્રેરિત થઈને ના કહેવાઈ ગઈ હતી તે ઘણી ભારે પડી ગઈ. આપણે ‘ના’ તો ન જ કહીએ. થોડું તો ભલે થોડું. આપીએ જરૂર. હવે એટલું તો નક્કી કરીએ કે “ના” તો ન જ કહીએ. p. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨: આભના ટેકા શેરડીનો સાંઠો ચિતોડના મહારાણા કરણસિંહને આજે ઘેરી ચિંતા ઘેરી વળી છે. ગુજરાતની રાજધાની પાટણથી સમાચાર આવ્યા છે કે રાજા ભીમને કોઈ મહા રોગ થયો છે, તે જીવલેણ છે. બધા જ કુશળ વૈદ્યોએ આ રોગનો, અમારી પાસે કોઈ ઈલાજ નથી' એમ કહી દીધું છે. રાજા અને પ્રજા એકમેકથઈને જીવતા હતા. પ્રજાના સુખચેન વ્યાપકપણે હરામ થઈ ગયા છે. રાજાને હવે મરણ એ જ શરણ છે; એ મરણને નોતરવું કઈ રીતે તેની મથામણ ચાલે છે. ઘણાં ધર્માનુરાગીજનોની પણ સલાહ લેવામાં આવી. રાજા જીવવા માંગતા નથી, જીવવામાં રસ નથી. જીવનનો અંત લાવનારા જે રસ્તા છે જો કે તેને રસ્તા ન કહેવાય, પણ છેવટે બધાને સંમત થવું પડ્યું છે કારણકે સ્વજનોથી રાજાની વેદના-પીડા જોવાતી નથી. ક્ષણે-ક્ષણે માથામાં ભાલા ભોંકાતા હોય અને છરી ફરતી હોય તેમ લાગતું હતું. ચિત્તોડના મહારાણાને ગુજરાતના રાજા ભીમ પર અપાર વહાલ હતું. તેમના રાજ્યમાં ગોવિંદ નામના, જન્મથી વૈદ્ય હોય તેવા એક રાજવૈદ્ય હતા. મહારાણાએ તેમને બોલાવી પડકારની ભાષામાં કહ્યું કે, તમારા સુશ્રુત, વાભટ્ટ અને ચરક જેવા વૈદ્યોના મહાગ્રંથના પાનાંમાંથી રાજા ભીમની વેદના શમાવે તેવા ઔષધો શોધી કાઢો. રાજા ભીમનો વ્યાધિ કોઈ પણ ઉપાયે મટવો જોઈએ. તમે તમારી ઔષધ-મંજૂષા લઈને પાટણ જાઓ, ત્યાં રહીને તેમનો ઉપચાર કરો. ઔષધોનું સંયોજન કરો અને મારા મિત્ર રાજા ભીમને સાજા-નરવા કરો તો તમારું વૈદકનું જ્ઞાન અને તે માટે વેઠેલો પરિશ્રમ લેખે લાગશે. તમે જલદી જાઓ.રાજવૈદ્ય બધી સામગ્રી લઈને રસાલા સાથે પાટણ પહોંચ્યા. એમના પ્રવેશ સાથે જ પાટણ રાજ્યમાં એક આનંદ-લહર ફરી વળી. આશાના તોરણ બંધાયા. વૈદ્યની ખ્યાતિ વિખ્યાત હતી. ગોવિંદ વૈદ્ય આકૃતિથી પ્રભાવશાળી હતા અને પ્રકૃતિથી કુશળ હતા. સારા ભાવથી તેમણે રાજાના For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૧૪૩ વ્યાધિને જોયો, ચિકિત્સા માટે કર્યું ઔષધ કામયાબ નીવડશે તેની દિવસરાત મથામણ કરી. પણ તેનો ઉપાય શું? દિવસે તપાસે. વળી રાતે પણ તપાસે. એમ તપાસતાં રહ્યા ! રોગ જ એવો વિચિત્ર હતો કે સૂર્યાસ્ત થાય ને જીવડાં રોમરાજીની નજીક આવી જાય. હવળ-હવળ થાય. અકળામણ તો એવી થાય કે ક્ષણ માત્ર ઊંઘ ન આવે. ચિત્ત બેચેન બને. સાથે અનુભવી વિદ્યાર્થીઓને લઈ આવ્યા હતા તે બધાની સાથે રોગની ચર્ચા વિચારણા કરે. રોગ પકડાયો. નિદાન થયું. અટંગહૃદય અને ચરકસંહિતામાંથી પાઠ મળ્યો. ગ્રંથમાં જેવું વર્ણન હતું એવા જ લક્ષણો રાજાના રોગમાં જોવા મળ્યા. પણ... નિવારણ માટે ઔષધ, પથ્ય, અનુપાન વગેરેની વિચારણા કરતાં જ કુશળ ચિકિત્સક મૌન થઈ ગયા ! એક શબ્દ પણ કેમ કરી ઉચ્ચારવો? છેવટે તો રાજાને ન ગમતી વાત તો કહેવી જ પડશે. આનો કોઈ વિકલ્પ જ નથી. પહેલા રાજાના તંત્રીમંડળને અને પછી રાજાસાહેબને, મન કઠણ કરી કહી દીધું કે આ મહારોગનો ઉપચાર અમારી પાસે નથી તેથી અમે જઈએ છીએ. વૈદ્યરાજ તો ચિત્તોડથી જેવા આવ્યા હતા તેવા, પાલખીમાં બેસી પુનઃ પાટણથી ચિત્તોડ પહોંચી ગયા. ચિત્તોડના મહારાણા કરણસિંહ વાટ જોઈને જ બેઠાં હતા. એમને વિશ્વાસ હતો. રાજવૈદ્ય તો વૈદ્યકળામાં નિપુણ અને નિષ્ણાત છે. મિત્રરાજાને જરૂર સાજા-નરવા કરી દીધા હશે એવા ખ્વાબમાં જ હતા! પણ રે દેવ ! વૈદ્યરાજે આવીને કહ્યું એ મહારોગ છે. તેનો ઉપાય અમારી પાસે નથી. જે ચીજ અશક્ય હોય તે તેના સ્વરૂપે કહેવી પડે જ. આ બાજુ સ્વજનવર્ગ, મંત્રીમંડળ, રાજ્યના વરિષ્ઠ શ્રેષ્ઠીઓ સાથેની મસલતના અંતે નક્કી કરવામાં આવ્યું કે પાટણથી નજીક સિદ્ધપુર છે. સિદ્ધપુરના કાંઠે સરસ્વતી જેવી પવિત્ર સરિતા વહે છે. નદી તો લોકમાતા છે. ત્યાં જઈ દેહ ગાળી દેવો. લાવલશ્કર સાથે રાજા સિદ્ધપુર જવા ઉપડ્યા. નગર આખું ડૂસકે ચડ્યું છે. રાજાના અંતઃપુરની રાણીઓનાં તો આંસુ સૂકાતા નથી. કેવું બની ગયું ! રાજ્ય રાજા વિહોણું બનશે. આ તે શું થયું ! રોગ હોય તો તેના કારણ પણ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪: આભના ટેકા હોય. તેના નિવારણ પણ હોય. શું આ રોગનું કોઈ નિવારણ જ નહીં ! મંત્રતંત્ર-ટૂચકા કશું જ કામ નહીં આવે? લાખ મરજો પણ લાખોના પાલણહાર જીવજો એવું લોકજીભે બોલાતું હતું. પાટણ નગરીની સરળ અને પવિત્ર હૃદયી પ્રજાએ બધી બાધા આખડી રાખી. દુવા ગુજારી. પણ એ કાંઈ કામીયાબ નીવડે તેમ ન જણાતા, સિદ્ધપુરના રસ્તે પ્રયાણ શરુ થયું. માર્ગમાં એક ચોંકાવનારી ઘટના બની. હાથીના ઊંચા હોદ્દે બેસી રાજસવારી જે ચીલેથી પસાર થઈ રહી હતી ત્યાં તેમની આગળ એક ગાડું જઈ રહ્યું હતું. એમાં શેરડીના સાંઠા ભર્યા હતા. રાજાની નજર એ શેરડીના ભારા પર પડી તેમાં જે ભારો બધાથી ઉપર હતો તે શેરડી ખાવાની પ્રબળ ઇચ્છા થઈ. રસાલો ત્યાં અટક્યો. ગાડું પણ થંભાવ્યું. રાજાએ સૌથી ઉપર હતો તે ભારો બતાવ્યો. ગાડાવાળો તો રાજી રાજી થઈ ગયો. એ ભારામાંથી શેરડી લઈ એને છોલી, ગંડેરીના નાના નાના ટૂકડાઓ રાજાને આપવામાં આવ્યા. રાજા તેને ચૂસે છે. પણ અહા ! આ શું છે? કોઈ ચમત્કાર થઈ રહ્યો છે? શું આ અમૃત હશે ! અમૃત આવું જ હશે? એક પછી એક એમ સાત-આઠ ટૂકડા ચૂસી લીધા. શેરડી ખૂબ ભાવી. હાશ થઈ ! પડાવ પર જઈને રાજા તો ઘસઘસાટ ઊંઘી ગયા. કેટલાયે મહિનાઓ વિત્યા હશે, આવી નિંદર આવી નથી! આંખ જ મીંચાતી ન હતી. તેના બદલે ગાઢ નિંદર આવી હતી. જાગ્યા ત્યારે તન-મનમાં અજબની હળવાશ અને સ્કૂર્તિ અનુભવ્યા, જાણે કે રોગ ક્યાંય ગાયબ થઈ ગયો ! રોગમુક્ત થયાની ખુશાલીમાં રાજાએ મન મુકીને દાન દીધા. રાજધાનીમાં પણ આ ખુશ ખબર પળવારમાં પહોંચ્યા. પ્રજાએ થનગનતા હૈયે રાજાના પ્રવેશના ઉત્સવની ભારે તૈયારીઓ કરી. દીર્ધાયુ રાજા સાહેબ પધાર્યા ! હૈયામાં આનંદનો પાર નથી. રાજા સાજા થયા એનો આનંદ અપાર છે. કેમ થયું? કઈ દવાથી રાજા નીરોગી થયા તે જાણવામાં કોઈને રસ નથી. મોલ તો તલવારનો જ થાય ને! મ્યાન તો ભલે પડી રહે. ઉલ્લાસની ઉછળતી છોળ વચ્ચે રાજાનો નગર પ્રવેશ થયો. રાજાનો રોગ ગયો છે. રાજા સાજા થઈ ગયા છે. આ વાત હરખભેર For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૧૪૫ રાજ્યના ખૂણે ખૂણે પહોંચી ગઈ. પ્રજામાં હવે ચેતન આવ્યું. હોંશે હોંશે એક બીજા સાથે આ જ વાતો કરતા રહે છે. એ વાત ચિત્તોડના મહારાણા કરણસિંહને કાને પહોંચી. ખુશ ખુશ થયા. નવાઈ પણ લાગી. પોતાના નિષ્ફળ નીવડેલા વૈદ્યને બોલાવ્યા. ‘આ શું? તમે તો કહેતા હતા કે આ મહારોગનો કોઈ ઇલાજ નથી !' વૈઘરાજે શાંત ચિત્તે કહ્યું કે, કૃપાળુ ! તપાસ કરાવવી પડશે. આયુર્વેદ ગ્રંથોમાં જે ઉપાય દર્શાવ્યો છે તેનાથી જ મટ્યું હોય ! રાણાએ કહ્યું, ‘શું વાત કરો છો ?’ મહારાણાએ તપાસ કરાવી. કયા ગામના સીમાડામાં આ ઘટના બની, ગાડું ભરી જનાર ખેડૂતનું ખેતર ક્યાં હતું...આ બધી તપાસના અંતે જાણવા મળ્યું કે આયુર્વેદમાં જે ઉપચાર વર્ણવ્યો છે તે મુજબ જ બન્યું છે. એ શેરડી જ્યાં ઉગી હતી તેના મૂળમાં એક સાપણ વીયાઈ હતી. તેની પ્રસુતિ એ શેરડીના મૂળમાં થઈ હતી. તે જ શેરડીના ભારા પર રાજાની નજર પડી હતી. તે જ શેરડી રાજાએ ચૂસી હતી અને તેનાથી રોગ ગયો હતો. પાટણથી જ્યારે આ વાત આવી ત્યારે ગોવિંદ વૈદ્યરાજે ચરક ગ્રંથમાંથી આ પાઠ બતાવ્યો. મહારાણા ખુશ થયા અને ભરી સભામાં વૈદ્યરાજ ગોવિંદનું સન્માન કરવામાં આવ્યું. આયુર્વેદના ગ્રંથો પર રાજાના અને મહારાણાના ભાવ અને વિશ્વાસ ખૂબ વધી ગયા. ઘટના બનવાની હોય છે ત્યારે તે ગમે ત્યાંથી બનીને જ રહે છે. આવા કિસ્સા પરથી તે માન્યતા ફલિત થાય છે. વાત ઇતિહાસની છે પણ તે એવી પ્રચલિત કે જાણીતી નથી. દુનિયામાં આવું બને છે, બની શકે છે. તેમાં પ્રબળ કારણ ભવિતવ્યતા છે. અલબત્ત, કોઈપણ કાર્ય બને છે તેમાં કાળ-સ્વભાવ-ભવિતવ્યતા-પૂર્વકર્મ-પુરુષાર્થ આ પાંચ કારણ હોય છે. તેમાં પણ ગૌણ અને મુખ્ય વિભાગ હોય છે. આ પ્રસંગમાં ભવિતવ્યતા મુખ્ય ગણાય છે. I For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬: આભના ટેકા ઘડો આ ઘડો છે. જોયો! તમે ઘડો જુઓ ત્યારે કશુંક યાદ આવે છે? આ ઘડાના કાંઠામાં ઘણા સ્મરણોની માળાના દર્શન થાય છે ! આ ઘડો જે દિવસથી પંકાયો એ દિવસે જગ જાહેર થયો. લોકોએ કહ્યું કે ભાઈ ! હવે આ દિવસ કેવો છે તે માટે ટિપણે જોશો નહીં. એ દિવસ જોડે આ ઘડો જોડાઈ ગયો ! , એ દિવસ એટલે અક્ષયતૃતિયાનો દિવસ ! એ ઘડો સૂકાયેલી માટીનો હોવા છતાં ચાર હાથના કોમળ-કોમળ સ્પર્શ ઝંકૃત થઈ ઉઠ્યો હતો. એના કણ-કણમાં નર્તન ચાલુ થઈ ગયું હતું. એ ઘડામાં મીઠો-મીઠો ઇશુ-રસ ભર્યો હતો. એના જેવા બીજા ઘણા ઘડા હતા. સો ઉપરાંત હશે. પણ, પહેલો ઘડો એટલે પહેલો ઘડો. તેને જ શેરડીના રસના ધારા પ્રવાહથી, પ્રભુજીના સુકુમાર હાથનો સ્પર્શ પામવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. વળી ઘડાને હૃદયના ઊંડાણમાંથી આવતી ઉછળતી ભાવધારાની ઝણઝણાટી, હજીએ તેના તળિયાના ભાગમાં સચવાઈ છે. તેનું પરમ સૌભાગ્ય કે તે ઘડો દાન દેવાની સાથે ને સાથે જ સંકળાઈ ગયો. વળી તેમાં જે શેરડીનો રસ હતો એ શેરડી, જ્યારે બાળઋષભ, પિતા નાભિરાજાના ખોળામાં બેઠાં હતા ત્યારે એક આગન્તુક જગતના તાતના હાથમાં એ શેરડીનો સાંઠો હતો, એ લેવા માટે નાનાં-નાનાં, ગુલાબની પાંદડી જેવા કોમળ હાથ લંબાયા હતા. એને કારણે તો વંશનું નામ ઇક્વાકુ પડ્યું. એ શેરડી આજે પારણામાં, સંયમજીવનના શરૂઆતના બારણાંમાં --કહોને સંયમના બાળપણમાં આ જ આવી ! પ્રભુએ ઘડાના રસનું પાન કર્યું. અરે ! ઘડાના માધ્યમથી વહી આવતાં રસ વડે શ્રેયાંસકુમારની ભાવધારાનું પાન કર્યું ! એ ઘડાને ધન્ય! એ ઘડીને ધન્ય ! અને એ ઘડા-ત્રીજને પણ ધન્ય! 9, For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૪૭ સૂપડું જુઓ આ સૂપડું છે ! હા, સૂપડું, નવું નામ લાગે છે ને ! આ એક ઘર વપરાશનું સાધન છે. જુગજૂનું સાધન છે. આ સૂપડું તમારે મન તો, ઘરની સાંણસી, ચારણી, તવેથો, લોઢી જેવા રસોઈના સાધનો જેવું એક સાધન માત્ર હશે! પણ...પણ, મારે અમારે મન તો, આ એક દિવ્ય સાધન છે. આ સૂપડાને જ આપણે પૂછીએ. એ કહેતે કાન દઈને સાંભળીએ તો કેવી મજાની વાત આપણને મળે ! ચાલો સાંભળીએ ! ખબર છે! આ સૂપડું વચ્ચે હતું. અને કમળનું ફૂલ પણ કઠણ લાગે એવા કોમળ-કોમળ બે હાથ આજુબાજુ હતા. આ સૂપડાંની સામેની બાજુ પણ બીજાં બે હાથ હતા. તે હાથ પણ કોમળ હતા. હાથની રેખાઓ પણ કોમળ હતી !તેની આંગળીઓ, આંગળીના વેઢાં, નખબધું કોમળ કોમળ... સૂપડું ખાલીન હતું. એમાં સૂકા અને લુખ્ખા લાગે એવા અડદના બાકળા હતા. એવડાં મોટા સૂપડાંમાં માંડ ખોબા જેટલાં હશે !બાકળાં થોડાં અને સૂપડું મોટું કૌશાંબી નગરીની શેરીઓ હલચલ વિનાની અને સૂની હતી. સમય શાંત હતો. ભિક્ષાચરો પણ ભિક્ષા મેળવીને ગામ બહાર, પોતાના ઓટલે કે કોઈ મોટા ઝાડ નીચે પહોંચી ગયા હતા. આકાશમાં ગતિ કરનારા વિદ્યાધરો થંભી ગયા હતા. કોક જ વાર જોવા મળે તેવું એકદશ્ય હતું. અભૂતપૂર્વદશ્ય હતું. જેઠ સુદિ દશમનો દિવસ હતો. પાંચ માસ અને પચ્ચીસ દિવસથી જે દશ્યની ઝંખના હતી તે દશ્ય જોવાનો સૌથી પહેલો લાભ આ સૂપડાંને મળ્યો હતો ! તે વખતે હાજર રહ્યું હોય તો એક માત્ર આ સૂપડું! પછી તો ગામ આખું ભેગું થયું. આકાશ પરથી દેવો પણ કૌશાંબીમાં ઉતર્યા. લોકોએ તો આ બધું એને બદલે ચાર આંખો કરી-કરીને જોયું ! ચો-તરફ આ એક જ વાત! ગામ વાતે વળગ્યું; ટોળે મળ્યું. ચોમેર ખુશી છવાઈ ! અને આ મંગળ પ્રસંગની દુંદુભિ વાગી અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિથઈ તેને ગામ લોકોએ ચાર-હાથે એકઠી કરી. આ અદ્ભુત ઘટનાનાં પ્રથમ પ્રેક્ષક બનવાનો યશ આ એકલા સૂપડાંને જ. ધન્ય તે કૌશાંબી ગામ, ધન્ય તે વેળા. ધન્ય સૂપડાંને કર-મેળા ! ] For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮: આભના ટેકા હવે મારે જવાનું પ્રયોજન શું? એક જમાનો હતો, સંસ્કારનું પચાસ ટકા શિક્ષણ તો ઘરમાંથી જ મળતું. બાળક છ-સાત વર્ષનું થાય પછી જ એને નિશાળે મૂકાતા. આજે બધું બદલાઈ ગયું છે. બે ત્રણ વર્ષની નાની વયેતો નિશાળે મૂકી બાળકને બંધનમાં બાંધી દેવામાં આવે છે. એથી બાળક ઘરથી અને મા-બાપથી વિખૂટું થાય છે. અમેરિકાના પ્રવાસે નીકળેલા એક સમીક્ષકે ત્યાંની પરિસ્થિતિનું બારીકાઈથીનિરિક્ષણ કર્યા પછી એનું કારણ શોધવા પ્રયત્ન કર્યો કે ત્યાંના અને અહીંના માબાપની લાગણીમાં તફાવત કેમ છે? એના અનુસંધાને એક ચોટદાર (કે ચોટ લાગે એવો!) બનાવ ટાંક્યો છેઃ દીકરો ઑફિસમાં હતો. ફોન આવ્યો કે : પિતા બિમાર છે, સિરિયસ છે, તમે આવો. રીસિવર મૂકાઈ ગયું. દીકરાએ ઑફિસમાંથી જ ડૉકટરને ફોન કર્યો તમારી તાકીદે જરૂર છે; મારા પિતા માંદા છે. એમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરો. અને હૉસ્પિટલના ત્રીજા માળે, આઠમા વૉર્ડમાં, ૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. ટ્રીટમેન્ટ શરૂ થઈ. પુત્ર તો પોતાના કામમાં પરોવાઈ ગયો. હૉસ્પિટલ જવાનો એનો વિચાર હતો પણ, આટલું કામ પતાવીને જઈશ, એમ ધારી એ ઑફિસમાં જ કામ કરતો રહ્યો. એટલામાં હૉસ્પિટલમાંથી ફોન આવ્યો; પિતા અવસાન પામ્યાના ખબર હતા! પુત્ર વિચારમાં ડૂબી ગયો: પિતા હવે રહ્યા નથી, મારે ત્યાં જવાનું પ્રયોજન શું? શબવાહિનીની વ્યવસ્થા માટે વળતો ફૉન કર્યો, સાથે જણાવ્યું. એમના અંતિમ સંસ્કાર પણ પતાવી દેજો અને જે બીલ થાય તે મને મોકલી આપજો. આ કોઈ કાલ્પનિક કથા નથી, વાસ્તવિક ઘટના છે. તેઓને આ બાબતનો કોઈ રંજ પણ હોતો નથી. લાગણીના કોઈ તંતુ ત્યાં રહ્યાં નથી. સંશોધન કરતાં એ ભાઈને જણાયું કે, ત્યાં નાનપણથી જ બાળકને વાત્સલ્ય મળતું હોતું નથી. સીધોસાદો નિયમ છે જેને જે મળ્યું હોય તે પાછું વાળે ! બાળક એકાદ વર્ષનું થાય એ પહેલાથી જ એને સૂવા માટે જુદો બેડરૂમ મળે. બાળકને પ્રેમ-હૂંફ મળ્યાં નથી એ બીજાને શી રીતે આપી શકે ? ઘર-નિશાળ-ધર્મ આ ત્રણે જગ્યાએથી સંસ્કાર-સિંચન થતું અને એમ જીવનનો પાયો નક્કર બનતો એ હવે બનતું નથી.] For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૪૯ મારા પ્રભુજી પહેલા, પછી હું માં વાત જામનગરની છે. સ્થળ ચાંદી બજાર. જમનાદાસ મોનજીનું ઘર. સાંજના સાત વાગ્યાની વાત. ચોમાસાના દિવસો હતા. આકાશ ઘેરાયેલું હતું. રસ્તામાં આમ તો અંધારું હતું પણ મનની અંદર અજવાળું હતું. સાંજનું વાળુ કરીને પતિ-પત્ની હિંડોળે બેઠાં હતા. સામે પાડોશી મિત્ર પણ બેઠાં હતા. સરખા વિચારવાળા અને સરખી સમૃદ્ધિવાળા હતા. સામાન્ય વાતચીત ચાલતી હતી. એવામાં મુંબઈથી ફરી ફોન આવ્યો. મુનીએ લીધો અને વાત કરી. સમાચાર સારા હતા. કમાણી હતી એમાં ઉછાળો આવ્યો, ન ધારેલી રકમ આવશે. શેઠની મુંબઈની પેઢીની આવક ઉપર જ આધાર હતો અને વેપાર એવો જામેલો હતો કે આવક એટલો નફો હતો ! - જમનાદાસ મોજમાં આવી ગયા. પત્નીને કહે કે, આવતી કાલે સોનીને બોલાવ્યા છે. તમારે જેટલાં ઘરેણાં બનાવરાવવા હોય તેના માપ આપી દેજો. બાજુમાં બેઠેલા મિત્રને પણ થયું કે આપણે શા માટે પાછળ રહેવું? તેમણે તેમના પત્નીને બોલાવ્યા અને કહ્યું કે કાલે સોની આવે જ છે, તમે પણ માપ આપી દેજો. ઘરેણાં એક સાથે થઈ જાય. જમનાદાસ મોનજીનો ઉત્સાહ જોઈ શ્રાવિકા વિચારમાં પડી ગયા. સામેથી બેવડો ઉત્સાહ છલકવો જોઈએ તેના બદલે થોડીવાર માટે ઘરમાં મૌન છવાઈ ગયું. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ઃ આભના ટેકા ક્યારેક વાતના બે શબ્દો વચ્ચે મીન હોય છે તો ક્યારેક બે વાતની વચાળે મૌન હોય છે. અલબત્ત, આ મૌનમાં મીઠાશ હતી. અકળામણ ન હતી. મીઠી મુંઝવણ જેવું લાગ્યું એટલે તેનો અંત લાવવા માટેની શરુઆત જમનાદાસભાઈએ જ કરી : શું વિચારણા છે ! બોલો તો રસ્તો થાય. શ્રાવિકા બોલ્યા : તમે તો મને હંમેશા હથેળીમાં રાખી છે, તેથી હું સમજુ છું કે તમે મને સોનેથી મઢવા તૈયાર છો પણ મારું મન માનવું જોઈએ ને! આ વાક્યનો મર્મ પામતા જમનાદાસને વાર લાગી. વળી આ શબ્દોએ વાતાવરણને ગંભીર સ્વરૂપ આપ્યું હોય તેવું લાગ્યું. પાડોશીને તો આ બધું બીજી ભાષામાં બોલાતું હોય તેવું લાગ્યું ! ભારેખમ વાતાવરણ અને વળી તેમાં મીન ! હવે જમનાદાસભાઈને મૌનમાં છીંડુ પાડવાનું કાર્ય કરવું પડ્યું. કહ્યું : તમે બોલોને! તમારું મન વધે તે પહેલું કરીએ. શ્રાવિકાને થયું તેમનું મન તૈયાર તો લાગે છે. છતાં રણકાર સાંભળવાની ઇચ્છા થઈ આવી. કહ્યું : હું હમણાં કહું પણ, હા, ના, તો નહીં થાય ને! જમનાદાસ કહેઃ તમે કહો તે સોળ આની. કારણ પૂછવામાં પણ નહીં આવે ! હવે તો બોલો! શ્રાવિકાએ મનમાં હતા તે બધા ભાવ ચહેરા પર લાવી કહ્યું : જુઓ! તમારે ઘરેણાં ઘડાવવા હોય તો પહેલાં મારા પ્રભુજીના જ ઘડાવો. પછી બીજી બધી વાત! જમનાદાસ તો રાજીના રેડ થઈ ગયા : અમારી હા ! બોલો હવે તો તમારા નક્કી ને! હસુ-હસુ થતાં શ્રાવિકા બોલ્યાં: એ પછી પહેલાં પ્રભુજીના શરુ કરાવો. વળતે દિવસે સોની આવ્યો. પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજાના બધા જ દ્રવ્યો ઉત્તમ ઉત્કૃષ્ટ અને ઊંચામાં ઊંચી જાતના બનાવવાનું નક્કી થયું. સાવ નક્કર સોનાનાં એ ધૂપીયું, દિવાનું ફાનસ એવા બન્યા કે તેના કાચ સીધાં બેલ્જયમથી ઑર્ડર અનુસાર આણવામાં આવ્યા. આજે પણ છે. અન્ય ઉપકરણોમાં મોટી સરખી થાળી, સોના વાટકડી, ચામર, પંખો, બધું જ વજનદાર અને નકશીભર્યું તૈયાર થયું. તમે કુતૂહલ ખાતર પણ તેના જોડે સરખાવવા શોધ કરો તો પણ બીજેથી તે જડે કે કેમ ! --તે પ્રશ્ન છે. પ્રભુ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૫૧ માટેના ઉપકરણો થયા તો પ્રભુના વચનો લખવાની કલમ પણ સોનાની જ બનાવાઈ. આટલા વર્ષે પણ એ બધી વસ્તુઓમાંથી ભક્તિની સુરાવલીની સરગમ સંભળાય છે ! એ દંપતિ તો આ નશ્વર દેહ છોડી ગયા પરંતુ આવા ને આવા, કાળનો કાટ ન લાગે એવા કામ કરવા આનાથી પણ વધારે સારા સ્થાને ગયા અને આ ઉપકરણો એવા જ બોધને વિસ્તારતા-પ્રસારતા રહ્યા છે. બહેનના દાગીનાનું શું થયું તેની તો ખબર નથી. નિર્મળ જળનો ધોધ રણની રેતમાં ભળે, સૂકાય અને જરા વારમાં તો વિલાઈ જાય. ભીની સ્લેટને તાપમાં રાખતાં તેની ભીનાશ પળવારમાં વરાળ થઈ ઉડી જાય એવું જ આ બધા વૈભવનું છે. પણ એ પાણીના બુંદને પ્રભુ-ભક્તિના સમુદ્રમાં ભેળવ્યું તો તે અક્ષય-અભંગ બની જાય છે અને એ સમજાવી દે છે કે -- પહેલાં પ્રભુજી, પછી હું. ગંદકીના ગાડવા જેવા આ દેહને સોનાથી શણગારીશું તો પણ તે પવિત્ર થવાનો નથી; જ્યારે પ્રભુ તો વધુ ને વધુ સોહામણાં લાગશે. પ્રભુની ભક્તિમાં અનેરો ઉછળતો ઉછરંગ આવશે. અને તે જ તો સાથે આવનાર છે. સદાય સાથ આપનાર છે. હોંકારો એ આપશે. માટે તેના તરફ વળીએ. ] For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર: આભના ટેકા આગમ લેખન એક બપોરે. વિ.સં. ૯૮પ ની વાત છે. જેઠ મહિનાની પૂનમની વાત છે. બપોરના ત્રણ વાગ્યાના સુમાર છે. આગમ ગ્રન્થના લેખનનું કાર્ય મુનિ મહારાજાઓના સાંનિધ્યમાં ચાલી રહ્યું હતું. તાડપત્રમાંથી એક સરખા પાનાં બનાવેલા તૈયાર હતા. એમાં લહીયાઓ સાધુ મહારાજની સૂચનાઓ સમજીને શુદ્ધ લખાણ, કળામય અસરોથી અંકિત કરી રહ્યા હતા. સાત આઠ અભ્યાસ રત સાધુ શાસ્ત્ર પઠને અને નિર્મીત પાઠને તાડપત્રમાં લખાવવા માટેનું કાર્ય કરી રહ્યા હતા. આમ તો જે જે તાડપત્રો લખાઈ રહ્યા હોય તેને દોરીથી બરાબર બાંધી કરીને, એક ભાવિક શ્રેષ્ઠિએ આપેલા વિશાળ આગારમાં મોટી મંજૂષામાં સંભાળપૂર્વક મૂકવામાં આવતા હતા. આકરી ગરમીના દિવસો હતા એટલે આ કાર્ય વલભીનગરની પાછળનો ભાગ, જે અત્યારે પચ્છેગામ છે તેનાથી વલભી તરફના રસ્તે એક ખેતરમાં ઘણી બધી વડવાઈઓથી વીંટળાયેલા વડની છાયામાં ખંતપૂર્વક ચાલી રહ્યું હતું. ગરમ ગરમ લૂની વચ્ચે આ વડનું શીતળ સાંનિધ્ય કામને યોગ્ય વેગ આપી રહ્યું હતું એવામાં જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. એની ઝડપ વધવા લાગી અને આંધી જેવો ભારે વંટોળીયો ખેતરમાં પડેલા સૂકા તરણાં, ડાંખળા, પાંદડા અને નાની મોટી ચીજો ગોળ ગોળ ફૂદરડીના ચકરાવાના આકારમાં ઉડાડવા લાગ્યો. તાડપત્રોના પાનાં તો મોટી વડવાઈના આશ્રમમાં અહીં-તહીં છૂટા વેરવિખેર પડેલા. જાણે મોટી બિછાત ! આ બધું ભેગું પણ થાય? - સાધુઓ વિચારમાં પડી ગયા. હવે શું થશે? કેટલો શ્રમ લઈ આ કામ હાથ ધર્યું હતું ! પણ...અહીં કેવો ચમત્કાર સર્જાયો ! ગોળ ગોળ ફરતો વા-વંટોળ વડના વિસ્તારમાં આવે તે પહેલા જ એની દિશા બદલાઈ જતી ! હમણાં આ વંટોળીયો વડની છાયામાં આવી બધા તાડપત્રો તણખલાની જેમ ક્યાંના ક્યાંય ઉડાડી મૂકશે એવી ભીતિ સહુને લાગતી. પણ વંટોળીયો વડ પાસે આવીને ફરી જતો અને શમી જતો! અહો ! આશ્ચર્ય ! આ ભગીરથ કાર્ય પ્રકૃતિને પણ મંજૂર હતું. આવા સંજોગોમાં કુદરત જ એની રક્ષા કરી રહી હતી. | For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૫૩ ગ્રીષ્મની એક બપોરે... ચા કુંડગ્રામ નગર, ક્ષત્રિય પરિવારનો મહોલ્લો. સિદ્ધાર્થ મહારાજાનો મહેલ. મહેલના પહેલા માળના એક કક્ષમાં શ્રી વર્ધમાનકુમાર યશોદા વગેરે બેઠાં છે. જેઠ મહિનાના દિવસો છે. વાતાવરણનો બફારો અકળાવે તેવો છે. સત્યાવીસ વર્ષની વયના વર્ધમાનકુમાર પૂર્ણ ગંભીર અને સ્વસ્થ છે. યશોદા કહે છે : ગામ બહારના રાજ ઉદ્યાનમાં જઈએ. વર્ધમાનકુમાર મૌન રહ્યા. એટલામાં ત્રણ યુવક મળવા પધાર્યા. વિનમ્ર સ્વરે બોલ્યા : નગરના વયોવૃદ્ધ વીણાવાદક પોતાની કળા-સાધના દર્શાવવા આવ્યા છે...આવે ?શ્રી વર્ધમાનકુમારની મૂક સંમતિ જાણીને પાકટ વયના વીણાવાદક પધાર્યા. વિશાળ જાજમ પર આસન જમાવ્યું. વીણાને આદરપૂર્વક પ્રણામ કરીને તાર મેળવ્યા. પછી ધીરે ધીરે ઉઘાડ થાય તેમ રાગ ભૂપાલીના સ્વર વાતાવરણમાં રેલાવા લાગ્યા... હજુ તો સૂરની જમાવટ થઈ રહી હતી ત્યાં તો વંટોળીયા સાથે વાદળોમાંથી વરસાદની ઝડી શરુ થઈ. નીચે ભોંયતળીયાના ઓરડાની ખુલ્લી બારીઓ બંધ થવા લાગી. માતા ત્રિશલા ત્રણેક સખીઓ સાથે વાતે વળગ્યા હતા ને ત્યાં બારીમાંથી વરસાદની વાછટ અને ફોરા અંદર આવવા લાગ્યા. સખીઓ ઊભી થઈ બારી બારણા આડા કરવા લાગી. કમાડ પણ આડા કર્યા. માતાને અચાનક યાદ આવ્યું. સખીઓ સાથે ઉપરના માળે તેઓ પધાર્યા. વર્ધમાનકુમાર યશોદા સાથે જે ઓરડામાં હતા તેની બારીઓ ખુલ્લી હોય તો તે વાસવાના વિચાર સાથે એ ઓરડામાં પગ મૂક્યો. પણ આ શું? અહીં તો વીણાના મધુર સૂરો રેલાતાં હતા. બહારના વાવાઝોડા સાથેના વરસાદના કારણે સહેજ કાન સરવા કરવા પડે, પણ બારીઓ તો ખુલ્લી જ હતી. બારી પાસે ગયા તો ત્યાં જોયું કે વરસાદની વાછટનું એક ટીપું પણ આ ઓરડામાં આવ્યું ન હતું ! - ત્યાં પણ વરસોદ તો ત્રાંસી ધારે જ વરસી રહ્યો હતો. પરંતુ એ મહેલની બહારની ભીંતોને જ પલાળતો હતો. બારીમાંથી અંદર આવ્યા વિના જ ભીંતને અડીને નીચે વરસી જતો !માતા ત્રિશલા તો આ જોઈને અવાફ બની રહ્યા. પુત્ર વર્ધમાનના મોંના ભાવ જલદી ન વાંચી શકાય તેવા જણાયા. બહારની કુદરતનો સંયમ ચડે કે વિર્ધમાનકુમારનો સંયમ ચડે એ અવઢવમાં માતા બહાર આવી ગયા. વીણાવાદન ચાલતું રહ્યું. કયું સંગીત ચડે? અંદરનું કે બહારનું? પ્રકૃતિ પણ પૂરેપૂરી રીતે શ્રી વર્ધમાનકુમારની સુરક્ષા માટે સંલગ્ન રહેતી હતી. જય હો ! જય હો! વર્ધમાનકુમારનો જય હો! 2 For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪: આભના ટેકા ઘરડા વાંદરાની શીખામણ પૂજ્ય ધુરન્ધરસૂરિ મહારાજ લિખિત અન્ય એક કથા ઈરાનનો શાહ ભારત દેશની મુલાકાતે આવ્યો. પોતાના દેશ જવાનો દિવસ આવ્યો ત્યારે એને શું ભેટ આપવી એ મૂંઝવણ હતી. ચતુર દિવાને સામેથી જ પૂછવું આપને શું ગમ્યું? આપને અહીંથી લઈ જવા જેવું શું લાગ્યું? ઈરાનના રાજાએ કહ્યું : આ વાંદરા ગમ્યા છે. કૂદાકૂદ કર્યા કરે છે એ જોવાની મજા આવે છે. અમારા ઈરાનમાં વાંદરા નથી. વિચાર થાય છે એ જ થોડાં લઈ જઈએ ! દીવાને ૨૦-૨૫ જેટલા નાના મોટા વાંદરા પકડાવી આપ્યાં. શાહે પૂછ્યું : વાંદરાઓને પોષણ માટે શું જોઈશે? દીવાને કહ્યું : મોકળાશવાળા જંગલો હોય તો તે નિરાંતે રહે. શાહ કહે : અમારે ત્યાં મહેલના બગીચામાં તો વૃક્ષોના ઝૂંડ છે જ. રાજા અને વાંદરા ઈરાન પહોંચ્યા. પ્રજાને પણ આ નવતર પ્રાણી જોવાની મજા પડી. નાના અને મોટા લોકો સી રોજ-રોજ ભેગાં થાય અને વાંદરાઓને કાંઈને કાંઈ ખવરાવે. વાંદરાઓને પણ આ નવી જગ્યાએ રહેવાની મજા પડી. આવા જંગલમાં રહેવાનું અને તે પણ કશી રોકટોક વિના ! શાહી મહેમાન હતા ને! આવી મોજમાં વરસ ક્યાં વીતી ગયું એની ખબર પણ ન પડી. કોઈ શુભ પ્રસંગે રાજાને ત્યાં દેશ-પરદેશના મહેમાનો આવ્યા હતા. મોટી મિજબાની હતી. રસોઈયાઓની મોટી ફોજ સાથે રસોડામાં હલચલ મચી હતી. કાંઈક રંધાતું હતું. કાંઈક તળાતું હતું. કાંઈક શેકાતું હતું. રસોડું ધમધોકાર ચાલતું હતું. રસોઈમાં વપરાયેલાં એઠાં વાસણો એક બાજુ હતાં ત્યાં વાંદરાઓ ટોળે વળી એમાં ચોંટેલું બધું નિર્ભયપણે શાંતિથી ચાટતાં હતા. મહેમાનોથીયે પહેલા એમને લાભ મળ્યો હતો ! શાહી મહેમાન હતાને! એક રસોયાને તવેથો કે સાણસી જોઈતા હતા. તે લેવા જતાં તેની નજર આ વાંદરાઓ પર પડી. તેણે એક મોટું લાકડું ઉપાડીને છૂટું માર્યું. વાંદરાઓને વાગ્યું એટલે ભાગ્યા, બધા ઝાડ પર ચડી ગયા. બધા ભેગા થયા એટલે એમાના એક ઘરડા વાંદરાએ કહ્યું : અહીં આવ્યા, મોકળાશથી રહ્યા; ખૂબ લહેર - A શ કરી. હવે વતન ભેગાં થઈએ. તેમાં જ શ્રી હિત મજા છે. પણ જુવાન વાંદરાઓ જતા માને? એકવાર આમ લાકડું વાગ્યું તેમાં શું બી જવાનું? ડરીને થોડું For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ જીવાય ? બુઢીયાએ કહ્યું : ભાઈઓ ! આ તો મને સૂઝયું તે કહ્યું. હું તો ઘરડું પાન છું. પલળેલો કાગળ છું. આજે છું. કાલે ન પણ હોઉં. પણ તમારી હજી જિંદગી છે માટે કહ્યું. વાંદરાના ટોળાએ આ શીખામણ હવામાં ઉડાડીને મસ્તીમાં આવી હૂપાહૂપ કરી શાહી મહેલના પરિસરને ગજવી મૂક્યું. આભના ટેકા : ૧૫૫ બે-ત્રણ મહિના પસાર થયા. વળી એક મિજબાનીની તૈયારીઓ થવા લાગી. વળી રસોડું ધમધમતું થયું. વાંદરાઓની જીભ સળવળી. એકવાર ચાખેલો સ્વાદ યાદ રહી ગયો હતો. ઝાડ પરથી ઉતરીને એક સાથે વાસણના ખડકલા ફરતી પંગત જમાવી. વાસણ ચાટી-ચાટી ‘સવાદ’ લેવામાં મશગૂલ થયા ! રસોયાની નજર પડી. એણે તો એક મોટું સળગતું લાકડું લીધું અને વાંદરાના ટોળા પર ઝીંક્યું. બધા વાંદરાઓની પીઠ પર વાગ્યું અને કોમળ ચામડી બળવા લાગી. બળતરા ટાઢી પાડવા બધા ઘોડારમાં ઘૂસ્યા અને ઘાસમાં આળોટવા લાગ્યા. ઘાસમાં આગ લાગી. ત્યાં બાંધેલા ઘોડા ખૂબ દાઝયા. રક્ષકો સારવારમાં લાગી ગયા. બધા જાતવંત ઘોડા કિંમતી હતા. પશુ-ચિકિત્સકોને તાબડતોબ બોલાવ્યા. તેમણે જોઈને નિદાન-ઉપચાર બતાવ્યા. કહ્યું : ઘોડાઓના દાઝેલા ભાગ પર વાંદરાઓની ચરબી ચોપડવામાં આવે તો ઠંડક પણ લાગશે અને જલદીથી રૂઝ આવી જશે. શાહને પૂછવામાં આવ્યું. રાજાએ કહ્યું : આમેય ઘણો સમય થયો છે. કૂદાકૂદ કરી બધે બગાડ કરતાં વાંદરાઓ અબખે પડ્યા છે. ભલે તેમ કરો. અને એક પછી એક વાંદરાની ચરબી કાઢી-કાઢીને ઘોડાને લેપ થવા લાગ્યો. વાંદરાની સંખ્યા ઘટતી ગઈ ! પેલો ઘરડો વાંદરો તો એક મકાનની ઓથે જ રહેતો હતો. લુખ્ખું-સૂકું જે કાંઈ મળતું તેનાથી નભાવતો હતો. કેટલાક જુવાનીયા તેની પાસે આવ્યા. બુઢીયો કશું બોલતો નથી. એક જુવાન જ બોલ્યો ઃ તે વખતે તમે કહ્યું હોત કે આપત્તિ આવવાની છે તો આપણે ભારત ભેગાં થઈ ગયા હોત ! બુઢીયો ભારે હૈયે બોલ્યો : મને જે સૂઝયું તે કહ્યું પણ તમે કાને ન ધર્યું તેનું આ પરિણામ આવ્યું........ઘરડાંની આંખ અને જુવાનની પાંખ તેજ હોય છે. : ન આમ કથા કહીને પૂજ્ય રન્થરસૂરિ મહારાજ ઉમેરતા કે ઘરડાંઓના વચનનો આદર કરવો. ભલે તે વખતે એ વાત ગળે ન ઉતરે તો પણ એ પુરુષોના નિર્મળ મનમાં આગામી ઘટનાના એંધાણ જણાતા હોય છે; ભણકારા વાગતા હોય છે. જો વાંદરાઓએ શીખામણ માની હોત તો તે બધા બચી ગયા હોત ! Z For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : આભના ટેકા અધિકાર વિનાનાં કામથી ડફણાં મળે ઘણાં.. કોઈ વાત સમજાવવા માટે આચાર્ય શ્રી ધુરન્ધર સૂરિ મહારાજ પ્રાસંગિક દષ્ટાંતો આપતાં. પંચતંત્રની વાતો જેવું આ એક દષ્ટાંત --એનો મર્મ ગળે ઉતરી જાય એવો છે. એક ધોબીનો ગધેડો કપડાં નદીએ લઈ જવા-લાવવાનું કામ કરતો. વળી કપડાં સાચવવા એક કૂતરો પણ પાળેલો હતો. ધોબી કપડાં ધોઈને જમવા બેસે ત્યારે કૂતરો એની સામે જ પૂંછડી પટપટાવતો બેસી રહે. માલિક એને પોતામાંથી થોડુંક ખાવાનું પણ આપે ! આમ રોજનો ક્રમ ચાલતો હતો. શિયાળાના દિવસો હતા. એક દિવસ માલિકને ખૂબ ભૂખ લાગી હતી. જેટલું હતું તે બધું જ પોતે ખાઈ ગયો. કૂતરાને આપવાનું રહી ગયું. કૂતરું : ભૂખ્યું રહ્યું અને એણે આ વાત મનમાં સાચવી રાખી ! રાત પડી. માલિક અને તેનો પરિવાર ગોદડાં ઓઢી સૂઈ ગયા હતા. એવામાં ચોર આવ્યા. દોરડા પર સૂકાતાં કપડાં ચોરવા લાગ્યા. કૂતરું જોયા કરતું હતું. મિત્ર ગધેડાએ કહ્યું : માલિકનો માલ ચોરાય છે. તું ભસ તો ચોર ભાગી જાય! કૂતરો કહે: “આજે હું નહીં ભલું ! માલિકે મને ખાવાનું નથી આપ્યું.' ગધેડો કહે “મારાથી તો રહેવાતું નથી. આપણી હાજરીમાં માલિકની ચીજ ચોરાઈ જાય તે જોતાં કેમ રહેવાય? હું તો ભૂકું છું.” –અને ગધેડો ભૂક્યો! માલિકની ઊંઘ તૂટી. તેને થયું: “આ માળો રાત્રે પણ જંપવા દેતો નથી.” ઊઠી ગધેડાને બે-ચાર ડફણાં ઝીંકી દઈ, પાછો માથે ઓઢીને સૂઈ ગયો! કૂતરાએ કહ્યું: ‘જોયું ! મેં તને ના કહી તો પણ તારાથી રહેવાયું નહીં. તને એનું ફળ મળ્યું ને?' આમ જેનું કામ જે કરે તો માલિકની મહેર ઊતરે. અન્યથા બીજાં આવું કામ કરે તો તેને ડફણાંનું ફળ મળે. આવી વાતો કરી આચાર્યશ્રી બે શબ્દ ઉમેરતા આપણો અધિકાર હોય તેટલું જ આપણે કરવું. બાકી સાક્ષીભાવે જોયા કરવું. ] For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૫૭ ઠંડુ પાણી દક્ષિણ ભારતનું મોટું ગામ. વૈશાખ વદિના દિવસો. માણસને દઝાડતી ગરમી એવી પડે કે સવારના નવ વાગ્યાથી ઘરમાં પૂરાઈ રહેવું પડે. આવા પ્રદેશમાં ઉગરચંદ નામના એક વેપારીને ઉત્તર ગુજરાતના એક ગામથી અહીં ધંધાના કારણે આવવાનું થયું. કોઈની ઓળખાણ પીછાણ નહીં. ધર્મના સંસ્કાર ખરા. તેથી એક દેરાસર શોધીને પ્રભુજીના દર્શને ગયા. સ્થાનિક લોકોની નજરે તેમનો પરદેશી પહેરવેશ અને અજાણ્યો ચહેરો મહોરો અછતો ન રહ્યો. ધૂપ-દીપ પૂજા કરીને જેવા દેરાસરની બહાર આવ્યા એટલે સ્વરૂપચંદે જ વાત શરુ કરી અને પૂછ્યું : બહારગામના લાગો છો ! ઉગરચંદ કહે : “હા! અહીં વ્યાપારિક કારણે આવવાનું થયું છે.” સ્વરૂપચંદ કહે: “મારે ત્યાં પધારી મને લાભ આપો.” દોડવું હતું ને ઢાળ મળ્યો ! ઉગરચંદ સ્વરૂપચંદને ઘેર પહોંચ્યા. દિવસો તો આકરા ઉનાળાના હતા. વળી આ પ્રદેશને કારણે ગરમી વધારે લાગતી હતી. સ્વરૂપચંદની પરોણાગત બધી રીતે શાતારૂપ હતી. પૂછાયું: “નવકારશી કરતાં પહેલાં સ્નાનવિધિ કરીએ.” સ્વરૂપચંદના વાણી વર્તનમાં ધર્મની રીતિનીતિના સંસ્કારો મઘમઘતા હતા. દક્ષિણદેશમાં હોય એવા ઘરની પાછળના વાડાના ભાગમાં ઘંટીના એક પડપરમહેમાનને બેસાર્યા. ઠંડા પાણીતી સ્નાન કરાવ્યું. ઠંડા પાણીથી ભીંજવેલા મુલાયમ કપડા વડે ઠંડક લાગે તેવી રીતે મહેમાનને પવન વીંઝવા લાગ્યા. એટલી બધી ટાઢક લાગી કે ઘણાં સમયનો થાક ઉતર્યો હોય એવું ઉગરચંદને લાગ્યું. ઉપરથી વરસતી આગમાં સતત શેકાઈ રહેલા તનને ઘણી રાહત લાગી. પછી, ખાવા-પીવામાં ગુલાબનું અનાર ખસનું શરબત, દહીં-છાસ-લસ્સી - વગેરે કલાકે કલાકે અપાતા રહ્યા. હૃદયના ભાવથી ઉગરચંદનું મન ભરાઈ આવ્યું. વિચારતા રહ્યા કે કુંવારા સાસરે ગયા હતા ત્યારે પણ આવા અછોવાનાં થયા ન હતા! હવે મનમાં એમ થવા લાગ્યું કે ક્યારે આ ભાઈ મારે ત્યાં આવે અને હું પણ તેમની આ રીતે બધી સરભરા કરું ! નમતી બપોરે એકાદ કલાક For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮: આભના ટેકા બજારમાં ગયા અને વ્યાપારિક કામ પણ થઈ ગયું. ' સાંજ પડી. વળી ગુલકંદનો અને મીઠા મુરબ્બાનો દોર ચાલ્યો. રાત્રે પણ ફળીયામાં લીમડા નીચે ખાટલો ઢાળી, આજુબાજુ ઠંડા પાણીનો છંટકાવ કરાવી વાતા પવનમાં ઠંડક આણી. જરા વારમાં તો આંખ ઘેરાણી. ઘસઘસાટ મીઠી ઉંઘ એવી આવી કે જાણે પળ વારમાં સવાર પડી ગઈ ! જવાનો સમય થયો. એકબીજાના સરનામાંની લેવડ-દેવડ થઈ. ગુજરાતમાં પોતાના વતનમાં આવવાનું સાચા હૃદયથી આમંત્રણ અપાયું. ગાડી ઉપર મૂકવા સ્વરૂપચંદ ગયા. ઉગરચંદ ગાડીમાં બેઠાં પછી હાથના અભિનયથી આવજો...આવજો થયું. સમયને વિતતા ક્યાં વાર લાગે છે! સાતેક વર્ષ બાદ સ્વરૂપચંદને ઉત્તર ગુજરાતના ગામ તરફ જવાનું થયું. ઉગરચંદનું ગામ યાદ આવ્યું. પોષ મહિનો : હતો. સાંજ પડે તે પહેલાં અંધારા ઉતરવા લાગે. છતાં મોં-સૂઝણું હતું ને સ્વરૂપચંદ પહોંચી ગયા. નાના એવા ગામમાં ઉગરચંદનું ઘર ઓછી મહેનતે મળી ગયું. ઉગરચંદ તો હરખઘેલા થઈ ગયા. ઘણાં વખતથી મનમાં સંઘરી રાખેલું, એ આગતા-સ્વાગતા કરવાનો દિવસ આવી ગયો. સ્વરૂપચંદે કરેલી મહેમાનગતિ બરાબર યાદ રાખી હતી. હું પણ આમ કરું ને તેમ કરું એવા મનોરથની માળા ગૂંથી હતી. એમાં સારું થયું કે રાત મળી ગઈ. પરોણાગતની શરૂઆત થઈ ગઈ. વહેલી સવારે મહેમાનને ઘરના પાછલા વાડામાં દોરી ગયા. વાડામાં તો ઘંટીનું પડ વર્ષોથી લાવી મૂકેલું. તેના પર સ્વરૂપચંદને બેસાર્યા. ફરતી ઠંડા પાણીમાં ભીંજાવેલા ધોતિયાની દીવાલ રચી. કળયે કળશ્ય ઠંડુ પાણી મહેમાનને માથે રેડતાં રહી, ઉગરચંદ વારે વારે બોલતાં હતા --સ્વરૂપચંદ ! બરાબર છે ને ! કાંઈ ખામી હોય તો કહેજો ! સ્વરૂપચંદની તો દતવીણા ચાલતી હતી. શરીર આખામાં થથરાટી અનુભવતા હતા, તેથી બોલ્યા કે : “ઉગરચંદ ! તારી ભક્તિ ઘણી છે. છતાં પણ મારો જીવ એવો તો કઠણ છે કે તે નીકળતો નથી.' For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧પ૯ ઉગરચંદમાં ભક્તિ ખરી પણ વિવેકના ખાતે મોટું મસ મીંડુ ! સ્વરૂપચંદે જે ભક્તિ ધગધગતાં ઉનાળામાં કરી હતી તેવી ભક્તિ ઉગરચંદે ઉત્તર ગુજરાતના ગામમાં, પોષ મહિનાની કડકડતી ટાઢમાં કરી ! જે ભક્તિમાં વિવેકનો અંકુશ નથી તે ભક્તિ ભારરૂપ છે. બોજારૂપ છે. ક્યારેક તો જીવલેણ પણ થાય ! ભક્તિનું મૂલ્યવાન નંગ વિવેકની વીંટીમાં મઢાયેલું હોય ત્યારે તે જીવાદોરી જેવું નીવડે છે. અંતરંગ ભક્તિભાવમાં સમજપૂર્વકનો વિવેક ભેળવીએ. ] સાંબેલુ નાનું એવું ગામ. ગામના પાદરમાં એક ડેલીબંધ ઘર. ડેલી ઉઘાડીએ ને વીસેક ડગલાં ચાલીએ એટલે ઘરના પગથી આવે. પહેલો ઓટલો પછી ઓસરી અને અંદરના ઓરડા રસોડું વગેરે આવે. ઘરના માલિક ઉગરચંદ. ઉગરચંદભાઈ સ્વભાવે ઓલદોલ. ખાવે-ખવરાવે રસવાળા. - બપોરે બજારમાંથી ઘરે રોટલા ખાવા જાય ત્યારે જે કોઈ પરોણાં મહેમાન મળે તેને આગ્રહ કરે. ન માને તો કરગરે પણ સાથે લીધે જ પાર કરે. ઘરે લાવી સારી સરખી પરોણાગત કરે. એ દિવસે નજીકના ગામથી આવેલા છ જણાં, જેઓ વેપારી મહાજન હતા, તેમને પરાણે ઘરે લઈ આવ્યા. ડેલી ખોલી. એ છએ જણને અંદર લીધાં. ખાટલો ઢાળ્યા. બધાંને ઠંડું પાણી પોતે પાયું. પછી ઉગરચંદ રસોડે ગયા. બહેનને કહ્યું : “આજે તો મહાજન આવ્યું છે. શિરો અને ભજીયા બનાવો.” બહેન કહે : “બધું બનાવું For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આભના ટેકા પણ શિરા માટેનું ઘી ક્યાં છે?' ઉગરચંદ કહે: ‘લાવો તપેલી. અબઘડી ઘી લઈ આવું.' તપેલી અને ઢાંકણું લઈ બહાર આવી : ‘તમે પોરો ખાવ, હું આ આવ્યો.” એમ કહી જોડાં પહેરી ડેલીનો દરવાજો ઠાલો બંધ કરી ઉતાવળે ગામ ભણી ચાલ્યાં. મહેમાનો વાતે વળગ્યાં. જરા વાર માંડ થઈ હશે, ત્યાં તો રસોડામાંથી બહેનનો રડવાનો અવાજ સંભળાયો. હીબકાં બંધ ન થાય! એકલી બહેન ઘરમાં આમ રડતી જાણી મહેમાનો વિમાસણમાં પડ્યાં. એકાએક શું થયું હશે? બે પ્રૌઢ એવા ભાઈઓ ઊભા થઈ ધીમે પગલે રસોડા પાસે ગયા. ઘરમાં કોઈ મરદ નથી અને આ એકલા બાઈ માણસ રડે છે. કારણ શું હશે? અચકાતાં અચકાતાં પૂછે છે : બહેન! કેમ રડો છો? પ્રશ્ન સાંભળીને ડૂસકાં વધ્યાં. ભાઈઓ ગભરાણાં : “બહેન, અમને કહેવાય તેવી વાત હોય તો કહો. કહેશો તો ઉપાય થઈ શકશે.” આગ્રહ વધ્યો એટલે બહેન કહે: “મને તમારો વિચાર આવે છે ને રોવું આવે છે.” “શું વાત છે કહો તો ખરા ! રોતાં રોતાં, સાડલાનો છેડો આડો રાખી બહેન કહે છે: “આ તમારા ભાઈ છે ને ! તે ઘીથી લસલસતો શિરો પીરસીને તમને બધાને જમાડશે. પછી તમે બધા જમી લેશો એટલે, આ ખૂણામાં જે સાંબેલું છે તે લઈને એકએક જણનાં વાંસામાં સાત વાર મારશે. તમે એવા સુંવાળા છો કે સાંબેલાનો એક ઘા પણ કેમ ખમી શકશો એ પ્રશ્ન છે. આ તો સાત સાતની વાત છે, કેવી મુસીબત ગણાય ! આ વાત યાદ આવી એટલે મને રોવું આવે છે. ભાઈઓ ધીરે પગલે આવ્યા હતા, હવે ઉતાવળે પગલે ખાટલા પાસે જઈને બધાને કહે છે કે આપણે હવે અહીંથી જલદી જઈએ એમાં જ આપણું ભલું છે. સાંભળીને સડાકૂ દઈને બધા ઊભા થયા અને ડેલી ખોલી ચાલવા લાગ્યા. બાઈ મોટો મોટે અવાજે બોલવા લાગી : “ન જાવ, ન જાવ ! હમણાં તમારા ભાઈ આવશે અને તમે ચાલ્યા ગયા છો એ જાણી મને વઢશે, ધમકાવશે.” For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૬૧ પણ મહેમાનો એ કાંઈ સાંભળવા થોડાં ઊભા રહે? એ તો એક હાથે ધોતિયાની પાટલી અને બીજે હાથે પાઘડી સંભાળતાં ઉતાવળી ચાલે, ઊભી બજારનો રસ્તો છોડી બીજે રસ્તે ચાલવા લાગ્યાં. આ બાજુ ઉગરચંદભાઈ ઘી ભરેલી તપેલી સંભાળતાં આવી પહોંચ્યાં. ડેલી ખૂલ્લી પડી હતી. અંદર પગ મૂક્યો ને જોયું તો ખાટલાં ખાલી ભાળ્યાં! મનમાં ફાળ પડી. બાઈને પૂછ્યું તો તે કહે: ‘તમે કેવા ને કેવા પરોણા લઈ આવો છે ?' કેમ? શું થયું? ‘થાય શું? તમે તો ગયા! મહેમાનો બધાં ઊભા થઈ ઘરના ઓરડામાં ફરવા લાગ્યા. ત્યાં આ ખૂણામાં પડેલું સાંબેલું જોયું ને કહે આ સાંબેલુ ખૂબ ઘાટીલું છે અમે લઈ જઈએ. તમે હા કહો તો જ અમે જમવા રોકાઈએ. મેં કહ્યું કે એ કેમ બને? આ સાંબેલુ તો મારા પિયરથી લાવેલી છું. એ હું ન આપું. ભાઈઓ આ સાંભળીને ચાલતા થયા.” ઉગરચંદ કહે: અલી ગાંડી! આવું તે કરાતું હશે? કેવા સારા માણસો છે. આમ બોલાવવા જઈએ તો આવે ય નહીં.' નિર્દોષ ભાવ લાવી બાઈ બોલ્યાં : “એવું હોય તો તમે સાંબેલું આપી આવો ને જમવા બોલાવી લાવો! ઉગરચંદભાઈ સાંબેલુ લઈ ડેલી બહાર આવ્યાં. ધૂળમાં સગડ જોઈ રસ્તો પકડ્યો. ત્યાં થોડે દૂર મહેમાનોને ધીમી ગતિએ જતાં ભાળ્યા. મોટે મોટેથી બૂમ પાડી : “અરે ! આ સાંબેલુ તો લેતા જાવ !” મહેમાનો આગળ અને ભાઈ પાછળ. તડકામાં ચળકતાં સાંબેલા સાથે ઝડપથી આ તરફ આવતાં એ ભાઈને મહેમાનોએ જોયાં! મહેમાનોએ ઝડપ વધારી. અંદર અંદર બોલવા લાગ્યાં: “બાઈ કહેતી હતી તે સારું લાગે છે. કાંઈ ખાધું નહીં, પીધું નહીં ને આ તો સાંબેલું મારવા દોડ્યા આવે છે. એ બધાં જલદી ગામ ભેગાં થઈ ગયા. સાંબેલુ ઉંચકી દોડવાથી ઉગરચંદ થાકીને હાંફી ગયા. અટકી ગયા અને પાછા ઘર ભેગા થઈ ગયા. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨: આભના ટેકા કથાનું નિરીક્ષણ અને અર્થઘટન મહેમાનગતિ એ ઘરસંસારનો શણગાર છે. મહેમાનગતિનું કાર્યસ્ત્રીવર્ગના આધારે છે, કહો કે ઘરની આધારશિલા જ સ્ત્રીવર્ગ છે. સ્ત્રીની આંખમાં અમી હોય એટલે મનનાં સુખને એણે પોતાનું કર્યું અને તેના હાથમાં અમી હોય એટલે ઘરને પોતાનું કર્યું ગણાય. મહેમાનને ભાળી એ રાજી થાય અને મહેમાનને રાજી કરવા બધું જ કરે તો તે ઘર વખણાય. આ કથા ભલે લોકકથા છે, કલ્પિત છે પરંતુ તે આપણને કેટલું બધું કહી જાય છે ! એક દુહામાં કહેવાયું છે: ચઢતાં દિનનું પારખું, નિત આવે મહેમાન; પડતાં દિનનું પારખું, આંગણ ના'વે શ્વાન. અતિથિને જોઈને ઘરની સ્ત્રીવર્ગ રાજી થાય. પોતાની આવડત અને મહેમાનગતિની કળા પ્રગટ કરવાનો એક અવસર મળ્યો એમ પણ થાય. મહેમાનને પણ સંતોષ થાય. આ બધામાં ગૃહસ્થ જીવનની શોભા છે. પુરુષના લક્ષણોમાં એક એમ કહેવાયું છે કે : મોવત્તા પરિનને સત્તા ઘણાં ઉત્તમ સ્વભાવી પુરુષોની એવી રૂચિ હોય છે કે : “એકલ ખાવું ન લખીશ”. એકલા એકલા ખાવામાં ઘણાંને મનમાં શરમ આવતી હોય છે એ તો ઘણાને મોઢે સાંભળ્યું છે. આપણા દેશની સંસ્કૃતિ જ એ છે કે --આપણે ઘેર મહેમાન ક્યાંથી ! મહેમાન જોઈ આપણે રાજી થઈએ. શક્તિ પ્રમાણે એની આગતા સ્વાગતા કરીએ. વળી આપણે આવા ઘરમાં મહેમાન થઈને જઈએ ત્યારે યજમાને શું શું કરવું જોઈએ એનો પણ ખ્યાલ આવે છે. આપણે યજમાન હોઈએ ત્યારે તે ખ્યાલને ખપમાં લઈએ. આતિથ્યની વાત માંડી હોય ત્યારે કવિ દુલાભાયા કાગની મધમીઠી ગીતપંક્તિઓ અચૂક હોઠ પર રમવા માંડે : તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે કાગ' એને પાણી પાજે ભેળો બેસી જમજે રે તેને ઝાંપા સુધી વળાવવા જાજે રે... તારા આંગણિયા પૂછીને... For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા : ૧૬૩ શબ્દો સાદા પણ એમાં આતિથ્યભાવનો ઉલ્લાસ લાવવાની કેવી પ્રેરણા છે ! અને પે'લો કાઠીયાવાડી લલકાર તો સ્વર્ગના બારણાં સુધી પહોંચી જાય તેવો છે : કાઠીયાવાડમાં કો’કદી ભૂલો પડ ભગવાન અને થા મારો મે'માન, તને સરગ ભૂલાવું શામળા ! થોડામાં ઘણું સમજી મહેમાનગતિ કરજો, પરોણાગતિ કરજો; સાંબેલાવાળી નહીં ! n એક અદ્ભુત વાત જ્યારથી વાત જાણી છે ત્યારથી મનમાં આનંદ આનંદ છવાયો છે. શું આવું બની શકે ? આવું બન્યું તો વિરતિની -સપ્રાણ સંયમની શક્તિ કેટલી બધી ! આપણાં સંયમપાલન દ્વારા પણ આવું ક્યારે બની શકે ! આવા વિચારો મનમાં આવ્યા. વાત એમ છે કે એક માતા-પિતાના સંતાનમાં બે દીકરીઓ. બન્ને દીકરીને જન્મતાવેંત કોઈ વ્યંતરી વળગી હતી. બન્ને દીકરીઓ ખાય નહીં, પીએ નહીં, ઊંધે નહીં ને રડ રડ કરે. માતા-પિતા કંટાળી ગયા. એ દીકરીઓના દાદાને મનમાં શું સૂઝ્યું કે બપોરના સમયે એ બન્નેને લઈને બજારમાં જઈને એક ઓટલે બેઠાં. વચ્ચે રસ્તો અને સામે ઘરમાં સાધુ મહારાજની વસતિ. બપોર વેળા, ગોચરી વાપરીને મળી (ગાડાનાં પૈડાં પાસે જે કાળી મળી વળે એનાથી રંગેલા પાત્રા) વાળા પાત્રા. એ ગોચરી વાપરીને એમાં જે પહેલું પાણી હોય તે પી લીધું હોય (પ્રથમ સહિતં પિવન્તિ નિયમેન ) પછીના બીજી ત્રીજી વખત પાત્રા વસતિની બહાર જઈ ધોવાના અને તેનું પાણી બહાર પડે. પાત્રા ધોવાનું શરુ કર્યું કે તરત જ દાદાએ પેલી બન્ને દીકરીઓને પાત્રા નીચે ધરી દીધી. જેવું એ વિરતિવંતના પાત્રાનું પાણી શરીરને અડ્યું કે તરત જ એ વ્યન્તરી ધ્રુજીને શરીર છોડીને ભાગી. દીકરીઓ સાવ નિરોગી ને નરવી બની ગઈ ! વિરતિવંતના સંપર્કમાં આવેલી વસ્તુમાં પણ ઉપદ્રવ શાંત કરવાની કેવી કુદરતી શક્તિ છે ! સંયમનો આ પ્રભાવ છે. I For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪: આભના ટેકા જૂઓ દૂતઆવ્યો! સવારનો શાન્ત સમય હતો. રાજા હમણાં જ સ્નાનાદિ પતાવીને આવ્યા હતા. રસ્તા પર પડતો મહેલનો ઝરૂખો હતો. માત્ર બે જ જણા હતા. રાજા હતા અને રાણી હતા. રાજા બાજોઠ પર બેઠાં હતા અને રાણી બાજુમાં બેસી રાજાના વાળ સવારતાં હતા. ભારતમાં પુરુષો પણ લાંબા વાળ રાખતા એવો વર્ષો પહેલાંનો એ સમય હતો. એવા ગુચ્છાદાર વાળમાં ઘૂપેલ સીંચતાં રાણી એકાએક બોલી ઊઠ્યા : दूत समागतः। રાજા સહસા ઊંચા થઈ ઝરૂખા બહાર રસ્તા પર જોવા લાગ્યા. કોઈ માણસ ન દેખાતાં રાણીને પૂછવા લાગ્યા : ક્યાં છે દૂત? ક્યાં છે દૂત? જવાબમાં રાણી મીઠું-મીઠું હસવા લાગ્યાં ! રાજાને ચટપટી થઈ ! જરા રહીને રાણીએ સ્મિત સાથે કહ્યું કે, આ યમરાજાનો દૂત - શ્વેત વાળ – આવી ગયો ! સાંભળતાં જ રાજાના મોંઢાની રોનક બદલાઈ ગઈ. માં પડી ગયું. હવે દુઃખી થવાનો વારો રાણીનો હતો! એવું તે શું થયું? રાજા ગંભીર સ્વરે બોલ્યા : અમારી સમગ્ર પિતૃ પરંપરામાં આવું બન્યું નથી. મારા પિતા, એમના પિતા અને એમના પણ પિતા-પ્રપિતા એમ વંશ પરંપરાથી, માથામાં સફેદ વાળ આવે તે પહેલાં જ રાજ્ય ત્યજીને યોગનો માર્ગ સ્વીકારતાં ! આ પરંપરા હતી અને છે. પ્રિયે ! હં પત્નિતવાન્ પિ હું પળીયા આવ્યા છતાં ઘરમાં બેઠો છું. બસ, હવે એ જ યોગી જનોને રસ્તે હું પણ પ્રયાણ કરીશ. મંત્રી, પુરોહિત, સેનાપતિ અને અન્ય જવાબદાર દરબારીઓને બોલાવ્યા. કહ્યું : યુવરાજને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપન કરવાનું મુહૂર્ત જોઈ ઘો. મંત્રીને પણ ઉત્સવની તૈયારી કરવાના સૂચનો આપ્યા.. ...અને ગણત્રીના સમયમાં તો યુવરાજનો રાજ્યાભિષેક કરાવી, વનની વાટે સંચરી ગયા. દીક્ષા લઈને તપોમય આરાધનામાં ડૂબી ગયા. આત્માને ખોળવામાં અને ઓળખવામાં લીન બની ગયા. એ રાજા હતા સોમચન્દ્ર, જેઓ પ્રસન્નચન્દ્ર રાજર્ષિના પિતા થાય છે. આવા રાજવી હતા આપણે ત્યાં. રૂ. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૬૫ જેના સ્પર્શ થાય આ સર્વ હેમ તે શ્રી હેમાચાર્યને હો પ્રણામ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજના જીવનનો કથા-પ્રસંગ છે. તેમની દીક્ષા સાવ નાની વયમાં થઈ હતી. નામ અપાયું હતું સોમચન્દ્ર મુનિ. હજી તો બાળપણ છે. સવારનો સમય છે. ગોચરી વાપરવાની ઇચ્છા થઈ. એક વયોવૃદ્ધ મુનિ વીરચન્દ્રજી મહારાજ સાથે છોરવા પધાર્યા. નજીકના જ એક ઘરે પધાર્યા. સાવ સામાન્ય સ્થિતિવાળું ધનદ શેઠનું ઘર. સવારે-સવારે પાણીમાં ઘઉંનો લોટ ભેળવી અને તેમાં મીઠું(લવણ) ઉમેરી રાબ તૈયાર કરેલી હતી. - ઘરમાં પ્રવેશતાં ત્યાં પડેલા કોલસાના ચોસલાને હાથ અડાડી નાના મહારાજ સોમચન્દ્ર મુનિએ વૃદ્ધ મુનિવરને કહ્યું: “આમની પાસે આટલું સોનું છે છતાં આવા લોટવાળી રાબ જ પીએ છે !' તેઓના હાથનો સ્પર્શ જેવો એ ચોસલાને થયો કે તરત જ તે સોનું બની ચળકવા લાગ્યું ! વણિક ગૃહસ્થની ચકોર નજર પામી ગઈ કે આ નાના મુનિવર ખૂબ જ પુણ્યવંત છે. તેઓના સ્પર્શમાત્રથી આ કોલસામાંથી સોનું બની ગયું. ગૃહસ્થ બોલ્યા : “નાના મહારાજ! આપ આ બધાને આપનો હાથ અડાડોને ! આ બધાં ધન વડે આપના સૂરિપદ પ્રદાન સમારોહમાં લાભ લઈશ. એ ઘટના પછી વિર સંવત ૧૧ ની સાલમાં અક્ષયતૃતિયાના શુભ દિને સૂરિપદ પ્રદાન અવસરે તેઓનું નામ શ્રી હે મચ દ્રસૂરિ મહારાજ રાખવામાં આવ્યું. 2. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬: આભના ટેકા પ્રભુ દરિશન સુખ સંપદા બી. જાડા વિશાળ અને ગાઢ જંગલ હતું. ઘટાવાળા વૃક્ષોનો તો પાર નથી. એવા એક વૃક્ષની ડાળે માળો બાંધીને પોપટ અને પોપટી રહે છે. નાના-નાના ગરી ગયેલા ફળ આરોગે છે. જાંબુડાનાં ઊંચા ઊંચા વૃક્ષોના વચ્ચે આવેલા તળાવનું પાણી પીએ છે. આ પોપટ યુગલ તો ફરતારામ છે. એકબીજા સાથે પકડદાવ રમતાં હોય તેમ ઊડાઊડ કરતાં, એકવાર પાસેના જંગલમાં પહોંચ્યા. ત્યાં મનોહર સરોવર હતું. એની પાળ પરની ઓટલી પર એક નાનકડી દેરી જોઈ. દેરીના બે કમાડ ખૂલ્લાં હતાં. થાકેલી પોપટી એ કમાડ પર જઈ બેઠી. દેરીના ગર્ભગૃહમાં આછું અજવાળું હતું. વચ્ચે પીઠિકા પર ભગવાન ઋષભદેવની સૌમ્ય મૂર્તિ હતી. પ્રતિમાના ચહેરા પરના મલકાટ પર પોપટીની નજર પડી. આમ અચાનક નજર પડી અને મન મોહી ઊઠ્યું ! અહો ! આ ભાઈ કેવા રૂપાળાં બેઠાં છે ! સહેજે હલતાં પણ નથી ! અને મોં તો કેવું મલકે છે ! સુંદર દશ્ય જોયા પછી એ બીજાને કહેવાય ત્યારે જ ચેન પડે ! હજી આમતેમ ઊડતાં પોપટને અહીં આવવા, અવાજ દીધો : જો ને ! કેવું સરસ છે ! પોપટ આવી સામેના બીજા કમાડ પર બેઠો : સુંદર છે, પણ આ કમાડ પરથી દેખાય છે તેવું નહીં હોય! For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૬૭ પોપટી : આ કમાડ પરથી જોવામાં જ ખૂબી છે. કેવા સુંદર અને રળિયામણાં લાગે છે ! ઘણી વેળા થઈ. દર્શનની તૃપ્તિ માણી અને પોતાના માળામાં જઈ પોઢી ગયા, જાણે સ્વપ્નમાં પણ એ મૂર્તિ નિહાળી રહ્યાં ! વળી બીજે દિવસે એ દેરીના કમાડ પર જઈ બેઠાં. આજે તો ચાંચમાં આંબાની મંજરી લઈ આવ્યા હતાં ! પ્રભુ ખૂબ પ્યારાં લાગ્યાં હતાં ! નિયમ એવો છે કે જે ખૂબ પ્યારું લાગે તેને કશુંક આપવાનું મન થઈ આવે; ને આપે. સામો પક્ષ તે ગ્રહણ કરે ત્યારે તો મન રાજી-રાજી થઈ જાય ! આમ, રોજ-રોજ તળાવને કાંઠે આવવાનું. પાણી પીને આ મંદિરના કમાડની ટોચે ગોઠવાઈ જવાનું. ટિકી-ટિકીને પ્રભુને નિરખવાનું જાણે વ્યસન થઈ ગયું ! માત્ર પ્રભુ ગમી ગયા. પછી પ્રભુ જ ગમી ગયા! અને છેલ્લે પ્રભુ સિવાય કશું જ ન ગમવા લાગ્યું. | પ્રભુની પ્રસન્ન મુખ-મુદ્રા, શાંત-સ્વસ્થ ટટ્ટાર બેઠક, મરક-મરક હસતી મોં-ફાડ. વેરીનું વેર પણ શાંત થઈ જાય તેવું ચો-તરફ ફેલાયેલું પવિત્ર આવરણ --આ બધા સમેત, મનમોહક વાતાવરણે મનમાં માળો બાંધી દીધો. મન તેના પર ઓવારી ગયું. મનના ખૂણે ખૂણામાં પ્રભુ જ વસી ગયા. આ પોપટપોપટીના સાત ભવ થયા. બધે વખતે ઉન્નત સ્થિતિને પામ્યાં. પછી તો જનમના ફેરામાંથી જ છૂટકારો થઈ ગયો. ગમી ગયેલા પ્રભુએ કેવી કમાલ કરી ! આ પ્રભુ દરિશનનો પ્રભાવ છે ! 2, Aી ભગવાન શ્રી ઋષભદેવ: ખજુરાહો For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮: આભના ટેકા નવું ફ્રોક ગામ નાનું હતું. ગામમાં નાની નિશાળ. નિશાળમાં બીજા ધોરણનો નાનો ઓરડો. સમય થયો એટલે ઘંટ વાગ્યો. ટ... ટન્... સાંભળીને નાનાં-નાનાં બાળકો વર્ગમાં ગોઠવાયા. શિક્ષિકા બહેન પણ આવી ગયાં. વર્ગમાં પ્રવેશતાં જ એમણે સ્નેહભરી નજરે બાળકોને જોયાં. એક છેડેથી જોતાંજોતાં એમની નજર એક બાળકી પર પડી અને અટકી. રોજની જેમ જ આજે પણ મેલું, ફાટેલું અને ટુંકું ફ્રોક પહેરીને એ બાળકી આવી હતી. રોજની જેમ આજે પણ શિક્ષિકા બહેન બોલ્યાં : કેમ આવું મેલું દાટ ફ્રોક પહેરીને આવી છે ? તારી મમ્મીને કહેજે, કાલે આવું ફ્રોક પહેરીને આવી છે તો વર્ગમાં પેસવા જ નહીં દઉં ! છોકરી બિચારી આવા કડવા વેણ સાંભળી, નીમાણા મોઢે હીબકાં ભરીભરીને રોઈ પડી. આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યા. એની પાસે આંસુ લુછવા રૂમાલ કે કોરું કપડું પણ ન મળે ! જેમ તેમ દિવસભર નિશાળમાં રહી અને વીલે મોઢે ઘેર ગઈ. મમ્મીની પાસે ફરી રોઈ પડી. બધી વાત કહી. મમ્મી પણ બિચારી શું કહે ? બીજે દિવસે સમય થયો. આ નાની નિર્દોષ બાળકી પણ નિશાળે ગઈ. એ જ મેલું ફ્રોક. બીજા બાળકો પણ પોત-પોતાની જગ્યાએ ગોઠવાયા. શિક્ષિકા બહેને એક પછી એક બાળકો ઉપર નેહ નીતરતી દૃષ્ટિનું પીંછું ફેરવ્યું. આ શું બન્યું ? એ જ મેલું ફ્રોક પહેરીને આવેલી બાળકી પર નજર ઠેરવી, જરા અવાજ કરી એને પાસે બોલાવી. બધાંને થયું કે હવે આનું આવી બન્યું. પણ બધાની પહોળી નજર વચ્ચે કાંઈ જુદું જ બન્યું. સ્હેજ બાજુ પર લઈ જઈ એ બાળકીને દીકરી જેવું વહાલ કરી, એનું જૂનું ફ્રોક ઊતરાવીને નવું નકોર ફ્રોક પહેરાવી દીધું ! એનાં વાળ સરખાં કરી એની જગ્યાએ બેસાડી આવ્યાં. નવા ફ્રોકમાં તો એ બાળકી એવી શોભી ઊઠી કે વર્ગના બધાં જ એને ટીકી-ટીકીને જોવા લાગ્યા, જાણે ધરાતાં જ ન હતા ! એને જૂએ અને વળી એક-બીજા સામે જૂએ ! અરે ભાઈ ! આ એ જ બાળકી છે. શું બદલાયું? અરે ! શું વાત કરો છો ? For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૬૯ આ તો એ બાળકી જ જાણે બદલાઈ ગઈ. કેવી રૂડી-રૂપાળી લાગે છે! પરાણે વહાલી લાગે એવી ખીલી ઊઠી છે. એને માથે-ગાલે હાથ ફેરવી લેવાનું મન થાય એવી સોહે છે! | નિશાળ છૂટી એટલે શિક્ષિકા બહેનને પગે લાગીને એ ઘરે ગઈ. ઘરમાં પ્રવેશતાં જ ઘર જાણે ઝળાંઝળાં થવા લાગ્યું. એની મમ્મીએ તો એને ઓળખી જ નહીં. પગથી માથા સુધી દીકરીની સામે જોયા જ કર્યું. વાહ! વાહ! કોણે આવું સરસ ફ્રોક આપ્યું? દીકરીએ વાત કહી. મેડમે કેવું વહાલ કરી એને નવું ફ્રોક પહેરાવ્યું! એ જેવી રસોડામાં જવા લાગી કે તરત જ એની મમ્મી બોલી : થોડી વાર થોભ દીકરી! જરા રસોડું સાફ-સુથરું કરી ચોખ્ખું કરું. આવી સારી ચોખ્ખી દીકરીનું ઘર આવું? આમ કેમ ચાલે? અને મમ્મીને ચાનક ચડી. જોત-જોતામાં તો એણે આખું ઘર ચોખુંચણક કરી દીધું. બધી ચીજ-વસ્તુ ઠેકાણે ગોઠવી ઘર શોભે તેવું કરી દીધું. એટલામાં તો એના પપ્પા પણ આવ્યાં. અરે ! આ શું જોઈ રહ્યો છું હું! ઘર જૂએ ને દીકરીને જૂએ. દીકરીને જૂએ અને ઘરને જૂએ ! હૈયામાં હેત ઊભરાયું. દીકરીને ઊંચકી. હાથમાં લેતાં જ પોતાના મેલા હાથ તરફ ધ્યાન ગયું. આવી ચંદન જેવી દીકરીને ઊંચકવા માટેના હાથ પણ ચોખ્ખા હોવા જોઈએ. દીકરીને નીચે મૂકીને તરત હાથ ધોવા દોડી ગયા. પાડોશીને થયું: આવી ઠંડી-મીઠી સુગંધ ક્યાંથી આવી? આવીને જૂએ તો ઘર-આંગણું બધું જ સ્વચ્છ અને સુઘડ! ધૂપ-દીપ પ્રગટાવવાનું મન થઈ આવે એવું ! પાડોશણને થયું એનું ઘર ચોખ્યું હોય તો મારું પણ કે નહીં? એણે પણ વાળી-ઝૂડીને ઘર ચોખ્ખું કર્યું. પછી તો આનો ચેપ આખી શેરીમાં લાગ્યો. ઘર-ઘરમાં જાણે દિવાળી આવી ન હોય ! એ નાદ શેરીમાં જ ન રહેતાં બાજુના લત્તામાં અને આખા ગામમાં ફરી વળ્યો. ગામ આદર્શ ગામ બની ગયું. એના સારાં છાંટા બાજુના ગામમાં પણ પડ્યાં. તે ગામ પણ આંખે ઊડીને વળગે એવું રૂપાળું બની ગયું. એક નવા ફ્રોકની કેવી અસર ! ] For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦: આભના ટેકા એક સ્ત્રીના વેણે તાંબુ બને છે સોનું આખા ઘરમાં આજે એક જ રંગ ચોતરફ ફેલાયો છે. આવેલા તમામ સગાં-સ્નેહી અને સ્વજનોની જીભમાં જ નહીં આંખમાં પણ માત્ર ભવદેવ જ દેખાય છે સાથબીજું નામ નાગિલાનું ઉમેરાયું છે. પણ અત્યારે તો આદર્શ દિંપતીના નામની જેમ નાગિલા ભવદેવમાં સમાઈ ગઈ છે. એકશેષ થઈ ગઈ છે. તેને શું જોઈએ છીએ ! તે શું કરે છે ! હજી ગઈ કાલે જ લગ્ન થયા છે. ચોળેલી પીઠીની હળદરની સુગંધ વાતાવરણમાં મહેકે છે. ઘર તો એનું એ જ છે પણ કોઇક નવી વ્યક્તિની હાજરીથી એ પણ નવું નવું લાગે છે. આવેલા સ્વજનોનો ઉમંગ અને ઉમળકો આગિયાની જેમ ચારે બાજુ ઉડાઉડ કરતો અને ચળકતો દેખાય છે. ભવદવ તો કુળ અને દેશના રિવાજ મુજબ બંધ ઓરડામાં નવવધૂ નાગિલાને શણગારી રહ્યાં છે. યક્ષકઈમ કસ્તૂરી ગોરોચન અંબર જેવા સુગંધી દ્રવ્યોના દ્રાવણમાં મોરપીંછીના છેડા વડે નાગિલાના કપોલ પ્રદેશમાં પુષ્પવલ્લરીનું ચિત્રણ ચાલુ હતું. મુખ શોભા તો થઇ રહી હતી પણ એ ફુલવેલી ચિતરતાં ચિતરતાં જ નીચે ચિબુકની વચાળે જે લાલ તલ હતો તે ભવદેવને ખૂબ ગમતો હતો. તેના ફરતે ગોળ વલય રચવાનું મનમાં ગોઠવતા હતા. ત્યાં બહારના વરંડામાં કોલાહલ વધ્યો. ભવદેવના મોટાભાઈ ભવદત્તમુનિ બહારથી વિહાર કરીને પધાર્યા હતા. સગાં-સ્નેહીના હૃદયનો ઉમળકો મુખરિત થઈ ઉઠ્યો. પધારો...પધારો..એવા આવકારના અવાજ ગૂંજવા લાગ્યા. કોક બોલ્યું પણ ખરું, બધા સગાં-સ્વજન આવી ગયા હતા. આ એક બાકી હતા તે પણ આવી ગયા. ચાલો સારું થયું. પણ ભવદત્તમુનિના કાન આ વાક્ય સાંભળવા ક્યાં તૈયાર હતા ! તેમની આંખો તો આતુર નજરે ભવદેવને શોધી રહી હતી. પૂછી જ લીધું. ભવદેવ ક્યાં છે? ઘરના સ્વજનોએ બંધ ઓરડાના બારણે ટકોરા દીધા અને કહ્યું કે, ભવદત્તમુનિ પધાર્યા છે તમને બોલાવે છે? નાગિલાએ જ કહ્યું કે, તમે જઈ આવો. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા ૧૭૧ ભવદેવનું મન અરધી શણગારેલી નાગિલાને એમને એમ મૂકીને જવા માટે માનતું ન હતું પણ નાગિલાએ હૈયાધારણ આપી, થોડીવાર માટે જઈ આવો, હું અહીં જ બેઠી છું. કચવાતે મને, મનને ત્યાં ઓરડામાં મૂકીને શરીરથી જ બહાર ગયા. ભવદત્તમુનિને પ્રણામ કર્યા. ભવદત્તમુનિએ ભવદેવના મુખ સામે અછડતું જ જોઈ લીધું. આજુબાજુ ઘેરાયેલા ટોળાને ટાળીને તરત જ ઘરના પગથીયાં ઉતરવા લાગ્યા. તેમણે તો ભવદેવને પાતરું આપી દીધું, એ વ્હેલી આવે ઉપાશ્રયની વાટ... ! ભવદેવની સામે જોયા વિના વાત જ માંડી દીધી... સ્વજનો તો શેરી સુધી.. થોડા નજીકના જન પાદર સુધી વળાવવા આવ્યા. ભવદવ તો મન પેલા ઓરડામાં મૂકીને આવ્યા હતા છતાં ભાઇ મહારાજે આપેલું પાતરું તેઓ ન માંગે ત્યાં સુધી સામેથી કેમ અપાય! આ સુદાક્ષિણ્ય ગુણથી હૃદય રંગાયેલું હતું. મહારાજ તો એ નદી, એ આંબાવાડીયું,એ જેમાં પોંક પાડીને ખાધા હતા તે ખેતરની વાતો યાદ કરાવે છે. ભવદવ તો “હા” પાડવાની જગ્યાએ “ના” પાડે છે અને “ના” પાડવાની જગ્યાએ “હા” પાડે છે. મનમાં ગણત્રી સતત ચાલે છે. ઘરના પગથીયાં ઉતરતાં આપેલા પાત્રા વખતે શેરીનો વળાંક એ સીમા હતી. આગળ ચાલ્યા ત્યારે ભાગોળ સુધી મનને વિસ્તાર્યુ. વળી આગળ વધ્યા ત્યારે ઉપાશ્રય સુધી લઈ જશે પછી તો તેઓ પાત્રુ લઈ લેશે અને તે પછી એ જ નાગિલાના શણગારમાં રમમાણ થઇશ. મનમાં નાગિલાના કુણાશભર્યા અંગોપાંગ રમે છે તેને શણગારવાના ઓરતા રચાય છે. લજ્જાથી શરમાળ બનેલું નમણું મુખ તેને અતિપ્રિય હતું. લજ્જાથી ઢળેલા નેત્રના પોપચાંની સુરખી તેને ટીકી ટીકીને જોવા જેવી લાગતી હતી. અત્યારે એ યાદમાં મન ખોવાયેલું હતું. ત્યાં અચાનક ભવદત્તમુનિ ઉપાશ્રયમાં પેસતાં મોટે અવાજે નિસહી નિસીહી બોલ્યા અને ભવદેવનો રાગ તાંતણો તૂટ્યો. જ્યાં ગુરુ મહારાજ પાસે થઈને ભવદત્તમુનિ સમવયસ્ક મુનિઓ બેઠા હતા ત્યાં પહોંચ્યા ત્યારે એક મજાકીયા મુનિવર બોલ્યા, જુઓ, ભવદત્તમુનિ પોતાના ભાઇને દીક્ષા આપવા લઇ આવ્યા છે! For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આભના ટેકા ભવદત્તમુનિએ પહેલીવાર ભવદેવ સામે જોઈને પૂછ્યું, કેમ, દીક્ષા લેવી છે ને? આટલા બધા મુનિઓની સામે મારા મોટાભાઈ ખોટા પડે તેવું કેમ થવા દેવાય ! પેલી સીમા ઉપાશ્રય સુધીની હતી. તે ભવદત્તમુનિના જીવન સુધી લંબાવી દીધી અને “હા” ભણાઈ ગઈ ! એ “હા” કેવી હતી તે કોને જોવી હતી ! અહીં તો “હા” એ મુહૂર્ત ! રાખ હાથમાં લીધી, નવકાર ભણ્યો, લોચ કર્યો, દીક્ષા થઇ ગઇ, સંયમ પાળે છે, સામાચારીનું પાલન થાય છે. માત્ર પચ્ચખાણ પાડતી વખતે દશવૈકાલિકની સત્તર ગાથાના પાઠ વખતે એક પદમાં જુદો પાઠ બોલે છે. મૂળમાં “ર સી મર્દ નો વિ અહં પિ તીરે' , એવો પાઠ છે. ભવદેવમુનિ કહે કે, એમ ખોટું કેમ બોલાય ! એ નાગિલા મારી છે અને હું તેનો છું! એવો જ પાઠ પોતે રોજ બોલે છે. પોતાના મનમંદિરમાં પધરાવેલી નાગિલાની ત્રિકાળ આરતી ઉતારાય છે. એના મનમાં તો ઓરડામાં બેઠેલી એ જ અર્ધશણગારેલી નાગિલા છે. એક દિવસ તો એ ઉગવાનો જ હતો. બાર વર્ષે એ દિવસ ઉગ્યો. ભવદત્તમુનિ સ્વર્ગવાસી બન્યા. ભવદેવમુનિ કોઈને કશું કહેવા પણ ન રોકાયા. સીધાં જ રાષ્ટ્રકૂટનગરના રસ્તે પડ્યા. પહોંચ્યા એ ગામના પાદરમાં ! શુકન સારા થયા. પનીહારીઓએ ગામના પાદરના કૂવેથી પાણીની ગાગર ભરી માથે મૂકી ઘર ભણી ચાલતી હતી ! ક્યારેક ત્રણ...ક્યારેક ચાર... સરખે સરખી ઉંમરની જતી હતી ત્યાં એક તરૂણી જેવી માથે ઘડો મૂકી ચાલવા લાગી ત્યાં જ ભવદેવમુનિએ પૂછ્યું, “આ ગામમાં નાગિલા રહે છે, તેનું ઘર ક્યાં આવ્યું!” “તમે મારી પાછળને પાછળ ચાલ્યા આવો, હું એ ભણી જાઉં છું.” ભવદેવને હૈયે ટાઢક થઇ. હાશ ! હવે એ ઘર મળશે એ નાગિલા પણ મળશે ! એક વળાંક આવ્યો ત્યાં વળીને એક ખડકી આવી. આગળ પાણીહારીને પાછળ મુનિ ! જેવા મુનિ ખડકીમાં પેઠા એટલે પાણીહારીએ ઘડો ઓટલે મૂકીને ખડકી અંદરથી વાસી. ભવદેવમુનિ જ્યાં ઉભા હતા ત્યાં આવી મુનિની ઢાળે જ ઉભા અને બોલ્યા, “હું જ નાગિલા છું, બોલો શું કામ છે !” મુનિ તો નાગિલાને પગના અંગૂઠાથી માથાની ઓઢણી સુધી નિરખી રહ્યા. પેલી મનમંદિરમાં વિરાજિત નાગિલાની મૂર્તિ ક્યાં અને પરમ તપસ્વિની મુદ્રામાં વિરાજતી નાગિલા ક્યાં ! દેહ કાંતિથી દીપતો હતો પણ માંસ લોહી નહિવત્ હતા. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૭૩ બોલવાની શરૂઆત નાગિલાએ જ કરી તેણે મુનિને ઓળખતાં, મુનિના આશયને જાણતાં વાર ન લાગી. કેટલીક સ્ત્રીમાં સામી વ્યક્તિને માપવાની શક્તિ કુદરતે દીધી હોય છે, તેવી ભેટ નાગિલાને મળી હતી. તે પામી ગઈ. તેણે કહ્યું, “આ કાયામાં શું જુઓ છો? તમે તો સંસાર છોડ્યો, ઘર છોડ્યું, હજી મને વિસર્યા નથી? જે દિવસે તમે સંયમ સ્વીકાર્યું તે જાણ્યું તે દિવસથી મેં આયંબિલ માંડ્યા છે ! આજકાલ કરતાં બાર વર્ષની વસંત વીતી છે. મેં તો મનને વાળી લીધું. પરિસ્થિતિનો સ્વીકાર કરીને મન : સ્થિતિને ઘડીને અન્તર્મુખ બની રહી છું.” આમ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જ ખડકીનું બારણું ખખડ્યું. એક યુવાન બ્રાહ્મણ પુત્ર દાખલ થયો. નાગિલાના ઘરને અડીને જ બીજું ઘર હતું, ત્યાં બહાર ઓટલા પાસે ઉભા રહી પોતાની માને બોલાવીને કહે છે કે, “એક મોટી કથરોટ આપો, હું સુંદર ખીરનું ભોજન કરીને આવ્યો છું. તેને ઓછી કાઢવી છે, થોડી વધુ દક્ષિણા મળે તેમ છે. તેને ત્યાં થોડું જમીને પછી આ ખીર ખાઇ લઇશ.' મા કાંઈ જવાબ આપે તે પહેલાં જ ભવદેવમુનિ બોલ્યા, “અરે મૂર્ખ! આ કેવી વાત કરે છે, જે વમી દીધું છે તે ફરી ખાવા ઇચ્છે છે !' નાગિલાએ તરત તક ઝડપી લીધી. મુનિને કહે, “એને વસેલું ન ખવાય તેમ કહો છો તો તમે શું કરવા આવ્યા છો? તમે મને એકવાર વમી દીધી ને હવે આ હાડ, ચામ, માંસની પૂતળીને મેળવવા આવ્યા છો ?' ભવદેવમુનિ શરમિંદા બન્યા. વચનો સોંસરા વાગ્યા. અંદરનું મન વીંધાયું. મનની બધી જ વિચાર લહેરીઓ શાંત થઈ ગઈ ! - નાગિલા મનઃ પરિવર્તનને પળમાં પામી ગયા. કહે કે, “તમે કેવું સુંદર કામ કર્યું છે, હવે હિણું કામ કરવાના કોડ થયા છે! મારામાંથી મન કાઢીને તરત પાછા વળો, ગુરુમહારાજના ચરણોમાં માથું મૂકીને બધા પાપ આલોવીને શુદ્ધ થઇને બાકીના વર્ષો સંયમ પાળીને આત્માનું કલ્યાણ સાધો, તમે તો ઉત્તમ કૂળના છો.” ભવદેવ મુનિને કશું જ બોલવા જેવું ન લાગ્યું. એના જેવા બોલ આ અગાઉ ભવદેવના કર્ણપટ પર આવ્યા હતા પણ ત્યાંથી જ પાછા ફર્યા હતા. જ્યારે આ શબ્દો તો સીધાં હૃદયને જ સ્પર્યા અને તેમની વૃત્તિઓ ઉર્ધ્વમુખી બની, તેઓ ગુરુ શરણે જઈ સંયમી બન્યા ! ] For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪: આભનાટેકા સોનું ઊંચામાં ઊંચું - રણકાર સાદો ખેમો દેદરાણી બલવત ભટ્ટી વર્ષો પહેલાંની વાત છે. હડાળા ગામની ભાગોળે થઈ મહાજનના ગાડાં જતાં હતા. સવારનો સમય હતો. મોં સૂઝણું થયું હતું. ખેમો લોટે જઇને પાછો વળી રહ્યો હતો. દૂરથી ગાડા ભાળ્યા. બેઠેલા માણસોને જોયાં તો ઉજળાં વરણના લાગ્યા. પાસે જઈને જોયું તો મહાજનના શેઠીયાવ હતા. જય જિનેન્દ્ર' કરીને કહ્યું કે, “આમ કેણીમરથી ગાડાં હાલ્યા આવે છે !' ગાડા ખેડૂએ કહ્યું કે, “આમ પાંચાળથી આવવાનું થયું છે, ને આમ આવે દૂર જવાનું છે.” ખેમો કહે, ‘ગામમાં ઘર છે. એમ જ મહાજનનું ઘર ઓળંગીને મહાજનથી ન જવાય.' મહાજનમાંથી ઘરડા વડીલે પાઘડી ઊંચી કરીને કહ્યું કે, અમે તો મહાજનના કામે નીકળ્યા છીએ. અંતરીયાળ આમ રોકાવું ન પાલવે.” For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૭૫ ખેમો કહે, “ઘરે તો હાલો સૌ સારાં વાનાં થશે.' બધાંએ ખેમાના દીદાર જોયાને મન કચવાયું પણ ખેમાની વાણીમાં બળ હતું. અંતરની વાણી ઠેલવી મુશ્કેલ હોય છે. આગ્રહ હતો પણ દિલથી હતો. આખરે ગાડા ખેમાના આંગણે છૂટ્યા. શિરામણની તૈયારી થઈ ગઈ. મહાજનને શિરામણની ઉતાવળ નથી પણ, ઉતાવળ ખરડામાં રકમ નોંધાવાની હતી. ખેમાએ ઠંડકથી કહ્યું, “આપ બધાં નિરાંતે શિરાવો, કારવો પછી તમ તમારે જે કહેશો તે કરીશું!' ખેમાના બાપાએ આગ્રહ કરી કરીને નવકારશી પરાવી પછી સાવ સાદા લાગતા ઘરમાં નજર ફેરવતાં મહાજનને નીચે ભોંયરામાં લઈ ગયા. સોનારૂપા ઝર ઝવેરાતના કોથળાં બતાવ્યા. “જે જોઈએ જેટલું જોઈએ તેટલું લઈ લો આપનું જ છે !” આ આપણી પરંપરા છે. મહાજન તો જોઇને આભું જ બની ગયું. બધાની જીભ બંધ, આંખો પહોળી, હૈયું હરખાવા લાગ્યું - મન ચકરાવે ચઢ્યું. એક એક જણ અંદર અંદર વાત કરવા માંડ્યું. સ્વગત બોલતાં હોય તેમ જ બોલ્યા, એ તો કહે, પણ એમ થોડું જ લેવાય છે! ધણી આપે તે લેવાય! ' ખેમાના બાપે ખોબે ખોબા ઠાલવવા માંડ્યા. ખેસની ચાળ ફસકી જાય તેટલું દીધું. “બસ... બસ... ખમૈયા કરો !” બધાંએ એકી અવાજે કહ્યું ત્યારે ખેમો અને તેના બાપા થોભ્યા. મહાજને ગાડાં હવે ગામ ભણી વાળ્યા. ખેમાએ બે મજબૂત વોળાવીયા આપ્યા. ચાંપાનેર પંથકનો દુકાળ સુખેથી ઓળંગી ગયા. જૈન શ્રાવકની દિલની દિલાવરી આવી હતી અને છે... માત્ર અવસરની રાહ હોય છે. તે For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭: આભના ટેકા કરુણાજનનીના જાયાને સલામ જેસિંગભાઈની વાત પેલી ઘી કાંટા પાસે વાડી છે એ જેસિંગભાઈની....હા.... એ જેસિંગભાઇની વાત છે. બન્યું એવું કે ગાયકવાડ સરકારે વડોદરા જીલ્લાના તમામ ગામોની ગોચર ભૂમિમાં તે તે ગામના ઢોર-ઢાંખરને ચરવાનું બંધ કરાવ્યું. ત્યાં માત્ર ગાયકવાડ સરકારના પશુઓને ચરવાનું. આમ ચરિયાણ બંધ થતાં મહાજન જેસિંગભાઈ પાસે આવ્યું અને કહ્યું કે કાંઇક કરો.... ગામના ઢોર જાય ક્યાં? ચરિયાણ તો ગામનું છે. ગાયકવાડ સરકારની માતા તીરથ કરે છે તે જાણી જેસિંગભાઇ સાથે થઈ ગયા. જે ગામ જાય ત્યાંનો જમણવાર જેસિંગભાઈ તરફથી થાય. માતા કહે : આ શું ! જાત્રા હું કરું અને જમણવાર તમારા તરફથી ! જેસિંગભાઇ કહેઃ મા, આ બધું એક જ છે ને! મા પ્રસન્ન થયા, કહેઃ શું જોઈએ છે? જેસિંગભાઈ કહેઃ વડોદરા જીલ્લાના ગામોના ચરિયાણ છૂટા કરાવી દ્યો...બસ, આટલું જોઈએ છે ! " રાજમાતા કહેઃ માંગી માંગીને આ શું માંગ્યું? પછી કહે: ભલે! હા, રાજાને કહેવડાવી તરત તમામ ગામોની ગોચર જમીન ગામ માટે છૂટી કરાવી. મહાજનો ભેગાં થઈ આભાર માનવા આવ્યા તો કહે: આ તો મારો આભાર માટે માનવાનો થયો! દયાના કામ તો સામે ચાલીને કરવાં જોઈએ... પુણ્ય કમાવાની તક મળી ગણાય. મારે તો તમારો ઉપકાર માનવાનો થયો. આ લક્ષ્મી મૂંગા અબોલ જીવો માટે ખપમાં નહીં આવે તો ક્યારે આવશે? જેસિંગભાઇના હૃદયમાં દયાનો ઝરો ચાલુ જ રહ્યો. એ વહેણ સતત વહેતું રહે તે માટે આપણે પણ નાના-મોટા દયાનાં કામ કરતાં રહેવું જોઇએ. જૈનોના વૈભવ, ઐશ્વર્ય અને અમીરીનું મૂળ આ લોકોપકારમૂલક જીવદયા છે. મૂંગા અબોલ પ્રાણીની આંતરડી ઠરે અને તેમાંથી જે શુભાશીર્વાદ આવે તે ઐશ્વર્યને સ્થિર કરે છે. ] For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૭૭ હઠીભાઈનો રોટલો ઓલદોલ જીવની વાત જ નિરાળી છે. જેસર પરગણામાં હઠીભાઈ લાખેણો માણસ. વેપારી માણસ, પણ એના જેવો જીવ, આ મનખના મેળામાં મળવો દોહ્યલો ન હોય તેવું તો કેમ કહેવાય ! ખવરાવવા જમાડવાની બાબતમાં તો તેમને ક્યારેય ધરવ ન થાય ! એક ઉર્દૂ શાયરની પંક્તિ છે ને! --વો ભી વિન રે , કોર્ફ માવે તવ નિમા એ એમનું મન અને એ એમનું જીવન! એમનો રોજનો નિયમ. બપોર થાય ને જમવા ટાણે બજારેથી ઘરે જતાં, રસ્તામાં જે નજરે ચડે તેનો પ્રેમથી હાથ પકડીને ઘેર લઈ જ જાય ! ઘરવાળા પણ એવા જ પુણ્યશાળી. રસોડામાં ગરવું રોટલીથી ઉભરાતું હોય ! એ ઉપરાંત થીજેલાં ઘી લગાડેલા રોટલાની થપ્પી તો જુદી જ! હઠીભાઈને ખબર હતી કે શિરામણમાં કે વાળું વખતે તો બહુ જ ઓછા હોય; પણ જમતી વેળાએ તો મલક આખાને નોતરે. રોજ રોજ પચ્ચીસ-ત્રીસ મહેમાનની પંગત હોય જ : “ક્યાંથી આવો છો? કયે ગામ રહેવું? જેસરમાં શું આવ્યા છો?' --આવી કોઈ પડપૂછ નહીં. અઢારે આલમને આવકાર. હઠીભાઈ માટે તો અન્નદાન તે મોટું દાન ! કોણ આવ્યું; કોણ ગયું --એ - જાણવાની તે શી જરૂર? જમવામાં પણ વેરો-આંતરો નહીં. એક જ પંગતે બેસાવાનું. બધાના ભાણાંમાં એક સરખું પીરસાય. પેટ ભરીને જમાડે. જમ્યા પછી રોટલાં ને છાસ તો આગ્રહ કરી કરીને જમાડે. તો જ હઠીભાઈને ચેન પડે ! એકવાર બપોરાં કરી-કરાવીને ગામતરે નીકળ્યા હતા. ઉઘરાણી કરી ગામ પાછા વળતાં સાંજ પડી ગઈ હતી; શિયાળાની સાંજ. રાત જેવું અંધારું થઈ ગયું હતું. ઘોડો હોંશિયાર અને રસ્તાનો જાણકાર. મોડું તો ખાસું થયું હતું. હઠીભાઈ બેફિકરાઈથી ઘરભણી આગળ ધપી રહ્યા હતા. સનાળા ગામના પાદરે પહોંચે તે પહેલાં તો ચાર લૂંટારાએ આંતર્યા. ઘોડો અટક્યો નહીં, ધીરે ધીરે ચાલતો રહ્યો તેથી કરડાકીભર્યો અવાજ આવ્યો: ‘અલ્યા કોણ છે? થોભી જાવ!' નજીક આવીને જુએ છે ત્યાં મોંકળા જોઈ એક બોલી ઉઠ્યો: “આ તો હઠીભાઈ કામદાર !”નામ સાંભળતાંવેત બાળના ત્રણેય એકી સાથે બોલી ઉઠયા : “અલ્યા ભેરુ, એને નોં વતાવાય ! બે જણા સાથે રહીને એમને જેસર સુધી વળાવી આવો. જો, જો, કોઈ અડપલું ન કરે. હઠીભાઈનો રોટલો તો હજુ દાઢમાં છે.” 0 For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮: આભના ટેકા સંવેદનહીનતાની સજા રાજકુમારી સુદર્શનને મનમાં એવો મનોરથ થયો કે હું તીર્થની યાત્રા કરવા જાઉં. રાજપુત્રી હતાં. માત્ર ઇચ્છા પ્રગટ કરે એટલી જ વાર ! બધો રસાલો તૈયાર થઈ ગયો. નોકર, ચાકર, રસોઈયા અને એવા અનેક સેવકો તહેનાતમાં હાજર હતા જ. લાવલશ્કર સાથે એક પછી એક તીર્થ થવા લાગ્યાં. એક વાર એક ઘટના બની. સુદર્શન કુમારી રથમાં બેસતાં હતાં. દષ્ટિ માર્ગ પર રહે તે રીતે રથમાં બેઠક ગોઠવી હતી. એક તીર્થ છોડી બીજે તીર્થ જવાની તૈયારી થઈ હતી. એક પછી એક એમ ગામો આવતાં ગયાં. એવા એક ગામની ભાગળ બહારથી જ જે તીર્થે જવાનું હતું તે રસ્તે રસાલો ચાલ્યો. રસ્તા વચ્ચેથી એક નાગરાજ પસાર થતા હતા. એમની ગતિ સ્થિર અને સીધી હતી. પણ માણસની જાત. પોતાના ભયનો પડઘો એને સાપમાં દેખાયો. રે ! માણસ ! રસાલાની આગળ ચાલતા માણસોએ ડાંગ ઉગામી. બે-ત્રણ ફટકે તો નાગરાજને યમસદને પહોંચાડી દીધા. સુદર્શના રાજકુમારીની નજરમાં આ ઘટના બની. તેઓ જોતાં હતાં અને તેમના કર્મચારીઓએ નાગરાજની હિંસા કરી. રથના આગળના ભાગે રાજકુમારી બેઠાં હતાં. તેમની નજર માર્ગ પર હતી ને આ ઘટના બની. જોયું છતાં તેઓ કાંઈ ન બોલ્યાં. માણસોએ ડાંગ વડે ઘા કર્યા ત્યારે પણ “આવું ન કરાય” એટલું ય ન બોલ્યાં. આ ઘટના બની ત્યારે સુદર્શના કુમારીના આત્માએ પછીના ભવની ગતિ કરી અને આયુષ્યનો બંધ પડ્યો ! અને તે સમળીનો ભવ પામ્યાં. ભવિતવ્યતા સારી કે સમળીને પારધીએ તીર માર્યું અને તે તરફડતી દેરાસરના પગથીઆ પર પડી.એ સમળીને તરફડતી જોઈને કરુણાવશ મુનિ મહારાજે નવકાર મંત્ર સંભળાવ્યો. નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં નવા ભવના આયુષ્યનો બંધ પડ્યો તેમાં મંત્રના શબ્દના પ્રભાવે મનુષ્યનો ભવ પડ્યો. એટલે, વચ્ચે જે તિર્યંચ - સમળી - તરીકેના ભવનું કારણ, જ્યારે નાગની હત્યા થઈ રહી હતી ત્યારે તે મૌન રહ્યાં તે છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૭૯ યાદ રાખી લેવા જેવો પ્રસંગ છે અને ઉપદેશ છે. હિંસા કે આતંક નજરે દેખાય ત્યારે, ભાઈઓ ! આ શું કરો છે? આવું ન કરાય! એટલું તો અવશ્ય કહેવું જોઈએ. આવા સમયે મૌન રહેવું એ પણ સંમતિ સૂચક છે એમ ઉપરના પ્રસંગથી પ્રમાણ થાય છે. એવું ન થાય અને હિંસા અટકે એવી ભાવના હશે તો જ સંવેદના જીવતી રહેશે. ] બને સ્થિતિમાં મઝા જ મઝા વિશાળ વનરાજિથી વિંટળાયેલી ટેકરી ઉપર એક બાવાજી રહેતા હતા. સાત આઠ વિદ્યાર્થીને ભણાવતા હતા. વિદ્યાર્થીઓ જ જંગલમાંથી સૂકાં લાકડાં વીણી લાવી રસોઇ કરીને બધાને જમાડતા હતા. એક દિવસ ભણનાર છોકરાઓએ આવીને સમાચાર આપ્યા કે, ગુરુજી, ગુરુજી ! સાત-આઠ ગાય ક્યાંકથી ફરતી ફરતી આવી ગઈ છે.” ગુરુજીએ કહ્યું, “ભલે! ત્યાં જ સ્ટેજ બાંધીને છાંયડો કરી દ્યો. માતાજી સુખે સુખે ત્યાં રહી શકે.” તે પ્રમાણે છાંયો કર્યો. ગાયો નિરાંતે રહેવા લાગી. દૂધ મળવા લાગ્યું. દહીં, ઘી થવા લાગ્યા. બધો પરિવાર મઝામાં આવી ગયો. દિવસો સુખમાં વિતતાં હતા. ત્યાં એ જ છોકરાઓ ભેળાં થઇને આવ્યા. ગુરુજીને કહેવા લાગ્યા. ગુરુજી, ગુરુજી ! એ બધી ગાયો ક્યાંક ચાલી ગઈ ! ગુરુજી કહે, “ચાલો સારું થયું, ગોબર સાફ કરવું મટ્યું.” ભણતાં વિદ્યાર્થીઓએ કહ્યું, “ગાયો આવી ત્યારે આપે કહ્યું કે ગોરસ મળશે અને એનો માલિક એ બધી ગાયોને લઈ ગયો તો આપે કહ્યું કે ગોબર સાફ કરવું મટ્યું. તો બન્ને અવસ્થામાં આપને સારું જ દેખાય છે? ગુરુજી કહે, “હા, ભણતરનો સાર જ આ છે ને. નજર એવી ટેવાઈ જાય કે સારું હોય તે જ નજરે ચઢે. અને જે જુએ તેમાંથી સારું શોધી કાઢે.' આપણને સારું જોવા જ આંખ મળી છે. તેની સાર્થકતા તેમાં છે. જોવું છે તો સારું જ જોવું. 3 For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦: આભના ટેકા ‘દિવસ - આ શબ્દનો અર્થ કેટલો વિસ્તરી શકે? વાત જસદણના આલા ખાચરની છે. આલા ખાચરના હૃદયમાંદાનની પાતાળગંગા સમી સરવાણી સતત વહેતી રહેતી હતી. યાચક આવ્યો નથી અને દાન દીધું નથી! સહજ રુચિવાળા જીવ જ્યારે દાન આપે ત્યારે લેનારને એનો ભાર લાગતો નથી અને દેનારનો હળવો થાય છે. આલા ખાચરની દાન-સરવાણી નદીનું રૂપ ધારણ કરે, આગળ વધતાં એનો ધોધ રચાય ત્યારે રાજ્યના દીવાનને ચિંતા થાય જ થાય! આમને આમ સતત દાનપ્રવાહ ચાલુ રહેશે તો તિજોરીનું તળિયું આવી જશે. રાજ કેમ ચાલશે? એકવાર એકાંત જોઈને દીવાને ઇશારો કર્યો : બાપુ! હવે તો હાઉં કરો ! આ તો વાચકો છે. રોજ-રોજ આવ્યા કરશે. આપ આપો છો એટલે આવે છે. બાપુ કહેઃ યાચક આવે છે એટલે હું આવું છું. દીવાન કહે : એ તો ગોળ છે તો માખી આવે જ ને! બાપુના સ્વભાવમાં દાન આપવાનું વણાઈ ગયું હતું. સ્વભાવને કારણની શી જરૂર? આપ્યા વિના ચેન ન પડે તેવો સ્વભાવ હતો. એક રાત્રે ડાયરો બરાબર જામ્યો હતો. છેક મોડે સુધી ચાલતો રહ્યો. છેવટે બગાસાએ તેડું મોકલ્યું અને ડાયરો વિખરાયો. આછાં અજવાળાં વેરતા દીવા ટમટમતાં હતાં. બાપુએ દીવાનને નજીક બોલાવ્યા: અહીં આવો તો ! જુઓ, આ શું છે? સેવક પાસે કપડું આવું કરાવ્યું જોયું તો ગોળનો રવો ! : બાપુ ! ગોળ છે ! આલા ખાચર કહે તો માખી કાં નથી? દીવાન કહે: એ તો દિવસ હોય ત્યારે આવે ! બાપુએ આ સાંભળતાં જ કહ્યું હું પણ એ જ કહું છું. મારા પણ દિવસો છે, તો યાચકો આવે છે! ચતુર દીવાન મર્મ સમજી મૂછમાં મરકી રહ્યા. બાપુને મનોમન પ્રણામ કર્યા. (‘આલા' અરબી ભાષાનો શબ્દ છે. “અવ્વલ” શબ્દ પણ એમાંથી બન્યો. આલા એટલે મોટો. આલા ખાચરે આ નામને પણ શોભાવ્યું !) a For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૮૧ બંધ સમય ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ સલૂણા ઉનાળાના દિવસો હતા. સૂરજના કિરણો ન'તા દેખાતા પણ લાવારસ ફેંકાતો હોય તેવું લાગતું. બપોરનું ભોજન જેમતેમ પૂરું કરી નરનારી બધાં ઉદ્યાનનો આશરો લેવા દોડી જતાં. એમાં ધનકુમાર અને ધનવતી પણ હતા. તાજાં તાજાં પરણેલાં હતા. ઉછળતી યુવાની હતી. આકરા તાપથી બચવા ધનકુમારે એક લતામંડપની શીતળ સુખદ છાયામાં શરીર લંબાવ્યું હતું. ધનવતી પણ પાસે જ બેઠાં હતા. બળબળતો ઉનાળો અને બપોરના એક વાગ્યાનો ધોમ ધખતો તાપ. બગીચા બહારના રસ્તા પર જતાં એક કૃશકાય મુનિરાજને ચક્કર આવ્યાં અને પડી ગયા. ધનવતીએ આ જોયું અને ધનકુમારને ત્વરિત મોકલ્યાં. ધનકુમાર અને અન્ય એક યુવાને મળી બેશુદ્ધ મુનિરાજને સરખી રીતે બગીચામાં લાવી સુવરાવ્યા અને શીતોપચાર કરી શુદ્ધિમાં આપ્યાં. મુનિરાજના પગમાંથી કાંટા ખેંચી કાઢ્યા. લોહી વહેવા લાગ્યું. ધનકુમારના મનમાં ભક્તિની સરવાણી ફુટી. હૃદય દ્રવી ગયું. લોહીલૂહાણ પગમાં ચીરા પડેલાં જોઈ ધનકુમારે વિનિત સ્વરે પૂછ્યું : આ શું? પગ કેમ કરી ધરતી પર મૂકાય છે?' મુનિરાજે સહજ સ્વરે કહ્યું: “આ તો વિરામ સંભવતા વિહાર કરીએ તો આ બધું થાય. ખેદ છે તે તો આ જન્મમરણનો છે, એ દૂર થાય તેની ચિંતા છે.' ધનકુમારના મનમાં તો મુનિરાજની નિર્વેદવાણી સાંભળીને અજવાળા પથરાયાં. રાગદ્વેષની નિબિડ ગ્રંથી ભેદાઈ, સમકિત મળ્યું. આપણે કર્મ ઉદયમાં આવે ત્યારે રડીએ છીએ અને મુનિવરો કર્મના બંધ સમયે જ રડે છે અને ચેતે છે. આ ધનકુમારને નેમિનાથ ભગવાનનો જીવ અને ધનવતી તે રાજમતીનો જીવ. મુનિ મહારાજની સેવા સમકિત આપે છે. તે ગરનાર તીર્થ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨: આભના ટેકા પ્રભાવના વારંવાર બાજુવાળા ભાઈને પૂછું છું કેમ! પૂજારીભાઈ દેખાતા નથી ? ક્યાં ગયા હતાં? સાસરે મજા કરી આવ્યા લાગો છો ! જુઓને ! મોં પણ લાલ-લાલ થયું દેખાય છે ! તમે ગમે તે કહો. નહાયાના વાળ ને ખાધાના ગાલ છાનાં ન રહે! હવે તો બોલો? હું જ એકી શ્વાસે બોલ-બોલ કરું છું. મોંમાં મગ તો નથી ભર્યા ને? અરે ભાઈ ! હું બોલું છું. મને બોલવા તો દો! જુઓ તમને ખબર તો હશે કે, કે.પી.સંઘવીના પાવાપુરીમાં પ્રભુજી ગાદીએ બેસવાના હતા એનો મોટો ઓચ્છવ હતો, બરાબર ! ત્યાં આપણાં સિરોહી પટ્ટાનાં બધાં મંદિરના પૂજારીઓને બોલાવ્યા હતા. જમાડ્યા. રાખ્યા. પછી બધાને મોટા-મોટા કવર આપ્યાં !” એમ ! ઘણું સારું કહેવાય ! સૌથી વધુ સારું એ કહેવાય કે, અમારા એક સાળા પણ સાથે આવ્યા હતા. તેઓ ઠેઠ જાલોર તરફના ગામમાં પૂજા કરે છે. આમંત્રણ ન હતું. જોવા આવ્યા હતા. તેમને પણ ખાલી હાથે જવા ન દીધા!” અરે ભાઈ ! બધી વાત તો સાંભળી. પણ તમે મગનું નામ મરી તો પડો? આપ્યું શું? આપ્યું શું એ પૂછો છો? અમને બધાને કવર આપ્યું.” અરે ભાઈ મારા ! કવર તો બરાબર છે પણ એ કવરમાં શું ભર્યું હતું એ તો પ્રકાશો! કહું, કહું !' કહેતાં તો પૂજારીનું મોં આખું ભરાઈ ગયું : “પૂરા અગીયાર હજાર !!” તમારા હાથમાં પહેલીવાર આટલા રૂપિયા આવ્યા હશે ! For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ આભના ટેકા: ૧૮૩ હા! વાત સાચી છે, ભાઈ ! કુદરતે પણ મુઠ્ઠી વાળીને નહીં પણ ખોબા ભરી-ભરીને આપ્યું છે ! અને આવા બધાને આપ્યું તે પ્રમાણ! આપણે તો ભાઈ ! ન્યાલ થઈ ગયા ! જૈનો આટલા ઉદાર હોય છે તે પહેલીવાર જાણ્યું. મને પાંત્રીસ વર્ષ થયા. મારા બાપા પણ આ જ મંદિરમાં પૂજા કરતાં. હું વીસ વર્ષથી પૂજા કરું છું. ઘણાં શેઠીયા મળ્યાં પણ કે.પી. શેઠથી હેઠ. મારો ભાઈબંધ આ બાજુના ગામના મંદિરમાં પૂજા કરે છે તે કહે : હું ભગવાનને નવરાવું, ઘણીવાર એમ ને એમ રાખ્યું પણ આજે મારા વિચાર બદલાયા છે. હવેથી સરસ રીતે પૂજા કરીશ, દેરું ચોખ્ખું રાખીશ. આપણાં માટે આ બધા આટલું કરે તો આપણે પણ સમજવું જોઈએ ને !' સરસ ! સરસ ! પ્રભાવનાનું ફળ મળી ગયું! પણ એ તો કહો ! તમારા સાળાને શું મળ્યું? ‘તે બધાને પૂરા અગીયાર સો રૂપિયા મળ્યા !” એમ ! બહુ સારું કહેવાય ! છે હજી આ પૃથ્વી પર આવા રતન ! કહેનારાએ કહ્યું જ છે : વહુરત્ના વસુંધરા ચાલો મજા આવી ! ] - પાવાપુરી - રાજસ્થાન For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪: આભના ટેકા અભ્યાસ નોંધ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internationa For Personal & Private Use Only www.elben