________________
૨૬ : આભના ટેકા
હિંસા કરવા ગયો અને તેના ક્રૂર પરિણામના કારણે તો સિંહ થયો છું! આ સ્મરણ થતાં મનમાં શરમિંદો બન્યો.
પ્રભુએ આ જોયું. એનો જીવ જરા શાન્ત થયો જાણી તેને હિતકારી વચનો કહ્યા : હે બ્રાહ્મણ ! હવે શાન્ત થા. ગયા ભવમાં તું મુનિ મહારાજને હણવા દોડ્યો હતો. આ ભવમાં પણ હમણાં તું તીર્થંકરને હણવા આવ્યો. તને આ શોભે છે?
સિંહના મનમાં જાણે ચંદનનો શીતળ લેપ થયો ! સારું લાગવા માંડ્યું. વચનની સવળી અસર થતી જોઈ પ્રભુએ આગળ વાત ચલાવી : જીવોની હિંસા છોડી દે; દયાથી હૃદયને ભરી દે; ધર્મથી મનને રંગી દે; મનમાં ખેદ પામ્યા વિના તીર્થની આરાધના કર. --આ બધા વચનોથી તેના મનનું અંધારું ગયું. અજવાળું પથરાયું.અંતરંગ પરિવર્તન માટે આવા થોડા શબ્દો પણ ઘણીવાર કામ કરી જાય છે. મર્મવેધ થવો જોઈએ.
પ્રભુ ત્યાંથી સ્વર્ગગિરિ ગિરિરાજ પર આરૂઢ થયા. સિંહ તો હવે પ્રભુનો સેવક બની ગયો. પ્રભુ જાય ત્યાં જવું. પ્રભુ રહે ત્યાં રહેવું. પાછળ-પાછળ ચાલતો રહ્યો. પ્રભુએ પાછળ આવતા સિંહને જોઈને તે જીવ પર અનુગ્રહ કરીને કહ્યું ઃ સર્વ પ્રાણી ઉપર સમભાવ ધારણ કરીને તું અહીં રહે. આ ક્ષેત્રના પ્રભાવથી અહીંથી જ તને સ્વર્ગગતિ મળશે. પછી એકાવતારી દેવ થઈને તું મોક્ષે જઈશ.
Jain Education International
આ સાંભળી તેને ભીતરમાં ઘણી શાંતિ થઈ. તેના પર પ્રભુની કરુણાનો અભિષેક થયો. પ્રભુની આજ્ઞાને હૃદયમાં અને મસ્તક ઉપર વહન કરતો અને પ્રભુનું ધ્યાન ધરતો સિંહ ત્યાં જ રહ્યો. મનને દયાથી ભીનું-ભીનું બનાવીને શાન્ત મનવાળો થઈને રહ્યો. શુભ ધ્યાનથી આયુષ્યને અંતે તે સ્વર્ગલોકને પામ્યો; દેવ થયો. તીર્થની સેવા કદી
For Personal & Private Use Only
www.jainelibrary.org