________________
૨૪: આભના ટેકા
C]y[SWT] UKWYwNDHYPTS
Warranhahta ha
પ્રભુજીની પ્રશાંત વાણી સાંભળી; જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ સમક્ષ દેખાયો ! એ વાણી પર વિશ્વાસ વધ્યો. મન લજ્જિત થયું. બે હાથ જોડી, લલાટે લઇ જઇને કહેવા લાગ્યા : પ્રભો ! આપે મહાઉપકાર કર્યો. મારા જીવનરથને ઉન્માર્ગે જતાં અટકાવીને સાચે રસ્તે વાળ્યો. રાતભરનો ઉદ્વેગ લઈને હું આપની પાસે સંયમનો ત્યાગ કરવાનો વિચાર લઈ આવ્યો હતો. આપની કરુણાએ કમાલ કરી. સંયમત્યાગની વાત તો વિલાઈ ગઈ, સાથેસાથે દેહની મૂછ ત્યાગવા માટે મન તૈયાર થઈ ગયું. આવા પવિત્ર મુનિવરોના ચરણ વડે, કે કોઈના પણ વડે મારા શરીરને સ્પર્શ થાય કે ઠેબે ચડે, ચગદે તો પણ મનમાં દુર્થાન નહીં કરું; કશી દરકાર નહીં કરું. આવો અભિગ્રહ આપો ! આજે આટલી કૃપા કરો !
પ્રભુએ પ્રસન્નવદને પચખાણ આપ્યા. પ્રભુના ઉપકારને વાગોળતા વાગોળતા મેઘમુનિ સ્થાને આવ્યા. ચિત્તવૃત્તિઓનું ગંગાસ્નાન થયું હતું !
દીક્ષાની પહેલી જ રાત્રે થયેલા અનુભવથી મનમાં તુમુલ યુદ્ધ થયું, મન સંયમ ત્યજી દેવા સુધી પહોંચ્યું. આ કુવિકલ્પ આવ્યો એ સાચું પણ એ કાળા વાદળમાં રૂપેરી કોર એ હતી કે પ્રભુમાપૃચ્છસ્ય ગુમાસ્વામિ (પ્રભુને પૂછીને ઘરે જઈશ) આવા કામમાં પણ પ્રભુને વચ્ચે રાખ્યા તે તેઓની ઉત્તમતા. તેથી તે બચ્યા. જીવનની બાજી હારવાના કિનારે પહોંચ્યાં હતા તેમાંથી આખી બાજી જીતી ગયા ! જે દેહને કારણે સંયમમાં અપ્રીતિ થઈ હતી તે દેહને જ વોસિરાવ્યો. દેહની મમતાનું વિસર્જન કર્યું. શરીરને વિવિધ તપશ્ચર્યામાં ગાળી દીધું. પાપવૃત્તિઓ વિખરાઈ ગઈ. માત્ર બાર વર્ષનો સંયમ પર્યાય પાળી અનુત્તરમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં જઈ સકલકર્મનો ક્ષય કરી મોક્ષમાં વિરાજમાન થશે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org