SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકાઃ ૨૩ ઠેસ વાગી? ધૂળ અને રજથી શરીર અને સંથારો ભરાઈ ગયો ? વત્સ ! તમે તો ઉત્તમ કુળના છો. આટલું સહન કરવામાં કંટાળી ગયા ! ગયા ભવમાં તો તમે કેટ-કેટલું સહન કર્યું હતું ! આ તમારો મનુષ્યભવ છે. ત્યારે તો તમે હાથી હતા. વનમાં વારંવાર લાગતાં દાવાનળથી તમને ખૂબ જ ડર લાગતો. એથી બચવા માટે તમે જાત મહેનતથી એક વિશાળ માંડલું બનાવ્યું. એમાં એક પણ તણખલું ન રહે તે માટે ત્રણ-ત્રણ મહિને તમે સ્વચ્છ કરતાં. કાળને કરવું ને દવ લાગ્યો. ભયભીત થયેલાં વનનાં બધાં જ પશુ-પ્રાણીઓ ત્યાં તમારે આશરે આવી ગયા. સંકડાશ તો ખૂબ પડી પરંતુ તમારી ઉદારતાએ સહુનો સુખ-દુ:ખે માંડલામાં સમાવેશ થઈ ગયો. કોઈ હલી-ચલી શકે તેટલી પણ જગ્યા ન રહી. તેમાં તમારા એક પગને સહેજ ખજવાળવા એક પગ ઊંચો કર્યો. ખજવાળીને જેવો પગ પાછો જમીન પર મૂકવા ગયા ત્યાં પગ તળે પોચો-પોચો સ્પર્શ થયો. વળીને જોયું તો પગ મૂકવાની જગ્યાએ સસલું હતું ! તમારા મનમાં શુભ વિચાર આવ્યો : ભલે રહ્યું ! હમણાં દવ શમી જશે પછી તો પગ નીચે મૂકી દઇશ. અત્યારે તમે શું સહન કર્યું છે ! ગયા ભવમાં તે જે સહન કર્યું તે જાણો ! અઢી દિવસ પછી દવ શમ્યો. બધા પશુઓ વનમાં દોડી ગયા. ઊંચો રાખેલો પગ નીચે મૂકવા ગયો પણ જકડાયેલો પગ નીચે ન મૂકી શકાયો. ભારેખમ શરીર નીચે પટકાયું. ભૂખ્યો-તરસ્યો ત્યાં પડ્યો છતાં તારું મન ન દુઃખાયું. અહીં માત્ર એક રાતમાં તારા શરીરને આવા પરમ તપસ્વી મુનિવરોના ચરણ અડ્યા ને મન દુઃખાયું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy