________________
૭૨: આભના ટેકા
રમૂજમાં પણ ઊંડો અર્થ છુપાયેલો હોય! એવું જ એકવાર તેમના મનમાં સૂઝયું.
થરાદના આભૂશેઠની સાધર્મિકભક્તિનાં ચોમેર અને ચાર મુખે વખાણ થતાં સાંભળેલાં. ઝાંઝણશેઠના હૈયે આ વાત ન ચી. ન.. ના... એવું તે હોય? લોકો તો વાત જોડી કાઢતા હોય છે. વળી એમાં મીઠું અને મરચું પણ ગાંઠનું ભભરાવતા હોય છે ! આની તો ક્યારેક પરીક્ષા જ કરવી જોઈએ. આભૂશેઠ છે. તો સજ્જન, ભલે થઈ જાય ! “છેડ્યા ભલા સુજાણ” એ ન્યાયે એક દિવસ : નક્કી કર્યો. પરીક્ષા કરવી તો પાકી જ કરવી. ટિપણામાં જોઈ ચૌદશનો દિવસ લીધો. માંડવગઢથી નીકળી ચૌદશની સવારમાં થરાદના પાદરમાં પહોંચાય એમ ગોઠવ્યું, અને આવા એકલા તો હોય નહીં. એ તો નીકળે અને એની પાછળ ચાલનારો સંઘ આવી મળે ! પૂરા પંદરસો જુવાન તૈયાર થઈ ગયા.. પાંચસો – પાંચસો જુવાનોના જુથ એક પછી એક ત્યાં પહોંચે તેમ પ્રયાણ કર્યું. ' બધા ઘોડે ચડીને નીકળ્યા. એક કાફલો પહોંચે પછી બીજો અને પછી ત્રીજો - એમ ઠરાવ્યું. બરાબર ચૌદસે જ થરાદમાં દાખલ થયા. દેરાસર શોધ્યું. દેવદર્શન કર્યા. ચાર-પાંચ સ્તુતિઓલલકારી બાજુમાં જ પૌષધશાળા આભૂશેઠ પશ્મીનો પૌષધ ઉચ્ચરીને રહેલા. તેમણે આવા એક સાથે મોટી સંખ્યામાં મોટા અવાજે સ્તુતિ કરતા ઘણા બધા જુવાનોને જોયા. વિચાર્યું : આ બધા તો પરગામથી આવ્યા લાગે છે. મારા ગામના અતિથિ તે મારા અતિથિ. પરોણા તો ક્યાંથી આવે ! કહ્યું છે ને ચઢતા દિનનું પારખું, નિત આવે મહેમાન. ભલે, ભલે.
જુવાનો મસ્તીના તોરમાં રંગમંડપની બહાર આવ્યા. આભૂશેઠે પ્રણામની મુદ્રા ધારીને પૂછ્યું: સંઘ પધાર્યો તો ભલે પધાર્યા. કિયા મુલકથી પધાર્યા છો?
સાથી જુવાનડાને તો ઝાંઝણની ચાલની કાંઈ ખબર નહીં ! એ તો એની આંગળીએ આવેલા. જવાબ આપ્યો : આમ દૂર માળવામાં માંડવગઢ છે ત્યાંથી આવ્યા છીએ.
ભલે, તો આજે તમે બધા મારા પરોણા.” મંડળીના નાયક ઝાંઝણ બહાર આવી ખોંખારો ખાધો. લલાટના તેજથી અંજાયા વિના જ પૂછી લીધું: “આપ જ આભૂશેઠ ?'
હા ભાઈ હા !” પ્રણામની લેવડ-દેવડ થઈ ને આભૂશેઠે નોતરું દીધું. “આજે અમારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org