________________
આભના ટેકા: ૭૧
સાધર્મિકવાત્સલ્ય આભૂશેઠનું તો રાજ્યવાત્સલ્ય મંત્રીશ્વર ઝાંઝણનું
પર્વાધિરાજ પર્યુષણાના કર્તવ્યમાં જે સાધર્મિક વાત્સલ્યનું સ્થાન છે તે ગૃહસ્થોને માટે ઘણું મહત્ત્વનું છે. તેના લાભ વર્ણવતાં યાવત્ તીર્થંકર પદવીની પ્રાપ્તિ જણાવી છે. આ ગુણના પાયામાં ઔદાર્ય જોઈએ. હૃદયની વિશાળતા વિના તે સંભવે નહીં. આ ગુણ તેની પરમ અને ચરમ કક્ષાએ સિદ્ધ થયેલો વિરલ વ્યક્તિમાં જોવા મળે છે. તે પૈકીનું એક નામ મધ્યકાળમાં આભૂ સંઘવીનું છે. અને બીજું નામ મંત્રીશ્વર ઝાંઝણનું છે. આજે આ બે મહાપુરુષની થોડી વાતોને વાગોળવી છે.
વિક્રમની ચૌદમી સદીના જૈન શ્રમણોપાસકોના ઇતિહાસના પૃષ્ઠો પર નજર ફેરવીએ તો તરત જે પહેલાં દશ નામો નોંધવાનું મન થાય, તેમાં મંત્રીશ્વરઝાંઝણનું નામ તો પહેલા પાંચમાં સમાવવું પડે, કારણકે એક વ્યક્તિમાં એક સાથે વિરલ ગુણોનું દર્શન દુર્લભ હોય છે. તે જેવા સાહસિક હતા તેવા જ તે ચતુર હતા. જેવી ચતુરાઈ હતી તેવી જ ઉદારતા હતી. એ ઉદારતાને શોભાવે તેવું અણીશુદ્ધ શીલ પણ હતું. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે શ્રાવણ મહિનો, સુદી પક્ષ, સાતમ તિથિ અને સોમવાર આ ચારે ભેગા ક્યારે થાય ! ઝાંઝણશેઠમાં આ ચારે એક સમયે મળ્યા હતા.
માતા પ્રથમિણી અને પિતા પેથડના સુભગ સંસ્કારોનું દર્શન અહીં થતું હતું. કહેવાય છે કે ભદ્રિક પિતાનાં સંતાન ચતુર હોય છે અને શીલવંતી માતાનાં સંતાન શીલ સૌભાગ્યથી શોભતાં હોય છે. એ અહીં તાદશ્ય થયું હતું. આભિજાત્યથી ઓપતું વ્યક્તિત્વ સર્વત્ર સુવાસ ફેલાવતું હોય છે. કદાચ કર્મયોગે વિપત્તિમાં ઘેરાઈ જાય તો પણ તેની સુવાસ અકબંધ હોય છે - - કાંટા વચ્ચેના ગુલાબની જેમ !
ઝાંઝણ જ્યારે જુવાન હતા ત્યારે નવાં નવાં પુષ્કળ કૌતુક કરતા. તેમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org