________________
આભના ટેકા : ૧૪૩ વ્યાધિને જોયો, ચિકિત્સા માટે કર્યું ઔષધ કામયાબ નીવડશે તેની દિવસરાત મથામણ કરી. પણ તેનો ઉપાય શું? દિવસે તપાસે. વળી રાતે પણ તપાસે. એમ તપાસતાં રહ્યા !
રોગ જ એવો વિચિત્ર હતો કે સૂર્યાસ્ત થાય ને જીવડાં રોમરાજીની નજીક આવી જાય. હવળ-હવળ થાય. અકળામણ તો એવી થાય કે ક્ષણ માત્ર ઊંઘ ન આવે. ચિત્ત બેચેન બને. સાથે અનુભવી વિદ્યાર્થીઓને લઈ આવ્યા હતા તે બધાની સાથે રોગની ચર્ચા વિચારણા કરે. રોગ પકડાયો. નિદાન થયું. અટંગહૃદય અને ચરકસંહિતામાંથી પાઠ મળ્યો. ગ્રંથમાં જેવું વર્ણન હતું એવા જ લક્ષણો રાજાના રોગમાં જોવા મળ્યા. પણ... નિવારણ માટે ઔષધ, પથ્ય, અનુપાન વગેરેની વિચારણા કરતાં જ કુશળ ચિકિત્સક મૌન થઈ ગયા ! એક શબ્દ પણ કેમ કરી ઉચ્ચારવો?
છેવટે તો રાજાને ન ગમતી વાત તો કહેવી જ પડશે. આનો કોઈ વિકલ્પ જ નથી. પહેલા રાજાના તંત્રીમંડળને અને પછી રાજાસાહેબને, મન કઠણ કરી કહી દીધું કે આ મહારોગનો ઉપચાર અમારી પાસે નથી તેથી અમે જઈએ છીએ. વૈદ્યરાજ તો ચિત્તોડથી જેવા આવ્યા હતા તેવા, પાલખીમાં બેસી પુનઃ પાટણથી ચિત્તોડ પહોંચી ગયા.
ચિત્તોડના મહારાણા કરણસિંહ વાટ જોઈને જ બેઠાં હતા. એમને વિશ્વાસ હતો. રાજવૈદ્ય તો વૈદ્યકળામાં નિપુણ અને નિષ્ણાત છે. મિત્રરાજાને જરૂર સાજા-નરવા કરી દીધા હશે એવા ખ્વાબમાં જ હતા! પણ રે દેવ ! વૈદ્યરાજે આવીને કહ્યું એ મહારોગ છે. તેનો ઉપાય અમારી પાસે નથી. જે ચીજ અશક્ય હોય તે તેના સ્વરૂપે કહેવી પડે જ.
આ બાજુ સ્વજનવર્ગ, મંત્રીમંડળ, રાજ્યના વરિષ્ઠ શ્રેષ્ઠીઓ સાથેની મસલતના અંતે નક્કી કરવામાં આવ્યું કે પાટણથી નજીક સિદ્ધપુર છે. સિદ્ધપુરના કાંઠે સરસ્વતી જેવી પવિત્ર સરિતા વહે છે. નદી તો લોકમાતા છે. ત્યાં જઈ દેહ ગાળી દેવો.
લાવલશ્કર સાથે રાજા સિદ્ધપુર જવા ઉપડ્યા. નગર આખું ડૂસકે ચડ્યું છે. રાજાના અંતઃપુરની રાણીઓનાં તો આંસુ સૂકાતા નથી. કેવું બની ગયું ! રાજ્ય રાજા વિહોણું બનશે. આ તે શું થયું ! રોગ હોય તો તેના કારણ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org