________________
૧૫૦ઃ આભના ટેકા
ક્યારેક વાતના બે શબ્દો વચ્ચે મીન હોય છે તો ક્યારેક બે વાતની વચાળે મૌન હોય છે. અલબત્ત, આ મૌનમાં મીઠાશ હતી. અકળામણ ન હતી. મીઠી મુંઝવણ જેવું લાગ્યું એટલે તેનો અંત લાવવા માટેની શરુઆત જમનાદાસભાઈએ જ કરી : શું વિચારણા છે ! બોલો તો રસ્તો થાય.
શ્રાવિકા બોલ્યા : તમે તો મને હંમેશા હથેળીમાં રાખી છે, તેથી હું સમજુ છું કે તમે મને સોનેથી મઢવા તૈયાર છો પણ મારું મન માનવું જોઈએ ને!
આ વાક્યનો મર્મ પામતા જમનાદાસને વાર લાગી. વળી આ શબ્દોએ વાતાવરણને ગંભીર સ્વરૂપ આપ્યું હોય તેવું લાગ્યું. પાડોશીને તો આ બધું બીજી ભાષામાં બોલાતું હોય તેવું લાગ્યું !
ભારેખમ વાતાવરણ અને વળી તેમાં મીન ! હવે જમનાદાસભાઈને મૌનમાં છીંડુ પાડવાનું કાર્ય કરવું પડ્યું. કહ્યું : તમે બોલોને! તમારું મન વધે તે પહેલું કરીએ.
શ્રાવિકાને થયું તેમનું મન તૈયાર તો લાગે છે. છતાં રણકાર સાંભળવાની ઇચ્છા થઈ આવી. કહ્યું : હું હમણાં કહું પણ, હા, ના, તો નહીં થાય ને! જમનાદાસ કહેઃ તમે કહો તે સોળ આની. કારણ પૂછવામાં પણ નહીં આવે ! હવે તો બોલો!
શ્રાવિકાએ મનમાં હતા તે બધા ભાવ ચહેરા પર લાવી કહ્યું : જુઓ! તમારે ઘરેણાં ઘડાવવા હોય તો પહેલાં મારા પ્રભુજીના જ ઘડાવો. પછી બીજી બધી વાત!
જમનાદાસ તો રાજીના રેડ થઈ ગયા : અમારી હા ! બોલો હવે તો તમારા નક્કી ને!
હસુ-હસુ થતાં શ્રાવિકા બોલ્યાં: એ પછી પહેલાં પ્રભુજીના શરુ કરાવો.
વળતે દિવસે સોની આવ્યો. પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજાના બધા જ દ્રવ્યો ઉત્તમ ઉત્કૃષ્ટ અને ઊંચામાં ઊંચી જાતના બનાવવાનું નક્કી થયું.
સાવ નક્કર સોનાનાં એ ધૂપીયું, દિવાનું ફાનસ એવા બન્યા કે તેના કાચ સીધાં બેલ્જયમથી ઑર્ડર અનુસાર આણવામાં આવ્યા. આજે પણ છે. અન્ય ઉપકરણોમાં મોટી સરખી થાળી, સોના વાટકડી, ચામર, પંખો, બધું જ વજનદાર અને નકશીભર્યું તૈયાર થયું. તમે કુતૂહલ ખાતર પણ તેના જોડે સરખાવવા શોધ કરો તો પણ બીજેથી તે જડે કે કેમ ! --તે પ્રશ્ન છે. પ્રભુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org