________________
૬૦: આભના ટેકા
પ્રદીપ્ત થતો હતો...
હવે, ક્ષણ પછી આ શું કરશે તે કેમ જણાય ?
ખરાબ કામ જેટલું આછું ઠેલાય એટલું સારું. એવા કામને ઠેલવા માટે પહેલું કામ કાળક્ષેપ કરવાનું જરૂરી છે. મનમાં આવા ભાવ રાખીને મદનરેખાએ વિદ્યાધરને કહ્યું કે નંદીશ્વર તીર્થની યાત્રા કરવાની મારી ભાવના છે. વિદ્યાધરે વિચાર્યું - પછી તો મારા હાથમાં છે જ. ‘ભલે' કહીને નંદીશ્વર તીર્થે લઈ આવ્યા. દર્શન વંદન કર્યા પછી, આ મણિપ્રભ વિદ્યાધરના પિતા મનિચૂડ વિદ્યાધરે દીક્ષા લીધી હતી તે મનિચૂડ મુનિરાજ પાસે ધર્મોપદેશ સાંભળવા સૌ બેઠાં.
જ્ઞાનના પ્રતાપે પોતાના પુત્રના મનનો આશય જાણી, પરસ્ત્રીગમનના પાપથી શું નુકશાન થાય તે વર્ણવ્યું. આ સાંભળી મનિપ્રભ વિદ્યાધરના વિચાર પલટાયા. વિનમ્રતાથી ઊભા થઈ એણે મદનપ્રભાને ‘મિચ્છા મિ દુક્કડમ્’ કરી ક્ષમા માંગી કહ્યું : હવે તમે મારા બહેન છો, હું તમારી શી મદદ તે કહો.
મદનરેખાએ કહ્યું : તમે મારા પર અનહદ ઉપકાર કર્યો છે. મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવી. તમે મારા પરમ બાંધવ છો.
પછી સામે બિરાજમાન મુનિરાજને વિનીત સ્વરે પોતાના નવજાત શિશુનો વૃત્તાંત પૂછ્યો. મુનિ મહારાજે કહ્યું : મિથિલાપુરી નગરીના રાજા પદ્મરથ પોતાની રાણી પુષ્પમાલાને એ બાળક અર્પણ કર્યું છે. તારું આ બાળક અને રાજા પદ્મરથ પૂર્વભવમાં દેવલોકમાં હતા અને આ ભવમાં પુત્રને લઈ જઈ સારી રીતે રાખે છે. તારું બાળક સુખી છે.
આમ વાતચીત થતી હતી ત્યાં એક દેવ આવે છે અને મદનરેખાને પ્રદક્ષિણા દઈને, પ્રણામ કરીને પર્ષદામાં રહી ધર્મશ્રવણ કરવા બેસે છે. દેવનું આવું વર્તન જોઈ, ત્યાં બેઠેલા સહુ કોઈને ઔચિત્યભંગ થતો દેખાયો. આવો અવિનય કેમ કર્યો ? સહુની શંકા જાણી, જ્ઞાની મુનિરાજે સમાધાન કરાવ્યું :
આ દેવ પહેલાના ભવમાં યુગબાહુ નામે મદનરેખાના પતિ હતા. તેમના અંતિમ સમયે મદનરેખાએ તેમને, સ્વસ્થતાપૂર્વક નિર્યામણા સારી રીતે કરાવી હતી જેને પરિણામે તે પાંચમાં દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org