________________
આભના ટેકા : ૪૭
પકડી. સોમચંદ શેઠનું ઘર શોધ્યું. સવારના પહોરમાં જ સોમચંદ શેઠ, રૂપાના લોટામાંથી નિર્મળ પાણી લઈ મોં ધોઈ રહ્યા હતા. સવચંદ શેઠે એમને તરત ઓળખ્યા, હાથ જોડી પ્રણામ કર્યા, જય જિનેન્દ્ર કર્યા.
સોમચંદ શેઠે આવકાર આપ્યો. કોઈ જૈન શ્રાવક ભાઈ લાગે છે. પધારો, પધારો શેઠ કહ્યું. સામાન અંદર લેવરાવ્યો. ઘરમાં અંદર લઈ આવ્યા. ગર્ભશ્રીમંતના ઘરનો વૈભવ જોઈને સવચંદ શેઠ અંજાઈ ગયા. સોમચંદ શેઠની સાથે બેસીને શિરામણ કર્યું.
સવચંદ શેઠે કહ્યું : શેઠ, રૂપિયા લાવ્યો છું. ગણી લ્યો અને નામું સરખું કરી ઘો. સોમચંદ શેઠ કહે ઃ રૂપિયા કેવા અને વાત કેવી ? ચોપડો બોલતો નથી. રૂપિયા ન લેવાય.
તમે આપ્યા હતા અને મારે તમને પાછા આપવાના છે.
મારે ન લેવાય.
આમ મીઠી રકઝંક ઠીક ઠીક લાંબી ચાલી. મુનિમને બોલાવ્યા. ચોપડા જોવરાવ્યા. શું મળે ? નામ હોય તો નીકળે ને ? સોમચંદ શેઠ મક્કમ રહ્યા : અમારે ચોપડે લખ્યું નથી માટે મારાથી લેવાય નહીં. સવચંદ શેઠ પણ અડગ રહ્યા કે મારી હુંડી પ્રમાણે ૨કમ મળી છે માટે મારાથી આપ્યા વિના રહેવાય નહીં.
વાત વધી પડી. બન્ને પોતપોતાની વાતને વળગી રહ્યા. છેવટે આ ખેંચતાણનો તોડ કાઢવાનું ગુરુ મહારાજને સોંપવામાં આવ્યું. તેઓ પાસે શું તોડ હોય ? બધી સમસ્યાનું સમાધાન ધર્મ જ હોય.
તમારે લેવા જ ન હોય અને તમારે રાખવા જ ન હોય તો ગિરિરાજ પર વિશાળ જિનાલયનું નિર્માણ કરાવો. તમારા બન્નેનું એમાં હિત છે. તરત નિર્ણય કરવામાં આવ્યો. જોતજાતામાં તો વાદળથી વાતું કરે એવું ગગનચુંબી, શિખરબંધી અને વિશાળ, ચૌમુખજીનું જિનાલય બની ગયું.
વિ. સં. ૧૬૭૫ની સાલમાં તેની પ્રતિષ્ઠા, બન્ને - સવચંદ સેઠ અને સોમચંદ શેઠના વિશાળ પરિવાર સાથે મળીને કરી. નવ ટૂંકમાં મુખ્ય ટૂંક રૂપે સવા-સોમાની આ ટૂંક અતિ વિખ્યાત છે.
આપણને, દૂર દૂરથી જે આભ-ઊંચું શિખર દેખાય છે, શ્રી પૂજ્યની ટૂંક પાસેથી જે પહેલું શિખર દેખાય છે તે આ જ ચૌમુખજીનું શિખર છે. I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org