________________
આભના ટેકા : ૫૫
બાંધેલી હતી તેમ છતાં જેમ તેમ, મહાપરાણે પગથિયાં ચડીને બારણા પાસે, શેઠ લઈ આવ્યા. યાદ આવ્યું : લુહારને બોલાવી લાવું. ત્યાં સુધી કંઈક ખાવાનું આપું. ભૂખથી અને દુઃખથી આંખો કેવી ઊંડી ઊતરી ગઈ છે ! દીવાલની ખીંટીએ સૂપડું વળગેલું હતું. ઝટ દઈ હાથમાં લીધું. રસોડામાં તો કંઈ નજરે ન ચડ્યું. પણ ઢોર માટે બાફેલા અડદ ત્યાં પડ્યા હતા તે જોયા. અડદ સૂપડામાં મૂકી ચંદનાના હાથમાં આપી, પોતે પગરખાં પણ પહેર્યા વિના, હાથ-પગની બેડી તોડાવવા લુહારને બોલાવવા ગયા.
ચંદના એકલી પડી. ધનાવહ શેઠનો વ્યગ્રતાથી ભરેલો સ્નેહ જોઈ વળી હૃદય ભરાઈ આવ્યું. આંખો ફરી ચૂવા માંડી. બસ, એ જ વેળાએ શ્રમણ ભગવાન મહાવીર, પાંચ માસ અને પચીસ દિવસથી નિયમિત રીતે ઉચ્ચ-નીચ કુળમાં ગોચરી માટે ફરતા હતા, તેઓ ત્યાં આવી પહોંચ્યા.
શ્રમણ મહાવીર મહારાજાએ જોયું તો અભિગ્રહ પૂર્ણ થયેલો જણાયો હતો. ચંદનાએ પણ આ મહાશ્રમણને જોયા ને દાન દેવા મનમાં
ઉલ્લાસ આવ્યો. શ્રમણ ભગવંતે હાથ લંબાવ્યા. સૂપડા વડે અડદના બાકુળાનું દાન ચંદનાએ પ્રભુના હાથમાં આપ્યું. એ જ ક્ષણે, આકાશમાંથી દેવોએ જય જયારવ કર્યો. પંચ દિવ્ય - દેવ દુંદુભિ, વસુધારા-સોનૈયાની વૃષ્ટિ, વસ્ત્ર વૃષ્ટિ, ગંધોદક પુષ્પ વૃષ્ટિ, અહોદાનની ઘોષણા પ્રગટ્યાં. સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. ચંદનાને શિરે કાળા, લાંબા, સુંવાળા વાળ આવી ગયા. ધનાવહ શેઠ લુહારને ત્યાં હતા ને જ આ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. સ્વરૂપ જ બદલાઈ ગયું.
જે આંસુ જોઈ પ્રભુ પધારે તેવા આંસુ આપણને પણ મળે તો કેવું સારું એવી પ્રાર્થના કરવાનું મન થઈ આવે છે.
આપત્તિની આગ વચ્ચે મનમાં અસમાધિ ન થાય એવો મૈત્રીભાવનો મલ્હાર રાગ ગાઈને આનંદની વર્ષા માણનાર ચંદના જુગ જુગ સુધી જયવંતા રહો. C
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org