________________
૪૨: આભના ટેકા
આવી ઊંડી શાન્ત વૈરાગ્યદશાને પ્રણામ!
માતા-પિતા બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પુત્રને પણ એ સંસ્કાર મળ્યા. સાધુનો સમાગમ સને જગાવે છે. અંદર પડેલું સત્ર જાગ્યું. સાધુતા ગમી ગઈ. ગમતું મેળવ્યા વિના મનને આરામ નથી થતો. સાધુ થયા. સાધુ થયા પછી સાધુતાના પરિણામ ટકાવવા માટે સાધુતાથી ભર્યા-ભર્યા પુરુષોની વાણી જ, વાડ, ખાતર અને વારિનું કામ કરે છે. તેની લગની લાગી અને દિવસ-રાત એના અભ્યાસમાં ડૂબેલા રહ્યા. જ્યાં-જ્યાંથી જે-જે વિષયનું જ્ઞાન મળે, તે બધું મેળવવા માંડ્યા. '
પોતે જે ગામમાંથી દીક્ષા લીધી હતી ત્યાં મોટો બૌદ્ધ વિહાર હતો. ગામની અલગ અલગ વ્યક્તિઓએ એમાં એક-એક ઓરડી ભેટ કરી હતી. એમાં આ સાધુ મહારાજના પિતાનું પણ યોગદાન મહત્ત્વનું હતું. તેમની એક ઓરડી તો હતી જ, ઉપરાંત એ વિહારમાં આગંતુક સાધુની સેવા-સુશ્રુષા કરવી એ પણ તેમનું નિત્ય કર્તવ્ય હતું. પિતા તો સ્થિતપ્રજ્ઞ કક્ષાના પુરુષ હતા પરંતુ માતાને મમતા હતી.
વિહારના વ્યવસ્થાપક અધ્યાપકને માતા હંમેશા કહ્યા કરતી કે મારા દીકરા તમને મળે તો કહેજો : “બાર બાર વર્ષ થયા, હવે એક વાર તો આ તરફ આવીને અમને દર્શન આપો.” અધ્યાપકે આ વિનંતિ મનમાં રાખી અને બહારગામ અન્ય વિહાર-સ્થાનોમાં જવાનું થયું અને એ યુવાન ભિક્ષુ મળ્યા ત્યારે એમને આમંત્રણ આપ્યું. સાધુ કહે : “આપની આજ્ઞા છે તો તે તરફ આવવાનું જરૂર વિચારીશ.”
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org