________________
આભના ટેકા ૧૭૧ ભવદેવનું મન અરધી શણગારેલી નાગિલાને એમને એમ મૂકીને જવા માટે માનતું ન હતું પણ નાગિલાએ હૈયાધારણ આપી, થોડીવાર માટે જઈ આવો, હું અહીં જ બેઠી છું.
કચવાતે મને, મનને ત્યાં ઓરડામાં મૂકીને શરીરથી જ બહાર ગયા. ભવદત્તમુનિને પ્રણામ કર્યા.
ભવદત્તમુનિએ ભવદેવના મુખ સામે અછડતું જ જોઈ લીધું. આજુબાજુ ઘેરાયેલા ટોળાને ટાળીને તરત જ ઘરના પગથીયાં ઉતરવા લાગ્યા. તેમણે તો ભવદેવને પાતરું આપી દીધું, એ વ્હેલી આવે ઉપાશ્રયની વાટ... ! ભવદેવની સામે જોયા વિના વાત જ માંડી દીધી... સ્વજનો તો શેરી સુધી.. થોડા નજીકના જન પાદર સુધી વળાવવા આવ્યા.
ભવદવ તો મન પેલા ઓરડામાં મૂકીને આવ્યા હતા છતાં ભાઇ મહારાજે આપેલું પાતરું તેઓ ન માંગે ત્યાં સુધી સામેથી કેમ અપાય! આ સુદાક્ષિણ્ય ગુણથી હૃદય રંગાયેલું હતું. મહારાજ તો એ નદી, એ આંબાવાડીયું,એ જેમાં પોંક પાડીને ખાધા હતા તે ખેતરની વાતો યાદ કરાવે છે. ભવદવ તો “હા” પાડવાની જગ્યાએ “ના” પાડે છે અને “ના” પાડવાની જગ્યાએ “હા” પાડે છે.
મનમાં ગણત્રી સતત ચાલે છે. ઘરના પગથીયાં ઉતરતાં આપેલા પાત્રા વખતે શેરીનો વળાંક એ સીમા હતી. આગળ ચાલ્યા ત્યારે ભાગોળ સુધી મનને વિસ્તાર્યુ. વળી આગળ વધ્યા ત્યારે ઉપાશ્રય સુધી લઈ જશે પછી તો તેઓ પાત્રુ લઈ લેશે અને તે પછી એ જ નાગિલાના શણગારમાં રમમાણ થઇશ. મનમાં નાગિલાના કુણાશભર્યા અંગોપાંગ રમે છે તેને શણગારવાના
ઓરતા રચાય છે. લજ્જાથી શરમાળ બનેલું નમણું મુખ તેને અતિપ્રિય હતું. લજ્જાથી ઢળેલા નેત્રના પોપચાંની સુરખી તેને ટીકી ટીકીને જોવા જેવી લાગતી હતી.
અત્યારે એ યાદમાં મન ખોવાયેલું હતું. ત્યાં અચાનક ભવદત્તમુનિ ઉપાશ્રયમાં પેસતાં મોટે અવાજે નિસહી નિસીહી બોલ્યા અને ભવદેવનો રાગ તાંતણો તૂટ્યો.
જ્યાં ગુરુ મહારાજ પાસે થઈને ભવદત્તમુનિ સમવયસ્ક મુનિઓ બેઠા હતા ત્યાં પહોંચ્યા ત્યારે એક મજાકીયા મુનિવર બોલ્યા, જુઓ, ભવદત્તમુનિ પોતાના ભાઇને દીક્ષા આપવા લઇ આવ્યા છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org