________________
આભના ટેકા : ૧૧૩ પણ નક્કી થયું. સગાં-વહાલાં અને મહેમાનો બધાને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં.
વાસ્તુના આગલે દિવસે બન્ને ભાઈઓ, પરિવાર, મહેતા-મુનિમને લઈને બન્ને બંગલે નજ૨ ક૨વા ગયા. બધું કામ લગભગ પૂરું થયું હતું. થોડું થોડું બાકી હતું. ઠીક-ઠાક કરવાની સૂચનાઓ અપાતી હતી. બંગલાના રંગ-રોગાન, બારી-બારણાં, ભીંત-ફરસ-છત --બધું જ મજબૂત, ટકાઉ અને સુંદર બન્યું હતું.
મનસુખભાઈ આમ તેમ ફરતા હતા ત્યાં એકાએક, જમનાભાઈ બારણા વચ્ચે ઊભા રહી ટગર-ટગર જોતા હતા એના પર એમની નજર પડી. મનસુખભાઈ પાસે જઈને નાનાભાઈને ખભે હાથ મૂકી પૂછે છે : જમના ! શું જુએ છે ?
જમનાભાઈ કહે ઃ ભાઈ ! બંગલો તો સુંદર બન્યો છે.
તરત મનસુખભાઈ બોલ્યા ઃ જમના ! તને આ બંગલો ગમતો હોય તો તું રાખ. હું ત્યાં જ રહીશ. જમનાભાઈ કહે : ના..ના..ભાઈ, આ બંગલો આપના માટે બરાબર છે. મોટાભાઈએ ફરી કહ્યું ઃ તને ગમે છે તો તું રાખ. એક સાદી બોલ-પેન કોઈકને આપતા હોઈએ તેમ આખો વિશાળ બંગલો આપી દીધો.
બીજે દિવસે બંગલાનું વાસ્તુ થયું. જમનાભાઈની ઘર-સામગ્રી ગીરધરનગરના બંગલે આવી. ત્યારથી આ બંગલો શેઠ જમનાભાઈનો બંગલો બની રહ્યો. આજે પણ ઊભો છે.
ભાઈ-ભાઈ વચ્ચેનો આવો પ્રેમ જોઈ આપણા મુખમાંથી પણ સહજ ઉદ્ગાર નીકળે કે, ‘ભાઈ હો તો આવા હોજો.' આવા હૃદયનો નિર્મળ સ્નેહ આપણને મળે તો કેવું સારું ! D
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org