________________
૮૨: આભના ટેકા
વિચાર કરવાની કળા
આધુનિક મનોવિજ્ઞાને ટેલિપથી” એવું નામકરણ હમણાં કર્યું પણ મનોમન વિચારનું આવાગમન તો યુગોથી થતું રહ્યું છે. મનમાં જે સૂક્ષ્મ વિચાર-તરંગ - જાગ્યો તે, વિજળી વેગે એના લક્ષ્યને એટલે કે સામી વ્યક્તિને સ્પર્શે છે. સૂક્ષ્મતા જેમ વધુ તેમ તેની શક્તિ વધુ. મનોગત ભાવને પ્રગટ કરવાના જે માધ્યમ છે તેમાં સૌથી વધુ સૂક્ષ્મ અને શક્તિશાળી માધ્યમ સંકલ્પ છે. સ્થૂળતાથી શરૂ કરીએ તો, પહેલા “શબ્દ” છે, તેનાથી સૂક્ષ્મ “સ્પર્શ' છે. સ્પર્શ દ્વારા આપણા મનોગત ભાવ સામી વ્યક્તિમાં સંક્રાંત થાય છે. કેટલાંક યોગીઓનો તો માત્ર દષ્ટિપાત પણ સામી વ્યક્તિમાં સોંસરો ઉતરી જાય છે.
આ બધાથી ઉપર છે “સંકલ્પ'. સબળ સંકલ્પ મનની સમગ્ર શક્તિને કેન્દ્રિત કરીને એક જ લક્ષ તરફ એકાગ્ર કરવામાં આવે તો તે સંકલ્પ તતક્ષણે જ પરિણામ દર્શાવે છે. ભાવ તેવું પરિણામ. મનમાં કોઈ ભાવાત્મક વિચાર નિરંતર ચાલતા જ હોય છે. તે શુભ ભાવ સ્વરૂપ હોય અથવા અશુભ ભાવ સ્વરૂપ પણ હોય. આમ શુભ અશુભ સ્વરૂપ વિચારને સ્વાધીન હોય તો શુભભાવ સ્વરૂપ વિચાર કેમ ન કરવા?
પણ ના, એ વિચાર સ્વાધીન થોડાં છે? હકીકતે તો અશુભ વિચારો જ વધુ તીવ્ર વેગે આવતા રહે છે ! આપણે સની ઈચ્છા ભલે કરતાં હઈશું, વાવેતર તો અસના બીજનું જ કરતા રહીએ છીએ. આ આપણામાં રહેલા નકારાત્મક અભિગમનું ફળ છે. આપણને સત્ કરતાં અસતુ પર વધુ શ્રદ્ધા છે ! જગતનું મંગળ કરનાર ભગવાનનું નામ લીધું છે માટે આપણો દિવસ સારો જશે અવી શ્રદ્ધા નથી હોતી પણ, સાયેલા ગામનું નામ લીધું એટલે ખાવાનું મોડું મળશે એવી શ્રદ્ધા દ્રઢ હોય છે!
આવી નકારાત્મક વિચારધારા નિષ્ફળતાને નોતરે છે. વળી નકારાત્મક વિચારોની વિપુલતા અને પ્રબળતાને કારણે થોડીઘણી હકારાત્મક વિચારધારા હોય તે પણ દબાઈ જાય છે.
એ પ્રસંગ આ વાતને પ્રકાશ આપશે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org