________________
આભના ટેકાઃ ૮૩ જુના જમાનાની વાત છે. એક રાજ્યમાં રાજા અને પ્રજા વચ્ચે પિતા પુત્ર જેવા મીઠાં સંબંધો હતા. હક્ક કરતાં ફરજોનું ભાન બન્ને પક્ષે વધુ હતું. પ્રજાના દિલમાં રાજા પ્રત્યે સમર્પણ ભાવ હતો. રોજ દરબાર ભરાતો અને રાજા પ્રજાને મળતાં, એમનાં સુખ-દુઃખની કાળજી કરતા. સભામાં સહુકોઈ પ્રજાજને આવી શકતાં.
સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો અને આવે બીજા બહુ નગરના યોગ્ય પુરુષો” *
આ બધા પ્રજાજનો આવતા તેમાં એક વણિક વેપારી પણ આવે. તે જેવો સભામંડપમાં પ્રવેશ કરે છે તેને જોતાવેત રાજાના વિચારોમાં ફેરફાર થતાં. આંખના અમી સુકાવા લાગે અને આગ વરસવા લાગે ! બધાનું કલ્યાણ ઈચ્છનાર રાજાના મનમાં એના પ્રત્યે વિરોધી ભાવ જાગતાં. આવું રોજ થતું. રોજ એ વેપારી સભામાં પ્રવેશે કે રાજા કાળઝાળ થઈ ઊઠે !
રાજા કંટાળ્યો. આ શું? આવું કેમ ચાલે? આનો ઉપાય કરવો જોઈએ. કોને કહેવું ? મંત્રી સાંભર્યો. રાજાએ મંત્રીને એકાંતમાં બોલાવી પેટછૂટી વાત કહી. ઉકેલની તાકીદ કરી. મંત્રીએ છ મહિનાની અવધ માંગી. રાજાનું મન કાંઈક હળવું થયું. ચિંતામાં બીજી વ્યક્તિ ભાગીદાર બને કે તરત જ થોડી રાહતનો અનુભવ થાય છે.
કોઈની નિકટ જવાનો સૌથી સરળ રસ્તો છે મૈત્રી. કોઈના હૃદયમાં પ્રવેશવાનો અધિકાર માત્ર મિત્રને મળે છે. રાજાએ અંગુલિનિર્દેશ કરી જે વ્યક્તિ બતાવી એની તરફ મંત્રીએ દોસ્તી કરવા માટે કદમ ઉપાડ્યા. મિત્ર બનવાની શરૂઆત સ્મિતથી જ થાય ને ! સ્મિત સાથે બોલાયેલા શબ્દોમાં "આપોઆપ મીઠાશ આવી જાય. હૈયાની મીઠાશથી બોલાયેલા શબ્દો બધાને ગમે. મંત્રી મિત્ર બનવા માંગતો હોય એને કોણ ન આવકારે? વેપારીએ મંત્રીના હાથને પ્રેમથી સ્વીકાર્યો.
મૈત્રી પારંગતી જાય તેમ આદાન-પ્રદાનનો દોર ચાલુ થઈ જાય. પ્રીતિના છ લક્ષણો છે : આપે, આપેલું કે, ગુપ્ત વાત કહે અને પૂછે, જમે અને જમાડે.
ઉનાળાના દિવસો હતા. મંત્રીએ વેપારીને જમવા માટે નોતરું આપ્યું. વેપારીએ સ્વીકારતા કહ્યું : મારે માટે ધન્યભાગ્ય છે. આપ પણ મારા ઘરે જમવા આવવાનું નિમંત્રણ સ્વીકારો. મંત્રી પણ આવું જ કંઈ ઈચ્છતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org