________________
આભના ટેકા: ૫૩ ચંદના ત્યાં જ શોભે. ચંદના પ્રત્યે ધનવાહ શેઠને વહાલસોયી દીકરીનું હેત ઊભરાવા લાગ્યું. ચંદનાને ધનવાહ શેઠના રૂપમાં વત્સલ પિતા મળ્યા. સહજ સ્નેહ વર્ષોથી ચંદના રાત-દિવસ ભીંજાવા લાગ્યા. મૂણા શેઠાણી. નખ-શીખ સ્ત્રી.
સ્ત્રીની બે બાજુ. એક ઊજળી અને એક અંધારી. અંધારી બાજુએ મૂળાને જીતી લીધી. કબજો તેની પાસે. ચંદનામાં તેને દીકરી ન દેખાઈ. શોક્ય દેખાઈ. આંખમાં અમીને બદલે આગનું આંજણ થયું. ચંદના પર અમી વરસવાને બદલે આગ વરસવા લાગી. સાદા સુંદર દશ્યને પણ મૂળાની આંખ આભડી ગઈ. અપ્રીતિ ઘેરી બની, સ્ટોરેજ થઈ. વેરનું વાવેતર થઈ ગયું. ચંદના વૈરિણી લાગી. વેર શત્રુનું કામ કરે. એકશેષ થવાની રઢ લેવા લાગે. કાં તે નહીં, કાં હું નહીં. ધનવાહ શેઠને ધન્યતાથી નવરાવવાનું મન થાય કે આવી મૂળાને કેમ જોગવી જાણી હશે !
આખરે વેર વાળવાનો લાગ મૂળાને મળી ગયો. ધનવાહ શેઠ કામ પ્રસંગે બહારગામ ગયા હતા. ધનવાહ શેઠે પોતાની લાકડીથી જે વાળને ઊંચક્યા હતા તે વાળને, વાળંદને બોલાવીને ચંદનાના તે વાળ ઉતરાવી દીધા ! પગની પાનીને ઢાંકે એવા રજની થકી યે કાળા એવા સુકોમળ કુંતલ' - લાંબા વાળ મસ્તકથી ઊતરાવી દીધાં. કેશ અળગા કર્યા. ચંદનાએ સહજતાથી કરવા દીધા.
હવે એથીય આકરાં પગલાં લેવા મન કર્યું. હાથે-પગે લોખંડની સાંકળની બેડી પહેરાવી. કોઈ જુએ નહીં, દયા ખાય નહીં તેથી નીચેના ભોંયરા જેવા અવાવરુ ભંડકિયામાં પૂરી દીધી. આવી અળખામણી સજા કરી મૂળાને હાશ થઈ. ઈર્ષાનું એ જ લક્ષણ છે. મારું જે થવું હોય તે થાય, સામાને શાંતિસુવિધા-સુખ ન મળવા જોઈએ. એ બધું છિનવાઈ જવું જોઈએ. એ દુઃખમાં પડે તો જ મનને ટાઢક વળે.
કોઈને પણ દોષ દીધા વિના સહન કરેલું દુઃખ તે તપ છે. એવા તપને આધારે તો પૃથ્વી ટકી રહી છે.
ઉંમર નાની છે. માતા-પિતાના છત્ર અને છાયા ગુમાવી દીધાં છે. મૂળાને માતા ગણી પૂજવા ગયા તો જાકારો મળ્યો. પિતા ધનવાહનું અપાર વાત્સલ્ય જ જીવનનો મૂલાધાર બની રહ્યો હતો. ત્યાં આવી અંધારી કાળ-કોટડીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org