________________
પ૨: આભના ટેકા
વરસતી આગમાં બેસી મલ્હાર ગાનારાં
ચંદનબાળા
વાત આ પ્રમાણે છે: -- મૂળ નામ વસુમતી. દેહનું લાવણ્ય અને વર્ણ અસ્સલ ચંદન જેવા. શીલની સુવાસ પણ તેવી જ. તેથી બધાં ચંદનાને નામે જ ઓળખે. માતા પણ એ નામે જ બોલાવે.
વય સોળની. પણ ઋજુતા, સ્વભાવવી ભદ્રિકતા, નેત્રની નિર્દોષતા દશ વર્ષ પહેલાની !
જોતાં પરાણે વહાલ ઉભરાય. ચંદના સંપૂર્ણ સુખમાં ઊછરેલાં. ટાઢ તડકો નામેય જોયેલાં નહીં. પણ કહેવતમાં કહે છે ને કે અગ્નિમાં પડવાનું સોનાના નસીબમાં લખાયું છે, કથીરના નહીં. બન્યું પણ એમ જ.
રે! સત્તાની લોલુપતા! તારા પાપે તે કેવા નિર્દોષને રખડાવ્યાં, રઝળાવ્યાં! મા અને દીકરી જીવ બચાવવા ભાગ્યા તો ખરાં ! રથમાં ચડ્યા. રથ ચાલ્યો. પણ આ શું?
“ઘરમાંથી વનમાં ગયા, તો વનમાં લાગી લ્હાય! રથ ચલાવનાર રથિકની નજર બગડી. ચંદનાનું ચારુ રૂપ નિરાભરણ છતાં સુંદર હતું તો તેમની નેતા તો એથીયે સુંદર હતા. વળી શીલ સુંદરતાને વધુ આકર્ષક બનાવે છે. શીલ અને શરીર એ બેમાંથી એકની પસંદગી કરવાના વખતે, આવા ઉત્તમ જીવો અરીરના ભોગે શીલને અખંડ રાખતાં હોય છે. એમ જ થયું . શીલ રહ્યું. શરીર ગયું. એ બીજે મળવાનું જ હતું. બીજે બીજું મળી ગયું.
સાથે રહેલી દીકરીએ આ નજરોનજર જોયું. હવે વારો તેનો આવે તેમ હતું. પરંતુ પુણ્ય જેમ એક તત્ત્વ છે તેમ શુભ ભવિતવ્યતા પણ એક તત્ત્વ છે. ચંદના ઊગરી ગયા. પણ ચૌટામાં વેચાવા ઊભા રહેવું પડ્યું. વળી ત્યાં પુણ્ય તત્ત્વ મદદે આવ્યું. મુશ્કેલી સાવ બારણે આવી તો આવી ઊભી પણ તેણે જોયું કે અહીં આપણું થાણું તો નહીં થપાય. ધનવાહ શ્રેષ્ઠિના નામને અમરતા વરવાની હતી. તે ધનવાહને ત્યાં ગયાં. મણિ-કાંચન સંયોગ તે આનું નામ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org