SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકા: ૫૧ જ ને? અંબાની આવી ગણતરી કાચી નીકળી. સુલતાના મનની ઉંચાઈને અંબાની મનછા આંબી ન શકી. બહુરૂપી આખરે તો બહુરૂપી જ હોય ! અને તુલસામાં “સ્ત્રી જીવતી હોત તો એ વાજિંત્રોના નાદથી ખેંચાઈ આવી હોત. એવા એના લક્ષણ હોત તો પ્રભુ મહાવીરના મુખમાં એનું નામ ક્યાંથી હોત? સ્ત્રીની બધી જ મર્યાદાને ઓળંગી, માતૃત્વના સઘળા અંશો વિકસાવી સુલતા તો માત્ર પ્રભુમય બની ગઈ હતી. એના મુખ પર પ્રભુત્વના તેજ વિલસતાં હતાં. લોકોએ કહ્યું પણ ખરું: ‘આવવું છે ને ! ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે!” સુલાસા કોનું નામ ! મહાવીર અને મહાવીરની આભા ! અસલ અને નકલ! ભ્રમરને પણ ખબર હોય કે આ અસલ પુષ્પ નથી ! સુલસા એનું નામ ! “મારા મહાવીર તો અહીં છે. હજરાહજૂર છે. તમારે જવું હોય તો જાઓ.” સુલસા ન ગયા......અને...અને...પાંચમે દિવસે પરાસ્ત થઈ અંબડને જ સુલતાનું ઘર પૂછતાં આવવું પડ્યું ! સહધર્માચારકને આવકાર આપી, અભિવાદન કરી, તુલસાએ અંબડને શ્રેષ્ઠ આસને બિરાજમાન કર્યા. અંબડમાં પણ પરિવર્તન આવ્યું હતું. પ્રેમ અને બહુમાનપૂર્વક કરબદ્ધ અંજલિ સાથે પ્રભુ મહાવીરના સંદેશાને “ધર્મલાભ કહેવરાવ્યો' તેમ કહ્યું. સાંભળતાં જ સુલતાના નેત્રો અશ્રુધારથી છલકાઈ રહ્યા; રોમરાજી વિકસ્વર થંઈ. મુખ-કમળ પ્રફુલ્લિત થયું. જાતને કૃતકૃત્ય અને ધન્ય માની. પ્રભુના અનર્ગળ ઉપકાર માથે ચડાવ્યા. અંબડ પરિવ્રાજકની હૃદયના ઉમળકાભેર અશન-પાન-ખાદિમ દ્રવ્યો વડે ભક્તિ કરી. સન્માન સાથે પ્રભુના અને પરિવારના કુશળ પૂક્યા. | તુલસાની અસાધારણતા જણાઈ આવી ! પ્રભુ મહાવીરના ધર્મલાભને લાયક કોણ હોય, કેવા હોય તે સમજાયું. પોતે આવા સંદેશાવાહક બનવા બદલ અંબડે ધન્યતા અનુભવી! . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy