SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકા: ૧૫૭ ઠંડુ પાણી દક્ષિણ ભારતનું મોટું ગામ. વૈશાખ વદિના દિવસો. માણસને દઝાડતી ગરમી એવી પડે કે સવારના નવ વાગ્યાથી ઘરમાં પૂરાઈ રહેવું પડે. આવા પ્રદેશમાં ઉગરચંદ નામના એક વેપારીને ઉત્તર ગુજરાતના એક ગામથી અહીં ધંધાના કારણે આવવાનું થયું. કોઈની ઓળખાણ પીછાણ નહીં. ધર્મના સંસ્કાર ખરા. તેથી એક દેરાસર શોધીને પ્રભુજીના દર્શને ગયા. સ્થાનિક લોકોની નજરે તેમનો પરદેશી પહેરવેશ અને અજાણ્યો ચહેરો મહોરો અછતો ન રહ્યો. ધૂપ-દીપ પૂજા કરીને જેવા દેરાસરની બહાર આવ્યા એટલે સ્વરૂપચંદે જ વાત શરુ કરી અને પૂછ્યું : બહારગામના લાગો છો ! ઉગરચંદ કહે : “હા! અહીં વ્યાપારિક કારણે આવવાનું થયું છે.” સ્વરૂપચંદ કહે: “મારે ત્યાં પધારી મને લાભ આપો.” દોડવું હતું ને ઢાળ મળ્યો ! ઉગરચંદ સ્વરૂપચંદને ઘેર પહોંચ્યા. દિવસો તો આકરા ઉનાળાના હતા. વળી આ પ્રદેશને કારણે ગરમી વધારે લાગતી હતી. સ્વરૂપચંદની પરોણાગત બધી રીતે શાતારૂપ હતી. પૂછાયું: “નવકારશી કરતાં પહેલાં સ્નાનવિધિ કરીએ.” સ્વરૂપચંદના વાણી વર્તનમાં ધર્મની રીતિનીતિના સંસ્કારો મઘમઘતા હતા. દક્ષિણદેશમાં હોય એવા ઘરની પાછળના વાડાના ભાગમાં ઘંટીના એક પડપરમહેમાનને બેસાર્યા. ઠંડા પાણીતી સ્નાન કરાવ્યું. ઠંડા પાણીથી ભીંજવેલા મુલાયમ કપડા વડે ઠંડક લાગે તેવી રીતે મહેમાનને પવન વીંઝવા લાગ્યા. એટલી બધી ટાઢક લાગી કે ઘણાં સમયનો થાક ઉતર્યો હોય એવું ઉગરચંદને લાગ્યું. ઉપરથી વરસતી આગમાં સતત શેકાઈ રહેલા તનને ઘણી રાહત લાગી. પછી, ખાવા-પીવામાં ગુલાબનું અનાર ખસનું શરબત, દહીં-છાસ-લસ્સી - વગેરે કલાકે કલાકે અપાતા રહ્યા. હૃદયના ભાવથી ઉગરચંદનું મન ભરાઈ આવ્યું. વિચારતા રહ્યા કે કુંવારા સાસરે ગયા હતા ત્યારે પણ આવા અછોવાનાં થયા ન હતા! હવે મનમાં એમ થવા લાગ્યું કે ક્યારે આ ભાઈ મારે ત્યાં આવે અને હું પણ તેમની આ રીતે બધી સરભરા કરું ! નમતી બપોરે એકાદ કલાક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy