SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮: આભના ટેકા બજારમાં ગયા અને વ્યાપારિક કામ પણ થઈ ગયું. ' સાંજ પડી. વળી ગુલકંદનો અને મીઠા મુરબ્બાનો દોર ચાલ્યો. રાત્રે પણ ફળીયામાં લીમડા નીચે ખાટલો ઢાળી, આજુબાજુ ઠંડા પાણીનો છંટકાવ કરાવી વાતા પવનમાં ઠંડક આણી. જરા વારમાં તો આંખ ઘેરાણી. ઘસઘસાટ મીઠી ઉંઘ એવી આવી કે જાણે પળ વારમાં સવાર પડી ગઈ ! જવાનો સમય થયો. એકબીજાના સરનામાંની લેવડ-દેવડ થઈ. ગુજરાતમાં પોતાના વતનમાં આવવાનું સાચા હૃદયથી આમંત્રણ અપાયું. ગાડી ઉપર મૂકવા સ્વરૂપચંદ ગયા. ઉગરચંદ ગાડીમાં બેઠાં પછી હાથના અભિનયથી આવજો...આવજો થયું. સમયને વિતતા ક્યાં વાર લાગે છે! સાતેક વર્ષ બાદ સ્વરૂપચંદને ઉત્તર ગુજરાતના ગામ તરફ જવાનું થયું. ઉગરચંદનું ગામ યાદ આવ્યું. પોષ મહિનો : હતો. સાંજ પડે તે પહેલાં અંધારા ઉતરવા લાગે. છતાં મોં-સૂઝણું હતું ને સ્વરૂપચંદ પહોંચી ગયા. નાના એવા ગામમાં ઉગરચંદનું ઘર ઓછી મહેનતે મળી ગયું. ઉગરચંદ તો હરખઘેલા થઈ ગયા. ઘણાં વખતથી મનમાં સંઘરી રાખેલું, એ આગતા-સ્વાગતા કરવાનો દિવસ આવી ગયો. સ્વરૂપચંદે કરેલી મહેમાનગતિ બરાબર યાદ રાખી હતી. હું પણ આમ કરું ને તેમ કરું એવા મનોરથની માળા ગૂંથી હતી. એમાં સારું થયું કે રાત મળી ગઈ. પરોણાગતની શરૂઆત થઈ ગઈ. વહેલી સવારે મહેમાનને ઘરના પાછલા વાડામાં દોરી ગયા. વાડામાં તો ઘંટીનું પડ વર્ષોથી લાવી મૂકેલું. તેના પર સ્વરૂપચંદને બેસાર્યા. ફરતી ઠંડા પાણીમાં ભીંજાવેલા ધોતિયાની દીવાલ રચી. કળયે કળશ્ય ઠંડુ પાણી મહેમાનને માથે રેડતાં રહી, ઉગરચંદ વારે વારે બોલતાં હતા --સ્વરૂપચંદ ! બરાબર છે ને ! કાંઈ ખામી હોય તો કહેજો ! સ્વરૂપચંદની તો દતવીણા ચાલતી હતી. શરીર આખામાં થથરાટી અનુભવતા હતા, તેથી બોલ્યા કે : “ઉગરચંદ ! તારી ભક્તિ ઘણી છે. છતાં પણ મારો જીવ એવો તો કઠણ છે કે તે નીકળતો નથી.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy