SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકા : ૧૫ ન લાલચ કે ન ભય કે ન ભૂખ કે ન દુઃખ! આ બધાથી ચલિત ન થાય એવું પણ મન હોય છે. દ્દઢ સંકલ્પથી વિભૂષિત બનેલું નિશ્ચલ મન એવી સપાટી સર કરે છે કે ત્યાં આવા કોઈ પણ પ્રલોભનની લહેર પણ સ્પર્શ કરી શકતી નથી. પાંવ મુનિઓએ અણસણ કરવાનો નિર્ધાર કર્યો ! શત્રુંજય મહાતીર્થનો બારમો ઉદ્ધાર પાંડવોએ કરાવ્યો હતો એટલે એ તીર્થભૂમિનું આકર્ષણ હતું. સૌ ચાલ્યા સિદ્ધાચલની વાટે ! અનંત સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં રાત-દિવસ વીતવા લાગ્યા. કર્મનાં બંધન ઢીલાં થવા લાગ્યાં, છૂટતાં ગયાં. સિદ્ધશિલાનું આકર્ષણ વધતું ગયું. સંસારનો અને પુદ્ગલનો સંગ છૂટતો ગયો. ક્રમે ક્રમે કર્મ ખરતાં ગયાં. આસો સુદિ પૂનમ - શરદની પૂર્ણિમાની ચાંદની સોળે કળાએ ખીલી રહી હતી ત્યારે વીસ કરોડ મુનિવરો સાથે પાંડવો સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા. આત્માની સંપત્તિના અમર સ્વામી બન્યા. પ્રતિજ્ઞાના પૂર્ણફળને પામ્યા.] નવટૂંકમાં ચૌમુખજીના દેરાસરની પશ્ચિમ બારી બહારના મંદિરમાં કાઉસગ્ગ ધ્યાને પાંચ પાંડવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy