SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકા ૧૨૭ તમે અમારે ત્યાંથી કંઈક લેવા આવ્યા હતા. તેમને જોઈતું તો અમે આપી ન શક્યા, તો આટલું તો અમારું સ્વીકારો. અમારે આપને કંઈક તો આપવું જોઈએ. ભાવથી ભીંજાયેલા આ અલ્પ શબ્દોએ અસર કરી. શ્રીફળ સ્વીકાર્યું. દાદરાના પગથિયા ઊતરતાં ઊતરતાં કોલસાના વેપારી ભાઈના મનમાં ફ્લેટ ન મળવાની જે ચચરાટી થઈ હતી, તેના ઉપર જાણે શીતળ લેપ કરવામાં આવ્યો હોય તેવું લાગ્યું. મન વિચારે ચડ્યું: શું ‘ના’ પણ આટલી મીઠી હોઈ શકે છે? આપણે તો પ્રસંગે ‘ના’ કહીએ છીએ તો મોટેભાગે તે કેટલી લુખી-સૂકી હોય છે ! વળી ક્યારેક તો દંભના રેશમી કપડાંમાં લપેટેલી હોય છે ! પણ આવી મીઠી “ના” તો પહેલી વાર સાંભળી ! મનને વાગે એવી ઠેસ પહોંચાડે તેવી ‘ના’ તો ઘણી મળી છે, પણ આવી “ના” સાંભળ્યા પછી તો શીખવા મળ્યું કે ના પાડવાનો પ્રસંગ આવે તો આવી “ના” પાડવી જોઈએ. જુવાનીયાઓને હોઠે ચડેલી પેલી પ્રસિદ્ધ પંક્તિ પણ આ જ ભાવને પ્રગટ કરે છે ને! હું ક્યાં કહું છું - મારી બધી વાતમાં હા હોવી જોઈએ, પણ ના કહેતાં તમને વ્યથા હોવી જોઈએ. ના” પણ કોઈને સાંભળવી ગમે એવી હોઈ શકે ? હા, હોઈ શકે. આવી ‘ના’ પણ સાંભળવી જરૂર ગમે, પણ એવી ‘ના’ કહેવા માટે હૈયું મીઠું હોવું જોઈએ. . -- એ મેળવીએ. ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy