________________
આભના ટેકા: ૧૩૫ ભાગ્ય એ એવું અટપટું છે કે એના માટે કોઈ કાંઈ ચોક્કસ આગાહી ન કરી શકે. એના નસીબ આડેનું પાંદડું ક્યારે ખસે તે કહી ન શકાય.
મૂલદેવનો રાજા તરીકે રાજ્યાભિષેક થયો. રાજા મૂલદેવ સિંહાસનારૂઢ થયા. ગામ ગામ ને જાત જાતના લોકો વધામણી દેવા, ખુશાલી જણાવવા, ભટણા ધરવા આવવા લાગયા. નવા રાજા ગાદીએ બેઠા છે તો આપણું દળદર ફીટશે એમ માનીને ઘણા યાચકો પણ આવવા લાગ્યા. તેમાં પેલો બ્રાહ્મણ, જે મુસાફરીમાં સાથે હતો તે પણ હતો. એનો વારો આવ્યો અને તેણે રાજાને આશીર્વચન સંભળાવ્યા. મૂલદેવે એને ઘણું ઘણું દાનમાં દીધું. બ્રાહ્મણ રાજાને ન ઓળખી શક્યો પણ મૂલદેવે ભૂદેવને ઓળખી લીધા. બીજાઓથી વધુ દાન પામીને ભૂદેવને અચરજ થયું. એ અચરજ શમે તે પહેલાં જ મુળદેવ રાજાએ બ્રાહ્મણને યાદ દેવડાવ્યું, ‘તમે સાથે હતા તો હું આ નગર સુધી પહોંચ્યો. તમે હતા તો મારામાં રહેલા ગુણોને કસોટીએ ચડવાનું, તે બહાર આણવાનું બની શક્યું. એ રીતે તમે મારા ઉપકારી છો.” બ્રાહ્મણ તો આ સાંભળીને વિચારમાં જ પડી ગયો ! હું આ શું જોઉં ? સાંભળું છું? આ માણસ. આ માણસ તો મારી જોડે ચાલતો હતો; ધર્મશાળાની એક જ ઓરડીમાં સાથે સૂતો હતો તે... રાજા બની ગયો ! અને હું. ...ક્યાં છું? કેમ કરતાં આ બન્યું? એ પ્રશ્નના ઉત્તરમાં મૂલદેવે છેલ્લી રાતના સ્વપ્નની વાત કરી ત્યારે બ્રાહ્મણ એકાએક મોટેથી બોલી ઊઠ્યો, “અરે! મને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું. અને એને પ્રભાવે સુંદર ખીર-પૂરીનું ભોજન મળ્યું હતું. ભલે ભલે...તમે સુખી થાઓ અને તમારું રાજ્ય સૂરજની જેમ સદાયે તપો.” આવાં વચનો ઉચ્ચારી ભૂદેવે વિદાય લીધી.
આ વાર્તા તો અહીં પૂરી થાય છે. એમાંથી આપણે આપણાં જીવનમાં જે બોધ ગ્રહણ કરવાનો છે તે કામ હવે અહીંથી શરૂ થાય છે. મૂલદેવના જીવનમાં આવેલી વિશેષતાનો મૂળ સ્ત્રોત કયો એ આપણી શોધ છે, જિજ્ઞાસા છે. એના ઉત્તરમાં આવું કાંઈક વિચારી શકાય.
વિવેક-જળ વડે ધોવાયેલું, સ્વચ્છ થયેલું મન કલ્પવૃક્ષ સમાન છે. વિવેકની આ ધારાનું ઉગમસ્થળ સપુરુષોનો સમાગમ છે. સત્ સમાગમનું સેવન ખુલ્લાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org