SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦: આભના ટેકા मूलशुद्धिं गवेषय। ઊંડી શોધ કરીએ અને મૂળ સુધી પહોંચીએ વર્તમાનપત્રમાં વાંચેલી ઘટના છે. તેનો સાર ભાગ રસ પડે તેવો છે. દક્ષિણ ભારતના એક નાના શહેરમાં એક બ્રાહ્મણ પરિવાર રહે છે. તેના પરંપરાગત ઘર-મંદિરમાં અનેક દેવ પધરાવેલા છે. બધા દેવની નિત્ય-નિરંતર પૂજા-સેવા કરવામાં આવે છે. ઘરના વડીલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા તે, પૂજા-સેવાનું કાર્ય ખૂબ શાંતિથી ભાવપૂર્વક સંભાળતા હતા. એકવાર તેમનો જન્મદિવસ હતો ત્યારે, બધા ભગવાનને પંચોપચાર પૂજા કરતાં પહેલાં અભિષેક કરી રહ્યા હતા. ક્રમશઃ એક પછી એક દેવને અભિષેક કરતાં, શિવલિંગને અભિષેક કરવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે, હાથવડે કોમળતાથી માર્જન કરતાં ક્યાંક ચીકાશ લાગે તો મર્દન કરતાં પાણી લે, મર્દન કરે; વળી પાણી લે, મર્દન કરે. એમ કરતાં કરતાં શિવલિંગમાં એક જાતની ચમક દેખાઈ અને સપાટી પણ વધુ લીસ્સી થતી લાગી. બહુવાર સુધી સાફ અને સ્વચ્છ થયા પછી બારીકાઈથી જોયું તો તે મા લાગ્યો! ખૂબ આશ્ચર્ય થયું, જાણે કે જન્મદિવસની ભેટ મળી! આટલા મોટા કદનો મણિ આ પહેલાં ક્યારે પણ જોયો-સાંભળ્યો ન હતો ! એ નાના શહેરના એક જૂના-જાણીતા ઝવેરીને ઘરે બોલાવીને બતાવવાનો વિચાર કર્યો અને બોલાવી મણિ બતાવ્યો. તેમણે આ જોઈ કહ્યું : મેં પણ મારી જિંદગીમાં આવો મણિ ક્યારે ય જોયો નથી, તેથી એની કિંમત વિશે શું કહી શકાય? છતાં તમારે આપવો હોય તો લાખેક રૂપિયામાં લેવા હું તૈયાર છું. ભાઈને થયું માણસ પોતાની ભૂમિકા મુજબ, નજર મુજબ મૂલ્ય આંકતો હોય છે ! તેનું શાસ્ત્ર કેવું હોય છે, તેની શું જાણ હોય? હું આ જાણું તો જ મને ખબર પડે. પોતે સારું એવું ભણેલા. વળી સંસ્કૃત ભાષા પણ જાણે. વધુ ઉત્કંઠાથી રત્ન-પરીક્ષાના ગ્રંથો મેળવવા માંડ્યા; વાંચીને એના અભ્યાસમાં ઊંડા ઊતરતા ગયા. વિદેશમાંથી પણ અંગ્રેજી ગ્રન્થો મંગાવ્યા; પૂરો સમય આપી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy