SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Sી વારા EE EED ISો કીડી ચોપડી વાંચતાં પહેલાં... વારતા સાંભળવાનો રસ બધાને જ હોય છે. જુગ જૂનો આ ચાલ છે. અહીં જે વારતા વાંચવા મળશે તે વારતામાંથી કાંઈ ને કાંઈ મેસેજ મળે છે, એને વાગોળવાનો છે, આત્મસાત્ કરવાનો છે. જૈન સંઘમાં થયેલા આવા ઉત્તમ પુરુષો છે. કાળનો કાટ ન લાગે તેવું જીવન જીવી ગયા છે. એ જ એમનો સંદેશો છે. આપણે એમના જેવી જ ઉત્તમતા ખીલવવાની છે. આપણા રૉલ મૉડેલ એ બધા સ્ત્રી-પુરુષો છે. તેથી આ પુસ્તકને એક વાર વાંચી મૂકી દેવાનું નહીં. કરતાં; પણ સહેજ ઝીણી નજર કરી બીજી વાર, ત્રીજી વાર વાંચજો. આ વારતાઓમાંથી પસાર થજો. જેથી તમારા મનમાં આદર્શરૂપે એ ચરિત્ર નાયકની પ્રતિમા કંડારાય. આ બધા સતુ પુરુષો અને સતી સ્ત્રીઓના સતુ બળથી જ આ આકાશ આપણા ઉપર છત્રરૂપે ટક્યું છે તે આ બધાના સત્ના પ્રભાવે. | આપણે આ બધી ધર્મકથાનો આપણા જીવન સાથે અનુયોગ (જોડાણ) કરીએ જેથી આ ધર્મકથાનો યોગ બને. એ જ શુભ કામના સાથે.. માછલી અને હંસ, સ્વભાવ અને સમજ ! માછલી જેવો તરલ સ્વભાવ બદલાતો બદલાતો, સુધરતો છેવટે હંસ જેવો શુભઅમલિન થઈ, નીર-ક્ષીરના ભેદ પારખી શકે એવી સમજ કેળવી, છેક પાતાળમાંથી ઊર્ધ્વ દિશાએ આકાશગામી થઈ મુક્તિની ઉડાન હાંસલ કરશે. આ પરિવર્તન આમ ક્રમે ક્રમે અને અનાયાસે સહજપણે થતું, જગખ્યાત કલાકાર ઍચરે, કુનેહભરી કળાથી દશ્યમાન કર્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy