________________
૬૪: આભના ટેકા
હરખનાં આંસુ
વિદ્યાની પરબો જેવી પાઠશાળાઓ જ્યાં ગલીએ ગલીએ ચાલે છે એવા દેવગિરિના(વર્તમાન દોલતાબાદ) એક શાંત, નાના ઉપાશ્રયમાં ત્રણ મુનિવરો બેઠાં છે. ત્રણેયના મૂખ પર ચિંતાની વાદળીઓ ઘેરાયેલી છે. ત્રણેય પાસે પાસે બેઠાં છે પણ ત્રણેય મૌન છે. આ મૌન મુંઝવણનું છે, ભારવાળું છે. વાતાવરણમાં ગમગીની પથરાયેલી છે. સૂર્યને આકાશી યાત્રા શરૂ કર્યાને હજુ કલાકેક માંડ થયો છે.
એ વખતે ઉપાશ્રયમાં મનિ મહારાજને વંદન કરવા એક જાજરમાન શ્રાવિકા આવે છે. ધીમા સ્વરે વંદન કરે છે. મુનિશ્રી તરફથી કશો પ્રતિભાવ મળતો નથી છતાં શાંતિથી બેસે છે. હેજ વારે એક મુનિવરની નજર ઊંચી થઈ ત્યારે એ શ્રાવિકાએ વિનીત સ્વરે પૂછ્યું : મોની રેખા જોતાં આપ મુનિવરો કોઈક ચિંતામાં હો એમ લાગે છે. મને જણાવી શકાય તેમ હોય તો કહો, જરૂર તે દૂર કરવાનું કરીશ.. કહોને !
એ શ્રાવિકાના શબ્દોમાં કોમળતા તો હતી જ. એક એક શબ્દમાં માનું હેતાળ વાત્સલ્ય નીતરતું હતું. શબ્દો જવાબદારીપૂર્વક ઉચ્ચારાયા હતા. ભીતરની સંવેદનાને ઝંકૃત કરે એવા એમના શબ્દો હતા.
ત્રણમાંથી એક મુનિવર પ્રૌઢ હતા, તે વઘા : બહેન ! ગુરુ મહારાજે અમને, દેવગિરિના પંડિતોના વખાણ સાંભળી અહીં ભણવા માટે મોકલ્યા છે. છેક રાજસ્થાન તરફથી અહીંઆ બાજુ ભણવા માટે આવ્યા છીએ. પંડિતજીનો સંપર્ક પણ કર્યો, જે ગ્રંથોનો અમારે અભ્યાસ કરવો છે તે અહીંના પંડિતો ભણાવે તેમ છે; પણ... મુનિરાજ આગળ બોલતાં અટકી ગયા. આગળ એક હરફ પણ ન નીકળ્યો.
વળી શ્રાવિકાએ પૂછ્યું : કહો ને, પંડિતજીએ શું કહ્યું? જવાબમાં મુનિ મહારાજને ઝાઝા શબ્દો ન બોલવા પડ્યા. ચતુર શ્રાવિકા મુંઝવણ પામી ગયા અને બોલ્યા : પંડિતે રકમની વાત કરી હશે ! એમાં મૂંઝાઓ છો શાને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org