SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ઃ આભના ટેકા પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ આ બાબતમાં મનનીય છે. તેર-ચૌદ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. લગ્ન પછી પત્ની શિવકોર સાથેની પ્રથમ મુલાકાતમાં થયેલી વાતચીત એમની આત્મકથા “ઘડતર અને ચણતર”માં આમ લખાઈ છે : જીવનમાં હું પહેલોવહેલો જ એને મળ્યો. મારાથી પૂછાઈ ગયું: “આ વખતે તો તું રોકાઈશ ના?” શિવની આંખોમાં આંસુ આવ્યા : “હું શું રોકાઉં? તમે રોજ ઊઠીને તમારા ભાઈબંધોને લાવ્યા કરો છો ને હું બળી જાઉં છું...' આ શબ્દોથી મને ભારે આઘાત થયો : “ભાઈબંધો તો આવે જ ના ! તું એમને ક્યાં ઓળખે છે? “એ બધાયને હું પગમાંથી ઓળખું છું. એ બધાય સારા નથી. એ હશે ત્યાં સુધી હું આવવાની નથી.” શિવકોર આમ એક જ દિવસમાં એ કહેવાતા મિત્રોના દેદાર જોઈ, ચાળા જોઈ તુર્ત કળી ગયા હતા; “આ માણસોનો પગ આપણાં ઘેર ન જોઈએ.” ધનતેરશનો દિવસ હતો. વળી નાનાભાઈનો જન્મદિવસ ! એક પછી એક મિત્રો સવારથી આવા લાગ્યા. પરંતુ શિવકોરના શબ્દોએ નાનાભાઈને બાંધી દીધા હતા. “આજથી આપણી ભાઈબંધી બંધ છે.” ત્યારથી એ મિત્રો ગયા તે ગયા.. એ બધા મિત્રોનું ઉત્તર જીવન જોઉં છું ત્યારે થાય છે કે શિવલક્ષ્મીનો મારા પરનો મોટો ઉપકાર છે. એના નિર્મળ આગ્રહથી હું બચી ગયો. આજે પણ ઘણીવાર મારા જીવનદેવીનો પ્રસંગ હું ઘણા ગર્વથી ગાઉં છું. પત્ની સન્મિત્ર બની અને કુમિત્રના કળણમાંથી ઉગારી લીધા. ત્યાર પછી તો એમનું જીવન સડસડાટ ઊંચે ને વધુ ઊંચે ચઢતું રહ્યું. અમરવેલ ને વળી આંબે ચડી ! પછી બાકી શું રહે? સારા મિત્રો જ શોધવા. ન મળે તો પ્રભુ પ્રાર્થના કરવી પરંતુ નથી મળતા એટલે જે તેની સાથે હાથ ન મિલાવવા. ફૂલની છાબમાં મૂકવા જેવા ફૂલ ન મળે તો કાંઈ તેમાં કોલસા ન ભરાય ! ખાલી રહેલી છાબનું પણ એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy