________________
૮૮: આભના ટેકા
અને ખોડો પણ કાંઈ બાકી રાખે? બન્ને હાથ લાંબા લાંબા કરી ઘૂંક ઉડાડતા રહ્યા. ટોળે મળેલા લોકોએ આનો લાભ લઈ, ગાડાના ગાડવા પર હાથ અજમાવવા લાગ્યા! ફાવે તેમ ઘરભેગું કરવા લાગ્યાં.
બોલતાં ને બકતાં બન્ને થાક્યાં ત્યારે દુકાનદાર કહે : ભાઈ ! આ બધી ઘરની વાતો ઘરે કરજો. તમારું આ જોણું જોઈને મારા ઘરાક પાછા જાય છે. બંધ કરો.
શિયાળામાં યે રતન ખોડાને કપાળે પરસેવો વળેલો જોઈ દુકાનદારે કહ્યું : પાણી પીઓ અને ટાઢા થાઓ.
પાણી પીને જેવી રતન ગાડા તરફ વળી ત્યાં તો એના મનમાં ફાળ પડી. ગાડામાં એકેય ગાવુંનહીં!
હું ! બધા ગાડવા કોણ લઈ ગયું? દુકાનદારે ભેગાં થયેલા લોકોને ભગાડ્યાં જાવ ! અહીં કશું નથી. દુકાનદારે હિસાબ કર્યો: તેર ગાડવાના પૈસા આપવાના થયા. વીલે માઢ પગ પછાડતાં અને બબડાટ કરતાં, ખોડાએ પૈસા ગજવામાં મૂક્યાં તેવીસ ગાડવા લાવ્યો હતો તેના આટલા પૈસા આવશે, તેમાંથી આવું આવું લઈશું.
એના ઓરતા ને મનસૂબા બધા ધૂળમાં મળ્યાં! મન ખાટું થયું ? ચાલો, હવે કંઈ બજારમાં જવું નથી. જલદી ગામભેગાં થઈએ.
ધોળી પૂણી જેવા મોંએ ગામની વાટ પકડી ઘર ભણી રવાના થઈ ગયા.
આ વાત અહીં પૂરી થાય છે. પણ આપણું કામ અહીંથી જ શરું થાય છે. કથા-પ્રસંગ માત્ર કુતૂહલ સંતોષવાના પ્રયોજનથી નથી જોવાનો. જીવનને ઉજમાળ કરતાં બે નરદમ સત્ય અહીં ઉપલબ્ધ થાય છે તેને સમજવાનું આપણું પ્રયોજન છે.
જુની વિતક વાતોને ઉખેળીને, બની ગયેલી ઘટનામાં જ અટકીને કે અટવાઈને શું પ્રાપ્ત થાય છે? ઘટના જેવી બની કે તેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી, તેમાંથી થયેલી ભૂલ ફરી ન થાય તેની કાળજી રાખવાના વિચારને સ્થિર કરી આગળ વધીએ તો શું પ્રાપ્ત થાય તે આ કથાના સંદર્ભે વિચારવું છે.
પ્રથમ એ વિચારવું છે કે આ કથા-પ્રસંગ જેવું આપણા જીવનમાં પણ બનતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org