________________
યોગશાસ્ત્ર ભાષાંતર–પ્રથમ પ્રકાશ અને સમાધિદશાથી અત્યારે જેને મહાન આત્મિક બલ પ્રગટ થયું છે, તેની આને ક્યાંથી ખબર પડે? પણ જે હું તેની પરીક્ષા કરવાની ના કહીશ, તે મારું વચન છેટું છેતેમજ આ મહા પુરુષમાં કાંઈ પણ યોગિક યા આત્મિક બેલ નથી તેમ એ જાણશે અને સર્વ દેવોને પણ તે જ નિશ્ચય થશે, માટે ના તે ન કહેવી. બીજી બાજુ પરીક્ષાની હા પાડતાં આ મહાત્માને આ પાપી જીવ દુઃખ આપશે તેનું નિમિત્ત પણ હું જ થઈશ.” આમ સંશયારૂઢ થયેલા ઇંદ્રને વિચાર કરતે મૂકી તે દેવ ત્યાંથી રવાના થયો. જે સ્થળે શ્રમણ ભગવાન્ ધ્યાનસ્થ હતા ત્યાં તે આવ્યો.
અમર્ષથી ભરપૂર સ્વભાવવાળા દેવે પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી; એટલે સુધી ધૂળ ઉછાળી કે તે ધૂળથી મહાવીરદેવના કાન અને નાકના વિવરો પણ પુરાઈ ગયા. શ્વાસોશ્વાસ ચાલ બંધ પડી ગયો તે પણ યોગિક શક્તિવાળા શ્રમણને તે કઈ દુઃખદ ન થયું, ત્યારે ધૂળ દૂર કરી વજીના સરખા તીક્ષણ મુખવાળી કીડીએ તેણે દેવશક્તિથી બનાવી મહાવીરદેવના ઉપર મૂકી. કીડીએ એટલા જોરથી ડંસ આપવા લાગી કે થોડા વખતમાં તેમનું શરીર ચાલીને જેવું છિદ્રમય થઈ ગયું, છતાં તે મહાત્માનું મન બીલકુલ કલુષિત ન થયું. આ વખતે પણ નિર્ભાગ્ય મનુષ્યના મને રથની માફક તે નિષ્ફલ નિવડ્યો એટલે મોટા મોટા ડાંસ બનાવી તેમના ઉપર મૂક્યા. આ ડાંસે એટલા જોરથી ચટકા મારવા લાગ્યા કે જેમ પર્વતમાંથી અનેક નિર્ઝરણાઓ ચાલે છે, તેમ પ્રભુના શરીરરૂપ પર્વતથી રૂધિરરૂપ ઝરણાઓ ચાલવા લાગ્યાં, તે પણ તે મહાશયનું મન ચલિત ન થયું. પણ ઉલટું અધિક સવથી ઉત્તેજીત થવા લાગ્યું. આવી રીતે સિંહ, સર્પ, હાથી વિગેરે અનેક રૂપે કરી ધ્યાનસ્થ દશાથી ચલિત કરવા તેણે પ્રયત્ન કર્યો, પણ તે નિરૂપયોગી થતું જોઈ દેવ વિચાર કરવા લાગ્યું કે આ પ્રતિફૂલ ઉપસર્ગોથી કદી ચલાયમાન થવાનું નથી. પણ જે આને અનુકૂળ સુખ બતાવું તે આ નકકી ચલિત થશે.