________________
આશ્રવ ભાવનાનું સ્વરૂપ
૨૩૩ નવીન કમ રોકવા અને પૂર્વ કર્મ દૂર કરવા, આ ભાવના વારંવાર વિચારવાની છે.
અશુચિ ભાવનાનું સ્વરૂપ रसासृग्मांसमेदोऽस्थि-मजाशुक्रान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य तत्कुतः १ ॥ ७२ ॥ नवश्रोतःश्रवद्विस्ररसनिस्यन्दपिच्छिले । देहेऽपि शौचसङ्कल्पो, महन्मोहविजम्भितम् ॥ ७३॥ ..
રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, મજજા, વીર્ય, આંતરડાં અને વિઝા પ્રમુખ અશુચિના ઘરરૂપ આ કાયા છે તેમાં પવિત્ર પણ ક્યાંથી હોય ? જે દેહના નવ દ્વારોથી ઝરતે દુર્ગધિત રસ અને તેને નીકળવાથી ખરડાયેલા દેહને વિષે પણ પવિત્રતાની કલ્પના કરવી કે અભિમાન કરવું તે મહાન મેહનું ચેષ્ટિત છે. આ પ્રમાણે વિચાર કરી સી યા સ્વદેહ ઉપરથી મમત્વ ઓછો કરવે તે અશુચિભાવના.
વિવેચન–વીર્ય અને રૂધિરથી પેદા થયેલ, મથી વૃદ્ધિ પામેલ અને ગર્ભમાં જરાયુથી ઢંકાયેલ કાયા પવિત્ર કેમ કહી શકાય ? માતાએ ખાધેલા અનાજ પાણીમાંથી પેદા થયેલ રસ નાડી વાટે પીઈ પીઈને વૃદ્ધિ પામેલ શરીરમાં કેણ પવિત્રતા માને ? ધાતુ, અને મળાદિ દોષથી વ્યાસ, કમિ, ગંડુપદાદિના સ્થાનરૂપ અને રંગરૂપ સર્ષ - સમુદાયથી ભક્ષણ કરાતાં આ શરીરને પવિત્ર કોણ કહે? સુસ્વાદિષ્ટ, ઉત્તમ ભેજનાદિ ખાધેલાં જેના સાથી વિષ્ટારૂપ થઈ જાય છે, તે શરીર પવિત્ર કેમ હેય? કસ્તુરી અને ચંદનાદિના સુગંધી વિલેપને પણ જેના ઉપર લગાડવાથી મળરૂપ થઈ જાય છે તે શરીરમાં પવિત્રતા શી? સુગંધી તાંબુલાદિ ખાધાં હેય છતાં સવારમાં ઉઠતાં મુખ જુગુપ્સનીય યા દુર્ગથિત થાય છે, તે શરીર શું પવિત્ર કહેવાય ?