________________
અનેક વિચારક્રમ .
૩૮૭ એકાગ્રતા સ્વાભાવિક તેના પિતાના ગુણરૂપ થાય છે. અર્થાત્ તે તે તે ગુણરૂપ બની રહે છે.
આ સૂચના આ ભક્તિવાળું કે સદગુણવાળું અવલંબન મનમાંથી જતું રહેશે, અથવા મન તેમાંથી નીકળી જશે. એક વાર નહિ પણ વારંવાર તેમ થશે. તે અવસરે નહિ ગભરાતાં તે અવલંબન વારંવાર પાછું મનમાં ઠસાવવું. ફરી ફરી તે વસ્તુ સાથે જોડી દેવું. આરંભમાં તે વારંવાર મન લયથી ખસી જશે. આ વાત છેડે વખત તે લક્ષમાં પણ નહિ આવે. પછી એકાએક તે વાત પાછી યાદ આવશે કે હું જેના ઉપર એકાગ્રતા કરવા વિચાર કરતો હતો તેને મૂકી કેવળ કઈ બીજી જુદી જ વસ્તુને વિચાર કરૂં છું. આમ વારંવાર થશે પણ ધૈર્યતાથી મનને વારંવાર પાછું તે ધ્યેય-એકાગ્રતા માટેના અવલંબન ઉપર ચોટાડવું. આ ક્રિયા મહેનત આપનાર દુઃખરૂપ લાગશે, પણ તેમ કર્યા સિવાય છૂટકે જ નથી, કારણ કે એકાગ્રતા સિવાય આત્મમાર્ગમાં આગળ વધાય જ નહિ. આ વાત શરૂઆતમાં જ જણાવી છે.
જ્યારે મન આપણી વિસ્મૃતિને લઈ કેઈ અન્ય વિષય ઉપર ભ્રમણ કરતું હોય ત્યારે તે જે માગે થઈને ગયું હોય અર્થાત્ જે કમે એક પછી એક વિચાર કરતું આડે રસ્તે ગયું હોય તે જ ઉત્ક્રમે અર્થાત્ છેવટના વિચારથી પકડી શરૂઆતના વિચાર ઉપર લાવી પાછું ચાલતા અવલંબનમાં ચટાડવું. આ ક્રિયા ઘણી ઉપયોગી અને મનને બેધ તથા પરિશ્રમ આપનાર છે. આ ક્રિયાથી, વારંવાર ચાલ્યા જતા મનરૂપી અશ્વને કાબુમાં રાખવાની શક્તિમાં વધારો થાય છે.
- અનેક વિચારક્રમ.
આ એકાગ્રતાને અભ્યાસ જેઓને કઠીણ પડે તેઓએ જુદી જુદી જાતના અનેક વિચાર કરવા. આ પણ એકાગ્રતાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી; કેમકે જુદા જુદા વિચાર કરવામાં