Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 458
________________ અમનચ્છના ઉદયની નિશાની ૪૦૫ ઘણા લાંબા વખત પ્રયત્ન કરવા વડે કરીને પણ જે વાયુ ધારી શકાતું નથી, તે વાયુ સાચી ઉન્મનીભાવની પ્રાપ્તિથી તત્કાળ એક ઠેકાણે રેકાઈ રહે છે. ૪પ. यातेऽभ्यासे स्थिरतामुदयति विमले च निष्कले तत्वे । मुक्त इव भाति योगी समूलमुन्मूलितःश्वासः ॥ ४६ ॥ આ અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થયે છતે અને નિર્મલ તથા કર્મ જાળ વિનાનું તવ ઉદય પામે છતે, મૂલથી શ્વાસનું ઉમૂલન કરી, યેગી મુક્ત થએલાની માફક શેભે છે. ૪૬. यो जाग्रदवस्थायां स्वस्थः सुप्त इव तिष्ठति लयस्थः । श्वासोच्छ्वासविहीनः स हीयते न खलु मुक्तिजुषः ॥४७॥ જાગૃતાવસ્થામાં આત્મભાવમાં રહેલે થેગી લય અવસ્થામાં (ધ્યાનની એક અવસ્થામાં) સુતેલાની માફક રહે છે. તે લય અવ સ્થામાં શ્વાસોશ્વાસ વિનાને સિદ્ધના જીથી તે યેગી કાંઈ ઉતરતે (ઓછાશવાળો જણાતી નથી. ૪૭.. जागरणस्वप्नजुषो जगतीतलवर्तिनः सदा लोकाः । तत्वविदो लयमग्ना नो जाग्रति शेरते नापि ॥ ४८ ॥ આ પૃથ્વીતલ ઉપર રહેવાવાળા લોકે, નિરંતર જાગૃત અને સ્વમ અવસ્થા અનુભવે છે. પણ લયમાં મગ્ન થએલા તત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી અને સુતા પણ નથી. ૪૮. भवति खलु शून्यभावः स्वप्ने विषयग्रहश्च जागरणे । एतद् द्वितयमतीत्यानन्दमयमवस्थितं तत्वम् ॥ ४९ ॥ સ્વમ દિશામાં ખરેખર શૂન્યભાવ હોય છે, અને જાગ્રત દશામાં જાગવા પછી પાંચ ઇંદ્રિયોના વિષયોનું ગ્રહણ થાય છે. આ બેઉ અવસ્થાને ઓળંગીને આનંદમય તત્વ રહેલું છે. ૫૯.

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462