Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 459
________________ ૪૦૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ ને ઓળભે અને ઉપદેશનું રહસ્ય कर्माण्यपि दुःखकृते निष्कर्मत्वं सुखाय विदितं तु । न ततः प्रयतेत कथं निष्कर्मत्वे सुलभमोक्षे ॥ ५० ॥ 'ક દુખને માટે છે, (અર્થાત્ કર્મોથી દુઃખ થાય છે.) અને કર્મ રહિત થવું તે સુખને માટે છે એમ તમે જોયું તે નિષ્કર્મ રૂ૫, (કાંઈ પણ ક્રિયા ન કરવા રૂ૫) સુલભ મોક્ષમાર્ગને વિષે શા માટે પ્રયત્ન નથી કરતા ? ૫૦. मोक्षोऽस्तु मास्तु यदि वा परमानन्दस्तु विद्यते स खलं । यस्मिन्निखिलसुखानि प्रतिभासन्ते न किश्चिदिव ॥५१॥ ! મેક્ષ થાઓ અથવા ન થાઓ, (કાલાંતરે થાઓ) પણ ધ્યાનથી થતે પરમાનંદ તે અહીં ખરેખર ભોગવીએ છીએ, જે પરમાનંદની આગળ આ દુનિયાનાં સમગ્ર સુખે એક તૃણની માફક પ્રતિભા સમાન થાય છે. ૫૧. मधु न मधुरं नैताः शीतास्त्विषस्तुहिनाते-, रमृतममृतं नामैवास्याः फले तु मुधा सुधा । तदलममुना संरम्भेण प्रसीद सखे मना, फलमविकलं त्वय्येवैतत् प्रसादमुपेयुषि ॥ ५२ ॥ - આ ઉન્મનભાવનાં ફળ આગળ મધુ તે મધુર નથી, આ ચંદ્રમાની કાંતિ તે શીતળ નથી, અમૃત તે નામ માત્ર અમૃત છે, અને સુધા તે ફેગટ છે. માટે તેમના મિત્ર! આ (નાશ ભાગના) પ્રયાસથી સયું. મારા ઉપર તું પ્રસન્ન થા; કેમકે આ તત્ત્વજ્ઞાનનું નિર્દોષ ફળ મેળવવું તે તારા પ્રસન્ન થવા થકીજ મળી શકે તેમ છે. પર. सत्येतस्मिन्नरतिरतिदं गृह्यते वस्तु दूरा-, दप्यासन्नेऽप्यसति तु मनस्याप्यते नैव किश्चित् ।

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462