Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 448
________________ મનને શાંતિ આપવાને સરલ માર્ગ ૩૯૫ બાહ્યભાવની પ્રવૃત્તિઓમાંથી મનને વ્યાવૃત્ત કરવું એ ઉત્તમ ભૂમિકાનાં પ્રારંભની નિશાની યા પ્રસ્તાવના કરવા જેવું છે. - મનને શાંતિ આપવાનો સરલ માગ મનને અથવા મગજને વિશ્રાંતિ આપવાને અન્ય માર્ગ અને તે વળી ચિત્તવૃત્તિની નિવૃત્તિ કરતાં ઘણું સહેલે માર્ગ વિચારના પરાવર્તન કરવાને છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિરંતર આગ્રહસહિત વિચાર કરતે હોય તેણે બને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચાર શ્રેણિ રાખવી જોઈએ કે તે શ્રેણિ ઉપર તે પિતાનું મન વિશ્રાંતિ માટે પરાવર્તન કરી શકે. જેમકે, દ્રવ્યાનુયોગને વિચાર કરનારે, મગજ અથવા મનની વિશ્રાંતિ માટે તે વિચાર શ્રેણિ મૂકી દઈ, થોડો વખત કથાનુગ (મહા પુરુષોનાં ચરિત્રે)ના વિચારની શ્રેણિને અંગીકાર કરવી; અથવા ધ્યાન સમાપ્તિ કર્યા પછી જેમ બાર ભાવના સંબંધી શ્રેણિ સાધકે અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી જુદા પ્રકારની શ્રેણિ લેવી. આથી થાકેલ કે કંટાળેલ મનને, સહેલા વિષયમાં વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચાર શ્રેણિ છતાં વિશ્રાંતિ પામી શકશે. જેમ અતિ પરિશ્રમ કર્યા પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારના વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાંતિની જરૂર છે. જો તેવી વિશ્રાંતિ લેવામાં ન આવે તે શરીર જેમ પક્ષઘાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષઘાત અને વિચારમાં ઘેલછા થવાની. માટે વિચાર ક્રમના અભ્યાસીઓએ મનને, મગજને અને શરીરને વિશ્રાંતિ આપવી. છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી, એકાગ્રતા દ્વારા લય અને તત્ત્વજ્ઞાન સુપ્રાપ્ત કરવાં. મનની એકાગ્રતા અને તત્ત્વજ્ઞાન કરવામાં જે જે બાબતે ઉપયોગી જણાઈ છે, તે તે બાબતેની સામાન્ય સૂચનારૂપ સંગ્રહ અહીં કરવામાં આવ્યા છે. સાધકને એકાગ્રતા અને તાવ જ્ઞાન સુલભ થાય તે માટે તેઓએ મનની વિકળ સ્થિતિને સુધારવી,

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462