Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 449
________________ ૩૯ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ વિચારશક્તિ ખીલવવી, અનેક વિચાર કરવાને અભ્યાસ રાખે, આકૃતિ ઉપર કે સદગુણ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી, પછી નિર્વિચાર થવું. છેવટે મનની શાંત (ઉપશમ) દશા, લય અને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ બતાવવામાં આવી છે તે તે સૂચનાઓ ઉપર પુરતું લક્ષ આપવું. સાધકે જે આટલી હદની દશા પ્રાપ્ત કરશે તે આગળ શું કરવું તે તેમને પોતાની મેળે સમજાશે. આપણને મહાત્માઓ તરફથી પ્રસાદી શબ્દમાં આવી શકે તેટલી અથવા બીજાને સમજાવી શકાય ત્યાં સુધી જ મળી શકે છે. પણ તે પ્રસાદી આગળનો માર્ગ ખુલ્લો કરી આપે છે. औदासीन्यपरायणवृत्तिः किञ्चिदपि चिन्तयेन्नैव । .. यसंकल्पाकुलितं चित्तं नासादयेत् स्थैर्यम् ॥ १९ ॥ વળી ઉદાસીનતામય વૃત્તિઓએ કરી, કાંઈ પણ વિચારવું (ચિંતવવું) નહિ, કેમકે સંકલ્પરૂપ ચિહ્નથી લેપાયેલું. અર્થાત્ વિકલ્પ વાળું મન સ્થિરતા પામતું નથી. ૧૯ यावत्प्रयत्नलेशो यावत्सङ्कल्पकल्पना काऽपि । तावन लयस्यापि प्राप्तिस्तत्वस्य का तु कथा ॥ २० ॥ જ્યાં સુધી મન, વચન, શરીરને લેશમાત્ર પણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કોઈ પણ સંક૯પવાળી કલપના છે, ત્યાં સુધી લયની પણ પ્રાપ્તિ થતી નથી. તે તત્વજ્ઞાનની વાત જ શી કરવી. (અર્થાત સંકલ્પ વિકલ્પની કલ્પના હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ને જ થાય.) ૨૦. ઉદાસીનતાનું ફળ यदिदं तदिति न वक्तुं साक्षाद्गुरुणापि हन्त शक्येत । औदासीन्यपरस्य प्रकाशते तत्स्वयं तत्वम् ॥ २१ ॥ જે પરમતત્વ (પરમાત્મા) તે “આ.” એમ કહેવાને સાક્ષાત ગુરુ પણ શક્તિમાન નથી. તે તત્વ ઔદાસીન્યતામાં તત્પર રહેલા ગીને, પોતાની મેળે પ્રગટ થાય છે. ૨૧ ,

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462