Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 453
________________ ४०० યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ આ યોગશાસ્ત્રના અને તેના જેવા જ બીજા શાસ્ત્રનાં વચનેથી કેટલાક આત્માર્થી મુનિજને પણ ફસાયા છે અને તે એવી રીતે કે, આત્મજ્ઞાન થઈ ગયું છે. હવે મન વિષયમાં જાય છે તે તેને થકાવીને ઠેકાણે લાવીશું, એમ ધારી મનની કલ્પના પ્રમાણે શરીરને પ્રવર્તાવતાં, મન પાછું ન વળતાં નવા નવા વિષયો તરફ જવાનું ચાલુ રાખે છે અને આમ થવાથી એક પરમ તત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છતાં મનની ઈચ્છાનુસાર વર્તન કરવાથી લોકોમાં નિંદાનું ભાજન થયા છે, એટલું જ નહિ પણ તવપ્રાપ્તિને બદલે દુર્ગતિપ્રાપ્તિનાં સાધન, આવાં વર્તનથી મેળવતાં દેખાય છે. માટે મુનિજનોને સાવધ રહેવા આ વિજ્ઞપ્તિ છે. મનના સ્વભાવ માટે એક આધુનિક કવિનીં ઉક્તિ ઠીક લાગવાથી નીચે લખી છે.– દોડ્યો જતે હેય દડો દડાણે, રોક્યો ન રોકાય કદી પરાણે; તેને કદી ઠોકર ઠીક મારે, તે કેમ બંધ પડે બિચાર. તેવી રીતે નીચ પંથે જનારૂ, સદાય છે અંતર આ તમારૂં; તેને કદી જો અનુકૂળ થાશે તો ખેલમાં આખર ખેટ ખાશે, માટે મનને ઈચ્છિત વિષયે ભેગવવા દઈ તેને થકાવીને લાવીશું એ પ્રવેગ કરતાં ઘણું જ સાવધ રહેવાની જરૂર છે. વિ. મા છે. મન સ્થિરતા ઉપાય यहि यथा यत्र यतः स्थिरीभवति योगनिश्चलं चेतः । तर्हि तथा तत्र ततः कथश्चिदपि चालयेन्नैव ॥ २९ ॥ अनया युक्त्याऽभ्यासं विदधानस्यातिलोलमपि चेतः । अङ्गुल्यग्रस्थापितदण्ड इव स्थैर्यमाश्रयति ॥ ३० ॥ જયારે, જેમ, જે ઠેકાણે, જેનાથી, યોગીનું ચપળ ચિત્ત સ્થિર થાય, ત્યારે, તેમ, તે ઠેકાણે, તેનાથી જરા પણ ચલાવવું નહિ. આ યુક્તિએ અભ્યાસ કરનારનું મન ઘણું ચપળ હોય તે પણ આંગુલીના અગ્ર ભાગ ઉપર સ્થાપન કરેલા દંડની માફક સ્થિરતાને આશ્રય કરે છે, સ્થિર થાય છે. ૨૯-૩૦.

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462