________________
૪૧
દષ્ટિજ ઉપાય
* દષ્ટિ ઉપાય निःसृत्यादौ दृष्टिः संलीना यत्र कुत्रचित्स्था । तत्रासाद्य स्थैर्य शनैः शनैविलयमाप्नोति ॥ ३१ ॥ सर्वत्रापि प्रसृता प्रत्यग्भूता शनैः शनैःदृष्टिः । परतत्त्वामलमुकुरे निरीक्षते ह्यात्मनाऽऽत्मानम् ॥ ३२ ॥
દષ્ટિ પ્રથમ નિકળીને, ગમે તે સ્થાને લીન થાય છે. ત્યાં સ્થિરતા. પામીને, હળવે હળવે ત્યાં વિલય પામે છે, (પાછી હઠે છે) એમ સર્વ ઠેકાણે ફેલાયેલી અને ત્યાંથી હળવે હળવે પાછી હઠેલી દષ્ટિ, પરમ તત્વરૂપનિર્મલ આરિસામાં આત્મા વડે કરી, આત્માને જુએ છે.
વિવેચન–આખા વિશ્વમાં ઈરછામાં આવે ત્યાં પાકી શકાય તેવી દષ્ટિને, ત્રાટક કરનાર પ્રથમ એક કાળા બિંદુપર, શાથવા ફર્ટિકને કે બીજા ચળકતા પદાર્થ પર રેકે છે. અને ત્યાં સ્થિર થતાં ધીમે ધીમે તેને નાસિકાના અગ્ર ભાગ પર લાવે છે, અને ત્યાં સ્થિર થતાં પછી ત્યાંથી ખસેડી પાળની વચ્ચે સ્થાપન કરે છે અને ત્યાર પછી ગુર્ની આજ્ઞાનુસાર તેને અંતમાં રેકી, સ્થિર કરી પરમ તત્તને અનુભવ કરે છે. સામાન્યપણે અમે આ કમ જણાવ્યો છે, પણ વિશેષ પ્રસંગે અને વિશેષ અભ્યાસીને, આ કમની પણ જરૂર નથી, તે પિતાને ગ્ય લાગે અથવા અનુકૂળ આવે તેવે ક્રમે દષ્ટિને સ્થિર કરી અંતરદષ્ટિ કરે છે. આ વાતના અનુમોદનમાં અન્ય મતના એક સાધુનું વચન અત્રે ટાંકવું ઉચિત જણાયું છે, તે આ પ્રમાણે છે –
- હે દિલમેં, દિલદાર સહી - અખીયાં ઉલટી કેરતાહીં દીખેએ. દિલદાર–પરમાત્મા–પિતામાં જ છે. તેને આખે ઉલટાવીને જોઈ લે. મતલબ કે જે ચક્ષુ સુલટી રાખી આપણે જગતના પદાર્થો જોઈએ છીએ તે ચક્ષુને જગતના પદાર્થો જેવાના કામમાંથી રોકી બાહાદષ્ટિ બંધ કરી, અંતરદષ્ટિએ પૂર્વોક્ત રીતે યા બીજી રીતે જોશે . તે તમને પિતાને, પિતાથી, પિતામાં, પરમાત્મા જણાશે.