________________
૩૯૮
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ चेतोऽपि यत्र यत्र प्रवर्तते नो ततस्ततो वार्यम् । . अधिकीभवति हि वारितमवारितं शान्तिमुपयाति ॥ २७॥ मत्तो हस्ती यत्नानिवार्यमाणोऽधिकी भवति यद्वत् । अनिवारितस्तु कामान् लब्ध्वा शाम्यति मनस्तद्वत् ॥ २८ ॥
મન પણ જે જે ઠેકાણે પ્રવર્તતું હોય, તે તે ઠેકાણેથી તેને પાછું વાળવું નહિ, કેમકે વારવાથી તે અધિક (વિશેષ) દોડ્યા કરે છે, અને તેને ન રોકવાથી શાંત થઈ જાય છે. જેમ મદન્મત્ત હાથીને વારતાં પણ તે અધિક થાય છે (વિશેષ પ્રેરાય છે, અને જ્યારે તેને રોકવામાં નથી આવતું ત્યારે, તે પિતાને જોઈતા વિષયને મેળવીને (પામીને) શાંત થઈ જાય છે, તેમ મન પણ વારવાથી અધિક થાય છે અને ન વારવાથી પિતાને જોઈત વિષયને મેળવીને શાંત થાય છે. ૨૭–૨૮.
વિવેચન–આ લેકના શબ્દાર્થ પર વિચાર કરતાં, નીચેની બીના ખાસ લક્ષમાં રાખવાની છે કે, મનને પોતાના પ્રવર્તનમાંથી પાછું ન વાળવું તે વાત બરાબર છે, પણ તે અમારા સમજ્યા પ્રમાણે ચાવીસમા અને પચીસમા લેક પ્રમાણે વર્તતા યોગીને માટે ગ્ય છે. ઔદાસીન્યભાવ આવ્યા પછી, નિર્જન સ્થાનમાં જઈ પરમતત્વ પ્રાપ્ત કરવાની ઈરછાવાળો યેગી, મનની કલ્પના માત્રથી જ જુદી જુદી ઇદ્ધિ દ્વારા જુદા જુદા વિષને અનુભવ લેતો હોય, તેવામાં મન એકાદ વિષયમાં લીન થાય તે તેને ત્યાંથી બળ કરી પાછું ખેંચવું નહિ, પણ જે વિષયમાં તે આનંદ માનતું હોય તે વિષયને આનંદ તેને મનથી જ લેવા દે. અને જ્યારે તે વિષયને આનંદ લેતાં મન કંટાળશે ત્યારે તે પોતાની મેળે થાકીને ઠેકાણે આવશે. જેમકે મન સુવાસ લેવામાં લુબ્ધ થયું છે અને તે ચંપકના કુલની સુગંધને આનંદ ભગવે છે, અને ત્યાંથી પાછું વળતું નથી, તે તે મનની ઈચ્છા હોય ત્યાં સુધી તેને તેમ કરવા દેવું. આમ કરવાથી તે ઠેકાણે આવશે. પણ આ આશ્રવ છે માટે આત્મચિંતન જ